26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 173: | Line 173: | ||
<small>મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનુંસરખું અભયારણ્ય છે.</small> | <small>મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનુંસરખું અભયારણ્ય છે.</small> | ||
</poem> | |||
== વસ્તુઓ == | |||
<poem> | |||
દાદાની લાકડી, ચશ્માં, જૂનું મકાન, | |||
ખુરશી, પલંગ ને પ્રાઇમસ, | |||
રેશમની સાડી, ટેરીનનું શર્ટ, સુક્કાં ફૂલો | |||
ને અત્તરની શીશી : | |||
વસ્તુઓ ધારણ કરે છે આપણને | |||
સાંખ્યયોગના અદ્ભુત તાટસ્થ્યથી. | |||
આપણી લાખલાખ માયા છતાં | |||
વસ્તુઓ અળગી રહે છે સતત | |||
આપણા ભાવથી, | |||
આપણી માયાથી, | |||
આપણી છાયાથી. | |||
વસ્તુઓ ધુમાય છે, ધરબાય છે, | |||
કટાય છે ને કજળે છે – | |||
કોઈ આપણી પહેલાં, કોઈ આપણી પછી | |||
કોઈ આપણી બહાર | |||
તો કોઈ આપણી જાણ બહાર. | |||
આપણી સામે જ કરમાતાં જતાં ફૂલથી ધીમે, | |||
લીમડાની ડાળડાળ ને પત્રપત્ર પર સરકતા જતા | |||
ચન્દ્રથીય ધીમે, | |||
આપણાં માથાંમાંથી ખરતા જતા | |||
વાળથીય ધીમે | |||
સાવ ધીમે-ધીમે | |||
વસ્તુઓ પામે છે કોઈ બાળકના હાથનો મસૃણ સ્પર્શ | |||
કે | |||
કોઈ બરછટ હાથનો રૂક્ષ તિરસ્કાર. | |||
વસ્તુઓ ચહાય છે ઉપેક્ષાય છે આપણાથી. | |||
કોઈ વિશુદ્ધ આત્માના શાશ્વત તત્ત્વની જેમ જ | |||
વસ્તુઓ દેહ દેહાંતરિત | |||
રૂપ રૂપાંતરિત થઈને આવે છે આપણી સમક્ષ. | |||
અને આપણે તો જાણતા નથી | |||
સાવ સીધી સાદી વસ્તુ-પારના | |||
વસ્તુનું સત્ય. | |||
ઉકરડે ઊભરાતી એક પણ વસ્તુ | |||
ક્યારેય જોતી નથી નરકની ખીણ કે દુરાત્માઓનો દેશ. | |||
કશુંક બીજું જ શુભ | |||
તેનાં બારણાં ખોલીને આમંત્રે છે, | |||
પ્રકાશની છૉળછૉળમાં સત્કારે છે, સંસ્કારે છે, સંમાર્જે છે. | |||
આપણી અવશિષ્ટ, ઉચ્છિષ્ટ | |||
આપણી તિરસ્કૃત એકએક વસ્તુ | |||
સડી ગળી | |||
તપી તવાઈ | |||
કટાઈ કોહવાઈને | |||
ફરી પામે છે | |||
કલિંગરનાં પીળાં ફૂલનાં ઝાકળમાં રમતા સૂર્યનું રહસ્ય. | |||
કોઈ ધીરોદત્ત, ક્ષમાશીલ રાજવીની જેમ | |||
સંગ્રહસ્થાનમાં સામસામે હાથ મિલાવતાં | |||
ઊભાં રહે છે રોમન આયુધો ને કાર્થેજિયન શસ્ત્રો | |||
મોગલ શિરત્રાણની હૂંકમાં જ ઢબુરાઈ બેસે છે મરાઠાઓની ઢાલ | |||
ચન્દ્રખનીજની નજીક જ નદીના પાંચીકાની જેમ | |||
રમ્યા કરે છે | |||
કોઈ લુપ્ત સંસ્કૃતિનાં મૃત્તિકાપાત્રો. | |||
કાળકાળના આઘાતોને સહે છે વસ્તુઓ, | |||
– કોઈ પ્રગલ્ભ નારીની જેમ. | |||
ઝાંખું થઈ ગયેલું કિનખાબ પરનું જરીકામ, | |||
લીલા ડાઘાથી શિળિયાટું તામ્રપત્ર, | |||
સૂર્ય, પવન ને કાળે વાંચી-વાંચી ઘસી નાખેલા શિલાલેખો, | |||
થરથરતા ઊભા જીર્ણશીર્ણ સ્થંભો, | |||
પોતાનાં વિવર્ણ અંગોને શોધતી | |||
ખંડિત મૂર્તિઓ; | |||
ધુમાઈ-ધુમાઈને ઊડી ગયેલાં | |||
અક્ષરોવાળી ધૂસર હસ્તપ્રત, | |||
અક્ષુણ્ણ પૃથ્વી પર પહેલીવહેલી | |||
રમવા આવેલી વનસ્પતિઓના અશ્મિઓ, | |||
સુવર્ણ-રૌપ્ય મુદ્રાઓ, ધાતુપાત્રો, ધૂપદાનો, | |||
મૌક્તિક માલાઓ, | |||
હજારો વરસો પહેલાંના ઘઉંના દાણાઓ, | |||
જાણે હમણાં જ | |||
રમતાં રમતાં તૂટી ગયેલાં રમકડાંઓ, | |||
શિલાલેખો, શિલ્પો, નગરનગરના નકશાઓ | |||
પિરામિડ કે પૉમ્પી બની ધરબાય છે ઊંડે | |||
સૂર્યચંદ્રથી દૂર, | |||
નક્ષત્રતેજથી દૂર, | |||
વનસ્પતિના બુભુક્ષુ મૂળથીય દૂર, | |||
પૃથ્વીના ઉષ્ણ ગર્ભમાં | |||
મમી બની તેના કાળનો અસબાબ થઈ રહેવા. | |||
ખન્ ન્ ન્ | |||
ઉત્ખનનમાં ફરી જુએ છે સૂર્યનું મોં | |||
ફરી માનપાન પામે છે મ્યુઝિયમમાં. | |||
શેરીઓ, શહેરો ને દુકાનો | |||
રાજમાર્ગો, મહેલો ને ઉદ્યાનો | |||
ફરી ફરી પામે છે | |||
સાવ વળી કોઈ બીજું જ નામ, | |||
ઓળખાય છે વળી કોઈ બીજા જ મહાનુભાવના નામથી. | |||
અમારી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ પર રાતોરાત જ ચીપકી ગયેલું | |||
નવું નામ | |||
‘મહાત્મા ગાંધી હાઈસ્કૂલ’ | |||
પણ એક વાર મેં જોયું છે કે | |||
એક બાળક રમે છે પીળી લખોટીઓથી, | |||
સહજ પ્રેમપૂર્વક. | |||
ક્યોટોની એક સન્નારી | |||
વાંસની ફૂલદાની હાથમાં લઈને સહેજ ઝૂકી છે | |||
જાણે તેની કૂખનું જ બાળક | |||
એક શિલ્પી સ્પર્શે છે ગ્રેનાઇટના કાળમીંઢ પથ્થરને હળવેકથી | |||
રખે તેનાં ટેરવાંનોય ઘસરકો પડી જાય. | |||
શાકવાળો ફેરિયો | |||
દૂધીની લીલી છાલને સ્પર્શે છે, | |||
પ્રિયાની સુંવાળી જંઘા પર હાથ પસવારતા યક્ષની જેમ. | |||
પેલી વૃદ્ધા | |||
છીંકણીની ડાબલીને એક બાળકની જેમ જાળવીને મૂકી દે છે | |||
તેના જર્જરિત ખિસ્સાના હૂંફાળા અંધકારમાં | |||
વૈદૂર્યમણિના મમત્વથી. | |||
પેલો મૂછાળો ચાઉસ | |||
તેની બેનાળીને સાફ કરે છે કશુંક ગણગણતો-ગણગણતો | |||
એક સલૂકાઈભરી માવજતથી. | |||
પણ | |||
આ પૃથ્વી પર વસ્તુઓ | |||
આવું બહુ બધું પામતી નથી વારંવાર. | |||
કોઈ હાથનો પ્રેમપૂર્વક સંસ્પર્શ, | |||
રૂપસિદ્ધ વળાંક, હેત, હૂંફ, | |||
પોતાના શ્વાસ જેવો જ અંગત અનુબંધ પામેલી વસ્તુઓ | |||
એક હાથથી બીજે હાથ | |||
ને બીજે હાથથી બાવીસ હજાર હાથે | |||
કોઈ હબસી ગુલામથીય વધુ પાશવી રીતે | |||
વેચાતી ફરે છે | |||
કોઈ બાર વરસની બાળા પરના બળાત્કારથીય વધુ ક્રૂરતાથી | |||
ઉપભોગાય છે, | |||
અભડાય છે, | |||
અબોટાય છે, | |||
ને ઓછાય છે આપણાથી. | |||
વસ્તુઓ જાણતી નથી કે | |||
વસ્તુઓથી જ વિરોધાય છે વસ્તુઓ | |||
ને વસ્તુઓથી જ અંકાય છે અવસ્તુતાનાં મૂલ. | |||
વ્હાઇટ હાઉસ ક્યારેય હાંસી નથી ઉડાવતું | |||
મારા આ પડુંપડું થતા ઘરની ને | |||
આ ઇલેક્ટ્રૉનિક ટાઈમ વૉચ | |||
ક્યારેય આગળ નીકળી જવા નથી માગતી | |||
મારા દાદાના ગારલીંપ્યા ઓરડાની જૂની ડંકા ઘડિયાળથી. | |||
ગુલાબ, પુસ્તક કે રૂમાલ | |||
સંવહે છે આપણા પ્રેમને, | |||
બને છે આપણી ઉષ્માનું આકાશ, | |||
અને કદીક ક્યારેક તો | |||
આપણાં પ્રિયજનોથીય વિશેષ | |||
આપણે સચવાઈ રહીએ છીએ | |||
વસ્તુઓના હૃદયમાં. | |||
આપણા મરણોત્તર | |||
વસ્તુઓ જાળવી રાખે છે આપણો સંબંધ, | |||
સાચવી રાખે છે આપણી હૂંફ, | |||
આપણા સ્પર્શની આપણા પ્રેમની. | |||
તોપનું નાળચું બનાવવા માટે | |||
ભઠ્ઠીમાં ભરખાઈ ગયેલી રમ્ય તામ્રમૂર્તિઓ, | |||
ઇન્કાના પ્રાચીન ખંડેરોથી હિરોશીમાના ભગ્નાવશેષ | |||
કોઈ પાગલના પ્રહારથી પાએટાની મૂર્તિના | |||
હૃદય સુધી ઊંડી ઊતરેલી તિરાડો, | |||
અજંતામાં શામળી રાજકુંવરીના ભીંતચિત્ર પર | |||
કોઈના ઘાતકી ઉઝરડાથી ટશિયે-ટશિયે ઊભરાઈ આવેલ ચહેરો | |||
હજાર હાથનો મેલ ખાધેલી | |||
આપણા હાથના મેલ સમી રૂપિયાની નોટ, | |||
ટેબલ પર આપણા ખૂની હાથોની સ્પષ્ટ છાપ, | |||
હવામાં લટકતા રાંઢવાની ગૂંગળાવતી ગાંઠ, | |||
આપણી પાશવી કામનાની સાક્ષી બનેલ | |||
ચોળાયેલી ચાદર, ચૂંથાયેલું ઓશીકું : | |||
વસ્તુઓ તો રહે છે | |||
તટસ્થ, મૂક– | |||
આપણા આતંકની, | |||
આપણા અમાનુષી તાંડવની, | |||
આપણી નિર્લજ્જતાની સાક્ષી બનીને. | |||
ચન્દ્ર, મંગળ કે | |||
કોઈ અક્ષુણ્ણ ગ્રહભૂમિ પર એ વસ્તુઓ જ | |||
શ્વસે છે પૃથ્વીના પ્રાણમાં. | |||
વસ્તુઓ જ હોય છે પૃથ્વીમંત્રથી દીક્ષિત. | |||
દિક્કાળને ઉલ્લંઘીને દિગ્દિગંતમાં | |||
એ વસ્તુઓ જ | |||
ફેલાવે છે પૃથ્વીધર્મ. | |||
તોય | |||
વસ્તુઓના આ જગતમાં | |||
વસ્તુઓ જ છે ચૂપ, | |||
ઉપેક્ષિત. | |||
‘વસ્તુમાત્ર વ્યયધર્મી છે | |||
વસ્તુમાત્ર ક્ષયધર્મી છે.’ | |||
એ બુદ્ધમંત્ર જાણવા છતાંય | |||
વસ્તુઓ અતિક્રમે છે વસ્તુત્વને, | |||
વસ્તુઓ ઉલ્લંઘે છે આપણને, | |||
આપણી સીમાને | |||
આપણા મરણને, | |||
અને | |||
વસ્તુઓ જ રહે છે | |||
તેમની હસ્તિમાં સ્થિત, | |||
તેમના કાર્યમાં રત. | |||
</poem> | |||
== ‘અશ્વત્થામા’ == | |||
<poem> | |||
હા, | |||
હું જ અશ્વત્થામા | |||
જન્મોજન્મના ઝળહળતા મોતી વચ્ચે | |||
એક અભિજ્ઞાન સૂત્ર. | |||
યુગોયુગોના તળિયે જઈજઈને પણ | |||
સાવ બોદા બુચની જેમ સપાટી પર તરતો | |||
વહાણ પરથી ફેંકેલા કોલસાની જેમ જળજળમાં ઝબકોળાતો | |||
તોય | |||
તરડ બરડ તરતો | |||
કેમેય ન મરતો. | |||
ના, | |||
ના, હું સહદેવ નથી. | |||
એટલે જ તો જાણતો નથી | |||
આવતી ક્ષણોનો ભીષણ ભાર, | |||
પણ જાણું છું | |||
કે | |||
નવું શું છે? | |||
વેદના પણ નહીં | |||
કે નહીં | |||
આ મુમૂર્ષા કે વિવક્ષા પણ. | |||
તાર પરથી ટીપાં સરકે છે. | |||
ટપ દઈને ટપકે છે. | |||
અને એ પછી આવે છે બીજું ટીપું. | |||
પણ એથીય કશુંક ભંગુર ક્ષણજીવી | |||
આછા એવા થડકારથી રાઈ-રાઈ | |||
થઈ વેરાઈ જાય છે | |||
ને | |||
આંગળીઓ વકાસીને હથેળી જોઈ રહે છે. | |||
બોધિવૃક્ષની પૃથુલઘન છાયા એ મારું સૌભાગ્ય નથી | |||
ને | |||
હું જાતિસ્મર પણ નથી. | |||
આ એક જન્મની ઑરમાં જ | |||
વીંટળાઈ-વીંટળાઈને મળ્યા છે અનેક જન્મો | |||
ને જન્મે-જન્મે અનેક મૃત્યુ. | |||
તે દિવસે ધર્મરાજા યુધિષ્ઠરે તો કહેલું | |||
‘અશ્વત્થામા હતઃ’ | |||
પણ, સત્ય હોત જો એ મૃત્યુ! | |||
ભાગ્યવાન છે, | |||
મહાભાગ્યવાન છે એ હાથી | |||
ને હું? | |||
હું હતભાગ્ય. | |||
મેં જાણે કે જોયું છે તોય જોયું નથી | |||
વહેતા કેશની ધારા સાથે કોઈ લે જળસમાધિ, | |||
તો કોઈને સ્વીકારે પૃથ્વી. | |||
કોઈના છેલ્લા શ્વાસ પ્રિયજનના સાથમાં, | |||
કોઈ ફૂલ કરમાઈ જાય કોઈના હાથમાં, | |||
તો કોઈ ટહુકો ઝરી જાય સાવ એકાંતમાં. | |||
લાખોની મેદનીમાં ટીટો નાસરની સ્મશાનયાત્રા | |||
એકએકમાં મેં જોઈ છે મૃત્યુની કોઈ ને કોઈ માત્રા. | |||
પણ | |||
મસ્તકનો એ મરકતમણિ લઈ જાય | |||
એ સાથે જ લઈ જાય બધું જ | |||
ને રહે કેવળ | |||
એક જ્વાળામુખીના કરાલ મુખ જેવું | |||
રાતા ડંખની ઝૂલ લઈ બેઠેલી કીડીઓની કોરવાળું ઘારું | |||
–અસ્થિઘન વેદના, નિશ્વાસોનું સંઘગાન. | |||
યુદ્ધ પછી યુદ્ધના રક્તકર્દમને ખૂંદતો આવું છું વારંવાર | |||
એ મહાકાલની એ રૂદ્ર ભૈરવીની મુંડમાલાને ગણ્યાં કરું છું | |||
એક પછી એક, | |||
ક્ષણ પછી ક્ષણને જોડ્યા કરું છું યુગોથી | |||
મેં માપી છે મારા ચરા તળેની ધરતીને સહસ્ત્રવાર | |||
ને જોયું છે, | |||
ને જોયું છે કે | |||
પૃથ્વી હ્રસ્વ થતી જાય છે | |||
પ્રત્યેક પરિક્રમાએ પરિઘ ટૂંપાતો જાય છે | |||
ધોળો ધૂપ થઈ ધુમાઈ-ધુમાઈને ધૂસર ધુમ્મસમાં | |||
ચાલ્યું જાય છે બધું જ | |||
એ શુકપ્રિયા, | |||
એ શાલભંજિકા, એ કલભાષિણી | |||
એ અરણ્યના દેવતાઓ, | |||
મોતીના થાળમાં એ ઝગમગતું મુખ, | |||
હણહણતી ઇચ્છાઓ, | |||
એ થનગનતા અશ્વારોહીઓ, | |||
ધનુષટંકારનો એ ગંભીર શબ્દ | |||
એ તળાવડીમાં નહાવા પડેલો ચન્દ્રનો હંસ, | |||
કાળા માથાના માનવીના લલાટ પર | |||
લખેલો એ ગૌરવલેખ. | |||
ચાલ્યું જાય છે બધું જ | |||
બધું જ આ આકાશ નીચેનું આ આકાશની પેલે પાર | |||
ને | |||
જીભ પર રહી જાય છે | |||
કેવળ પેલા ડોયેલા લોટનો સ્વાદ. | |||
ક્ષણ બે ક્ષણ | |||
વચ્ચેના અંતરાલમાં એક જરીક ઝોકું | |||
ને ઝબકીને જાગું તો | |||
ઠણણ... | |||
ત્રિકમ અફળાય છે મારા નલાસ્થિ સાથે | |||
ચારે તરફ ચશ્માંના કાચમાંથી તાકતા ચહેરાઓ | |||
શ્રમિકોની સુડોળ કાયા પર સ્વેદલેપનું આછું આવરણ, | |||
ખૂલતા નકશાઓ, જીપમાં અફસરોની દોડધામ. | |||
વધુ ખોદકામનું બજેટ નથી | |||
પણ | |||
આત્મખનન, | |||
વારંવાર આત્મખનન, | |||
ફરી ફરી એ જ આત્મખનન. | |||
ને અંતે | |||
ઠાલી ઠીબડીમાં ઠન ઠન, | |||
હા, | |||
મિ. ઢાંકી, | |||
હું જ અશ્વત્થામાં. | |||
જુઓ, | |||
બધું કેવું સંગ્રહસ્થાનમાં શોભે તેવું થઈ ગયું છે નહીં? | |||
હું તો તમને કહું છું કે હમણાં | |||
મ્યુઝિયમની નવી ગૅલેરી બાંધવાનું રહેવા દો. | |||
આમેય, | |||
ચીનની દીવાલ બાંધવી હવે સહેલી નથી. | |||
હવે તો શું મ્યુઝિયમની અંદર ને શું બહાર | |||
એવા ક્યાં કશાય રહ્યા છે ભેદ? | |||
અને તેનોય કોનો રહ્યો છે ખેદ? | |||
જવા દો, તમે તારે જવા દો, | |||
મને જંપવા દો ઘડી બે ઘડી | |||
તમારા માણસોને કહી દો કે મને ધૂળ ન ઉડાડે. | |||
દશેય દિશાઓ પૂછે છે, | |||
ચોસઠેય જોગણીઓની શ્રેણી પૂછે છે, | |||
પૂછે છે વિવર્ણ દેવો, | |||
કજળેલા ગોખમાંથી કંટાળીને ગણપતિ પૂછે છે, | |||
ખાંગા ગવાક્ષમાં બેઠેલી પેલી અપ્સરા પૂછે છે, | |||
ગઢની રાંગ પરનું મરેલું ઘાસ પૂછે છે, | |||
નિર્જન અરણ્યમાં જીર્ણ શિવાલયનું અપૂજ લિંગ પૂછે છે, | |||
અંધારી વાવનાં અવાવરુ પગથિયાં પૂછે છે, | |||
પૂછે છે, | |||
ને શોધે છે; | |||
રામ શોધે હનુમાનને, | |||
ને હનુમાન શોધે સંજીવની; | |||
ને | |||
સંજીવની શોધે છે માણસને. | |||
મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને. | |||
ને હું શોધું છું મૃત્યુને. | |||
અર્જુન શોધે ગાંડીવ. | |||
ક્યાં છે અલી લક્ષ્મી તારો વરદ હસ્ત? | |||
ક્યાં છે પિનાકપાણિ તારું પિનાક? | |||
ને | |||
ક્યાં છે વાગીશ્વરી તારી વીણા? | |||
મૂકોને પંચાત. | |||
હવે | |||
જુઓ. | |||
બોસ્ટનમાં એક સ્કાયસ્ક્રેપરના ૭૮મા માળે | |||
પાણીની ટાંકીમાં એક મચ્છરે મૂકેલાં ૩૭ ઈંડાં, | |||
મુસોલિનીના શબ પર શિષ્ટ ઘરની સન્નારીઓએ | |||
બીભત્સ ચાળા સાથે કરેલો પેશાબ, | |||
સંગ્રહસ્થાનમાં બુદ્ધના દાંતને સ્થાને આબેહૂબ | |||
ગોઠવાઈ ગયેલો એક વૃદ્ધનો દાંત, | |||
એક ખટારો ઊથલી પડતાં ચાર મજૂરોનાં મરણ | |||
ને | |||
અંગોલામાં બળવો. | |||
ચાર વરસનું એક કરચલિયાળું બાળક | |||
લુખ્ખા આકાશ સામે જોઈને | |||
એક ઉબાયેલું બગાસું ખાય છે. | |||
અને માઉન્ટ રશમોરના પૂતળાંઓ | |||
જોઈ રહે છે આકાશ ફાકતા. | |||
એક પક્ષી ઊડી જાય છે | |||
તેની છાતીમાં આકાશનો સ્નેહ લઈને, | |||
એક પીળું અજાણ ફૂલ ખીલીને | |||
કરમાઈ જાય છે પૃથ્વીની માયા લઈને. | |||
હર્યાભર્યા આંગણાના તુલસીને | |||
મેં ડાલડાના કટાયેલા ડબામાં ફ્લૅટને ત્રેવીસમે માળે ચડી | |||
કરમાતા જોયા છે. | |||
તૂતનખામનના શબને મેં ભારે | |||
દબદબા સાથે લઈ જવાતું જોયેલું. | |||
પિરામિડોના પ્રલંબ પડછાયામાં | |||
મેં મિસરને ધરબાતું જોયું છે. | |||
ને નાઈલ તો વહી જાય છે શાંત નિર્મમ. | |||
મેં જોયું છે કે ઑલિમ્પસના દેવોનો | |||
દરબાર ઉચાળો ભરે છે અહીંથી. | |||
લૂઈ સોળમાના લોહીથી શણગારેલી તલવાર મેં જોઈ છે. | |||
ઇન્કાના સમર્થ દેવ કરગરીને રહેવા માટે માગે છે ટેકરી પર | |||
એક નાનું અમથું થાનક; | |||
શું મળશે? | |||
આ બજાર વચ્ચે કોની શબવાહિની | |||
રસ્તો ચીરતી ચાલી જાય છે? | |||
બસ ડ્રાઇવર સબૂર કર. | |||
એય સાઇકલસવાર સાઇકલ પરથી ઊતરી જા, તું. | |||
માથા પર રૂમાલ મૂક, હાથ જોડ, | |||
ખંભો દે, જોયું ને? | |||
ભરબજારે અદબભેર જુઓને બધાં કેવું જાળવે છે | |||
પામર તુચ્છ માનવના ઉદ્દંડ મૃત્યુનું માન! | |||
કોફિનની કાળાશ સહુના મુખ પર | |||
પછી | |||
અંધકારના ચૈત્યમાં | |||
ભેજ અને જંતુ કોરે છે ઝીણું નકશીકામ. | |||
ઝીણાં જંતુઓની જીભ માંજી માંજીને વીંછળે છે અસ્થિને | |||
આકાશના ઘવાયેલા ધુમ્મટ નીચે | |||
કે પછી અગ્નિમાં. | |||
ઉચ્છિષ્ટ અસ્થિ શાંતિ પામે | |||
માટીના ગર્ભમાં | |||
કે | |||
જળના તળિયે. | |||
નરકંકાલ મળે જિબ્રાલ્ટરમાં | |||
કે | |||
પેકિંગમાં : | |||
ર્હોડેશિયામાં મળે તેનાં પગલાં | |||
ને | |||
ન્યૂયૉર્કમાં મળી આવે તેની બખોલો. | |||
પછી ચાલે વિવાદ મનુષ્યની ઉત્પત્તિનો. | |||
ઉત્ખનન ચાલે એક ટીંબાનું | |||
ને | |||
મળી આવે એક આખું જીવતુંજાગતું નગર. | |||
કોટિ કોટિ યુગલોનો કેલિકલહ | |||
રાજવીઓના કૃપાકોપ વ્યથા માયા સંઘર્ષ. | |||
નગર નગર ને શહેર શહેર આ મરેલ માટીના ટીંબા | |||
કાળે કોઈ હોથલ | |||
ને પછી લોથલ. | |||
કઈ અસંયત ક્ષણે બ્રહ્મશીરાસ્ત્ર સનનન | |||
વછૂટે છે ભાથામાંથી | |||
ને | |||
હજાર-હજાર ઉત્તરાના ભૃણમાં મૃત્યુ પ્રવેશે છે. | |||
પણ અસ્ત્ર કયા ગર્ભને મારશે | |||
ને | |||
કૃષ્ણ કયા ગર્ભને તારશે? | |||
કલ્પનાઓ કાળી ભઠ્ઠ પડી જાય છે. | |||
હૃદય ચાલ્યું જાય છે ઊંડું, | |||
કાન ચાલ્યા જાય છે કોલાહલના કળણમાં. | |||
ઇન્દ્રિયો છપાક દઈને લપાઈ જાય કાયાના કૂવામાં. | |||
નગરનગર ને શહેરશહેરની | |||
શેરીએ શેરીએ ભટકું છું, | |||
જ્યાં એકએક વન છે ખાંડવ, | |||
એકએક ઘર લાક્ષાગૃહ | |||
ને | |||
એકએક નગર એક ટીંબો. | |||
પણ | |||
ધાવતાં-ધાવતાં જ મોંમાં નરમ ડીંટડીનું શ્યામ ફૂલ લઈ | |||
ઊંઘી ગયેલા પેલા બાળકને ખબર નથી | |||
કે બોખા-બોખા મોંમાં | |||
હજીય શેરડીનો સ્વાદ વાગોળતી પેલી | |||
વૃદ્ધાને તેની કશી જાણ નથી. | |||
સ્ટેડિયમના મહેરામણ વચ્ચે બેઠેલા | |||
હિપ હિપ હૂ...રેના છાકે ચડેલ | |||
અપાણિપાદ ટોળાને ખબર નથી | |||
ખબર નથી થિયેટરોના કુત્સિત અંધકારમાં | |||
વંદાની જેમ ઊછરતી જતી પેઢીઓને | |||
કે | |||
લોકલ ટ્રેનોમાં ભરાઈ ભરાઈને ઠલવાતી જતી ગિરદીને | |||
કે | |||
શું રઝળે છે આ રખડુ હવામાં, | |||
શું ગંધાયા કરે છે આ અવાવરુ લોહીમાં, | |||
શું આ જ હથેળીએ ઝાલ્યું હતું કમળફૂલ? | |||
ઝીલ્યું હતું જળનું હેત? | |||
ભિખ્ખુ આનંદની પ્રવ્રજ્યા તો પૂરી થાય | |||
તેના મરણે | |||
પણ હું? | |||
હું અશ્વત્થામા | |||
હજાર હજાર અશ્વોના બળનું સિંચન કરી | |||
હવે વકરેલા વરાહની જેમ રઝળતો | |||
મરણવર વંચિત, શાપિત શાશ્વતતાનો | |||
ઘેરઘેર બણબણતા ઘારાને લઈ ફરતો | |||
ધખધખતા દાહને શામવા મુંડપાત્રમાં ઘીનો પિંડ માગતો ફરું છું. | |||
હું અશ્વત્થામા | |||
દૂઝતા વ્રણના મેરુદંડ પર ઊભેલો | |||
આત્મનિર્ભર્ત્સનાની ગર્તામાં સરતો | |||
ઉચ્છુંખલ છોકરાઓના કાંકરી ચાળાથી ઉપહાસપાત્ર બનતો | |||
રઝળતો ફરું છું, | |||
કોઈ એકલદોકલને ભડકાવું છું. | |||
મારી વેદનાના સ્તુપની ગરિમા સાથે | |||
પૃથ્વીપટે અહરહ હું ભટક્યા કરું છું નિરૂદ્દેશ; | |||
અને કહો, | |||
હવે મરણનોય | |||
શો રહ્યો છે ઉદ્દેશ? | |||
</poem> | </poem> | ||
edits