26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 86: | Line 86: | ||
(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં : | (1) શ્રાવણિયા સોમવારની ઉપર નિર્દેશેલી વાતમાં : | ||
</poem> | </poem> | ||
<center>'''દેવશક્તિની સામે માનવશક્તિ'''</center> | |||
<poem> | |||
:::ચોમાસાના લાંબા દા’ડા, સૂતાં સા’ય નૈ, બેઠાં વાણાં વાય નૈ. “ચાલો મા’દેવજી, ચોપાટે રમીએ.” | |||
:::કે’, “આપણું હાર્યું કોણ કે’શે!” | |||
:::મા’દેવજીએ તો ડિલનો મેલ ઉતારી, એનો બડૂલો બનાવ્યો છે, એમાં તો જીવ મેલ્યો છે. | |||
:::“બડૂલા, બડૂલા, અમારું હાર્યું-જીત્યું કે’જે.” | |||
:::કે’, “સારું જ તો!” | |||
:::બડૂલો હારજીતનો સાક્ષી બનીને બેસે છે. ત્રણ વાર પાસા ઢળાય છે. ત્રણ વાર પાર્વતીજી પૂછે છે : | |||
:::“કહે બડૂલા, કોણ હાર્યું ને કોણ જીત્યું?” | |||
:::ત્રણેય વાર બડૂલો ઉત્તર વાળે છે કે — | |||
:::“માતાજી હાર્યાં ને પત્યાજી જીત્યા.” | |||
:::કોપાઈને પાર્વતી કહે છે કે — | |||
:::“વારે વારે મને હારી કહીશ તો તને શરાપીશ.” | |||
:::નમીને સત્યનિષ્ઠ બડૂલો બોલે છે કે — | |||
:::“માતાજી, કાલ શરાપતાં હો તો આજ જ શરાપજો. મેંથી તો જેવું જોયું હશે તેવું કે’વાશે.” | |||
:::આખરે પાર્વતીજી શાપ દે છે અને — | |||
:::બડૂલો તો રગત-કોઢમાં ગળ્યો છે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
છતાંયે કશી ક્ષમા માગ્યા વિના, એ સત્યવ્રતધારી બાળક ચૂપચાપ એ શાપના સંતાપો સહતો સહતો ચાલી નીકળે છે. એ સત્યનો પડકાર અસત્યવાદી ઈશ્વરી શક્તિની સામે નોંધાયો. | |||
(2) વનડિયાની વાતમાં : અખંડ કુમારિકા, પુરુષની વાતોયે ન સાંભળવાનાં એનાં નીમ : બધાં વ્રતોની વાતો સાંભળે પણ પુરુષ જાતિના દેવ વનડિયાની વાત મંડાય એટલે એ કુમારિકા ચાલતી થાય. ગર્વિષ્ઠ દેવતા ઘવાયો. એ કુમારીના શયનભવનમાં રોજ મધરાતે ભમરાને વેશે પ્રવેશ કરી, નિદ્રામાં પડેલી બાળાના બિછાનામાં ને દીવાલે, અબીલગુલાલ, તંબોલની પિચકારી અને ફૂલેલ તેલ છાંટી આવે. પણ એ સતીના શિર પરનું કલંક મનાયું નહિ. મલિન દેવતા મધરાતે પોતાનું કાળું કામ કરતો ઝલાયો અને ફરી કદી ન આવવાનું કબૂલ કરી, કરગરી મુક્ત થયો. દેવતાના ગર્વ પર માનવીના શિયળની સ્થપાયેલી આ સત્તા લોકજીવનમાં કલ્પાઈ ને તે વ્રતોમાં ઊતરી, બેશક બાળકની રીતે. | |||
{{Poem2Close}} |
edits