26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 276: | Line 276: | ||
[છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઈને બાંભણિયો થંભી ગયો.] | [છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકલમલ્લ ચાલી નીકળ્યો. તાજુબીમાં ગરક થઈને બાંભણિયો થંભી ગયો.] | ||
“વાહ, રજપૂત, વાહ વાહ!” એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે : | “વાહ, રજપૂત, વાહ વાહ!” એમ બોલીને દરિયલખાન સેનાપતિ પૂછે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''માડુ તોં મુલાન, તું કિયોરજો રાજિયો,''' | |||
'''પૂછે દરિયલખાન, રૂપ સોરંગી ઘાટિયો.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[એ માનવી, તું એવો બહાદુર કોણ? તું પોતે જ શું કિયોરનો રાજા ઓઢો?] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''નૈ માડુ મુલાન, નૈ કિયોરજો રાજિયો,''' | |||
'''ખુદ સુણ દરિયલખાન, (હું) ચાકર છેલ્લી બાજરો.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[હે સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું. મારાથી તો સાતગણા જોરાવર જોદ્ધા આખે માર્ગે ઊભા છે. માટે પાછા વળી જાઓ. નીકર કબ્રસ્તાનું વીસ-પચીસ વીઘાં વધી પડશે.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''બાંભણિયો કે બેલીડા, કરીએ તોજી આસ,''' | |||
'''કરોડ ડીજા કોડસું, ચંદર ઊગે માસ.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[બાંભણિયે સાદ દીધો કે હે શૂરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું. હાલ્યો આવ. દર મહિને ચાંદરાતને દિવસે તને એક કરોડ કોરીનો મુસારો ચૂકવીશ.] | |||
“માફ કરજે, બાંભણિયા રાજા! મને દરગુજર કરજે!” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''કરોડ ન લીજેં કીનજા ન કીજેં કીનજી આસ,''' | |||
'''ઓઢો અસાંજો રાજિયો, આઉં ઓઢે જો દાસ.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[કોઈની કરોડ કોરી લૂંટીશ નહિ. મારી આશા મેલી દેજે. હું ઓઢાનો દાસ છું.] | |||
“યા અલ્લા!” એમ નિસાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો. | |||
ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો છે, ઓઢાને વાચા જડતી નથી. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળઘોળ થઈ જનારો આ એકલમલ્લ આગલે ભવે મારે શું થાતો હશે! કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે? | |||
“ઓઢા જામ!” એકલમલ્લે સાદ કર્યો : “કોનું ધ્યાન ધરી રહ્યો છો? કહેતા હતા ને, કોઈની સાથે માયા લગાડી નથી?” | |||
“બેલી! બેલી! બેલી!” ઓઢો એટલું જ ઉચ્ચારી શક્યો, જીભના લોચા વળી ગયા. ઘોડે ચડીને બેય અસવારો ચાલી નીકળ્યા. | |||
એક તળાવડીની પાળે સાંઢ્યોના બે ભાગ પાડીને રજપૂતો બેઠા છે. જાતવંત સાંઢ્યો જુદી તારવી છે અને ખાંડિયાબાંડિયાનું ટોળું બતાવીને રજપૂતો બોલ્યા : “એકલમલ્લભાઈ, લ્યો આ તમારો ભાગ.” | |||
“ઓઢા જામ!” એકલમલ્લ મરકીને બોલ્યો : “જોયા તમારા રજપૂત? કેવી ખાનદાની બતાવી રહ્યા છે!” | |||
“ધિક્કાર છે, રજપૂતો! જનેતાઓ લાજે છે!” એમ કહીને ઓઢાએ બેય ટોળાની વચ્ચોવચ ઘોડો નાખ્યો. સારી અને નરસીના સરખા ભાગ પાડી નાખ્યા. “લ્યો ભાઈ, તમારો ભાગ ઉપાડી લ્યો, એકલમલ્લ!” | |||
“ઓઢા જામ, મને મારો ભાગ પહોંચી ગયો છે. મારી સાંઢ્યો હું તમને ભેટ કરું છું. મારે સાંઢ્યોને શું કરવી છે? મારા બાપુના જીવની સદ્ગતિ સારુ જ મેં તો આ મહેનત કરી. અને હવે, ઓઢા જામ, રામરામ! અહીંથી જ હવે નોખા પડશું.” | |||
<center>નહિ વિસારું</center> | |||
ઝાડની ડાળીઓ ઝાલીને બેય જુવાન ઊભા રહ્યા. સામસામા ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલું હોઠે આવતું નથી. આંખમાં ઝળઝળિયાં આણીને ઓઢો બોલ્યો : “બેલીડા! વીસરી તો નહિ જાઓ ને?” | |||
“ઓઢા જામ! હવે તો કેમ વીસરાશે?” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits