પરિભ્રમણ ખંડ 1/કંઠસ્થ વ્રત-સાહિત્યનો પ્રવેશક : 1927: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 42: Line 42:
{{Poem2Open}}
{{Poem2Open}}
આર્ય ડર્યો, નમ્યો અને પ્રાર્થનાએ ચડ્યો. પોતાનાં સુખદુઃખમાં, જય-પરાજયમાં ને આરોગ્ય-અનારોગ્યમાં એ અમર શક્તિઓનો હાથ હોવાની એને ભ્રમણા થઈ. અને તરત એ આર્યના પ્રાણમાં પ્રાર્થનાનું સંગીત ઉદ્ભવ્યું. પ્રકૃતિનાં રમ્ય-ભીષણ તત્ત્વોને એણે કવિતામાં આરાધ્યાં. અરુણોદયમાંથી એણે કોઈ દેદીપ્યમાન ઉષાકુમારીનાં કુંકુમ પગલાંનું આગમન ગાયું. તેજના અથડાતા ગોળાને એણે સાતમુખા અશ્વ પર સવાર થઈ ગગનવિહાર કરતા કોઈ સૂર્યરૂપે સ્તવ્યો. આર્યના કંઠમાંથી તે દિવસે કાવ્યનો પ્રથમ જન્મ ઊજવાયો.
આર્ય ડર્યો, નમ્યો અને પ્રાર્થનાએ ચડ્યો. પોતાનાં સુખદુઃખમાં, જય-પરાજયમાં ને આરોગ્ય-અનારોગ્યમાં એ અમર શક્તિઓનો હાથ હોવાની એને ભ્રમણા થઈ. અને તરત એ આર્યના પ્રાણમાં પ્રાર્થનાનું સંગીત ઉદ્ભવ્યું. પ્રકૃતિનાં રમ્ય-ભીષણ તત્ત્વોને એણે કવિતામાં આરાધ્યાં. અરુણોદયમાંથી એણે કોઈ દેદીપ્યમાન ઉષાકુમારીનાં કુંકુમ પગલાંનું આગમન ગાયું. તેજના અથડાતા ગોળાને એણે સાતમુખા અશ્વ પર સવાર થઈ ગગનવિહાર કરતા કોઈ સૂર્યરૂપે સ્તવ્યો. આર્યના કંઠમાંથી તે દિવસે કાવ્યનો પ્રથમ જન્મ ઊજવાયો.
{{Poem2Close}}
<center>'''આખરી દર્શન'''</center>
{{Poem2Open}}
ત્યાર પછી તો આર્ય દેવતાઓની કલ્પના પુરાણકાળની વિકૃતિને પણ પામી. એ યુગ પણ આવીને ઊતર્યો. પરંતુ આર્ય તપોધન તો સત્યની શોધે ચડેલો હતો, એનો આત્મા જંપ્યો નહિ. દેવદેવીઓ વિશેની એની કલ્પના આછરતી આછરતી ભવ્ય બની. આખરે સ્રષ્ટાની શોધમાં વ્યાકુલ બનીને ઘૂમતી એની આત્મદૃષ્ટિએ બધી અવિદ્યાનાં પડો વીંધી પરિબ્રહ્મનાં દર્શન કર્યાં. આર્ય એકેશ્વરવાદ પર થંભ્યો. એ જ રીતે કૉકેસસ પહાડની પેલી મેર પળેલા પાશ્ચાત્ય આર્યોએ પણ ગ્રીક માઈથોલોજીનું સારું-નરસું દેવમંડળ કલ્પ્યું ને આખરે એની શોધ ઈસુના ‘અવર ફાધર ઈન હેવન’માં પરિણમી. એ આર્ય સંસ્કૃતિના પ્રવાસમાર્ગે પડેલી એંધાણીઓ છે. કયે કયે વખતે આર્ય પ્રજા વિકાસક્રમના કયા પગથિયા પર ઊભી હતી ને એની કલ્પનામાં એનું શુદ્ધ કે મલિન, સબળ કે નિર્બળ, ઉન્નત કે ભ્રષ્ટ, કેવું માનસ વ્યક્ત થતું હતું, તે દાખવનારી આ આખી સામગ્રી આર્ય-ઇતિહાસના હજારો વર્ષોના પંથ પર વેરાયેલી ને વિણાયેલી પડી છે.
{{Poem2Close}}
<center>'''લોકવ્રતો'''</center>
{{Poem2Open}}
આજ એક બીજી સંસ્કૃતિનું પાનું ઉકેલીએ. શિષ્ટ સંસ્કૃતિની સરિતાની સાથોસાથ ને પડખોપડખ છતાં નિરાળી ને નિરાળી ચાલી આવતી એ લોકસંસ્કૃતિની સરિતાને એક વિચિત્ર આરે આવીને આપણે ઊભા છીએ. આ કિનારો આપણે આજ સુધી દીઠો નથી. આજે જે કાળે એ આખી નદીમાં વેગવંત બુરાણ શરૂ થઈ ગયું છે ને એ કિનારાની નિશાનીઓ લોપાવા લાગી છે તે વેળા વિલંબ આપણને પાલવતો નથી. લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યના એ બુરાઈ જતા મહાનદના આરાનું નામ છે ‘સ્ત્રીઓનાં વ્રત ને વ્રતની વાર્તાઓ’. શાસ્ત્ર અને પુરાણનાં વ્રતવિધિઓથી નિરાળી, લગભગ સ્વતંત્ર કલ્પનામાંથી જન્મેલી એ લોકવ્રતની સામગ્રીને આજ આપણો સમુદાય ‘ડોશીપુરાણ’ના અળખામણા નામથી ઓળખે છે અને એને તિરસ્કારી સુગાય છે, શિષ્ટ જનોએ સુગાઈને ફેંકી દીધેલી એ પાખંડવિદ્યા મનાય છે, છતાં લોકમાનસનો ઇતિહાસ ઉકેલવામાં તો અવિદ્યાનો પણ ઉપયોગ છે.
પ્રથમ તો સંસ્કૃતિની દૃષ્ટિએ એનાં મૂલ મૂલવવાં પડશે. કોઈ એક જનસંપ્રદાયને ધાર્મિક ગોટાળામાં નાખનારા પાખંડ તરીકેની એની પિછાન ઘડીભર ભૂલી જઈએ : સમજી લઈએ કે માનવીને કેવળ એકેશ્વરવાદથી ચાલ્યું જ નથી. સમસ્ત માનવજાતિએ દેવસૃષ્ટિ કલ્પી છે, તેમ પોતાના વિકાસની અમુક કક્ષાએ ઊભીને લોકસમુદાયે પણ દેવતાઓના એક કુટુંબમંડળની સહાય લીધી. જગન્નિયંતા એ માનવીને બહુ આઘો જણાયો. પોતાના અંતર સુખદુઃખની, આશા–આકાંક્ષાની ને રાગદ્વેષની ગોઠડી સાંભળે અને મિટાવે તેવું કોઈ સ્નેહવ્યથિત દેવ-સત્ત્વ એને જરૂરનું લાગ્યું. ને કોઈ બાલોચિત કવિત્વની પ્રેરણાપલે તદ્દન નવીન દેવમંડળી એણે સરજી લીધી.
{{Poem2Close}}
<center>'''લોકવ્રતોનાં દેવ-દેવીઓ'''</center>
નિરીક્ષણ કરીએ. આર્ય સંસ્કૃતિનાં દેવ-દેવીઓનું ચિત્ર આપણે અવલોકી ગયા. હવે પાખંડમાં ફસાયેલા લોકસમાજની દેવ-દુનિયાને ઊંડાણે જઈ નીરખીએ, કેમ કે એ સર્જનમાં નીતિ, ચારિત્ર્ય, શિયળ અને બલિદાનની અમુક લોકભાવના અંકિત થઈ છે. એણે ન કોઈ દેવને તદ્દન પુરાણમાંથી લીધો કે ન કોઈ વેદમાંથી ઉતાર્યો, પણ ઠીકઠીક સ્વયંભૂ કલ્પના કરી. એનાં દેવ-દેવી કોણ થઈ શક્યાં?
{{Poem2Open}}
1. જે કસોટી કરી, ડરાવી, છેવટે માનવીનાં ધૈર્ય, પ્રેમ અને બલિદાનનો ઉચ્ચ બદલો આપે તે : જુઓ ‘એવરતની કથા’.
2. જે નાની કન્યાઓના નિર્દોષ કૌટુમ્બિક કોડ પૂરા કરીને અંતરંગ બહેનપણીનું સ્થાન શોભાવે તે : જુઓ ‘ગોર્યમા’.
3. જે કૌટુમ્બિક જીવનમાં અપમાન અને સંતાપ પામતી અનાથ દુખિયારીને એના નિર્મળ ચિંતનમાંથી પ્રગટ થઈ રિદ્ધિસિદ્ધિ અર્પે તે : વીરપસલી મા.
4. જે પરમાર્થથી સંતોષાય ને સ્વાર્થથી કોપાય તે : શીતલા મા.
5. જે પાપના પશ્ચાત્તાપથી પ્રસન્ન થાય તે : ‘નોળી નોમ.’
6. જે કોઈ પશુપંખી કે વનસ્પતિ નિર્દોષ નિરાધારને આશરો આપે તેને પણ લોકલલનાઓએ દેવસ્થાને સ્થાપ્યાં : નાગ પાંચમ, ધ્રો આઠમ વગેરે.
7. જે શુદ્ધ તપશ્ચર્યાથી રીઝે તે : પુરુષોત્તમ માસ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits