26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|12 ખાનિયો}} '''ઈરાન''' દેશના બે ઉમરાવ દલ્લીના પાદશાહની કચેરીમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 76: | Line 76: | ||
મહેફિલના ગધ્ધા કોણ? | મહેફિલના ગધ્ધા કોણ? | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
ત્યારે પાદશાહે ખાનિયા સામે જોયું; “અરે હે ખાનખાનાન, આ ચાર સવાલના જવાબ પણ તમે જ આપો.” ખાનિયે કહ્યું કે “જહાંપના! એ જવાબ હું આપું, પણ આંહીં નહીં.” | |||
કે’, “ત્યારે ક્યાં?” | |||
કે’, “ઈરાનના શાહની કચેરીમાં. પણ શરત એટલી કે મને તમારો શેજાદો બનાવી, રાજવભો અને રૈયાસત મારી ભેળાં આપી, ડંકાનિશાન અને છત્રછડી સાથે ઈરાન મોકલો અને હું જે ખરચ ત્યાં કરું તે કરવાની છૂટ આપો.” | |||
કે’, “કબૂલ છે.” | |||
{{Poem2Close}} | |||
<center>[2]</center> | |||
{{Poem2Open}} | |||
ડેરા ને તંબૂ, પાલખી ને મ્યાના, જરજવાહીર અને જરિયાન, મેવા ને મીઠાઈયું, શરબતો અને શરાબો, જે કાંઈ જોતું હતું તે લઈને શેજાદો ખાનખાનાન એક એકથી ચડિયાતા એવા થોડા અમીરો સાથે ઈરાનના નગરને પાદર એક દી સાંજરે આવીને ઊતર્યો, અને એણે હુકમ કર્યો કે “હાં મારો બાપ! રાતોરાત આંહીં એવી રૈયાસત ખડી કરી દ્યો કે જાણે આપણું જ રાજ હોય; ખાવાનાં–પીવાનાં, તેલ ને અત્તરો, શાલ ને દુશાલા, દુપટ્ટા ને પાંભરિયું, હીરામોતીના હાર અને મંદિલ, બધાં તૈયાર રાખો. કાલ સવારે તો કચેરી આંહીં ભરવી છે.” | |||
સવાર પડ્યું. ઈરાનના પાદશા તો ગાજતે વાજતે સરઘસ કાઢીને તેડવા આવ્યા. દલ્લીની કચેરીએથી બડો ઇલ્મી અને જ્ઞાની માણસ આવે છે એ વાતની તો ઈરાનને બડી તાજુબી હતી. પૂતળિયુંનો ભેદ પારખનાર માણસની વાત તો બેય ઉમરાવોએ ઈરાનમાં આવીને કરી મૂકી હતી. એટલે ચાર સવાલના જવાબ આપવા એ જાતે આવે છે એથી તો આનંદ આનંદ થઈ રહ્યો હતો. | |||
પાદર આવીને જુએ ત્યાં તો ઈરાનવાળાની આંખે ચક્કર આવી ગયાં. યા ખુદા! કેવી કરામત! આ મે’માન આવે છે અને સામુંની રૈયાસત ઊભી કરી દીધી! | |||
શેજાદો ખાનખાનાન સામે આવ્યો અને ઈરાનના શાહને સમિયાણામાં લઈ ગયો. જુએ તો બેઠક ખડી કરી દીધી છે. જેટલા ઉમરાવો–અમીરો, મેતા ને મસૂદીઓ, ખખા ને દોતિયા, તે તમામની બેઠકો પણ દરજ્જાવાર તૈયાર! અરે ખાવાનાં–પીવાનાં પણ પીરસાઈ ગયાં. દલ્લીથી આવેલી તૈયાર મીઠાઈઓ મૂકી દીધી, શરબતો ને આસવોની સુરાઈઓ ગોઠવાઈ ગઈ હતી. એ તો કેમ જાણે દલ્લીનો શેજાદો ઈરાન આવ્યો નથી પણ ઈરાનનો પાદશાહ દલ્લીનો મેમાન થયો છે એવી માયા ખડી કરી દીધી. | |||
મહેફિલ પતી ગઈ, એટલે કચેરી ભરી અને સોનારૂપાના ખૂમચામાં ભેટસોગાદની ચીજું મંડી આવવા. શેજાદા ખાનખાનાને ઈરાનના એકેએક ખાન ઉમરાવને માંડી સોગાદું આપવા : કોઈને હાર તો કોઈને ગંઠો, કોઈને મંદિલ તો કોઈને પાંભરી, કોઈને શાલ તો કોઈને દુશાલો, કોઈને કટાર તો કોઈને જમૈયો, કોઈને કાંઈ તો કોઈને કાંઈ. | |||
એ એક જ વારમાં તો ઈરાનવાળા અંજાઈને આંધળાભીંત બની ગયા. | |||
પછી શેજાદા ખાનખાનાને ઈરાનના બાદશાહ પાસેથી કોલ લીધો; કે આજ નહીં પણ રોજ, એક વાર તમારે તમારા અમીર–ઉમરાવો ભેળા આંહીં અમારે મુકામે ખાણું લેવું, ને એક વાર અમે તમારે મુકામે ખાણું લેશું. | |||
હવે આમ રોજેરોજ સામસામી ગોઠ ચાલી રહી છે, દલ્લીનો શેજાદો ખાનખાનાન છૂટે હાથે ભેટસોગાદ ને ઈનામ-અકરામ વેરવા માંડ્યો છે, અને ઈરાનવાળા અમીરો–ઉમરાવો ભેટસોગાદો લેવા ટોળે વળે છે. કોઈ કરતાં કોઈ બાકી રહ્યો નથી. શેજાદાનાં વખાણ કરતાં કોઈની જીભ થાકતી નથી. એમ થાતાં થાતાં તો મહિનો-માસ વીત્યો, અને ચાર સવાલના જવાબ દેવાની વાત વિસારે પડી ગઈ. બધા રંગરાગ ને રોનક ઉપર ચડી ગયા, અને એક દી તો શેજાદા પાસે માગું આવ્યું, કે ઈરાનના વજીરની શેજાદી, રૂપરૂપનો અવતાર, ડહાપણનો દરિયાવ, ગુણનો ભંડાર, ઈ તમારી સાથે શાદી કરવા માગે છે! | |||
કે’, “ખરેખર શું મારા પર મોહીને?” | |||
કે’, “હા, તમારાં રૂપ પર, ગુણ પર, ઇલમ અને જ્ઞાન પર મોહીને.” | |||
કે’, “તો ભલે.” | |||
શેજાદાની ને વજીરની દીકરીની ગાજતે વાજતે શાદી થઈ. એમણે તો ત્યાં સંસાર માંડ્યો છે. બેય વચ્ચે પ્રેમની તો કાંઈ મણા નથી. | |||
શેજાદાના જાસૂસો તો ઈરાનમાં ભમતા જ હતા. એને જે જે તપાસ કરાવવી હતી તે ચાલુ હતી. એમાં એક જાસૂસે આવીને ખબર આપ્યા કે ઈરાનના શાહની એક ખાસ ગુણકા છે, શાહનું જેટલું ચાલે તે કરતાં આ ગુણકાનું સવાયું ચલણ છે. એને તમારે મળવા જેવું છે. | |||
આણીકોરથી ગુણકાએ પણ દલ્લીના શેજાદાની વાતું સાંભળી હતી. અસલ ને નકલ પૂતળિયુંનો ભેદ પારખનારો કેવો ડાહ્યો હશે! મેળાપ કરવા જેવો હશે! ને પાછો આવો દિલાવર છે! વળી આવેલ છે ચાર સવાલના જવાબ દેવા, પણ હજી જવાબ આપતો નથી એટલે કાંઈક ઊંડો ભેદ હશે, એમ તો આ ગુણકાને પણ થાતું હતું. વળી પોતાની મેડી હેઠળથી સવારી નીકળેલ ત્યારે જોયો પણ હતો. તેમાં એક વાર શેજાદાએ ગુણકા પાસે આવવાની રજા મંગાવી. જવાબ વાળ્યો કે “ઓહો! મારાં એવાં ભાગ્ય ક્યાંથી! ખુશીથી પધારો.” | |||
બે ચતુર માનવી મળ્યાં, પછી તો ફરી ફરી મળવાનો રિવાજ રાખ્યો. મોહબ્બત બહુ ઘાટી થઈ ગઈ. એક પણ દિવસ શેજાદો ગુણકાને ઘેર ગયા વગર રહે નહીં. | |||
આમ અમીર–ઉમરાવોને દરરોજ જમાડીજુઠાડી ઈનામ–અકરામ આપે છે, વજીરની દીકરી સાથે સંસાર ચલાવે છે, પાદશાની માનીતી ગુણકા સાથે રોજ મેળાપ કરે છે, અને મનમાં ને મનમાં કાંઈક બાજી ગોઠવી રહ્યો છે. એમ કરતાં કરતાં શેજાદાએ તો પાદશાનો નાનો દીકરો છે એને પણ પોતાની પાસે હેળવી લીધો. છોકરાને એવી તો માયા લગાડી દીધી કે ઘડી પલ પણ ઈરાનનો કુંવર છૂટો પડે નહીં. | |||
હવે એક વાર પોતે ગુણકાને ઘેર બેસવા ગયો, અને કાંઈ કારણ પૂછ્યા કે કહ્યા વગર, કાંઈ વાતચીત પણ આદર્યા વગર, એકાએક લાલઘૂમ ડોળા કર્યા; પોતાની પાસે કોરડો હતો તે વીંઝ્યો અને ફડ! ફડ! ફડ! ગુણિકાના બરડા ઉપર ત્રણ ઘા કોરડાના કરીને પોતે બોલ્યા-ચાલ્યા વગર ચાલ્યો આવ્યો. | |||
ગુણિકા પણ સામો બોલ કાઢ્યા વગર ઊભી થઈ રહી. તે દિવસથી શેજાદો આવતો બંધ થયો. આ તે શું કારણ બન્યું તેનો એણે એક પલ વિચાર કર્યો. પણ પછી તો એ બધી વાતનો ઘૂંટડો એ મનમાં ગળી ગઈ. કાંઈક એને કાળ ચડે એવું બન્યું હશે, નહીંતર આવો સુજાણ માણસ આવું કરે નહીં. ખેર! જે હો તે ભલે હો! મારે તો ચૂપ જ રહેવું. કોઈક દિવસ ભેદ ફૂટશે. એમ મન વાળીને ગુણકા બેસી રહી. | |||
બીજા બે’ક મહિના વીતવા દઈને પછી એક દી શેજાદાએ પોતાની બેગમને પોતાની પાસે બોલાવીને કહ્યું : “તારું એક કામ પડ્યું છે.” | |||
કે’, “શું?” | |||
કે’, “હું ભારી ભીંસમાં આવી પડ્યો છું. મારે ઝેર ખાવાનો સમો આવ્યો છે.” | |||
કે’, “પણ છે શું?” | |||
કે’, “છે તો એમ, કે દલ્લીથી ખરચી આવી નથી. મેં ઘણા માણસો મોકલ્યા, પણ દલ્લીથી પૈસાનો પત્તો નથી. ને આંહીં મારે માથે પચાસ-પચાસ હજારની ઉઘરાણી ઊભી છે. ને હવે તો ગામના વેપારીને વાયદા દઈ શકાશે નહીં.” | |||
સાંભળી વજીરની દીકરીનું મોઢું દીવેલ પીધા જેવું થઈ ગયું. એ બોલી કે “તે એમાં હું શું કરું?” | |||
કે’, “તું કરી શકે એવું તો કોઈ ન કરી શકે. તારો બાપ વજીર છે. જઈને એટલું જ કહે, કે આપણે મૂંઝવણમાં છીએ, તો તરત તારા બાપ મને પૈસા ધીરશે.” | |||
સાંભળતાં વેંત વજીરની દીકરીએ છણકો કર્યો કે “મારો બાપ તમને પૈસા ધીરે? ફતનદિવાળિયા થઈને ફરો, રોજ ઊઠીને ભેટસોગાદું આપો, પોતાની વાહવાહ વર્તવવા ફૂલણજી બનો, એમાં મારા બાપનો શું વાંક! હું તો કાંઈ કહેવા જતી નથી.” | |||
“પણ મારે ઝેર ખાવું પડશે.” | |||
“ખાધાં ઝેર! મને બીક બતાવો મા ઠાલા! ઝેર ખાવું પડશે એવી ખબર હતી તો પહેલેથી વિચાર કરવો’તો ને! રોજ ઊઠીને ઉડાઉવેડા તો કરી રહ્યા છો!” | |||
“ઠીક લે, હવે તું બોલ મા બાપુ! મારી ફજેતી થશે. કાંઈ નહીં તારા બાપુને ન કહે તો. હું જ વેંત કરી લઈશ.” એમ કહીને શેજાદો પોતાની બેગમ પાસેથી બહાર નીકળી ગયો. ને વળી આઠદસ દા’ડા જવા દીધા પછી પોતે એક દી બપોરે શિકારની સેલગાહે ઊપડ્યો. ઈરાનના નાના કુંવરને પણ ભેળો લીધો. પણ એને ભેળો લીધો છે એ ખબર કોઈને પડવા ન દીધી. શહેરથી આઘે ડુંગરામાં પોતે એક શિકારખાનું રાખેલું ત્યાં જઈને ખાધું-પીધું, ઈરાનના કુંવરને પણ ખવરાવ્યું-પિવરાવ્યું, ખૂબ આનંદ કર્યો. પછી એ નાના કુંવરને પોતાના માણસો સાથે હેળવી દઈ, રમતગમતમાં ચડાવી દઈ, માણસોને બધી ભલામણ કરી, પોતે એકલો પાછો વળ્યો. વેશપલટો કરીને એક ખાટકીને ઘેર ગયો. કે “ભાઈ, એક તાજો ઘેટો હલાલ કરી આપીશ? જે લેવું હોય તે લે.” | |||
કે’, “ભલે.” | |||
તે જ વખતે હલાલી આપેલો ઘેટો લઈ, એક કપડામાં બાંધી, ઘોડા ઉપર નાખી, શેજાદો તો મારતે ઘોડે પોતાના પડાવમાં બરાબર રાત પડ્યે પેસી ગયો, અને પોતાની બેગમને ખબર પડે એ રીતે એક ખાડો ગાળવા મંડ્યો. પાસે હલાલેલ ઘેટો પોટકામાં બાંધેલ પડેલો. ફક્ત આંખો દેખાય તેમ રાખી હતી. લોહી ચાલ્યું જતું હતું. | |||
બેગમ આવી અને આ લોહી, આ પોટકું, આ ખાડો વગેરે દેખીને એ તો હાંફળીફાંફળી બની ગઈ. કહે કે “અરે ખાવિંદ! આ શું છે?” | |||
કે’, “ચૂપ રહેજે, કાંઈ બોલતી નહીં. કોઈને ખબર નથી. ઈરાનના શેજાદાને મારી નાખ્યો છે.” | |||
“અરરર! પણ શા માટે?” | |||
કે’, “ઘરાણાં માટે. આપણે ખરચીખૂટ છીએ. દલ્લીથી નાણાં આવ્યાં નથી. તને કહ્યું તો તેં કાંઈ મદદ દીધી નહીં. શું કરું? ઈરાનના શેજાદાને માથે જરજવાહીર હતાં તે મારી મત બગડી. મારી નાખ્યો. હવે આંહીં દાટી દઉં છું. ભલી થઈને તું ચૂપ રહેજે.” | |||
“હેં!!! હું ચૂપ રહું! તું આવું કાળું કામ કરી આવ્યો ને હું ચૂપ રહું રોયા! આવો ગઝબ!” | |||
“અરે બાપુ! ભાઈસાબ! તારે પગે પડું. ચૂપ રહે.” | |||
“રહ્યાં રહ્યાં! નિમકહરામ! જલ્લાદ! ઊભો રે’જે તું.” એમ બોલતી તો વજીરની દીકરીએ જનાનામાંથી હડી કાઢી. જાય દોડતી ને રીડિયા પાડતી : | |||
“અરે કોઈ દોડો રે દોડો! આપણા ઈરાનના શેજાદાને મારી નાખ્યો. જરજવાહર માટે માર્યો. મારા રોયાએ માર્યો. રે કોઈ દોડો!” આખા નગરની વચ્ચે રીડિયા પાડતી પહોંચી એ તો બાપને ઘેર; ત્યાં વાંસેથી આંહીં શેજાદા ખાનખાનાને હલાલેલ ઘેટાની પોટકી ખાડામાં નાખી ઉપર ધૂળ વાળી દીધી હતી. | |||
શહેરમાં તો આગ લાગે ને જેમ વામાં નેવે નેવે ફેલાય તેમ વાત ફેલાણી ને દેકારો બોલ્યો : પકડો હરામીને! મારી નાખો કાળા મોઢાના ધણીને! પકડો ને રિબાવી રિબાવીને મારો એ ઢોંગીને! | |||
વજીર દોડ્યો બાદશા પાસે. બરાબર રાતની મિજલસ હતી. અમીર–ઉમરાવો બેઠા હતા, ખબર પડી કે “ઈરાનના શેજાદાને મારી નાખ્યો.” | |||
“અરે કોણે?” | |||
“દલ્લીના શેજાદાએ.” | |||
“હોય નહીં.” | |||
કે’, “નામદાર, હોય શું નહીં! મારી દીકરી પોતે નજરે જોઈને ભાગી નીકળી છે.” | |||
બોલાવો વજીરની દીકરીને. | |||
એણે તો આવીને માંડીને વાત કહી, કે ખરચીખૂટ થઈ ગયો હતો, ને ખરચી માટે જ આ કાળું કામ કરીને મૈયત દાટી દીધી છે. | |||
હાં કે છે કોઈ હાજર! | |||
કે’, “એક કરતાં એકવીશ.” | |||
કે’, “પકડો દલ્લીના શેજાદાને.” | |||
હુકમ મળતાં તો દંગલ થયું. ફોજ ઊપડી. અને પાછળ ઊપડ્યા અમીરો–ઉમરાવો, કચેરીમાં બેસનારાઓ. દલ્લીના પડાવ ફરતો ઘેરો કરી દીધો. દલ્લીવાળા તમામને શેજાદાએ કહી દીધું હતું કે “ખબરદાર, કોઈએ કાંઈ બોલવાનું નથી. જે થાય તે જોયા કરવાનું છે.” એટલે દલ્લીવાળા કોઈએ ટંટોફિસાદ કર્યાં નહીં. | |||
ઈરાનના લશ્કરે તો આવીને શેજાદાને પકડ્યો, ચોવડીએ બાંધ્યો અને ઈરાનના શાહનું ફરમાન મળી ગયું કે એ હરામીનું મોઢું મારે જોવું નથી, એને લઈ જઈને સવારના પહોરમાં જ શહેર બહાર સૌ જુએ તેમ કાંધ મારો. | |||
સવારનો પહોર થયો. રોજ જે ઉમરાવો ને અમીરો શેજાદાના પડાવમાં મહેફિલ ઉડાવવા આવતા ને ભેટ સોગાદ લેતા, તેમણે આવીને શેજાદા પર થૂથૂકાર કર્યો. હે હરામજાદા! હતો તો આ ને? ચાર મહિના સુધી અમને આંધળાભીંત કરીને છેતર્ય, છેવટે પોત પરખાઈ ગયું. | |||
શેજાદો તો માથું ઊંચું કરતો જ નથી. ઊભો ઊભો ચૂપચાપ સાંભળ્યા કરે છે. ન કહેવાનાં વેણ પોતે કાનોકાન સાંભળ્યાં. કાંઈ નહીં! ફિકર નહીં જીતવા! એ જ જો’તું હતું. | |||
પછી તો શેજાદાને કાંધ મારવા લઈ ચાલ્યા. આગળ ચોકી, પાછળ ચોકી, વચ્ચે શેજાદો ચીંથરેહાલ દેખાવમાં, ચારેકોર લોકોનાં ટોળાં, મનખો ક્યાંય માય નહીં. તમાશાને કાંઈ તેડું હોય! | |||
બુંગિયા ઢોલ વાગતા જાય છે ને હૈયેહૈયું દળાય છે. ઓલ્યા અમીર–ઉમરાવ શેજાદાને પાછળથી લાકડિયું ઘોદાવતા જાય છે અને મનખ્યાને કહેતા જાય છે કે “અમે તો પહેલેથી જ જાણતા હતા કે આમાં કાંઈક ખોટું છે, આ કોઈક બોદો માણસ છે, આ કોઈક ઢોંગી, હરામી માણસ છે. અમે તો પહેલેથી જ જાણતા’તા! હા, અમે તો ધારી જ મૂક્યું હતું, કે આનું ભોપાળું નીકળશે.” | |||
હવે જ્યારે આ દંગલ બરાબર ઓલી ઈરાનના બાદશાની માનેતી ગુણકાની મેડી સામે નીકળ્યું ત્યારે દેકારો એ ગુણકાને કાને પડ્યો. એણે ઝરૂખેથી ડોકું કાઢીને જોયું, તો મોઢા આગળ બંધૂકુંના પહેરા, વાંસે બંધૂકુંના પહેરા : વચ્ચે ચાલ્યો આવે છે એક માથું મૂંડેલો, ચૂનો ચોપડેલો, કાળું મોઢું કરેલો ચીંથરેહાલ જુવાન. અને માણસો એને માથે થૂંકતા આવે છે, લાકડિયુંના ઘોદા મારે છે, ગાળો દેતા આવે છે. | |||
ગુણિકા પોતાની બાંદીને પૂછે છે કે “અરે બાંદી! આ બધું શું છે?” | |||
કે’, “બાઈસાહેબ, ખબર નથી? આ તો ઓલ્યો રોયો દલ્લીનો શેજાદો — એને કાંધ મારવા લઈ જાય છે. એણે તો રોયાએ આપણા શેજાદાને મારી નાખ્યા.” | |||
કે’, “હેં! શું કહે છે? શા સારુ?” | |||
કે’, “બાઈ, ઘરાણાં સારુ.” | |||
“અરે હોય નહીં.” એમ કહેતીક ગુણકા કટ કટ કટ મેડી હેઠળ ઊતરી અને રસ્તા માથે આવી ઊભી રહી. દંગલ નીકળ્યું એટલે તુરત એણે હાથ ઊંચો કર્યો. | |||
બાદશાની માનીતી ગુણકા! બાદશાના કરતાં સવાયો હુકમ એનો હાલે! એનો હાથ ઊંચો થતાં તો દંગલ અટકીને ઊભું રહ્યું. | |||
ગુણિકાએ આગેવાનને કહ્યું : “રોકાઈ જાવ. ખબરદાર, જો આગળ ડગલું ય દીધું છે તો!” | |||
“પણ બાઈસાહેબ! પાદશા સલામતનું ફરમાન છે.” | |||
“કાંઈ ફિકર નહીં, ઊભા રહો. મારું ફરમાન છે.” સાચી વાત. ગુણકાનું ફરમાન એટલે તો પાદશાહના કરતાં સવાયું ફરમાન! ને પછી ગુણિકાએ કહ્યું : “જાવ, બાદશા સલામતને જાણ કરો ને મારી અરજ પહોંચાડો, કે પોતે મારતે ઘોડે આંહીં પધારે.” | |||
પાદશાહ હાજર થયા. ધૂવાંપૂંવાં થયા હતા. પૂછ્યું કે “કેમ રોક્યું?” | |||
કે’, “પણ સબૂર તો કરો જહાંપનાહ! એનો ગુનો શું છે?” | |||
કે’, “આપણા શેજાદાને મારી નાખ્યો છે.” | |||
કે’, “તે પહેલાં શેજાદાની મૈયત કાઢવાની હોય કે ગુનેગારને ઝટ કાંધ મારવાનું હોય? ગુનેગારને કેદમાં રાખો. એ કાંઈ ભાગી જવાનો નથી. પહેલો શોક કે પહેલી સજા! પહેલાં તપાસ તો કરો કે શેજાદાની મૈયત ક્યાં પડી છે?” | |||
સાંભળીને બાદશા તો ટાઢોબોળ પડી ગયો. “હા, સાચું છે. આ તો કોઈને સૂઝ્યું જ નહીં. ચાલો, લાવો શેજાદાની મૈયત; ક્યાં છે મૈયત?” | |||
મુએલા શેજાદાનું મડદું ગોતવા માણસો દોડ્યા. પણ મડદું હાથ આવે ત્યારે ને! કેવું મડદું ને કેવી વાત! | |||
અરે પણ મડદું તો એણે દાટેલું છે. ક્યાં દાટેલું છે? એ તો વજીરની દીકરીને ખબર છે. બોલાવો વજીરની દીકરીને. વજીરની દીકરી આવીને કહે છે કે — | |||
“એ જો અહીં દાટ્યું છે.” | |||
“ખોદો.” ખોદ્યું. અંદરથી કાઢે ત્યાં તો! — ઓય મારા ખુદા! આ તો માણસની લાશ નહીં પણ ઘેટાની લાશ છે! | |||
વજીરની દીકરીને તો વાઢી હોય તો લોહી ન નીકળે! | |||
પણ ત્યારે શેજાદો ક્યાં છે? એને મારીને ક્યાં નાખ્યો? ક્યાં માર્યો? કોણે જોયો? જરજવાહીર ક્યાં છે? | |||
દોટાદોટ અને હડિયાપાટી : આ આને પૂછે ને આ આને પૂછે. પણ સાચી વાતનો પત્તો મળે નહીં. કોઈ કે’ શેજાદાને અમે કાલ આંહીં જોયો’તો ને કોઈ કહે કે આંહીં! | |||
પાદશા તો મૂંઝાણા. પૂછવા ગયા ગુણિકાને. ગુણિકા કહે કે “પણ ગુનેગારને તો પૂછો! એનો જવાબ કેમ કોઈ લેતા નથી?” | |||
“હા! એ વાત તો સાચી!” દલ્લીનો શેજાદો તો ભૂંડે હાલે કેદખાનામાં બેઠો હતો. બહારથી ભૂંડે હાલે પણ માલીકોરથી મલકાતો! એને આવીને પૂછ્યું કે “અમારો શેજાદો ક્યાં છે?” | |||
કે’, “ભાઈ! ફલાણે ફલાણે ઠેકાણે મારું શિકારખાનું છે, ત્યાં લહેર કરે છે. લઈ આવો.” | |||
લઈ આવ્યા શેજાદાને. એને જીવતો જોઈને તો બધાને એક કોરથી હસવું ને બીજી કોરથી હાણ્ય! મોઢાં બધાનાં કા…ળાં ધબ! | |||
ગુણિકા કહે કે “જહાંપનાહ! હવે તો ઓલ્યાને કેદમાંથી બહાર કાઢો ને માનપાનથી કચેરીમાં લાવી માફામાફી કરો. નીકર દલ્લીની હારે મોટાં વેર જાગશે. એ તો ઠીક, પણ એને પૂછો તો ખરા, કે આમાં શો ભેદ છે?” | |||
હેકડાઠઠ કચેરી ભરાણી છે. ગુણિકા પણ ચક નાખીને બેઠી છે. પાદશાની બેગમું પણ કનાત તણાવીને બેઠી છે. અમીરો ને ઉમરાવો, ખાન ને સરદાર, ખખા ને દોતિયા, મેતા ને મસૂદી, બધા પોતપોતાની બેઠક માથે તલપાપડ બેઠા છે. દલ્લીના શેજાદાનો જવાબ સાંભળવા સૌ એકકાન થઈ ગયાં છે. | |||
એ ટાણે દલ્લીના શેજાદાએ ઊભા થઈને કહ્યું — | |||
કે’, “ઈરાનના પાદશા સલામત! આજ ચાર મહિનાથી જે કામે હું અહીં આવીને પડ્યો હતો, તે કામ કરવાનો આજ દિવસ છે. મને બહુ ખુશી થાય છે કે મારું એ કામ પાકી ગયું છે. દલ્લીથી ખાસ મારું આવવું તમારા ચાર સવાલના જવાબ આપવા માટે થયું છે. એ જવાબ ગોતતો ગોતતો જ હું આંહીં બેઠો હતો. મારું દરેક કામ એ જવાબ ગોતવા માટે જ ગોઠવાણું હતું. મારે આપને સાચા જવાબ દેવા હતા. મારે આપને નજરોનજર એ જવાબ બતાવવા હતા. એ સવાલ આ છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
જાતની કજાત કોણ? | |||
કજાતની જાત કોણ? | |||
કચેરીના કુત્તા કોણ? | |||
ને મહેફિલના ગધ્ધા કોણ? | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ ચારેય સવાલના એક પછી એક જવાબ તો તમારી સામે મોજૂદ છે. | |||
જાતની કજાત કોણ? | |||
તો તેનો જવાબ જોઈ લ્યો નજરોનજર! આ મારી પોતાની જ બેગમ : વજીરની દીકરી : કેવી ખાનદાન કુળની ઓરત? ને વળી મારી સાથે પ્યારથી પરણી. હું રોજેરોજ પાણીને મૂલે નાણું વાપરતો’તો એની એને ખબર હતી. પણ ત્યારે એણે કોઈ દી મને ન ટપાર્યો, કે આ શી ફનાગીરી માંડી છે! પણ મેં જ્યારે કહ્યું કે ખરચીખૂટ છું, દલ્લીથી ખરચી આવી નથી, વેપારીઓ ઉઘરાણી કરી રહ્યા છે, મારે ઝેર ખાવાની વેળા છે, તું તારા બાપને કહી મદદ કરાવ, ત્યારે એણે મને મેણાં દીધાં કે શા માટે ઉડાઉ બન્યા’તા ને કોણે આ પારકે પાદર દિવાળી કરવા કહ્યું’તું! એ તો ખેર, પણ મેં કહ્યું કે હું શેજાદાને મારીને આવ્યો છું ત્યારે ય નથી એ વિચાર કરતી, નથી એ મડદું પણ જોવા રોકાતી, નથી એ તપાસ કરતી કે શેજાદાનાં જવાહીર લાવીને મેં ક્યાં મૂક્યાં છે, પણ એ તો લાજ-શરમ મૂકીને હડી કાઢે છે ગામ વચાળે. પોતાના ખાવિંદને વગર વિચાર્યે બદનામ કરે છે અને મને કાંધ મરાવવા સુધી જાય છે. માટે, ઈરાનના પાદશાહ સલામત! એ મૂળ તો જાતવંત ઓલાદ, પણ સ્વભાવે કજાત. જાતની કજાત કોણ? એ સવાલનો જવાબ તમને મળી ગયો કે નહીં, બોલો.” | |||
“હા મળી ગયો!” બાદશાહ જવાબ દઈને હેઠે જોઈ ગયો. પાછું શેજાદે ચલાવ્યું — | |||
કે’, “હવે જહાંપનાહ! બીજો સવાલ — | |||
કજાતની જાત કોણ? | |||
તો તેનો જવાબ છે આપની આ માનેતી ગુણકા. આંહીં આવીને મેં એની અક્કલ–હોશિયારીની ખ્યાતિ સાંભળી, મેં એની સાથે સંબંધ બાંધ્યો. એક વાર કાંઈ પણ કારણ વગર, કાંઈ કહ્યા કે કારવ્યા વગર, પૂછ્યા કે ગાછ્યા વગર મેં એના મુલાયમ ડિલને માથે ફડ! ફડ! ફડ! કોરડા ફટકારી લીધા, ને હું બોલ્યા કે ચાલ્યા વગર ચાલ્યો આવ્યો. ફરી મેં એનું મોઢું પણ જોયું નહીં. છતાં એ ગમ ખાઈને બેઠી રહી. એને લાગ્યું હશે કે આ દલ્લીનો પરોણો મૂરખ કે હેવાન નથી. આમ વર્તવાનું ઊંડું કારણ હશે, ને કોઈક દી એ કારણ બહાર આવશે, એવી ગમ ખાઈને એ ઘૂંટડો ગળી ગઈ એટલું તો ઠીક, પણ આજ મને કાંધ મારવા લઈ જાતા’તા તે ટાણે એણે બધું રોકાવ્યું, અને જહાંપનાહ! તમે તથા તમારા ડાહ્યા કાજીઓ, ઇન્સાફના કરનારાઓ, અક્કલના દરિયાઓ જે એક મોટી ભીંત ભૂલ્યા તે તો તમને સૌને આ એક ગુણિકાએ યાદ કરાવી દીધી, કે પહેલી મૈયતને તો અવલ મંજલ પહોંચાડો! એના કહ્યા પરથી તો આખો મામલો બદલ્યો, નીકર મારું માથું તો તમે ક્યારનું ઉડાવી દઈને પછી પોકે પોકે રોતા હોત. માટે જહાંપનાહ! એ જાતની તો ગુણિકા છે, કજાત છે, પણ એ કજાતની જાત નીવડી છે. કહો શહેનશાહ! તમારા બીજા સવાલનો જવાબ આવી રહ્યો?” કે’, “હા, આવી રહ્યો, ભાઈ!” અને કચેરીમાં તો વાહ! વાહ! થઈ રહી. “કમાલ! કમાલ!” બોલાવા માંડ્યું. ને શેજાદાએ ફરીથી કહેવા માંડ્યું : | |||
કે’, “હવે, જહાંપનાહ! તમારા બે સવાલ બાકી રહ્યા. ત્રીજો સવાલ છે કે — | |||
કચેરીના કુત્તા કોણ? | |||
તો જોઈ લ્યો જનાબ! આપની સામે આ જેટલા બેઠા છે, આ ખાન, ઉમરાવ, કાજી, ખખા, દોતિયા વગેરે જેટલા છે, તેટલાનાં મોં સામે જુઓ. આજ ચાર ચાર મહિનાથી એ બધા મારે મુકામે આવીઆવીને રોજરોજ ખાય છે, પીવે છે, મારાં ઇનામ–અકરામ લ્યે છે, બબે મોઢે મારાં વખાણ કરે છે, પણ આજ સવારે એ બધા શું કરતા હતા? હજી તો મારો વાંકગુનો પુરવાર પણ થયો નહોતો, ત્યાં તો મારા ઉપર થૂંકવા લાગ્યા, મને લાકડીએ ગોદાવવા લાગ્યા, ને મારી પાર વગરની બદબોઈ કરવા લાગ્યા. મારા અહેસાનને યાદ કરીને એમાંનો એક પણ મારે માટે દિલગીર ન થયો, પણ બધા રાજી રાજીના રેડ થઈ ગયા, ને પોતે તો પહેલેથી જ મારું પોકળ જાણતા’તા એમ કહી મલકાવા લાગ્યા. જહાંપનાહ! એનું નામ ‘કચેરીના કુત્તા’. ખરું કે નહીં?” | |||
“ખરું છે, ખરું છે, ખરું છે.” એવો એકલા પાદશાહે જવાબ વાળ્યો. બીજા બધા તો ધરતીઢાળાં મોં ઢાળીને બેસી રહ્યા. | |||
“હવે તો નામદાર! છેલ્લો એક જ સવાલ રહે છે, કે — | |||
મહેફિલના ગધ્ધા કોણ? | |||
આનો જવાબ હું ન આપત. પણ આપવાની ફરજ પડે છે. લાખ લાખ માફી માગું છું. પણ હે શહેનશાહ! ઈરાન જેવી પાદશાહતનો ધણી ઊઠીને, ચાર મહિનાથી એક જ થાળીમાં જેની સાથે હાથ છે; જેની પોતે રગેરગ પારખે છે, તે જ પરોણાને વગર વિચાર્યે વગરપૂછ્યે કે ગાછ્યે, કેવળ એક લોંડીના કહ્યાથી પરબારો ગરદન મારવાનો હુકમ આપી દે, એ પાદશાહને હું ‘મહેફિલના ગધ્ધા’ કહું છું. બેઅદબી કરવા માટે શિર ઝુકાવું છું.” પાદશાહ ખડા થઈ ગયા. એણે જાહેર કર્યું કે “દલ્લીના શેજાદા! અમારા ચારેય સવાલના તમે આપેલા જવાબ હરફેહરફ સાચા છે, ને અમને પોતાને પણ લાખ લાખ લ્યાનતું છે.” | |||
એમ કહી, પોતે ઊભા થઈ, સામા જઈ, દલ્લીના શેજાદાને બથમાં ઘાલી ભેટી પડ્યા ને પોતાની ગાદીને માથે જમણી બાંયે બેસાર્યો. | |||
આમ ઈરાનમાં વાહવાહ કહેવરાવીને ખાનિયો પાછો દલ્લીમાં આવ્યો ત્યારે ત્યાં પણ એની વાહવાહ બોલી ગઈ. શેજાદો ખાનખાનાન પ્રથમ પહેલો જઈને પોતાના માલિક કાજીને પગે પડ્યો, કે “હે માલિક! હું તો તમારો એ-નો એ ખાનિયો જ છું ને ખાનિયો જ રહીશ.” | |||
{{Poem2Close}} |
edits