26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
== માચુ પિચુનાં ખંડેરોમાં == | == માચુ પિચુનાં ખંડેરોમાં == | ||
<poem> | <poem> | ||
Line 130: | Line 128: | ||
</poem> | </poem> | ||
== મોતીસરીનું આ વન == | |||
<poem> | |||
દૂરદૂરથી ઊડેલો કલાન્ત પવન | |||
તેનાં પીંછાં પસવારે રાયણના વૃક્ષ પર | |||
ને | |||
તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે | |||
તેના ભ્રમણદેશોની ગંધ. | |||
કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય – લાલ | |||
આથમી જાય વનનાં વૃક્ષોમાં. | |||
કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ– | |||
જળનો કે આકાશનો? | |||
ટિટોડીની પ્રગલ્ભ ચાલ, | |||
વનમેનાની આંજીમાંજી આંખ, | |||
હુદહુદના માથા પરનો કેસરી તાજ, | |||
બધું જ ઘોળાતું ઘોળાતું ભળી જાય અંધકારમાં. | |||
વૃક્ષો પણ હવે સંકેલી લે છાયાની માયા | |||
ને | |||
ધીમેધીમે ધૂસર થતું જાય | |||
કબૂતરની લીલી ડોક જેવું ચળકતું | |||
મોતીસરીનું આ વન. | |||
પછી રહે | |||
ધૂસર હવામાં ઝીણી-ઝીણી ઘંટડી જેવું | |||
બંધાતું ધુમ્મસ, | |||
દશરથિયાં, ચીબરી કે કોઈ રાત્રિપક્ષીનો રઝળતો અવાજ, | |||
વટવાગોળની પાંખોનો અસ્પષ્ટ ફડફડાટ, | |||
ને | |||
કંસારીના ઝાંઝરનો રણકતો સૂર. | |||
ગોરડ, બાવળ ને હરમાની વિકળ ગંધ | |||
ઓગળતી-ઓગળતી ભળી જાય અંધકારમાં. | |||
તળાવના તરલ અંધકારમાં | |||
ઝબકોળાવા આવે | |||
વનની, જળની રૂપસીઓ. | |||
એકાએક પૂર્વજન્મની કરુણ સ્મૃતિ જેવો | |||
બપૈયાનો આર્જવભર્યો ટહુકો | |||
ઝાંખા ચન્દ્રની જેમ ઊગી શમી જાય અંધકારમાં. | |||
નક્ષત્રોના ઝાંખા ઉજાસમાં | |||
વનના ઉચ્છ્વાસ | |||
ને | |||
પૃથ્વીના આ ઝાંખા અંધકારનાય અંધકારમાં | |||
સાવ ખુલ્લી આંખે | |||
સ્વપ્ન જુવે | |||
આ બે આંખ | |||
મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનુંસરખું અભયારણ્ય છે. | |||
</poem> | |||
edits