સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/સ્નોભાઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સ્નોભાઈ|}} {{Poem2Open}} ત્રણેક માસના સ્નોદર્શન પછી મને લાગે છે સ્...")
 
No edit summary
Line 20: Line 20:
અને -સૂરજ તો નહીં પણ એક વાર આખો દિવસ વરસાદ આવ્યો. આવ્યા જ કર્યો. બધું ધોઈ નાખ્યું. ધીમે ધીમે કરીને વરસાદે સ્નોભાઈની સમગ્ર લીલા પર પાણી ફેરવી દીધું. જોકે એ કાલિદાસનો મેઘ નહૉતો. આકાશ વૃષ્ટિધૌત પણ રવીન્દ્રનાથવાળું નહીં. વરસાદની ધારાઓ ખરી પણ બૉદલેરે કહેલી તેવી જેલના જાડા સળિયા જેવી નહીં. પાતળીપાતળી સળીઓ હતી, ધારાઓ તો કહેવાય જ નહીં. સરવડાં. ઝરમરિયા આવારાજાવરા. પણ એ ઝીણી-મોટી ઝાપટીઓનો માર આખો દિવસ ચાલુ રહેલો. બધું સદ્યસ્નાત લૉન સમેતનું ગમતું થયેલું. છાપરાં વળી પાછાં અસલી રંગમાં ચોખ્ખાં ચોખ્ખાં. એકલદોકલ પક્ષીઓ અહીંતહીં ચન્ચુપાત કરતાં કૂદવા માંડેલાં. દોડી જતો નોળિયો (?) દેખાયેલો. જોકે આખલાની કાંધ જેવાં સ્નોનાં કેટલાંક રોડાં હજી ઑગળ્યાં ન્હૉતાં. જક્કી, હઠીલાં. એવું પણ કહેવાય કે વિરહી જનનાં મન જેવાં આશાવાદી પણ ઉદાસ. અને એમનો આશાવાદ ફળેલો પણ ખરો. વરસાદ પત્યા પછી પણ જાતભાતનો સ્નો દિવસો લગી પડ્યા કરેલો. કોઈ વાર જાડો જાડો તો કોઈ વાર ફ્લરિ. ભૂકો ઊડે, કસ્તર. ગૂંચવાયા કરે. સ્થાન માટે ફાંફે ચડ્યું લાગે. એક-બે વાર નાગા વરસાદ જેવો મેં નાગો સ્નો પણ જોવો તડકામાં બુસ્કાં ભમતાં’તાં. એમાં રજ-રજોટી દિશાહીન ઘુમરીઓ લેતી ગૅલમાં આવી ગયેલી. પણ છેલ્લે તો લાચાર પતન. ચાલતા શીખેલું બાળક દોડવા કરે ને બેસી પડે એના જેવું.

જોકે એક દિવસ સૂરજે આવીને સ્નોભાઈને ખાસ્સો તતડાવ્યો : જવું છે કે નહીં? હીરાકણીથી ય ઝીણી લાખ્ખો સ્નોકણીઓ ઝગમગ ઝગમગ થતી’તી : અમે તો તૈયાર છીએ. સ્નોના એ રગ પછી તો ઢીલા પડી ગયા. રડમસ. વિલાપ-આલાપ જેવા રેલાથી રસ્તા બધા ભીના ચીતરાતા રહ્યા. અને એ ગયો. મેં બૅકયાર્ડમાં જોયાં કેસરી રંગનાં બે નાનકડાં પક્ષી. હા, એક જે ત્રીજું હતું -જુનિયર- તે નીચલી ડાળે હતું. પેલાં બે એક જ ડાળ પર સામસામું જોતાં, જરાક કંઈક ડોક ફેરવતાં, ચૂપ હતાં. મારે એમને ઊડતાં જોવાં’તાં પણ  ન ઊડ્યાં તે ન ઊડ્યાં. હું જોતો રહ્યો. એમનું ક્હૅવું એમ હતું કે હવે અમે નહીં જઈએ -સ્પ્રિન્ગ અમારી છે…

એટલે હું પણ રોજેરોજ નીકળી પડું છું. વૃક્ષ વૃક્ષને નિહાળું છું. જોઉં છું તો ડાળ ડાળે ટશરો ફૂટી છે ને ઠેકઠેકાણે કળીઓ બેઠી છે. બધું ખીલ્યા કરશે તેમ તેમ શી ખબર મને એ ભાઈ જ યાદ આવ્યા કરશ, સ્નોભાઈ, શી ખબર…

{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits