રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 275: Line 275:
::::: લેશું રામનાં નામ જી!  
::::: લેશું રામનાં નામ જી!  
::::: ભેખ રે ઉતારો, રાજા ભરથરી!
::::: ભેખ રે ઉતારો, રાજા ભરથરી!
</poem>
{{Poem2Open}}
હે સ્વામી! તમારે જોગી રહેવું હોય તો હું તમને અહીં મહેલમાં જ મઢી બનાવી દઉં તેમાં રહો. હું તમને પ્રભુ ગણીને પૂજીશ. આપણે બેય સંસાર ત્યાગી દેશું ને રામનાં નામ લેશું.
{{Poem2Close}}
<poem>
:::તુમેરી મઢીમેં માઈ, આગ ધરી દે!
::::: ચપટી ભખ્યા દેના મોરી માયજી;
:::ગુરુ ચેલા છેટા પડી જાવે.
</poem>
{{Poem2Open}}
હે માતા! તારી એ મઢીમાં આગ લગાવી દે. મને તો ફક્ત ચપટી લોટની ભિક્ષા દઈ દે. મારે ને મારા ગુરુને છેટું પડી જાય છે.
{{Poem2Close}}
<poem>
:::સોનું જાણી મેં તો સંગ કર્યો,
::::: કરમે નીવડ્યાં કથીર જી;
:::પંડ રે વટલાવીને રાજ ખોયાં,
::::: હારે સુકાણું શરીર જી;
::::: ભેખ રે ઉતારો રાજા ભરથરી!
</poem>
{{Poem2Open}}
હે રાજા! તમારો તો મેં સાચું સોનું સમજીને સંગ કર્યો, પણ મારે નસીબે તમે કથીર નીવડ્યા. મેં તો તમારા સ્પર્શથી મારી કાયાને ભ્રષ્ટ કરી, મારું શરીર સૂકવી નાખ્યું. અને તમે આવા જન્મના જોગી છો એવું જાણતી હોત તો હું —
{{Poem2Close}}
<poem>
:::જલમના જોગી તમને જાણતી,
::::: રે’તી બાળકુંવારી જી,
:::કોરી ગાગર બેડાં પૂજતી,
::::: કરતી મહાદેવનાં વ્રત જી!
::::: કુંવારી કન્યાને રાજા, ઘર ઘણાં.
</poem>
</poem>
26,604

edits