26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 211: | Line 211: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?” | “હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?” | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન,''' | |||
'''અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''સખ હૂતું સગા, (તે તો) પદમાસું પાટણ રિયું,''' | |||
'''અરસી આ વનમાં, ભૂતથી ભળવું પિયું.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે.” | |||
“શી રીતે?” | |||
“તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.” | |||
“પછી?” | |||
“પછી પાછો વળીને આંહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.” | |||
કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બીને આંહીં જ ફાટી પડશે! શું કરું? વિમાસણ થઈ પડી. | |||
“કાકા!” ભૂતનો અવાજ આવ્યો : “વાણિયાને ભડકાવવા નથી. હું આંહીં મારી માઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ.” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ઘોડાને માણું બાજરો, બળદને બો’ળા ખાણ,''' | |||
'''જમાડે વાળાની જાન, ભલ ખાંતેથી ભૂતડો.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાંને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધાં. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે! | |||
અરસીએ વાત ઉચ્ચારી : “શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહીં ઉતારી મેલશું.” | |||
વાણિયા કબૂલ થયા. | |||
<center>*</center> | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા,''' | |||
'''ઓલવવાને આવ, વેલો ધાંત્રવડા ધણી!''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[પીઠીભરી કન્યા પદ્માવતી પાટણની મેડીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગન મંડાયેલ છે. હું કોઈને મોંએ મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે; નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે.] | |||
જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતાં પદ્માવતીએ સામા પુરુષને — પરપુરુષને નહિ, પણ ખુદ માંગડાને — દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી આંહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો? | |||
પરણી ઊતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતાં અંધારાંમાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજો ભડકારૂપે છલંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચૉરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલંગ મારીને પદ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઊતરી પડી. | |||
“અરે, હાં! હાં! વહુ દીકરા! શું થયું?” | |||
“રામ રામ છે, વાણિયા! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું!” | |||
“અરે દીકરી, એ તો બનાવટી હતો!” | |||
“ગમે તે હોય! બીજાનાં મીંઢોળ ન બાંધું.” | |||
સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી. વેલડાનાં પૈડાંના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બિવરાવવા લાગ્યું,અને ‘માંગડા વાળા! માંગડા વાળા! માંગડા વાળા!’ એવા ત્રણ સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઊઠીને ભયંકર બની જતી એ એક એક ચીસના જવાબમાં ઝડડડ! ઝડડડ! એવા ભૂતભડકા વડલાની ડાળે ડાળે ઊઠવા લાગ્યા. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,''' | |||
'''(હું) કિસે ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[વડલા, તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઊઠી છે. હું દિવસરાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું?] | |||
એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ડાળે ડાળે હું ફરું, પાને પાને દુ:ખ,''' | |||
'''મરતા માંગડા વાળો, સ્વપ્ને ન રહ્યું સુખ.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઈયે નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળારૂપે જંગલને સળગાવી રહી છે. | |||
દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે. પરોઢિયે પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે. | |||
<center>*</center> | |||
બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે પંખી દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે. | |||
ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી. | |||
જુવાનો જોઈ રહ્યા. એક કહે કે “આજ તો આવડી આ જ ભેંસના દૂધે વિયાળુ કરીએ.” | |||
અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ. | |||
અસવારો પણ ડેલીએ જઈ, પલાણ છાંડી, ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી. | |||
ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં બેય ઘોડા બાંધી આવ્યો. | |||
વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણાને જમવા બેસાર્યાં. રૂપ જેનાં સમાતાં નથી, એવી એક સ્ત્રીએ આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. | |||
મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે; આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી-પુરુષ બે જ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુ:ખની પીળાશ શા માટે? | |||
ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે; જંપ લેતો જ નથી. | |||
મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહિ. વિચારમાં પડી ગયા. ભળકડાટાણે કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ. | |||
સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. નજર કરે, તો ન મળે દરબારગઢ, કે ન મળે ઢોલિયા! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેયનાં ઘોડાં બોરડીના જાળાં સાથે બાંધેલાં, માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસેય બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે. | |||
તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા; બેઉનાં કલેજાં થડકી પણ ગયાં, પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો : “ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુ:ખ મટાડ્યા વિના ભાગી જશું!’ | |||
“સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ.” | |||
રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા : એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી. | |||
વાળુ કરી ઊભા થયા. એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું : “બોલો, કોણ છો તમે? ને આખી રાત કણક્યા કરો છો કેમ?” | |||
“તમને એ જાણીને શો ફાયદો છે?” | |||
“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુ:ખ ટાળીએ નહિ તો જીવતર શા ખપનું છે?” | |||
“જુવાનો!” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો : “જુવાનો! ડરશો નહિ ને?” | |||
“ડર્યા હોત તો પાછા શીદ આવત?” | |||
છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો! હું માંગડો વાળો!” | |||
“માંગડો વાળો!!!” | |||
મુસાફરોનાં મોંમાં ચીસ દબાઈ રહી. | |||
“હા, હું ધાંતરવડીનો ધણી માંગડો : કમોતે મૂઓ. ભૂત સરજ્યો છું. પદ્માને લઈને આંહીં એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ!” | |||
“એનો ઇલાજ શો?” | |||
“તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.” | |||
એટલું બોલીને ‘આહ! આહ!’ કરતો જુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી. | |||
વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા. | |||
<center>*</center> | |||
ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો! કેવી કાળી રાત છે!” | |||
પાદશાહે કહ્યું : “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે?” | |||
“બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઈ રહ્યું છે!” | |||
“કોણ? જેસો-વેજો?” | |||
“હા, ખાવિંદ! તમારા બા’રવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ!” | |||
“બેગમ! અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે? બખોલોમાં સૂતા હશે?” | |||
“બીજું શું કરે, ખાવિંદ? તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે?” | |||
“સુણો! અટાણે એ બેય ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને બા’રવટું પાર પાડું એવું મન થઈ જાય છે.” | |||
“અરેરે! અટાણે ક્યાંથી હોય?” | |||
“સાદ તો કરો!” | |||
“ખાવિંદ, મશ્કરી?” | |||
“ના, ના, મારા સમ, સાદ તો કરો!” | |||
ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાદ દીધો : “જેસાજીભાઈ! વેજાજીભાઈ!” | |||
નીચેથી જવાબ આવ્યો : “રાણી મા, હાજર છીએ.” | |||
“ઓહોહો! ભાઈ, આ ટાણે તમે આંહીં ક્યાંથી?” | |||
“પાદશાહની રખેવાળી કરવા, બોન!” | |||
“તમારા શત્રુની રખેવાળી?” | |||
“હા, બોન!” | |||
“કેમ?” | |||
“અમારે માથે આળ ચડે તે બીકે.” | |||
“શેનું આળ?’ | |||
“કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે, ને નામ અમારાં લેવાય! અમે રહ્યા બહારવટિયા! અમારી મથરાવટી જ મેલી, બોન! અમારા માથે જ કાળી ટીલી આવે! અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય?” | |||
“વાહ રે મારા વીરાઓ! રોજ ચોકી કરો છો?” | |||
“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.” | |||
પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી. અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો : “જેસાજી! વેજાજી! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.” | |||
“બાપુ! દગો તો નહિ થાય ને?” | |||
“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.” | |||
એ હોંકારા દેનાર કોણ હતું? માંગડા વાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આંહીં પાદશાહની દેવડી હેઠળ બા’રવટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બા’રવટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કૉલ મળતાં જ એણે જઈને બા’રવટિયાઓને જાણ દીધી. | |||
કચારીમાં બા’રવટાં પાર પડ્યાં. સામસામાં કસુંબા પિવાણા.2 | |||
એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે. | |||
એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી. સગડીના ઓલવાઈ જતા અંગારામાં નવાં કરગઠિયાં નાખીને તાપણું સતેજ કર્યું અને ઝોકે આવેલા માલધારીઓ ભેંસોને પહર છોડતાં પહેલાંની નાનકડી નીંદરમાં પડ્યા. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits