સૌરાષ્ટ્રની રસધાર-4/બાળાપણની પ્રીત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 84: Line 84:
વિજાણંદની ગણતરી ખોટી પડી. પાંચ-પાંચની ધારણા હતી ત્યાંથી એક-એક પણ માંડ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાણંદ ભમવા લાગ્યો. આઘે આઘે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવુંપીવું, બધું જ વિજાણંદ વીસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે, અને ‘નવચંદરી ભેંસો’ એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રઝળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોરની ગણતરી કરે છે. એમ કરતાં એક વરસમાં થોડા જ દિવસ ઓછા રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી.

અહીં ગોરવિયાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઊઘડી ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસાટ શું બોલતાં હતાં? —
અહીં ગોરવિયાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઊઘડી ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસાટ શું બોલતાં હતાં? —
{{Poem2Close}}
<poem>
<Center>
'''ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે,'''
'''વળ્ય વેલો વિજાણંદા, (મને) રોઝડાં રંજાડે.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંત:કરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને રંજાડે છે. (મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે.)]
{{Poem2Close}}
<poem>
<Center>
'''ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે,'''
'''અધવચ મેલ્યાં એકલાં, હાલ્ય હૈડા હેમાળે.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા.]
વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.

'''વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી નીલાણી,'''
'''(પણ) એક વિજાણંદને કારણે, શેણી સુકાણી.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[વરસ પાછું વળ્યું. વાદળાં પણ બરાબર બાર માસની મુદતે હાજર થઈ ગયાં. પૃથ્વી એ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિનાં જોબનરંગે હસી-ઉલ્લસી ઊઠી. હાય! એ બધાં તો લીલુડાં બન્યાં, કેમ કે મિલનનું સુખ પામ્યા; સુકાઈ શોષાઈ સળગી ગઈ એક માત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો, વહાલા વિજાણંદનો.]
તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સીંચતી પનિયારી શેણી ગામેગામ ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંય વિજાણંદ આવે! ક્યાંય એક સો એક નવચંદરીઓનું ખાડું ગોરજના ડમ્મર ઉડાડતું આવે! ક્યાંય જંતરના સંદેશા લઈને પવનની લહેરીઓ આવે!
જો આવે તો આજ આ કૂવાકાંઠે પેટ ભરી ભરીને પીએ એટલું પાણી પાઉં; એની એકસો ને એક નવચંદરીઓને પણ મારે હાથે બેડાં સીંચી સીંચીને પાણી ધરવ કરાવું; લાંબો પંથ કરીને આવતા પિયુડાને માથાબોળ નવરાવું; એનાં લૂગડાં આ ઓઝત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઊજળાં દૂધ જેવાં કરી સુકાવું : તે દિવસે પાણી પાયું નહોતું એનો બદલો વાળી દઉં! પણ વિજાણંદ તો દિવસ રોળ્યકોળ્ય રહ્યો છતાં આવતો નથી. પાદરથી નીકળતી ઓઝત નદીને શેણી પોકાર કરે છે કે —
{{Poem2Close}}
<poem>
<Center>
'''ચડ ટીંબા ચડ ટીંબડી, ચડ ગુંદાળી ધાર,'''
'''ઓઝત, ઉછાળો લઈ, વિજાણંદ પાછો વાળ.'''
</poem>
</Center>
{{Poem2Open}}
[ઓ બહેન ઓઝત, તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંઈક આઘે આઘે જોઈ શકતી હોઈશ. ભલી થઈને એક વાર ઉછાળો મારી, એનો પંથ રોકી, તું એને ઝટ પાછો વાળજે.]
દિવસ આથમ્યો, આશા ઓઝત કાંઠે મૂકીને શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખઘેલો થઈને બેઠો છે.
“બાપ શેણી!” વેદો બોલ્યો : “હવે અટાણે લાપસીનાં આંધણ મેલજે, હો ગીગી! ઈ કાળમુખો નસેં પોગ્યો ને આપણે ઊગર ગાં! અ ર ર ર! મોળી હંસલી જીમી ગીગી ઈ કાગડાને હાથ જાત, મોળો મૉત બગડત! મૂક્ય, બેટા, ઝટ લાપસીનાં આંધણ મૂક્ય.”
આંસુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવરાવી. ખાઈપીને બાપ તો ઘસઘસાટ ઘોંટ્યો, પણ શેણી શે સુખે સૂએ? આખી રાત પવનમાં કમાડ ભભડે તો ઝબકે છે કે ઓ વિજાણંદ આવ્યો! પવનના સુસવાટામાં જાણે કે વિજાણંદની વીણા રોતી લાગે છે, ને પલવાર ઝોલું આવતાં જ સ્વપ્નમાં વિજાણંદને ઠપકો દેવા લાગે છે કે અરે ભૂંડા! રસ્તે આટલો બધો ખોટીપો! કોણ કામણગારું તને મળ્યું’તું?
આખી રાત અજંપામાં ગાળી, પ્રભાતે ઊઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી : “બાપુ! ડમણી જોડાવી દેશો?”
“કાં, બાપ? કીસેં જાવો છે?”
“હેમાળે ગળવા!”
“અરર! દીકરી! ગાંડી થે ગી! આવડી અવસ્થાએ વેરાગ કીસેથી આદો! ભણેં બાઈ, હવે તું બી મા. હવે આપણી ભે માતર ટળે ગી. હવે તોરા સાટુ હું સારો ઠેકાણો જોવા નીકળતો સાં. હેમાળે ગળવા તે જવાય, મારા ઓધાર?”
“બાપુ!’ શેણીએ ધરતી ખોતરતાં ખોતરતાં સંભળાવ્યું : “બાપુ, હવે આ બધી આશા મેલી દ્યો. હવે તો —”
{{Poem2Close}}
<poem>
<Center>
'''વિજાણંદની વરમાળ, બીજાની બાંધું નહિ,'''
'''ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.'''
</poem>
</Center>
{{Poem2Open}}
તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે! બાપુએ બહુ સમજાવી. છેલ્લે જવાબ વાળી દીધો : “હવે તો, બાપુ, એ આવે કે ન આવે : હવે અવધ પૂરી થઈ. ને હવે તો મળશું હેમાળાના ખોળામાં, નીકર આવતે અવતાર. હવે મારો મારગ રોકશો મા.”
ગામનાં માણસો હજાર-હજાર વાતો કરીને મનાવવા લાગ્યાં કે “બીન! રોકાઈ જા, હજી એ આવશે.”
“આવી રહ્યો, બાપ! હવે આવીને શું મોં દેખાડે?”
કોઈ બોલ્યું : “અરે ગીગી, વાવડ કઢાવીએ.”
સાંભળી સાંભળીને શેણીએ કહ્યું :
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits