સૌરાષ્ટ્રની રસધાર-4/બાળાપણની પ્રીત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાળાપણની પ્રીત| }} <poem> <Center> '''વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભ...")
 
No edit summary
Line 63: Line 63:
એટલું કહીને વિજાણંદ વળી નીકળ્યો. પોતાની પાંચ ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેસમાં મોકલી દીધી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો : “મારી માતાજિયું! ડુંગરામાં નિરાંતે ચરજો. હું હમણાં આવું છું. વરસને વીતતાં વાર નહિ લાગે, અને પછી તમારાં ખાણ નીરનારી, ગોરસડાં મેળવનારી, પાડરું પાળનારી ને વલોણાં ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રે’શું. કોચવાશો મા, હો!”

ભેંસોની આંખોમાંથી મોટે ટીપે આંસુડાં ચાલ્યાં જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે ‘મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ. ત્યાંથી પાંચ પાંચ નવચંદરી ભેંસો શું મને નહિ મળે? એવા વીસ નેસડાં તો પાંચ મહિનામાં ફરી વળીશ.’

{{Poem2Close}}
<poem>
<Center>
'''વિજાણંદ હાલી નીકળ્યો, પોઠીડા પલાણે,'''
'''ડાબો થાને ગણેશ, (તો) વિજાણંદ પાછો વળે.'''
</poem>
</Center>
{{Poem2Open}}
પોઠિયા પર સવાર થઈને વિજાણંદ ચાલી નીકળ્યો. ઝૂરતી શેણી જંગલના તેતરને વીનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પિયુની આડો ડાબી બાજુએ ઊતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે. ફરી વાર શેણીએ પોકાર કર્યો :
{{Poem2Close}}
<poem>
<Center>
'''હરણા તારી ડોકમાં, ઘડાવું ઘૂઘરમાળ,'''
'''સોને મઢાવું શીંગડી, વિજાણંદ પાછો વાળ્ય!'''
</poem>
</Center>
{{Poem2Open}}
[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]
નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે. પણ નવચંદરી ભેંસોનું નામ પડતાં નેસવાસીઓ લાચાર બની જાય છે. ચાર ચાર પગ ધોયેલા : પૂંછડાને છેડે ધોળા વાળ : અક્કેક આંચળ ધોળો : લલાટમાં ધોળું ટીલું : મોં ધોળું : અક્કેક આંખ ધોળી : એવાં નવ નવ શ્વેતરંગી ચંદ્ર-ચિહ્નોવાળી ભેંસો તે નવચંદરી કહેવાય. એવી ભેંસો ક્યાંઈક મળે છે, ને ક્યાંઈક નથી મળતી. નવમાંથી એક પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી.
વિજાણંદની ગણતરી ખોટી પડી. પાંચ-પાંચની ધારણા હતી ત્યાંથી એક-એક પણ માંડ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાણંદ ભમવા લાગ્યો. આઘે આઘે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવુંપીવું, બધું જ વિજાણંદ વીસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે, અને ‘નવચંદરી ભેંસો’ એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રઝળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોરની ગણતરી કરે છે. એમ કરતાં એક વરસમાં થોડા જ દિવસ ઓછા રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી.
અહીં ગોરવિયાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઊઘડી ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસાટ શું બોલતાં હતાં? —
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits