26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
<small>પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ <small>જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે <ref>એમના એક પત્ર માંથી.</ref>. | <small>પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ <small>જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે <ref>એમના એક પત્ર માંથી.</ref>. | ||
</small> | </small> | ||
{{Poem2Close}} | |||
<center>'''સર્વ પ્રજાઓની સંપત્તિ'''</center> | |||
{{Poem2Open}} | |||
એવી સામટી દૃષ્ટિનો દોર રાખીને હવે આપણે આ લોકવ્રતોની તપાસમાં ઊતરીએ. દુનિયાની ઘણીખરી પ્રજાને પોતપોતાનાં વ્રતો હતાં. સરજનહારની અને પોતાની વચ્ચે સહુ જાતિઓએ અન્ય દેવદેવીઓની મંગલ-અંમગલ સત્તા કલ્પી છે. દૂધ, ધનધાન્યનાં નૈવદ્ય ઉપરાંત નરબલિ, પશુબલિ અને પોતાનાં સંતાનોના બત્રીસા પણ ચડાવીને પોતાની મનકામનાના પરિતોષને માટે ઘણી પ્રજાએ પોતાના દેવતાનું આરાધન કરેલ છે. અને એ આરાધનની વિધિમાં સંગીત, નૃત્ય, શિલ્પ, ચિત્ર, વાદ્ય અને વાર્તાઓનું કલાસર્જન પણ વિકસાવવાનો તેઓએ પ્રયત્ન કરેલ છે. મેક્સિકો ને મિસર, બોહિમિયા ને બ્રિટન, બધી પ્રજાનાં પ્રાચીન પુરાણો આજ પોતપોતાના વ્રત-સાહિત્યનું દર્શન કરાવે છે અને એમાંથી તે તે પ્રજાઓના વિકાસક્રમનો પંથ સૂઝે છે, સર્વ પ્રજાની સાંસ્કૃતિક સમાનતા પણ સૂઝે છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''આર્યોના દેવતાઓ'''</center> | |||
{{Poem2Open}} | |||
હિન્દુઓના વેદ પોતે જ એક રીતે તો એના વ્રતોત્સવની સ્તવનગાથા છે. આર્ય સંસ્કૃતિના પારણામાં એક દિવસ હિન્દુ જાતિ હીંચકતી હતી. પહાડોનાં શિખરો ઉપર, સરિતાને તીરે અથવા સાગરને કિનારે આર્ય માનવ એક દિવસ ઊભો હતો. અચાનક એણે અરણીના બે ટુકડાના ઘર્ષણમાંથી જ્વાલા ઝરતી નિહાળી, ને એણે ‘અગ્નિદેવ’ની કલ્પના કરી; અષાઢના આસમાનનું વક્ષ:સ્થલ વીંધી વિદ્યુતના સનસનાટ, મેઘમાલાના ગડગડાટ અને અવિરત જલધારાઓ એણે ઝરતાં જોયાં, કે તરત જ ત્યાં એણે કોઈ પર્જન્યદેવને પોતાનાં વજ્રાયુધો વીંઝતો, યુદ્ધની રણકિકિયારી કરતો ને વિજયના ભેરીનાદ ગજવતો માન્યો. પ્રલયના વાયરાની થપાટે થપાટે જ્યારે જલધિનાં મોજાં મહાન રાક્ષસોની માફક ઊછળી ઊછળીને આકાશ સામે ત્રાડ દેતાં એણે જોયાં ત્યારે એણે એ ઘમસાણ જગવતા ને શમવતા એક સમર્થ જલદેવતાનું અસ્તિત્વ માન્યું. સ્થળે સ્થળે ને ક્ષણે ક્ષણે કોઈ વિશાળ દેવમંડલને એણે આ સૃષ્ટિ ઉપર શાસન ચલાવતું માન્યું. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits