18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "xyz") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{BookCover | |||
|cover_image = File:3 Vinod Joshi Kavya Title.jpg | |||
|title = વિનોદ જોશીનાં કાવ્યો<br> | |||
|editor = ઉત્પલ પટેલ<br> | |||
}} | |||
* [[વિનોદ જોશીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | |||
== કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના == | |||
<poem> | |||
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}કાગળનો ખાલી ખૂણો આપજો, | |||
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}વૈખરિયે વળગ્યો લૂણો કાપજો; | |||
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}અટકળ ઓળંગી ઓરાં આવજો, | |||
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}અખશરનાં અજવાળાં ઉપડાવજો; | |||
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}ટાંકાટેભાના અવસર ટાળજો, | |||
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}લેખી જોખીને વળતર વાળજો; | |||
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}પરવાળાં વેરી પોથી ઢાંકજો, | |||
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}પીળી પાંદડિયે અભરક ટાંકજો; | |||
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}અમરતમાં બોળી અંજળ ચાખજો, | |||
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા! | |||
{{Space}}{{Space}}પરથમ પૂજ્યાની લાજું રાખજો. | |||
</Poem> | |||
== સખી ! હું સોળ વરસની થઈ... == | |||
<poem> | |||
પોઢણ દીધાં મલમલનાં | |||
{{Space}}ને નીંદર દીધી નંઈ, | |||
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ... | |||
કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર, | |||
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨; | |||
અમથાં પીધાં ઝળઝળિયાં | |||
{{Space}}ને નજરું પીધી નંઈ, | |||
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ... | |||
શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ, | |||
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ; | |||
વાવડ લીધા પડખામાં | |||
{{Space}}ને અટકળ લીધી નંઈ, | |||
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ... | |||
</poem> | |||
== સખી! મારો સાયબો... == | |||
<poem> | |||
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો | |||
{{Space}}હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. | |||
એક તો માઝમ રાતની રજાઈ | |||
{{Space}}ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય, | |||
એકલી ભાળી પાતળો પવન | |||
{{Space}}પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય; | |||
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો | |||
{{Space}}હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં. | |||
એમ તો સરોવરમાં બોળી ચાંચ | |||
{{Space}}ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય, | |||
આમ તો પછી ઝૂરતો કાંઠો | |||
{{Space}}એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય; | |||
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો | |||
{{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં. | |||
</poem> | |||
== ને સાયબો આવ્યો નંઈ! == | |||
<poem> | |||
દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી! | |||
{{Space}}સળિયું ભાંગીને રાત કાઢી, | |||
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ! | |||
સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય | |||
{{Space}}અને તોરણ બાંધું તો એને ટોડલા, | |||
કાજળ આંજું તો થાય અંધારાંઘોર | |||
{{Space}}અને વેણી ગૂંથું તો પડે ફોડલા; | |||
દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી! | |||
{{Space}}પાંપણ લૂછીને રાત કાઢી | |||
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ! | |||
ઓશીકે ઊતરીને આળોટી જાય | |||
{{Space}}મારાં સૂનાં પારેવડાંની જોડલી, | |||
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર | |||
{{Space}}તરે ઓશિયાળા આંસુની હોડલી; | |||
દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી! | |||
{{Space}}પાંગત છોડીને રાત કાઢી, | |||
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ! | |||
</poem> | |||
== તું જરાક જો તો, અલી! == | |||
<poem> | |||
તું જરાક જો તો, અલી! | |||
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી | |||
ઘસઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ | |||
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ; | |||
હું હવા વગર હલબલી! | |||
ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ | |||
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ; | |||
હું મટી ગઈ મખમલી! | |||
કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ | |||
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ; | |||
હું તળિયામાં છલછલી! | |||
</poem> | |||
== આ રીતે મળવાનું નંઈ! == | |||
<poem> | |||
જો, આ રીતે મળવાનું નંઈ! | |||
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને | |||
{{Space}}{{Space}}આ રીતે ભળવાનું નંઈ! | |||
પાંદડી ગણીને તને અડક્યો, ને | |||
{{Space}}મારામાં ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ, | |||
ખિસકોલી જેમ હવે ઠેકીને | |||
{{Space}}એક એક રૂંવાડે પાડે તું ધાડ; | |||
છીંડું તો હોય, તેની ઊભી બજારેથી | |||
{{Space}} આ રીતે વળવાનું નંઈ! | |||
એમ કાંઈ એવું કહેવાય નહીં, | |||
::: કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ, | |||
જેમ કે અનેક વાર તારામાં | |||
::: ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ; | |||
જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને | |||
{{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ! | |||
</poem> | |||
== પરપોટો ઊંચકીને == | |||
<poem> | |||
{{Space}}પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ, | |||
{{Space}}{{Space}} હવે દરિયો લાવું તો કેમ લાવું? | |||
વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં | |||
{{Space}}ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો, | |||
વીજળી ઝબાક પડી પંડ્યમાં | |||
{{Space}}તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો; | |||
વહેમીલા વાયરાને વાત મળી ગઈ, | |||
{{Space}}હવે અમથી આવું તો કેમ આવું? | |||
નખની નમણાશ મારી એવી કે | |||
{{Space}}પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી, | |||
પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય | |||
{{Space}}પછી એનાંથી હું જ ઓલવાતી; | |||
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ, | |||
{{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું? | |||
</poem> | |||
== કૂંચી આપો, બાઈજી! == | |||
<poem> | |||
કૂંચી આપો બાઈજી! | |||
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી? | |||
કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઊતરાવો, | |||
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો; | |||
ખડકી ખોલો, બાઈજી! | |||
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી? | |||
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી, | |||
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી | |||
મારગ મેલો, બાઈજી! | |||
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી? | |||
</poem> | |||
== ખડકી ઉઘાડી હું તો == | |||
<poem> | |||
{{Space}}ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી | |||
{{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | |||
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન, | |||
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન; | |||
{{Space}}આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી | |||
{{Space}}લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં... | |||
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર, | |||
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર; | |||
{{Space}}સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી | |||
{{Space}}દઈ પડછાયે ટેકો સૂનકારમાં.. | |||
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ, | |||
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ; | |||
{{Space}}નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી | |||
{{Space}}સાવ નોંધારી થઈને ભણકારમાં... | |||
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ, | |||
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ; | |||
{{Space}}રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી | |||
{{Space}}હવે અમથી ઊભી’તી એંકારમાં | |||
{{Space}}હજી અડધે ઊભી’તી એંકારમાં... | |||
{{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો... | |||
</poem> | |||
== ઝાલર વાગે જૂઠડી == | |||
<poem> | |||
{{Space}}ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે | |||
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}ઝાંખી બળે રે શગદીવડી | |||
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}આવી આવીને ઊડ્યા કાગડા | |||
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}હીરે જડેલી હૈયે ડાબલી | |||
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}નાવ્યો સંદેશો નાવ્યો નાવલો | |||
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}આંસુની ધારે સોણાં ઊતર્યાં | |||
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}ધીમે ધમે રે નખ ઑગળ્યા | |||
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી. | |||
{{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી | |||
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી. | |||
</poem> | |||
== એણે કાંટો કાઢીને == | |||
<poem> | |||
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ | |||
{{Space}}હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ... | |||
પછી ઢોલિયે જરાક પડી આડી તો | |||
{{Space}}અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી, | |||
ઓશીકે બાથ ભરી લીધી તો, | |||
{{Space}}ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી; | |||
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ, | |||
{{Space}}મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ... | |||
હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ? | |||
{{Space}}હું તો મૂંઝારે રેબઝેબ બેઠી, | |||
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં | |||
{{Space}}પછી પગલું માંડું તો પડું હેઠી! | |||
હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ, | |||
{{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ... | |||
</poem> | |||
== થાંભલીનો ટેકો == | |||
<poem> | |||
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર | |||
કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે.. | |||
એણે પાંચીકા અમથા ઉલાળ્યા, | |||
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા; | |||
કાળજડું કાચું ને રેશમનો ભાર, | |||
એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે. | |||
મોરપીંછાની વાત પછી ઊડી, | |||
ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી; | |||
ઊગમણી કેડી ને આથમણાં ગીત, | |||
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે. | |||
પછી ડૂમો ઓઢીને રાત સૂતી, | |||
બેઉ આંખો અંધારામાં ખૂંતી; | |||
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ, | |||
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે. | |||
</poem> | |||
== ટચલી આંગલડીનો નખ == | |||
<poem> | |||
::ટચલી આંગલડીનો નખ, | |||
લટમાં પરોવી હું તો બેઠી, સજન! | |||
:મુંને એકવાર કાગળ તો લખ. | |||
:કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું, | |||
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું? | |||
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન! | |||
:હવે લૂછી દે પાંપણનાં દખ. | |||
::છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં, | |||
પાતળિયા! પૂછ, એના પડછાયા કેવડા? | |||
છાલક ના જાય જરી વેઠી, સજન! | |||
:મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ. | |||
</poem> | |||
== હો...પિયુજી! == | |||
<poem> | |||
વાંકી રે કેડી ને વાંકી મોજડી | |||
વાંકી રે પગલાંની આ વણઝાર, હો...પિયુજી! | |||
અરડીમરડી આંખલડીમાં ભરી અબળખા ઊંચી રે, | |||
સરવરિયાં તળિયાં લગ વીંખ્યાં મળી કમળની કૂંચી રે; | |||
કાંઠે રે કુંજલડી કાંઠે કાગડા | |||
કાંઠે રે એકલડી હું ભેંકાર, હો...પિયુજી! | |||
વાંકી રે કેડી ને... | |||
બટકણિયાં જળ વચ્ચે વીણું ગુલાબ ને ગલગોટા રે, | |||
અણસમજુ આંગળિયે આવે અવાવરું પરપોટા રે; | |||
સૂનાં રે કંકણ ને સૂનાં સોગઠાં | |||
સૂનાં રે કાંઈ જીત્યાના ભણકાર, હો...પિયુજી! | |||
વાંકી રે કેડી ને... | |||
અટકળનાં ઝળઝળિયાં ઝીલી ભર્યા નજરના કૂપા રે, | |||
ઘરવખરીમાં પડતર પીંછું પવન કદરૂપા રે; | |||
ઊંચા રે અવસર ને ઊંચા ઓરતા | |||
ઊંચા રે આ અવગતિયા અણસાર, હો...પિયુજી! | |||
વાંકી રે કેડી ને... | |||
</poem> | |||
== પ્રોષિતભર્તૃકા == | |||
<poem> | |||
આછાં આછાં રે તળાવ, | |||
રે એની ઘાટી રે કાંઈ પાળ | |||
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ... | |||
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ, | |||
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ; | |||
વાટું અરડૂસી બે વાર, | |||
ચાટું ઓસડ બીજાં બાર; | |||
બાઈજીનો બેટો (ઘણી ખમા!) મુંને થઈ બેઠો વળગાડ... | |||
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ, | |||
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ; | |||
પોચાં પારેવડાં કાંઈ રાંક, | |||
હાંફે અધમણ ને નવટાંક; | |||
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ... | |||
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર, | |||
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર; | |||
વેરું મોતી સવ્વા લાખ, | |||
ખેરું ખરબચડો કાંઈ થાક; | |||
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ... | |||
</poem> | |||
== કારેલું... કારેલું == | |||
<poem> | |||
કારેલું... કારેલું... મોતીડે વઘારેલું | |||
સૈયર મોરી મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું... | |||
આંજું રે હું આંજું ટચલી આંગળિયે દખ આંજું, | |||
નખમાં ઝીણાં ઝાકળ લઈને હથેળિયુંને માંજું; | |||
વારેલું વારેલું...હૈયું છેવટ હારેલું, | |||
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું, | |||
સૈયર મોરી મેં ભોળીએ... | |||
સૈયર સોનાવાટકીમાં પીરસું રે સરવરિયાં, | |||
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં; | |||
સારેલું...સારેલું...આંસુ મેં શણગારેલું, | |||
કારેલું..કારેલું...મોતીડે વઘારેલું, | |||
સૈયર મોરી મેં ભોળીએ... | |||
આંધણ ઓરું અવળાંસવળાં બળતણમાં ઝળઝળિયાં, | |||
અડખેપડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં; | |||
ભારેલું... ભારેલું... ભીતરમાં ભંડારેલું, | |||
કારેલું...કારેલું...મોતીડે વઘારેલું, | |||
સૈયર મોરી મેં ભોળીએ... | |||
</poem> | |||
== તો અમે આવીએ == | |||
<poem> | |||
આપી આપીને તમે પીછું આપો, | |||
સજન! પાંખો આપો તો અમે આવીએ... | |||
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા | |||
{{Space}} ને એને મોગરાની કળીએ હલાવ્યા, | |||
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી | |||
{{Space}} અમે ઉંબરની કોર લગી લાવ્યાં; | |||
આપી આપીને તમે ટેકો આપો, | |||
સજન! નાતો આપો તો અમે આવીએ... | |||
કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય | |||
{{Space}} અને લેખણમાં બેઠી છે લૂ, | |||
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય | |||
{{Space}} અમે લખીએ તો લખીએ પણ શું? | |||
આપી આપીને તમે આંસુ આપો, | |||
સજન! આંખો આપો તો અમે આવીએ... | |||
</poem> | |||
== કાચી સોપારીનો કટ્ટકો == | |||
<poem> | |||
એક કાચી સોપારીનો કટ્ટકો રે | |||
એક લીલું લવિંગડીનું પાન | |||
આવજો રે...તમે લાવજો રે...મારા મોંઘા મે’માન | |||
એક કાચી સોપારીનો... | |||
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો | |||
{{Space}} કીધાં કંકોતરીનાં કામ, | |||
ગોતી ગોતીને આંખ થાકી કે બાવરી | |||
{{Space}} લિખિતંગ કોનાં છે નામ? | |||
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે | |||
એક ઝાંઝરનું ઝીણું તોફાન | |||
ઝાલજો રે...તમે ઝીલજો રે...એનાં મોંઘાં ગુમાન | |||
એક કાચી સોપારીનો... | |||
ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા | |||
{{Space}} નીચી નજરુંના મળ્યા મેળ, | |||
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા | |||
{{Space}} આંગણમાં રોપાતી કેળ! | |||
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે | |||
એક હૈયામાં ઊઘલતી જાન | |||
જાણજો રે... તમે માણજો રે... એની વાતું જુવાન | |||
એક કાચી સોપારીનો... | |||
</poem> | |||
== સૂડી વચ્ચે સોપારી == | |||
<poem> | |||
સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો | |||
કણબણ માગે ગલગોટો ને | |||
કણબણ માગે ગલગોટો ને | |||
{{Space}}કબણી દે ધતૂરો. | |||
{{Space}}સૂડી વચ્ચે સોપારી ને... | |||
તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી, | |||
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી. | |||
આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો, | |||
ભોળું ભોળું હાંફે એને | |||
ભોળું ભોળું હાંફે એને | |||
{{Space}}પાલવમાં ઢબૂરો. | |||
{{Space}}સૂડી વચ્ચે સોપારી ને.. | |||
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી, | |||
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીધેલી. | |||
મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો, | |||
ચાવ્યો કાચો આંબલિયો ને | |||
ચાવ્યો કાચો આંબલિયો ને | |||
{{Space}}ચડ્યો રે ડટૂરો. | |||
{{Space}}સૂડી વચ્ચે સોપારી ને... | |||
</poem> | |||
== વચળી ફળીમાં == | |||
<poem> | |||
વચલી ફળીમાં એક ખોરડું જી રે | |||
પાછલી પછીત બારોબાર માણારાજ... | |||
ઈ રે પછીતે એક જાળિયું રે | |||
જાળિયાની પછવાડે, | |||
હેઈ... જાળિયાની પછવાડે ઝૂલે અંધારું કાંઈ ઘેનમાં રે | |||
એનઘેનમાં રે! જેમ લીંબુડી ઝૂલે; | |||
જાડી ડાળી ને ઝીણી તીરખી જી રે | |||
કૂણીકચ્ચ કૂંપળનો ભાર માણારાજ... | |||
લીલા તે સાગનો ઢોલિયો રે | |||
ઢોલિયાની પાંગતમાં, | |||
હેઈ... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે | |||
રંગમોરલો રે! રંગ ધોધમાર ચૂવે; | |||
ઊંડો કૂવો ને પાણી છીછરાં જી રે | |||
ધોરિયામાં છલકાતી ધાર માણારાજ.... | |||
</poem> | |||
== સાત હાથ સીંચણ == | |||
<poem> | |||
સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો | |||
પાણિયારાં પડ્યાં ખાલી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી | |||
ભાદરવે ભમરાળી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
આવી આવીને ખરે પાંપણથી ડૂમો | |||
કંમખામાં ઢેલ પાળી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
પડખે ચડીને એક પરદેશી ઊભો | |||
ઓશિયાળી મુંને ભાળી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
હાં હાં ગોરી હું તો સુરતનો સૂબો | |||
કેમ જાવા દઉં ઠાલી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
ઊડઊડ અચકન ને અત્તરનો ફાયો | |||
હું નકરી નખરાળી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
ફોડ્યાં પાતાળ એણે ફોડ્યાં અંધારાં | |||
અંજવાળે ભરી થાળી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
મોતી વીણીને મને સાગમટે દીધાં | |||
આંખડી એવી ઉલાળી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
પાછી વળીને પછી આડબીડ ઊપડી | |||
જાણતલનો હાથ ઝાલી રે | |||
{{Space}} બેડાં લઈને હું તો હાલી રે... | |||
</poem> | |||
== કૂવાકાંઠે == | |||
<poem> | |||
સોળ સીંચણ બાર બેડલાં રે | |||
{{Space}} કૂવાકાંઠે વહુવારુ કરે વાત, | |||
કિયે ઘડૂલે ઊગ્યો ચાંદલો ને | |||
{{Space}} કિયે ભમ્મર કાળી કાળી રાત; | |||
બોલે ગોરાંદે બોલે સૈયરું રે | |||
{{Space}} કાંઈ બોલે પાડોશણ નાર, | |||
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે | |||
{{Space}} કોણે લીધા ઉજાગરાના ભાર; | |||
કૂણાં કાંડા ને કેડ્ય પાતળી રે | |||
{{Space}} પાણી આવે આવે ને ઝરી જાય, | |||
નેણાં ઢાળીને ગોરી નીરખે રે | |||
{{Space}} હેલ્ય મોતીડે અભરે ભરાય; | |||
ભારી જોબન ભારે ઝાટકા રે | |||
{{Space}} સરે બેવડ મશરૂનાં ચીર, | |||
ઘેરી વળે રે વેરી વાયરા રે | |||
{{Space}} અણજાણ્યાં અદીઠાં વાગે તીર; | |||
આઘી શેરી ને આઘી ઓસરી રે | |||
{{Space}} આઘે આઘે બુઝારે બેઠો મો૨, | |||
ક્યારે ઊડીને ક્યારે આવશે રે | |||
{{Space}} મારી સગી નીંદર કેરો ચોર? | |||
</poem> | |||
== રે વણઝારા == | |||
<poem> | |||
રે વણઝારા! | |||
તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ | |||
મને બદલામાં વેણી લઈ આપ. | |||
પાથરણાં આપું તને આપું પરવાળાં; | |||
પૂનમ ઘોળીને પછી આપું અજવાળાં; | |||
રે વણઝારા! | |||
તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ, | |||
મને બદલામાં દરિયો લઈ આપ. | |||
રાજપાટ આપું તને આપું ધબકારા, | |||
પાંપણની પાંદડીના આપું પલકારા; | |||
રે વણઝારા! | |||
તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ, | |||
મને બદલામાં ટહુકો લઈ આપ. | |||
</poem> | |||
== ફાંસ જરા શી વાગી ગઈ == | |||
<poem> | |||
ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું | |||
{{Space}}ખટકે છે કંઈ અંદર અંદર, | |||
પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને | |||
{{Space}}અટકે છે કંઈ અંદર અંદર; | |||
મોરપિચ્છને બોલ, હતું ક્યાં ભાન કે રાધા | |||
{{Space}}સાન કરી છેતરશે એને, | |||
ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું | |||
{{Space}}ભટકે છે કંઈ અંદર અંદર; | |||
ધૂળમાં ચકલી ન્હાય ને એને થાય કે આલ્લે... | |||
{{Space}}દરિયાદરિયા ઉમટ્યા છે કંઈ, | |||
પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું | |||
{{Space}}છટકે છે કંઈ અંદર અંદર; | |||
રાજકુંવરી હિંડોળામાં ઝૂલે રે... કાંઈ | |||
{{Space}}તૂટે ઘરનો મોભ સામટો, | |||
કહું છું મારા સમ, જરા શી ઠેસ વાગતાં | |||
{{Space}}બટકે છે કંઈ અંદર અંદર; | |||
બારસાખમાં આસોપાલવ ‘કોક’ બનીને મ્હોરે, | |||
{{Space}}શ્રીફળ પછી વધેરો, | |||
લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને | |||
{{Space}}લટકે છે કંઈ અંદર અંદર. | |||
</poem> | |||
== મને ભૂલી તો જો ! == | |||
<poem> | |||
મને ભૂલી તો જો! | |||
તેં જ મને તારામાં પૂર્યો | |||
{{Space}}એ વાતને કબૂલી તો જો! | |||
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે | |||
::તને એકને જ દેખાતો વાયરો, | |||
તારામાં તુંય હજી આંજે અણસાર | |||
::અને મારામાં હુંય ભરું ડાયરો; | |||
પોપચાંનું અંધારું ઓઢીને | |||
{{Space}}પોયણામાં ખૂલી તો જો! | |||
છેટે રહેવાથી નહીં ટાળી શકાય | |||
::મારી પડખેનો આવરો ને જાવરો, | |||
થોડી તું ઘેલી કહેવાય અને | |||
થોડેરો હુંય હજી કહેવાતો બ્હાવરો; | |||
હોઠના હિસાબ હશે હૈયામાં, | |||
{{Space}}કોક દિ’ વસૂલી તો જો! | |||
</poem> | |||
== સંકેલી લેશું ચોપાટને == | |||
<poem> | |||
હવે સમજ્યાં આ સોગઠાંની જાતને, | |||
{{Space}}સખી! અમે સંકેલી લેશું ચોપાટને... | |||
કેટલીયે રાત કરી કાળી | |||
{{Space}}ને કેટલાં પરોઢ ભરી અંધારાં ધોયાં, | |||
માંડેલા દાંવ અમે માંડ્યાં’તા માંડ | |||
{{Space}} પછી પગડે બેઠાં ને તોય રોયાં; | |||
હવે પડતી મેલીશું પંચાતને, | |||
{{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને... | |||
આંસુ હાર્યાં ને પછી હાર્યાં અણસાર | |||
{{Space}} એક કળતર જિતાઈ ગયું કાળું, | |||
આંખો તો સૂનમૂન સપનાની ઓરડી | |||
{{Space}} ને ઉપર ઉજાગરાનું તાળું; | |||
હવે જીરવશું જીવતરની ઘાતને, | |||
{{Space}} સખી! અમે સંકેલી લેશું ચોપાટને... | |||
</poem> | |||
== પટેલ-પટલાણી == | |||
<poem> | |||
પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું | |||
ઉગમણું ઘર અવાવરું આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું | |||
પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું | |||
અમથો નક્કર ફાડિયું હમણાં ઢીલો ઘેંશ, | |||
બેઠો વરવે વેશ એને માદળિયે કાંઈ મૂંઝાવ્યો; | |||
થોભો દઈને ઉંબરે બેઠો રબ્બર દેહ, | |||
પંપાળે સંદેહ એની આંગળિયુંમાં ઓરતા; | |||
જમણે હાથે ખોતરે જોખમવંતો કાન, | |||
ખરતું કેવળજ્ઞાન આ તો માદળિયાનો મામલો; | |||
ઓસરિયું કાંઈ અણોહરી ને રાંધણિયું ભેંકાર કે માગે માદળિયું | |||
પટલાણીને રગ રગ મ્હોર્યો અણદીઠો એંકાર કે માગે માદળિયું | |||
પટેલ પૂરા તળિયાઝાટક પટલાણી ચિક્કાર કે માગે માદળિયું | |||
પટલાણીવટ જોઈને અખંડ વ્યાપ્યો કાળ, | |||
ઊભી થઈ તતકાળ ફેં ફેં મૂછો ફાંકડી; | |||
ફૂટ્યો ફાંગી આંખમાં ફળફળતો તેજાબ, | |||
ઉપરથી પીધી રાબ એના ખોંખારે ઘણ ધ્રોડિયાં; | |||
ધણણણ તોપું ગડગડી પીથલપુર મોઝાર, | |||
જામ્યો જયજયકાર એના પંચાળે પડઘા પડે; | |||
પટલાણીને સોંસરમોંસર પેઠી વેરણ ફાળ કે માગે માદળિયું | |||
પડતું મેલ્યું પિયરિયું ને વળતાં લીધો ઢાળ કે માગે માદળિયું | |||
પરપોટામાં પડી ગયો રે ઘોબો અંતરિયાળ કે માગે માદળિયું | |||
હાં હાં પટલ ખમા કરો અણસમજ્યાની આણ, | |||
હું પાદરનું છાણ ને તમ પારસ પીપળો; | |||
આંખે ઝૂલે ચાકળા કાંધી તોરણ મોર, | |||
ઢૂંક્યો રે કલશોર હવે ઢાળો માઝમ ઢોલિયો; | |||
પોચી પોચી રાતડી ચાંદો અફલાતૂન, | |||
પટલાણી સૂનમૂન એને હઈડે વાગે વાંસળી; | |||
ચપટીક ઓરી લા..પસી ને અધમણ કરી કુલેર કે વાગે વાંસળિયું | |||
પટેલ ભીનો ભાદરકાંઠો પટલાણી ખંડેર કે વાગે વાંસળિયું | |||
લીલો ઘોડો છૂટી ગયો ને પડી રહી સમશેર કે વાગે વાંસળિયું | |||
</poem> | |||
== ઘચ્ચ દઈ == | |||
<poem> | |||
ઘચ્ચ દઈ દાતરડું ઝિંક્યું કપાસ કેરે છોડ, | |||
ફૂટ્યો પાનેતરનો તાંતણો... | |||
સૈયર આણીપા આવ્ય સૈયર ઓલીપા આવ્ય, | |||
ઓલ્યું દખણાદું ગામ હવે પાદરમાં લાવ્ય; | |||
ઘચ્ચ દઈ... | |||
ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય, | |||
ભીનું ભીનું મળાય ઝાંખું ઝાંખું કળાય; | |||
મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય, | |||
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય; | |||
ઘચ્ચ દઈ... | |||
ઘેરા ઘેરા ઘેઘૂર આખે આખા કે ચૂર, | |||
પાસે પાસે કે દૂર ગમે તેવા મંજૂર; | |||
હું તો વીંઝાતી જાઉં હું તો વીંધાતી જાઉં, | |||
હું તો તેર હાથ તાકામાં બંધાતી જાઉં; | |||
ઘચ્ચ દઈ... | |||
</poem> | |||
== હાથે કરીને == | |||
<poem> | |||
હાથે કરીને અમે અજવાળાં માગ્યાં | |||
{{Space}}હવે અંધારાં બાર ગાઉ છેટાં... | |||
આમ તો પરોઢ સાવ પોચું કે | |||
{{Space}} ઝાકળની પાનીએય પડે નહીં છાલાં, | |||
પાંદડીએ પાંદડીમાં ઝૂલે આકાશ | |||
{{Space}} અડે મખમલિયા વાયરાઓ ઠાલા; | |||
સૂરજનાં કિરણોની આંગળિયે નીકળેલ | |||
{{Space}} સપનાના હોય નહીં નેઠા... | |||
મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય | |||
{{Space}} અંજળની વાત હોય છાની, | |||
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય | |||
{{Space}} ભીતરમાં કેદ હોય વાણી; | |||
હાથવગા ઓરતાને ઝંઝેડી સાવ તમે | |||
{{Space}} ઉઘાડી આંખ કરી બેઠાં... | |||
</poem> | |||
== ઝેરી કાળોતરો == | |||
<poem> | |||
ઝેરી કાળોતરો ડંખે રે! | |||
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે | |||
મારી આરપાર શેરડીનો સાંઠો, | |||
{{Space}}આરપાર શેરડીનો સાંઠો રે લોલ... | |||
વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ, | |||
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ; | |||
પીડા ઘેઘૂર મને રંગે રે! | |||
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે! | |||
હજી તાણો આ રેશમની ગાંઠો, | |||
{{Space}}તાણો આ રેશમની ગાંઠો રે લોલ... | |||
વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ? | |||
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ! | |||
નીતરતું ઘેન મારે અંગે રે! | |||
કાંઈ ભીનું લાગે કાંઈ ભીનું લાગે! | |||
મારે છલકાવું કેમ? નથી કાંઠો, | |||
{{Space}}છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ... | |||
</poem> | |||
== તને ગમે તે == | |||
<poem> | |||
તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને? | |||
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને! | |||
::તું ઝાકળનાં ટીપાં વચ્ચે | |||
{{Space}}પરોઢ થઈ શરમાતી, | |||
હૂં કૂંપળથી અડું તને | |||
{{Space}}તું પરપોટો થઈ જાતી; | |||
તને કહું કંઈ તે પહેલાં તો તું કહી દેતી : ‘છૉને!’ | |||
:તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને? | |||
તારા મખમલ હોઠ ઉપર | |||
{{Space}}એક ચોમાસું જઈ બેઠું, | |||
ઝળઝળિયાં પહેરાવી | |||
{{Space}}એક શમણું ફોગટ વેઠું; | |||
તું વરસે તો હું વરસું પણ તું વરસાવે તોને! | |||
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને! | |||
</poem> | |||
== ECSTASY == | |||
<poem> | |||
ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી, | |||
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી. | |||
પ્રચંડ દ્રુત ૐ ઝબાક્ઝબ અવાક્ ક્ષણાર્ધાર્ધમાં | |||
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ | |||
ઊડે, ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો. | |||
કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને | |||
ધમે ધમણ હાંફતાં હફડ ઘૃર્જટિ ઝાડવાં. | |||
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો, | |||
ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો, | |||
છળે, છળી લળે, ઢળે વળી પળે પળે ઑગળે. | |||
અચાનક ધડામ ઘુમ્મડ ખબાંગ ખાંગો થતો, | |||
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી. | |||
સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્નસે, | |||
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વેસ. | |||
</poem> | |||
== પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર == | |||
<poem> | |||
વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ, | |||
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો. | |||
અંધારામાં ઓગળે કબૂતરાંની પાંખ, | |||
ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને. | |||
મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય, | |||
વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે. | |||
કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા, | |||
ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડા. | |||
હું ચંદનનાં લાકડાં હું વિનિયાની લાશ, | |||
મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા. | |||
હડદો તારો સામટો, અવડી ઇન્ડિપેન, | |||
અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદનાં. | |||
</poem> | |||
== ‘શિખંડી’નો અંશ == | |||
:::(ખંડ : ૨) | |||
<poem> | |||
'''પ્રવક્તા''' : | |||
:::ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે, | |||
:::સમયપિંડ અખંડ જતો વધ્યે; | |||
:::ભીષણ યુદ્ધ પછી અવસાદમાં, | |||
:::વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા! | |||
::ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ, | |||
::ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો; | |||
::બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ, | |||
::નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં. | |||
અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી, | |||
અતીત તણી આવ-જા સતત વ્યગ્ર ચિત્તે થતી; | |||
ઇષત્ક્ષત જીવિતનું સ્મરણ માત્ર શું પીડતું! | |||
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું! | |||
::ખળભળે અવિરામ અશાતના, | |||
::પળેપળે પ્રસરી રહી યાતના | |||
::સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં, | |||
::તહીં શિખંડી જ સન્મુખ દીસતો! | |||
ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે, | |||
ઉડુગણ તણી આંખો થાતી અવાચક, રાત્રિયે | |||
લપસતી જતી જાણે એવી ત્વરાથી રહે ધસી, | |||
ક્ષણ પછી ક્ષણો વીતે તેનું છતાં નહીં ભાન ત્યાં! | |||
અશ્રુબિન્દુ છલછલી જતાં લોચને જોતજોતાં, | |||
સામે ઊભો અપલક શિખંડી વિલોકે વિહાસી! | |||
નક્ષત્રોથી અવિદિત ઝરે રાગિણી શી પ્રફુલ્લ! | |||
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ. | |||
::અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના | |||
::પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના; | |||
::નિકટ જોઈ શિખંડી વિહાસતો, | |||
::અનુભવે ક્ષણમાં શીય વેદના! | |||
નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ, | |||
ને ગાંગેય અતીત ઉત્ખનનમાં ડૂબે પ્રવેગે કરી; | |||
આવે એ ક્ષણ યાદ એ અપહૃતા અંબા જ -અસ્વીકૃતા | |||
ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’ | |||
::સડસડાટ પસાર થઈ જતી, | |||
::મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં; | |||
::સ્મરણની લઈ ટેકણલાકડી, | |||
::સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં. | |||
</poem> | |||
<Poem> | |||
'''ભીષ્મ''' : | |||
કહી નવ શક્યો અરે! કશું ય આજપર્યંત હું, | |||
રહ્યો સબડતો નિગૂઢ દવમાં અભિક્ષિપ્ત હું; | |||
કહું અવ સમાપ્તિકાળ પ્રતિ જોઈ મારી ગતિ, | |||
હજી નિકટ આવ, આવ પ્રિય, હે શિખંડી! હજી... | |||
::પળનું પગલું દબાવતું, | |||
::પળમાં મોત અહીં પહોંચશે; | |||
::ઝબકી ઝબકી ડરાવતો, | |||
::હમણાં કાળ અહીં ઝળૂંબશે. | |||
::મુજ પ્રતિ પ્રિય! ઉન્નતભ્રૂ ન થા, | |||
::સજળ નેત્ર મહીં છલકે કથા; | |||
::અતિક્રમી ન શક્યો ક્રૂર દૈવને, | |||
::ન અવ શક્ય જ સંઘરવી વ્યથા. | |||
ગાત્રો જાણે ભડભડ બળે સૂસવે શ્વાસ એમાં, | |||
આ શય્યામાં ટળવળવુંયે શક્ય ના હાય! અંબા; | |||
ધીમે ધીમે કરવત ફરે મોતની તીક્ષ્ણ કેવી! | |||
વ્હેરાતો હું રહું વ્યતીતના ભાર નીચે દબાઈ! | |||
પ્રદધ્મ નહીં પાંચજન્ય, નહીં પાર્થનું ગાંડીવ, | |||
ન કોટિ શર પીડતાં, રુધિરસિકત ગાત્રો ય ના; | |||
ન ચિત્ત થતું વ્યગ્ર જોઈ શતલક્ષના નાશને, | |||
પરંતુ બસ, તાહરું સ્મરણ માત્ર પીડે મને. | |||
:તું શાલ્વની પ્રિયતમા, તું પ્રદતચિત્તા, | |||
:ગાંગેય હું અભિહિત વ્રતબદ્ધ ભીષ્મ; | |||
:તું માહરી અપહૃતાય, તિરસ્કૃતાય, | |||
:કર્તવ્યમૂઢ અધમાધમ હું જ, હાય! | |||
:શરણ અવશભાવે માહરું તેં લહ્યું ’તું, | |||
:રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈં થયું ’તું; | |||
:પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે, | |||
:અતિશય તુજનેં મેં ચાહી’તી રોમરોમે! | |||
લાંબી ગ્રીવા નમાવી સરવરજળમાં ચીતરે હંસ લ્હેરો, | |||
લજ્જાભારે છુપાવી વદન સુકુમળું હંસિકા ન્હાય તેમાં; | |||
એવું એવું ક્ષણાર્ધે નિમીલિતદૃગથી મેં વિલોકી જ લીધું, | |||
રોમાંચે શી ત્વરાથી પ્રણયઅમૃતનું સત્ત્વ જાણી જ લીધું! | |||
રહ્યું ન કશું ભાનસાન પ્રિય! ડૂબતો હું ગયો, | |||
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે!’ | |||
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા! તને, | |||
ચડી સ્મરણમાં અચાનક અરે! પ્રતિજ્ઞા મને. | |||
::અયુત યૌવનશ્રીથી રહ્યો અને, | |||
::મુજ પિતાસુખ કાજ દહ્યો મને; | |||
::વશ કર્યો નિજ દેહ દમી દમી, | |||
::જીવિતમાં ન મળ્યું અદકું અમી! | |||
રથ પવનવેગે વીંઝાતો અરુદ્ધ જતો ઉડ્યે, | |||
તરફડ થતી ઝાલી’તી મેં ભુજા મહીં સુંદરી! | |||
પ્રથમ પરણ્યાની શી આલિંગતી મૃદુ સંસ્કૃતિ, | |||
હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ? | |||
::દૃગ પરોવી દૃગે નવ જોયું તેં, | |||
::ન મુજ ભાવ કળી શકી બંધને; | |||
::પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી, | |||
::પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી. | |||
::ઝણણ ઝાલર કોઈ ઝણેણતી. | |||
::પલકમાત્ર સકંપ અનુભવી; | |||
::સકલ ગાત્ર પ્રહર્ષિત સ્પંદને, | |||
::ફરફર્યો ધ્વજ ઉત્પ્લુત સ્યંદને. | |||
:તને મેં પીડી છે અવશ બની ઉત્ક્રાન્ત તનથી, | |||
:તને મેં ચાહી છે વિવશ બની ઉદ્ભ્રાન્ત મનથી; | |||
:પ્રતિજ્ઞા સંતાપે ઘડી, ઘડી ઝુરાપો પ્રણયનો, | |||
:શ્વસું છું આ છેલ્લી ક્ષણ સુધીય આતંક દવનો. | |||
:મયંક દ્યુતિમંત હું ન કદી પૂર્ણિમાનો થયો, | |||
:થયો નવ અમાસની તિમિરઘેરી કો’ રાત્રિયે; | |||
:અરે! અધવચાળ અષ્ટમી તણો રહ્યો ચંદ્ર હું, | |||
:ન શુક્લ, નહીં કૃષ્ણ! પૂર્ણપદ કોઈ ના સાંપડ્યું! | |||
આપદ્ધર્મ બજાવવા ડગ ભર્યું વચ્ચે પ્રતિજ્ઞા પડી, | |||
તેને સાચવી તો તને રઝળતી રાખી જ દુર્દૈવમાં; | |||
અદ્યાપિ ઝૂરતો રહ્યો અહીં તહીં આક્રાન્ત, કેવી વ્યથા! | |||
પશ્ચાત્તાપ મહીં હવે પ્રજળતી મારી અકારી કથા! | |||
:સદ્ભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઊભીને | |||
:આયુધ એક પછી એક મને જ તાક્યાં; | |||
:એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં, | |||
:અક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યા! | |||
ઇચ્છામૃત્યુ અજિત હું છતાં યાતનાગ્રસ્ત મારું, | |||
વીત્યું કેવું જીવિત સઘળું! અર્થ આયુષ્યનો શું? | |||
બબ્બે જન્મો તુંય તરફડી દીપ્ત વૈરાગ્નિ મધ્યે, | |||
પામી આજે પ્રથિત, પણ નિર્વેદથી આર્દ્ર છે તું! | |||
:::નિકટ બેસી પસાર લલાટને, | |||
:::દૃગ પરોવી દૃગે દુઃખ જોઈ લે; | |||
:::સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ | |||
:::કર અનુગ્રહ શીતળતા ભર્યો ! | |||
</poem> | |||
'''પ્રવક્તા''' : | |||
<poem> | |||
છલછલી જતાં નેત્રે બેઠો શિખંડી સમીપમાં, | |||
નિજ કર થકી લૂછે અશ્રુ શરાધીન ભીષ્મનાં; | |||
વ્રણ રુધિરથી દૂઝે, સૂઝે કશું નવ બ્હારનું, | |||
અવ ભીતરના ઊંડાણોમાં નિગૂઢ હતું કશું! | |||
૫૨મ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે, | |||
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તર્વરે છે. | |||
::લચકતી ડગ માંડતી શર્વરી, | |||
::નભ વિશાળ પટે જતી નર્તતી; | |||
::મદભર્યા પદતાલ પરે થતા, | |||
::ઉર વિદારી વિલોપિત તારકો. | |||
સુમંદ શીળી મૃદુ લ્હેરખીમાં, | |||
ક્ષણો રહી ઝૂલતી આમતેમ; | |||
નક્ષત્રશ્રેણી ભરી અંજલિમાં, | |||
શો કાળ ઊભો અહીં અર્ધ્ય આપવા! | |||
</poem> | |||
== ‘તુણ્ડિલતુણ્ડિકા’નો અંશ == | |||
<poem> | |||
ઑડિયન્સમાંથી એક દારૂડિયો ‘હાય! મર જાઉં!’ કહી ડોલતો ડોલતો ઊભો થયો. બે જણાં બાવડું પકડી એને બહાર લઈ ગયા. પાછા આવ્યા એટલી વારમાં તો કવિએ વાર્તાનો બીજો તંતુ આરંભી દીધો. | |||
</poem> | |||
<poem> | |||
રાજા તુણ્ડિલ એકલો | |||
{{Space}} ઇધરઉધર અથડાય, | |||
કરતો જાય વિચાર | |||
{{Space}} પૂછે અપને આપ કો : | |||
‘ક્યા સે ક્યા મૈં હો ગયા | |||
{{Space}} તરછોડી ઘરનાર, | |||
કવણ કરું ઉપચાર | |||
{{Space}} અસહ વિરહ વામા તણો.’ | |||
‘અનુનયભીની આંખમાં | |||
{{Space}} ઝાંક્યો નહીં જ લગાર, | |||
કૈસો મૈં ભરથાર | |||
{{Space}} અધવચ મેલી એકલી!’ | |||
‘કાપ્યું કંચન કાળજું | |||
{{Space}} નાથ્યાં નરવાં વેણ, | |||
તોડ્યું અમરતરેણ | |||
{{Space}} અબુધ અભાગી આયખું.’ | |||
સ્મરત અપન બાઘાઇ કો | |||
{{Space}} કોસ રહ્યો કરતૂત, | |||
સમજદાર સંભૂત | |||
{{Space}} કિન્હી દેર દિમાગને. | |||
સહસા ઠેબું વાગતાં . | |||
{{Space}} ચિત્તતંત્ર અવરુદ્ધ, | |||
ભયો રાય બેશુદ્ધ | |||
{{Space}} સાવ અજાણી વાટમાં | |||
ઢગલો થઈ કાયા ઢળી | |||
{{Space}} મોઢે ફહફહ ફીણ, | |||
શ્વસન જણાયું ક્ષીણ | |||
{{Space}} મોત ફરે મસ્તિષ્કમાં. | |||
પ્રહર ગયો દિન બે ગયા | |||
{{Space}} કોઈ ન ફરક્યું પાસ, | |||
તરફડ છેલ્લા શ્વાસ | |||
{{Space}} તડપે છાતી તોડવા. | |||
ક્ષણેક વિરામ લઈ કવિએ નાટકીય ઢબે ‘સ્ટ્રોક’ મારી લલકાર્યું : | |||
ત્યાં જ અચિંતો કોઈનો | |||
{{Space}} અડક્યો શીતળ હાથ, | |||
તરત ઉત્તર ગઈ ઘાત | |||
{{Space}} અપલક પલક્યાં પોપચાં. | |||
કનકવરણ કો કિન્નરી | |||
{{Space}} ઊભી સમીપ જણાય, | |||
પરિમલરજ પથરાય | |||
{{Space}} મંદ મલયમુસ્કાનથી. | |||
મદભર નેણ નચાવતી | |||
{{Space}} બોલી મંજુલ વેણ : | |||
‘હે નર, સુનિલ સુષેણ! | |||
{{Space}} કવણ પરિચય તાહરો?’ | |||
‘તુણ્ડિલપુરનો રાજવી | |||
{{Space}} રા’તુણ્ડિલ છે નામ, | |||
કરી મુફ્ત બદનામ | |||
{{Space}} સભર-સુધારસ ભામિની.’ | |||
‘નષ્ટભ્રષ્ટ મતિ માહરી | |||
{{Space}} વિતથ ધર્યો ઉન્માદ, | |||
ભયો ક્રૂર સૈયાદ | |||
{{Space}} ટૂંપ્યો કોકિલકંઠને.’ | |||
‘તિતરબિતર તનટૂકડો | |||
{{Space}} હશે રઝળતો ક્યાંય, | |||
ક્યાં લગ તડકાછાંય | |||
{{Space}} ઝેલે કાયા કુમળી?’ | |||
કવિ મૂંઝાયા. વાત કેમ આગળ લઈ જવી તે સૂઝતું નહોતું, પણ તોય એમણે પરાણે ગાડી હંકારી. | |||
મરક મરક હસતી રહી | |||
{{Space}} વદી ન એકકે વેણ, | |||
ફરી નચાવ્યાં નેણ | |||
{{Space}} અંતર ઊઠ્યા ઓરતા. | |||
કિસલયકૂણાં ટેરવે | |||
{{Space}} ક્ષણભર ધરી ચિબૂક, | |||
સોચી રહી કશુંક | |||
{{Space}} પળમાં લાધ્યો પેંતરો. | |||
પવનપાવડી આ ગઈ | |||
{{Space}} દિયા બિઠાઈ નૃપ, | |||
જૈસે હો તદ્રૂપ | |||
{{Space}} બેઠ ગઈ પડખે ચડી. | |||
સર સર વાયુ વીંધતું | |||
{{Space}} શરગતિ ઊઠ્યું યાન, | |||
કીધી ઊર્ધ્વ ઉડાન | |||
{{Space}} નભમંડળમાં સોંસરી, | |||
ઝીણી ઝલમલ પામરી | |||
{{Space}} અંગ હિલોળાં ખાય, | |||
રાજા ડગમગ થાય | |||
{{Space}} ઝટપટ ઝાલે બાવડું. | |||
નેહ ઝરે નેણાં થકી | |||
{{Space}} અધર સ્મિતનો ચાપ, | |||
બિના બાત સંલાપ | |||
{{Space}} કરન લગે નરકિન્નરી. | |||
હસિત હતી રોમાવલિ | |||
{{Space}} ગહન સ્પર્શ સંભૂત, | |||
ઉભય કોઈ અદ્ભુત | |||
{{Space}} ચિત્ર અગોચર ચીતરે, | |||
યુગલ ભયું અવકાશમાં | |||
{{Space}} દૃઢ આલિંગનબદ્ધ, | |||
સુરતરાગ ઉપલબ્ધ | |||
{{Space}} સહજસુલભ એકાન્તમાં. | |||
મરતલોકનો માનવી | |||
{{Space}} દિવ્યલોકની નાર, | |||
એક થઈ આકાર | |||
{{Space}} ગગનગેબમાં ઘૂઘવ્યાં. | |||
નભવિશાળપટ વીંધતા | |||
{{Space}}લાધ્યું દર્શન ક્રાન્ત, | |||
પડ્યાં તૃપ્ત રતિશ્રાન્ત | |||
{{Space}} સભર પરસ્પર સંગમાં. | |||
ઝળહળ વિદ્રુમલોકના | |||
{{Space}} નિકટ થયા અણસાર, | |||
પૂર્ણ કર્યો અભિસાર | |||
{{Space}} નીલ અભ્ર્રને માંડવે. | |||
પવનપાવડી ઊતરી | |||
{{Space}} દિવ્યદેશને દ્વાર, | |||
વિસ્મયનો વિસ્તાર | |||
{{Space}} ઉમટ્યો અમિયલ આંખમાં. | |||
પુનિત પ્રદીપ્ત પ્રવેશમાં | |||
{{Space}} અડગ ઊભો પ્રતિહાર, | |||
તરત કર્યો પ્રતિકાર | |||
{{Space}} અટકાવ્યું રસજોડલું. | |||
‘મરતલોકના માનવી! | |||
{{Space}} ઊભો રહેજે બ્હાર, | |||
આ સ્થળ વિષે હમાર | |||
{{Space}} ચલત હકૂમત આકરી.’ | |||
કરત અનુનય કિન્નરી | |||
{{Space}} થતો પ્રાપ્ત ઇન્કાર, | |||
છેવટ વળ્યો કરાર | |||
{{Space}} શરત સુણાવી રાયને. | |||
‘પ્રશ્ન સોળ પૂછું તને | |||
{{Space}} ઉત્તર આપ તમામ, | |||
ખોલી દઉં સરિયામ | |||
{{Space}} દિવ્યલોકના દ્વારને.’ | |||
બધા એકાગ્ર બની સાંભળી રહ્યાં. ગંભીરવદને કવિ ઉવાચ : | |||
‘કોણ ચલાવત આયખું? | |||
{{Space}} કોણ પરખતું રૂપ? | |||
કોણ અગોચર કૂપ? | |||
{{Space}} સુખદાયી પલ કૌન સી? | |||
‘સાંસ ચલાવત આયખું | |||
{{Space}} નૈન પરખતાં રૂપ, | |||
પ્રેમ અગોચર કૂપ | |||
{{Space}} અધુના પલ સુખદાયિની.’ | |||
‘કોણ સમાયું શ્વાસમાં? | |||
{{Space}} કોણ નેત્રનું નૂર? | |||
કૌન મૌત સે દૂર? | |||
{{Space}} કિહાં સમાઈ શાશ્વતિ?’ | |||
‘ધડકન બેઠી સાંસ મેં | |||
{{Space}} પ્યાર નયનનું નૂર, | |||
સમય મૌત સે દૂર | |||
{{Space}} તિમિર સમાઈ શાશ્વતિ.’ | |||
‘નિકટ પડોસી કૌન સા? | |||
{{Space}} કૌન વહંત અજસ્ર? | |||
કિયું અનોખું વસ્ત્ર? | |||
{{Space}} સુંદિર કોણ સુહાવણું?’ | |||
‘નિકટ પડોસી રિક્તતા | |||
{{Space}} પીડા વહત અજસ્ર, | |||
ભ્રાન્તિ વિલક્ષણ વસ્ત્ર | |||
{{Space}} ઇચ્છા સ્હજ સુહાવની.’ | |||
‘દુઃખ કા કારન કૌન સા? | |||
{{Space}} કૌન પરમ હૈ લક્ષ્ય? | |||
કવણ વડું છે ભક્ષ્ય? | |||
{{Space}} કૌન બડી હૈ વંચના?’ | |||
‘દુઃખનું કારણ જન્મ છે | |||
{{Space}} મૌત પરમ હૈ લક્ષ્ય, | |||
આયુષ્ય કેવળ ભક્ષ્ય | |||
{{Space}} હોવું એ જ પ્રવંચના.’ | |||
તરત ઉઘાડ્યા દ્વારને | |||
{{Space}} પામ્યું યુગલ પ્રવેશ, | |||
દીઠો કિન્નર દેશ | |||
{{Space}} ચકાચૌંધ ભઈ આંખડી. | |||
કુસુમિત મઘમઘ વીથિકા | |||
{{Space}} અલબેલો વિસ્તાર, | |||
તેજપુંજ વણઝાર | |||
{{Space}} ચહુદિશ જાણે ઊતરી. | |||
મૌકિતકમંડિત મ્હેલનાં | |||
{{Space}} દીપે ઝળળ ગવાક્ષ, | |||
કરતી નેત્રકટાક્ષ | |||
{{Space}} લટકલચીલી રૂપસી. | |||
રંગભવન રસપોયણું | |||
{{Space}} ચંદનચર્ચિત ભોંય, | |||
જાણે તરતું હોય | |||
{{Space}} અમૃતજળનાં સ્ત્રોવરે! | |||
હાથ પકડ કે લે ચલી | |||
{{Space}} રંક દેશનો રાય, | |||
કલરવ ગહન સુણાય | |||
{{Space}} ભીતર અંગેઅંગમાં. | |||
હૃદય ભરે રસઘૂંટડા | |||
{{Space}} નયન ફરે ઉદ્ગ્રીવ, | |||
પૂર્ણ ધરાયો જીવ | |||
{{Space}} અભર ભરાયું આયખું! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
કવિ માટે એક જણ લીંબુનું શરબત લઈને આવ્યો. દીર્ઘ સબડકા ભરી કવિએ ગ્લાસ ખાલી કર્યો. દરમિયાન વિવેચકોએ અંદર અંદર કંઈક મસલત કરી, તેમાંથી ‘મધ્યકાલીન’ અને ‘આધુનિક’ એ બે શબ્દો કવિના કાને પડ્યા. છેક નાભિમાંથી ખોંખારો ખાઈ કવિએ ફરી દોર સાંધ્યો. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
યૂં કર દિન બીતે બહુત | |||
{{Space}} નિત્ય નિમજ્જનપર્વ, | |||
પૂરણ કીધા સર્વ | |||
{{Space}} અરસપરસના ઓરતા. | |||
આખર ઝળહળ દાયરો | |||
{{Space}} અબખે પડ્યો અપાર, | |||
તુણ્ડિલ કરે વિચાર | |||
{{Space}} એક દિવસ એકાન્તમાં. | |||
યાદ કરી અર્ધાંગના | |||
{{Space}} યાદ કર્યા દિન ચાર, | |||
ઓસરતા અણસાર | |||
{{Space}} પળમાં પાછા મેળવ્યા. | |||
પૂછત નર સે કિન્નરી : | |||
{{Space}} ‘ક્યૂ કર ભયો ઉદાસ? | |||
કિસ બિધ કરું પ્રયાસ | |||
{{Space}} દરિયા દેખન આંખ મેં?’ | |||
ઉત્તર દેતાં રાજિયો | |||
{{Space}} વદ્યો નિમાણે મુખ : | |||
‘કાબરચિતરું સુખ | |||
{{Space}} સજની! અબ સહેવાય ના!’ | |||
‘રાગ બસંતી હું થયો | |||
{{Space}} બંસી તું અણમોલ, | |||
અબ તો ફૂંક અબોલ | |||
{{Space}} અટકી ઊભી કંઠમાં,’ | |||
‘જીયો અજહુ ન લાગતો | |||
{{Space}} તુમ ક્યા જાનો પીર? | |||
ભીતર આજ અધીર | |||
{{Space}} તડપન લાગી તુણ્ડિકા!’ | |||
‘મનુજલોકના માનવી | |||
{{Space}} તુંથી ના પરખાય. | |||
પરપોટા થઈ જાય | |||
{{Space}} છોડી જળની જાતને.’ | |||
કિહાં હશે કામાયની? | |||
{{Space}} બિછડ ગઈ પરછાંઈ! | |||
યે કૈસી અંગડાઈ? | |||
{{Space}} કરવટ બદલી કાયમી! | |||
</poem> | |||
== ‘સૈરન્ધ્રી’નો અંશ == | |||
:::સર્ગ : ૨ | |||
<poem> | |||
સ્મરણલોક ખૂલે ઉંબરમાં, | |||
ચારુ ચિત્ત છલકે પળભરમાં; | |||
સાવ એકલી, કોઈ ન રોકે, | |||
ભેદ-ભરમ નિજના અવલોકે. | |||
નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા, | |||
મુગ્ધ વસંતી શૈશવમુક્તા; | |||
રક્તચાપના સહે ઉછાળા, | |||
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. | |||
ઇચ્છાઓનાં કર્યાં વિલોપન, | |||
કર્યાં ક્રૂર વાસ્તવનાં અંજન; | |||
સમયપટંતર સર્વ ખસેડ્યાં, | |||
શિથિલ તાર સરગમના છેડ્યા. | |||
પડછાયાને લીધા જોખી, | |||
અળગી મૂકી જાત અનોખી; | |||
સૂરજ રાખ્યો ભીતર સંગી, | |||
અંધકારને દીધા રંગી. | |||
સહુ સહુની ઓળખ સહુ હાર્યાં, | |||
ગૌરવમંડિત મુકુટ ઉતાર્યા; | |||
શરણાગત થઈ માગી ભિક્ષા, | |||
અવરરૂપની લીધી દીક્ષા. | |||
રહી વિચારી આડુંઅવળું, | |||
ત્યાં જ સ્મરણમાં આવ્યું સઘળું | |||
રચ્યો સ્વયંવર જેને કાજે, | |||
એ જ, હું જ સૈરન્ધ્રી આજે! | |||
ઇજન થઈને વિધ વિધ દેશે, | |||
કરી શોધ પાંચાલનરેશે; | |||
કૂદી છેવટ દાવાનળમાં, | |||
નવ્યરૂપના શાપિત છળમાં | |||
વરણી નિજ પ્રિયજનની કરવી, | |||
કિન્તુ ભર્ત્સના પ્રગટી વરવી; | |||
પાંડુપુત્રનો મહિમા કીધો, | |||
સૂતપુત્રને ત્યાગી દીધો. | |||
પુરુષ પ્રભાવી બે હતા, દીપ્તિમંત ભરપૂર, | |||
દ્રોણશિષ્ય વ્હાલો કર્યો, રાખ્યો કર્ણ સુદૂર. | |||
ક્ષાત્રતેજમંડિત છતાં, કીધો કર્ણ અનાથ, | |||
વિવશ બની લેવો પડ્યો, પાંડુપુત્રનો સાથ! | |||
સ્મરણ રચાયો ફરી સ્વયંવર, | |||
કર્ણ વિરાજે શોભિત સુંદર; | |||
તેજપુંજ છલકાય વદનથી, | |||
સૂર્ય ઊતર્યો હો અંબરથી! | |||
વક્ષ વિશાળ ભુજા બળશાળી, | |||
નેત્રે વિદ્યુત ચમક નિરાળી; | |||
તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી, | |||
વરણ કરી નિજ મનમાં મ્હાલી. | |||
સર્વ નૃપાલ સ્વયંવર માણે, | |||
હતો કર્ણ નિર્હેતુક જાણે; | |||
સ્થાન હતું એને મન ઉત્તમ, | |||
કરવા કોઈ અનન્ય પરાક્રમ. | |||
ધૃષ્ટદ્યુમ્ન ભ્રાતાએ નૂતન, | |||
મત્સ્યવેધનું કર્યું નિવેદન; | |||
સર્વ નૃપાલો ઊઠ્યા ચોંકી, | |||
સસ્મિત કર્ણ રહ્યો અવલોકી. | |||
દૃષ્ટિ સ્હેજ સ્પર્શીને સરકી, | |||
પાંચાલી નખશિખ ગઈ થરકી; | |||
રહી બાહુબલિ નરને જોતી, | |||
તરત પરોવ્યાં મનનાં મોતી. | |||
વજ્રદેહની અદ્ભુુત કાન્તિ, | |||
વિલસે વદન પરમ વિશ્રાન્તિ; | |||
પ્રતિપળ ઉદ્યત, પુંસક ભાસે, | |||
યથા પૂર્ણ આદિત્ય ઉજાસે. | |||
મન્મથ મત્ત વિભાવે મોહે, | |||
ઓષ્ટકંપ અનુભાવે સોહે; | |||
ફરકે લજ્જા ઉચ્છલ અંગે, | |||
જાણે હળવી થાપ મૃદંગે. | |||
લીધો તરત મનોમન સેવી, | |||
કરી કામના કરવા જેવી; | |||
પૂર્ણ થઈ ગઈ સર્વ સમીક્ષા, | |||
આ જ પુરુષની હતી પ્રતીક્ષા. | |||
એકાધિક ઊભા થયા, વીર વરેણ્ય નૃપાલ, | |||
પાર ન પાડી કોઈએ, મત્સ્યવેધની ચાલ. | |||
અંતે ઊઠ્યો ક્ષુબ્ધ થઈ, જ્યાં નરપુંગવ કર્ણ, | |||
ધુષ્ટર્ધુમ્ન પૂછી રહે : ‘પ્રથમ જણાવો વર્ણ.’ | |||
ક્ષણ-ક્ષણાર્ધમાં ઊભો અટકી, | |||
અંતર શૂળ કોઈ ત્યાં ખટકી; | |||
ઓળખમાં યોદ્ધો અટવાયો, | |||
સૂતપુત્ર, કુંતીનો જાયો! | |||
ક્ષાત્રધર્મની ધરી તિતિક્ષા, | |||
પરશુરામથી પામ્યો દીક્ષા; | |||
તેજપુંજથી ઝળહળ કાયા, | |||
અક્ષત કુંડળ-કવચ જડ્યાં. | |||
દિવ્ય મંત્રવિદ્યાનો ધારક, | |||
નિપુણ ધનુર્ધર શત્રુવિદારક; | |||
શતસહસ્ર સેનાસંહારક, | |||
ધ્વસ્ત દુર્ગનો પણ ઉદ્ધારક. | |||
માતા કુંતી વિવશ અભાગી, | |||
સરિતાજળમાં દીધો ત્યાગી; | |||
કાંઠે આવી કેવળ કાયા, | |||
અધવચ ડૂબી કુળની છાયા. | |||
પંડ પરાક્રમ કરી બતાવે, | |||
કુળનું ગૌરવ કામ ન આવે | |||
માત્ર જાતને લીધું પૂછી, | |||
પડછાયાને નાખ્યો લૂછી. | |||
પાલ્યપુત્રના પ્રગટ્યા ઓજસ, | |||
ઉત્તરરૂપે વદ્યો અનૌરસ : | |||
‘વંશજ અધિરથ ને રાધાનો, | |||
કરું ધ્વંસ સઘળી બાધાનો. | |||
ભાલ વિરાટ પરાક્રમ છાજે, | |||
સૂતપુત્રનો મુકુટ વિરાજે | |||
સોહે વીર પુરુષ ધીરત્વે, | |||
પરિચય પ્રગટ થાય વીરત્વે.’ | |||
પ્રિયજન બોલ્યો પ્રાંજલ ભાષા, | |||
પાંચાલીમન પ્રગટી આશા; | |||
હૃદયકુંજમાં હતો સમાયો, | |||
અંગેઅંગ હવે છલકાયો. | |||
વદી આટલું ગર્વથી, કરવાને આરંભ, | |||
કર્ણ શીઘ્ર પહોંચી ગયો મત્સ્યવેધને સ્તંભ, | |||
ધૃષ્ટદ્યુમ્ન તત્કાળ ત્યાં, રોકે કર્ણ સુધીર : | |||
‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર.’ | |||
હતો કર્ણ કૌન્તેય પરંતુ, | |||
પ્રગટ ગોત્ર ન્હોતું કુળવંતું; | |||
વચન સુણી ભ્રાતાનાં વસમાં, | |||
સળગી પાંચાલી નસનસમાં. | |||
ધ્રૂજી વરમાળા નિજ કરમાં, | |||
ગયો શ્વાસ કંપી ક્ષણભરમાં; | |||
વદન વળ્યો પ્રસ્વેદ પલકમાં, | |||
પડી તિરાડો ચિત્તફલકમાં. | |||
રહી વિચારી વ્યાકુળ કૃષ્ણા : | |||
તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા, | |||
પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં; | |||
હવે નહીં પામું જીવનમાં. | |||
દુહિતા, ભાર્યા, ભગિની જેવા, | |||
કારાવાસ રચાયા કેવા? | |||
વક્ષ, નિતંબ, કનકકટિયુક્તા, | |||
હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા? | |||
યજ્ઞસુતા હું, શ્યામલગાત્રી, | |||
સચરાચરમાં એકલયાત્રી; | |||
જ્વાળારૂપ અનન્યા કન્યા, | |||
સકળલોકમાં એક જ ધન્યા. | |||
સતત આમ અવિરામ વિચારી, | |||
પાંચાલી છેવટ ગઈ હારી; | |||
લીધી સંકેલી અભિલાષા, | |||
પ્રથમ પ્રેમની ભૂંસી ભાષા. | |||
વીર કર્ણ ભાસે હતભાગી, | |||
તીક્ષ્ણ ધાર ગૌરવને વાગી; | |||
દાવાનળ દાબીને બેઠો, | |||
દ્વન્દ્વ અગોચર ઉરમાં પેઠો. | |||
કોણ નિકટ લાવીને તોડે? | |||
કોણ વિભક્ત કરીને જોડે? | |||
કેમ નિયતિના ખૂલે કોઠા? | |||
રાગ-ત્યાગના ઊકલે ઓઠા? | |||
અંતે અર્જુન સંચર્યો, સ્તંભ સમીપે જાય, | |||
સૂતપુત્રનો અનુજ હતો, કિન્તુ કુલીન ગણાય. | |||
ક્રીડાપૂર્વક મત્સ્યની, વીંધી અઘરી આંખ, | |||
આરોપી વરમાળને, પાંચાલી થઈ રાંક! | |||
એક દ્વારને બંધ કરીને, | |||
બીજા દ્વારે ચરણ ધરીને; | |||
રહી પ્રવેશી વ્યાકુળ મનમાં, | |||
સમાધાનથી શાપિત વનમાં. | |||
દ્વૈત રચાયું વિધ વિધ રાગે, | |||
દ્વન્દ્વાતીત કશું નવ લાગે; | |||
નહીં અટકતી આવનજાવન, | |||
નહીં કશું લાગે મનભાવન. | |||
આ દિશ ભાર્યાપદને પામી, | |||
ઓ દિશ ખોયો મનનો સ્વામી; | |||
આગળ દીઠું ઝાંખું દર્પણ, | |||
પાછળ છોડ્યું સહજ સમર્પણ. | |||
હોય અનન્ય અપેક્ષા સેવી, | |||
એ જ પડે તરછોડી દેવી; | |||
પ્રાપ્તિ-લુપ્તિની શી પરિભાષા? | |||
વળગે કેમ અહર્નિશ આશા? | |||
સમાધાન મનમાં જઈ ઠરતું, | |||
હૃદય સહજ સ્વીકાર ન કરતું; | |||
ભરે વિચારો ફાળ હઠીલા, | |||
રહે કંપતા ભાવ રસીલા. | |||
ચાલી ડગલે ડગલું ભરતી, | |||
જીવ્યા પહેલાં જાણે મરતી; | |||
અનુસરતી અર્જુનને નારી, | |||
પાંડવ અન્ય હતા સહચારી. | |||
પંડ થકી પણ લાગ્યા ભારે, | |||
શ્વાસોચ્છ્વાસ ઉપાડ્યા જ્યારે; | |||
થયો પ્રાપ્ત નહિ કર્ણ વરણથી, | |||
ભીતર કિન્તુ ભળાય સ્મરણથી. | |||
નિજગૃહ આવી ઊભાં દ્વારે, | |||
અર્જુન ઊંચે સ્વર ઉચ્ચારે : | |||
‘માત! વસ્તુ અનુપમ સ્વીકારો, | |||
દોડી પ્રથમ ઉઘાડો દ્વારો.’ | |||
કુંતી અંદરથી વદે : ‘વહેંચી લો સમભાગ, | |||
જે લાવ્યા તે સંપથી, રાખીને અનુરાગ.’ | |||
દ્રુપદસુતા ચોંકી ગઈ, થયો પ્રચંડ પ્રહાર, | |||
અર્જુનભાર્યા એકના, થયા પાંચ ભરથાર! | |||
પુનઃ દ્રૌપદી ચડી વિચારે, | |||
ભીતરથી કોઈ પડકારે : | |||
હું કેવળ ભર્તાની ભુક્તા | |||
હોય નહીં ભાર્યા સંયુક્તા. | |||
હું અંગાંગ તરંગિત સ્પંદિત, | |||
હું ઉચ્છલ અભિલાષામંડિત; | |||
હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, | |||
હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની. | |||
મલયજમંજુલ પુનિતશરીરા, | |||
અગ્નિપુંજ હું, ગહનગભીરા; | |||
હું નારી, નિજની સહચારી, | |||
હું સદૈવ મારી પ્રતિહારી. | |||
શું ભર્તા? શું ભાર્યા એવું? | |||
શું દુહિતા? શું ભ્રાતા જેવું? | |||
પડછાયામાં રોપી સગપણ, | |||
નિત્ય વેઠવાં ઠાલાં વળગણ! | |||
થવા મથે કૃષ્ણા નિર્ભ્રાન્તા, | |||
કિન્તુ હવે પાંડવની કાન્તા; | |||
ભાર્યાપદનો ભાર ઉઠાવી, | |||
હવે જીવવું જાત હટાવી. | |||
નવ્ય ફાળ ભરતી પળભરમાં, | |||
સમાધાન કીધું ભીતરમાં; | |||
ધરી ચિત્ત નૂતન આવાહન, | |||
કર્યું નવાં જળમાં અવગાહન. | |||
ત્યાં જ દ્વાર અંદરથી ખૂલ્યાં, | |||
નીરખે માતા વસ્તુ અમૂલ્યા; | |||
લઈ આશકા સ્વાગત કીધું, | |||
સામ્રાજ્ઞીપદ વાંછી લીધું. | |||
ઓળંગે ઉંબર પાંચાલી, | |||
રહે પ્રવેશી યથા પ્રણાલી; | |||
એક ચરણ જ્યાં ચાલ્યો આગળ, | |||
બીજો ઊભો અટકી પાછળ. | |||
વ્યક્તમધ્ય ઝૂલી રહી, ક્ષણભર કૃષ્ણા એમ, | |||
બ્હાર નહીં અંદર નહીં, અટકે ડૂમો જેમ; | |||
માતા કુંતા તત્ક્ષણે, સાહી લઈને નાર, | |||
મનમાં મનમાં ચિંતવે : થયા પાંચ ભરથાર! | |||
નારી બેઉ પરસ્પર જોતી, | |||
જાણે અકળ પરોવે મોતી; | |||
એક હતી પતિ પાંચ સમેતા, | |||
અન્યા પતિવંચિત અનિકેતા. | |||
એકે ખોયું હૃદય પ્રકંપિત, | |||
એકે તનય તજ્યો અવિલંબિત; | |||
ઉભય મનોગતમાં બહુ અંગત, | |||
સેવે વસમા ઘાવ વિસંગત. | |||
કોઈ ન જાણે વડવાનળને, | |||
જુએ સર્વ પોઢેલાં જળને; | |||
ઊર્ધ્વમૂલને સમજી શાખા, | |||
બેઉ જીવતાં જીવન ઝાંખાં. | |||
સર્વવિદિત કે હોય બિનંગત, | |||
ઇષ્ટ ગણાતી એની સંગત; | |||
મધુર કિન્તુ એ એક જ સપનું, | |||
જે સચવાતું છાનુંછપનું. | |||
ગૃહપ્રવેશનો ઉત્સવ કીધો, | |||
અર્જુનનો યશ વ્હેંચી લીધો; | |||
ભ્રાતા સર્વ સમાન વધાવ્યા, | |||
ગૌણ-મુખ્યના ભેદ ભુલાવ્યા. | |||
હૃદય એકમાં રોકી લીધું, | |||
પંડ પાંચમાં વહેંચી દીધું; | |||
ઓઢ્યું અવઢવનું અનુશાસન, | |||
વસ્તુ જેમ જ કર્યું વિભાજન. | |||
ભુવનમોહિની, દ્રુપદદુલારી, | |||
ઇષ્ટ વિશેષણની અધિકારી; | |||
સતત ચિંતવે : કોનો વારો? | |||
કોણ હશે આજે પતિ મારો? | |||
ભાર વહે ભેદી ભીતરમાં, | |||
પાંચાલી પેઠી પિંજરમાં; | |||
સ્તબ્ધ સમય નિશ્ચેતન ભાસે, | |||
કોઈ દૂર, પણ લાગે પાસે. | |||
સ્મરણલોકથી નીકળી, પાછી વળતી નાર; | |||
ઉંબર પર મધરાતનાં, ઊભી પકડી દ્વાર. | |||
શક્ય ન આગળ ચાલવું, નહિ પાછાં પરિયાણ, | |||
અધવચ્ચે અટકી જઈ, ઊભા પરવશ પ્રાણ. | |||
</poem> | |||
== વિનોદ જોશીના કાવ્યસંચયો == | |||
<Poem> | |||
૧. પરંતુ (૧૯૮૪) | |||
૨. શિખંડી (૧૯૮૫) | |||
૩. તુણ્ડિલતુણ્ડિકા (૧૯૮૭) | |||
૪. ઝાલર વાગે જૂઠડી (૧૯૯૧) | |||
૫. સૈરન્ધ્રી (૨૦૧૮) | |||
૬. મારાં કાવ્યો : વિનોદ જોશી : (સ્વયં કવિએ ચૂંટેલી રચનાઓ) (૨૦૧૮) | |||
૭. ચૂંટેલી કવિતા : વિનોદ જોશી (ચયન : વિનોદ જોશી) (૨૦૨૦) | |||
૮. ખૂલ્લી પાંખ પિંજ૨માં (પ્રકાશ્ય) | |||
</poem> | |||
<br> | |||
<center>◼</center> | |||
<br> |
edits