26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,157: | Line 2,157: | ||
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે | રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે | ||
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે! | તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે! | ||
</poem> | |||
== ગામ જવાની હઠ છોડી દે == | |||
::(ગઝલ ગાન) | |||
<poem> | |||
બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે | |||
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે | |||
બન્યો ડેમ ને નદી સૂકાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે | |||
નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે | |||
નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે | |||
સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે | |||
પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે | |||
કોનું છે ભૈ કામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે | |||
સગાં અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે | |||
ખેતર સાથે અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે | |||
તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે | |||
વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે | |||
આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે | |||
નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે | |||
ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે | |||
બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે | |||
નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે | |||
એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે | |||
છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે | |||
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે | |||
</poem> | |||
== કેડીનું ગીત == | |||
<poem> | |||
સૈ હું તો વગડામાં વહી જતી કેડી... | |||
રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી | |||
સૈ હું તો આઘા મલકની કેડી... | |||
મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી | |||
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી | |||
ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી | |||
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી... | |||
કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં | |||
સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા | |||
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી | |||
સૈ હું તો ભવભવની કેડી... | |||
</poem> | </poem> |
edits