26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(9 intermediate revisions by the same user not shown) | |||
Line 108: | Line 108: | ||
[દુ:ખી થઈ જઈશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે.] | [દુ:ખી થઈ જઈશ. કેરાકકડાના સીમાડા છાંડવા પડશે. પાણીના પૂરમાં લાકડું તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે.] | ||
બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઈ. | બોલ્યા વગર ઓઢો ચાલી નીકળ્યો. મીણલદે ભોંઠી પડીને થંભી ગઈ. | ||
<center> | <center>દેશવટો</center> | ||
“અરે રાણી! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘોર અંધારું કેમ? તમે ટૂટમૂટ ખાટલીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ?” | “અરે રાણી! આ મો’લમાં દીવા કાં ન મળે? આ ઘોર અંધારું કેમ? તમે ટૂટમૂટ ખાટલીમાં શીદ પડ્યાં? ને આ લૂગડાં ચિરાયેલાં કેમ?” | ||
આંસુડાં પાડીને રાણી બોલી : “તમારા ભાઈનાં પરાક્રમ!” | આંસુડાં પાડીને રાણી બોલી : “તમારા ભાઈનાં પરાક્રમ!” | ||
Line 184: | Line 184: | ||
<poem> | <poem> | ||
<Center> | <Center> | ||
ઝાડે ઘાવ ન ઝીલિયો, ધરતી ન ઝીલે ભાર, | '''ઝાડે ઘાવ ન ઝીલિયો, ધરતી ન ઝીલે ભાર,''' | ||
'''નૈ કાળા મથ્થાજો માનવી, અંદરજો અવતાર.''' | '''નૈ કાળા મથ્થાજો માનવી, અંદરજો અવતાર.''' | ||
</Center> | </Center> | ||
Line 524: | Line 524: | ||
<poem> | <poem> | ||
<Center> | <Center> | ||
કનડે મોતી નીપજે, કચ્છમેં થિયેતા મઠ, | '''કનડે મોતી નીપજે, કચ્છમેં થિયેતા મઠ,''' | ||
હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણે ન દઠ. | '''હોથલ જેડી પદમણી, કચ્છમેં નેણે ન દઠ.''' | ||
</poem> | </poem> | ||
</Center> | </Center> | ||
Line 571: | Line 571: | ||
[કનરાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે? એ તો મરીએ ત્યારે જ વીસરાય.] | [કનરાનાં છલકાતાં સુખની વચ્ચે હું મારી જનમભોમને કેમ કરીને વીસરું? હરણ એના અખાડાને, માનવી એની જનમભોમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વીસરે? એ તો મરીએ ત્યારે જ વીસરાય.] | ||
હોથલ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી. મારો સૂકો સળગતો કચ્છ સાંભર્યાં કરે છે. | હોથલ! મને તારા સુંવાળા ખોળામાં માથું મેલીને સૂતાંય આજ નીંદર નથી. મારો સૂકો સળગતો કચ્છ સાંભર્યાં કરે છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ગર મોરાં, વન કુંજરાં, આંબા ડાળ સૂવા,''' | |||
'''સજણરો કવચન, જનમધર, વીસરશે મૂવા.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ : એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે.] | |||
જનમભોમની આટલી ઝંખના! હોથલ સડક થઈ ગઈ. માનવીને માનવીના કરતાંયે જનમભોમનાં ઝાડ-પથરા આટલાં બધાં વહાલાં? હોથલ અજાયબીમાં ગરક બની ગઈ. ઓઢાના મુખમંડળ ઉપર એણે જાણે કોઈ જનેતાની છાયા છવાઈ ગઈ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલી : “ઓઢા રાણા! કચ્છમાં ખુશીથી હાલો.” | |||
<center>જનમભોમમાં</center> | |||
ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો. | |||
“હોથલ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઈને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહા! હોથલ, જનમભોમની માયા તો જો!” | |||
“ઓઢા જામ!” હોથલ હસી : “હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઈને તપાસી આવો. અમે આંહીં બેઠાં છીએ.” | |||
“કાં?” | |||
“ઓઢા, ઠીક કહું છું. માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનાંમાનાં પાછા વળી જશું.” | |||
અંધારે ઓઢો એકલો ચાલ્યો; શેરીએ શેરીએ ફૂલ અને મોતીડાંનાં આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સૂનકાર ખાવા ધાય છે. માણસોનાં મોઢાં નિસ્તેજ થઈ ગયાં છે. ઘરેઘરને ઓટલે ઓઢો બેસવા જાય છે ત્યાં ઘરધણીઓ કૂતરાની જેમ હુડકારે છે. | |||
‘કોઈ એકાંતેય મારું નામ સંભારે છે?’ ઘરેઘરની પછીતે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઈના મોંમાંથી સંભળાતો નથી. કિયોરની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વીસરાયા છે. વાહ! વાહ સમય! હું થાપ ખાઈ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યો : ત્યાં તો — | |||
“બાપ ઓઢાણ્ય! બા....પો ઓઢા....ણ્ય! બે....ટા ઓઢાણ્ય!” એવો અવાજ આવ્યો. એક ભીંત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણ લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો૰— | |||
“બાપ ઓઢાણ્ય! તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ! અધરાત સુધી વટકીને કાં ઊભી છો, બાપ! લે હવે તો પ્રાસવ્ય!” | |||
ઓઢાના અંતરનો મે’રામણ ઊછળ્યો. ઓઢાને સમજ પડી : ‘આ તો મારો ચારણ. એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ‘ઓઢાણ્ય’ નામ પાડ્યું લાગે છે.’ | |||
ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રાસવો મેલ્યો અને ચારણે સાદ કર્યો : “હાં ચારણ્ય! તાંબડી લાવ્ય. ઓઢાણ્યને ઠપકો લાગ્યો, ઠપકો લાગ્યો. ઝટ તાંબડી લાવ્ય.” | |||
તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી, અને દોહતો દોહતો ચારણ ‘વાહ ઓઢા! વાહ ઓઢા! વાહ ઓઢા! તારા નામને!’ એમ પોરસ દેતો ગયો. | |||
પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુડે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''મિતર કિજે મંગણાં, અવરાં આરપંપાર,''' | |||
'''જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર,''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[મિત્ર કરીએ તો ચારણને જ કરીએ; બીજી સહુ આળપંપાળ, ચારણ જીવતાં તો જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે!] | |||
પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઈને દોડ્યો. “ઓઢા! બાપ ઓઢા! ઓઢા, જીવતો છો?” | |||
“સાહેબધણીની દયાથી!” | |||
બેય જણ બથ લઈને ભેટ્યા. ઓઢે સમાચાર પૂછ્યા : “ગઢવી, ભાઈ-ભાભી સહુ ખુશીમાં?” | |||
“મારા બાપ! ભાઈનું તો મોટું ગામતરું થયું. ને આજ કિયોર કકડાણાને માથે નાનેરા ભાઈ બુઢ્ઢાએ આદું વાવી દીધાં છે. તું ભાગવા માંડ. તને ભૂંડે મૉત મારશે. ભાઈ, વસ્તી વીફરી બેઠી છે. કિયોરની ધરતીમાંથી ઈશ્વર ઊઠી ગયો છે.” | |||
“બસ, ગઢવા?” | |||
“બસ!” | |||
ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો. | |||
“હોથલ! હાલો, જનમભોમ જાકારો દે છે.” | |||
“કાં?” | |||
“કાં શું? માનવીનાં પારખાં નહોતાં. તેં આજ દુનિયાની લીલા દેખાડી.” | |||
“જનમભોમની વહાલપ જાણી લીધી?” | |||
“જાણી લીધી — પેટ ભરીને માણી લીધી.” | |||
“હવે ઓરતો નહિ રહી જાય ને?” | |||
“સાત અવતાર સુધી નહિ.” | |||
“હાલો ત્યારે, ક્યાં જાશું?” | |||
“પીરાણેપાટણ, મશિયાઈને આંગણે.” | |||
“જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.” | |||
<center>છતી કરી</center> | |||
પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા : “ભાઈ જેસળ, ભાઈ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો! કાળઝાળ સાવજ રહે છે.” | |||
પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઈને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે ‘ક્યારે સાવજ મારીએ!’ | |||
સાંજના અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઈ ભેંકાર નરસિંહ અવતાર જેવા એ સાવજના પીળા ડોળા દેવતાના અંગારા જેવા ઝગી રહ્યા છે. આઠ હાથ લાંબો, ડાલામથ્થો, છરા જેવા દાંત કચકચાવતો કેસરી લપાઈને બેઠો છે. | |||
“ઊઠ, ઊઠ, એય કૂતરા!” પંદર વરસના પદમણીપુત્રોએ સાવજને પડકાર્યો. | |||
વનરાજ આળસ મરડીને ઊઠ્યો. કેશવાળી ખંખેરીને ઊઠ્યો, મહા કાળઝાળ જોગંદર જાણે સમાધિનો ભંગ થાય ને ઊઠે તેમ ઊઠ્યો. ઝાડવાં હલમલી ઊઠે તેમ ત્રાડ દીધી, પૂંછડાનો ઝુંડો ઊંચે ઉપાડીને પોતાની પડછંદ કાયાને સંકેલી છલંગ મારી. | |||
પણ આભની વીજળી જેમ પ્રચંડ જળધરને વીંધી લે, એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અધ્ધર ને અધ્ધર પરોવી લીધો. એના મરણની કારમી કિકિયારીએ રાતના આસમાનને જાણે ચીરી નાખ્યું. પછડાટી ખાઈને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા. | |||
પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગિરદીમાં ફાટફાટ થાય છે. ‘શાબાશ! શાબાશ!’ના જાણે મેહુલા મંડાણા છે. પંદર વરસના બેટાઓની પીઠ થાબડતા શૂરવીરો જાણે ધરાતા નથી. | |||
“ઓઢા જામ! આવા મહાવીરો જેના થાન ધાવ્યા છે તે જનેતાની તો ઓળખાણ આપો! જેસળ-જખરાનું મોસાળ કોણ?” | |||
ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાન્તિ પલક વારમાં શોષાઈ ગઈ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઊતર્યા. એને હોથલનો કરાર સાંભર્યો. એ કેમ કરી બોલે? | |||
અમુક વાઘેલાના ભાણેજ, ફલાણા ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ — એમ કંઈ કંઈ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પણ દાયરામાંથી દરેક વાર જાણકારોના જવાબ મળ્યા કે ‘જૂઠી વાત! એવું કોઈ કુળ નથી. એને કોઈ દીકરી નથી. સાચું કહો, ઓઢા જામ!’ | |||
ઓઢાની જીભ ખિલાઈ ગઈ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ-જખરાની આંખના ખૂણામાંથી અંગાર ઝર્યો. કેડેથી તરવારો તાણીને બેય ભાઈઓએ બાપના મસ્તક ઉપર તોળી. | |||
“બાપુ, કેમ ગોટા વાળી રહ્યા છો? અમારી જનેતાના કુળમાં એવું તે શું કલંક છે કે ભરદાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો? બોલો, નીકર ત્રણેયનું લોહી અહીં છંટાશે.” | |||
“બેટા, રે’વા દિયો, પસ્તાશો.” | |||
“ભલે બ્રહ્માંડ તૂટે. બોલો.” | |||
ઓઢાનું અંતર આવતી કાલના વિજોગની બીકે ચિરાઈ ગયું. હોથલને હાથમાંથી ઊડી જતી એ જોઈ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યું : “દાયરાના ઠાકોરો! દીકરાને માથે તો છે ઇંદ્રાપુરનું મોસાળ. એની જનેતા મરતલોકનું માનવી નથી, પદમણી છે.” | |||
“પદમણી! કોણ?” | |||
“હોથલ!” | |||
“વાહવા! વાહવા! વાહવા! હોથલના પેટમાં પાકેલા પુત્રો! હવે શી તાજુબી! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાના તકદીર! પદમણીનો કંથ ઓઢો!” | |||
પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,''' | |||
'''ઓઢા વાંચ નિહાર, અસાંજો નેડો એતરો.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં : ઓઢા, આપણા નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,''' | |||
'''હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જુવાર.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,''' | |||
'''ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.] | |||
{{Poem2Close}} | |||
</center> | |||
<poem> | |||
<center> | |||
'''સાયર લેર્યું ને પણંગ થર, થળ વેળુ ને સર વાળ,''' | |||
'''દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,''' | |||
'''ઝાડવે ઝાડવે જીંગોરતા, (હું) કેતાક ઉડાડું મોર?''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે, ત્યાં હું કેટલાકને ઉડાડું?] | |||
બીજી બાજુ — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,''' | |||
'''ઓઢો આજ અણોહરો, હોથલ નૈ ઘરાં.''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમ કે હોથલ ઘેર નથી.] | |||
ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ. | |||
<center>*</center> | |||
<small>[વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઈ; પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવી અને એ વખતે પુત્ર-વધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે. | |||
‘કનડો ડુંગર’ કાઠિયાવાડમાં બે-ત્રણ જગ્યાએ બતાવવામાં આવે છે. હોથલ કાઠિયાવાડણ હતી એવીયે લોકોક્તિ છે. ગીરના ડુંગરામાં એના ચમત્કારો હજીયે થતા હોવાની વાતો બોલાય છે. કોઈ કહે છે કે પાંચાળમાં હોથલિયો ડુંગર અને રંગતળાવડી છે તે જ હોથલનું રહેઠાણ; કોઈ મેંદરડા પાસેનો કનડો ડુંગરો બતાવે છે, જ્યારે કનડો ડુંગર કચ્છ પ્રદેશનીયે ઉત્તરે થરપારકર તરફ હોવાનું મક્કમપણે કહેવાય છે. | |||
આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે, પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઈ ગઈ છે.]</small> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits