26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 136: | Line 136: | ||
::— “લઈ જાવ તોય આવું, ને નો લઈ જાવ તોય આવું, આવું ને આવું.” | ::— “લઈ જાવ તોય આવું, ને નો લઈ જાવ તોય આવું, આવું ને આવું.” | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
— એ એની દોલાયમાન વાક્યરચનાનાં દૃષ્ટાંતો છે. એ રચનામાં ક્યાંયે કૃત્રિમતા કે અલંકારોના આડંબર નથી. અને તેમ છતાંયે તેમાં લોકજીવનની સ્વાભાવિક મિતભાષિતાને કારણે લાઘવની કલા સારી પેઠે વિકસિત થઈ છે. એનાં વર્ણનમાં વિપુલતા નથી, માત્ર ચમકાર (‘ફ્લૅશીઝ’) જ છે. દૃષ્ટાંત તરીકે — | |||
બરાબર શ્રાવણ મહિનાની અમાસ, ને એમાં ભળ્યો મે. અંધારું! અંધારું! | |||
અને ધરતી માથે તો પાણી! પાણી! પાણી ક્યાંય માતાં નથી. | |||
અથવા તો સર્પદંશની અસર આટલા જ શબ્દોમાં સરસ રીતે સમેટાઈ નથી જતી? — | |||
વર કહે : મા, બાપા, મારી આંખે લીલાંપીળાં આવે છે. | |||
એમ કરતાં કરતાં તો આ વાર્તાકારની કલ્પના વધુ સુંદર રંગો પૂરતી થાય છે — | |||
બાઈ તો વિચારે છે કે અરે જીવ! આ મડાને જો જાનવર તાણશે તો બામણના દીકરાની અસૂર ગતિ થશે. પણ હું શું કરું? ક્યાં લઈ જાઉં? | |||
એમાં વીજળીનો એક અંજવાસ થયો છે ને એ અંજવાસમાં આઘેરું એક દેરું કળાણું છે. | |||
વીજળીનો અંજવાસ રહે એટલી ઘડી બાઈ હાલે છે. વળી અંધારું થઈ જાય એટલે ઊભી થઈ રહે છે. વીજળીને સબકારે સબકારે બાઈ તો દેરાની દશ્ય સાંધે છે. | |||
<center>*</center> | |||
બાઈ તો નાઈ, ધોઈ, નીતરતી લટો મેલી, હાથમાં કંકાવટી લઈ સડેડાટ નદીને સામે કાંઠે દેરામાં જાય છે. | |||
એટલાં સ્વાભાવિક સરળ વર્ણનમાં કથાકારે અષાઢી મધરાતના સ્થૂળ તેમજ સૂક્ષ્મ અનેક ભાવોને જીવન્ત કાવ્યમાં રેડી દીધા. એમ કરતાં કરતાં કોઈ વાર ગજગામિની તો કોઈવાર કુરંગ-શી ચપલા, કોઈવાર ફાળ ભરતી તો કોઈવાર રૂમઝૂમતી, એવી ગતિઓ બદલતી આ શૈલી પદ્યમાં પલટા લેતી જાય છે. અને ‘તુલસી-વ્રત’ ને ‘કાંઠાં ગોર્ય’ તથા ‘સૂરજપાંદડું વ્રત’માં અપદ્યાગદ્યનું કલાવિધાન ખીલી નીકળ્યું છે. અલબત્ત, વાચનમાં એ શૈલીની એકવિધતા પછી ખૂંચે છે ખરી! | |||
{{Poem2Close}} | |||
<center>'''શૈલીનું વૈવિધ્ય'''</center> | |||
{{Poem2Open}} | |||
ખૂબી તો એ છે કે આ કથા કહેનારીઓએ શૈલીની સ્થિતિચુસ્તતા નથી સ્વીકારી. ઘટનાઓ એ-ની એ, મૂળ આકાર અવિચલ રહે, પરંતુ અંદર વર્ણનકલાનું નકશીકામ તો પ્રત્યેક કલ્પનાશીલ વાર્તાકારને કંઠેથી નિત્ય નિત્ય નવીનતા જ ધારણ કરી શકે છે. એની કૃતિમાં પ્રત્યેક વ્યક્તિગત કલાવિધાનનો ફાળો અપાતો જ જાય. ઉદાહરણ તરીકે, બોળચોથની કથામાં એક વાર્તાકાર એમ બોલશે કે — | |||
ગામોટની ગા’ સીમમાં ચરતી’તી ત્યાં તો એને સત ચડ્યું છે. માથે પૂંછડું લઈને કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાનાં ફરડકા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં દોડી આવે છે. | |||
ત્યારે બીજો વાર્તાકાર એ જ પ્રસંગને આ રીતે જણાવે છે : | |||
ગાય તો હાલી નીકળી છે, પેલે હીંહોરે સીમાડે પૂગી છે, બીજે હીંહોરે ઝાંપે પૂગી છે, ત્રીજે હીંહોરે વાછરુ પાસે પૂગી છે ને ચોથે હીંહોરે ગોરણીઓ પાસે પૂગી છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''સારીમાઠી ઊર્મિઓ'''</center> | |||
{{Poem2Open}} | |||
એવાં એવાં નાજુક કલાવિધાને કરીને નવપલ્લવિત બનતી આ કથાઓ કંઈં કંઈં વર્ષો સુધી અને સહસ્ર સહસ્ર માનવીનાં મુખેથી કહેવાતી આવી છે અને એના શબ્દોની સ્મૃતિ, ઉત્તરોત્તર અખંડિતપણે સચવાતી રહી છે, એના વાક્યોની પાછળ લાખો આર્ય-નારીઓના સારામાઠા ઊર્મિબળનો સંચય થયો છે. તેથી જ એ પ્રત્યેક વાતમાં બળ સિંચાયું છે. ક્રિયાગ્રસ્ત જીવનપ્રવાહને સજીવ કલાદૃષ્ટિના હિલોળા લેવરાવતા લલિતભાવોની સાથોસાથ વહેમગ્રસ્ત સાંકડી મન:સૃષ્ટિ પણ ઊભી થઈ હતી, છતાં અભ્યાસને કારણે એ ગ્રામ્ય શબ્દોની સૂગ ચડાવવી આપણને પાલવશે નહિ. ગ્રામ્ય કણબણને હીરભર્યા ચણિયા ને કસુંબલ ચૂંદડી ઉતરાવી, અમદાવાદી પોશાક પહેરાવવાથી તેનું સૌંદર્ય શી રીતે સમજી શકીએ? અવનીન્દ્ર ઠાકુર બંગીય વ્રત સાહિત્યમાંથી એક દૃષ્ટાંત આપીને સમજાવે છે કે જો આ ગ્રામ્ય અને બાલીશ જણાતી વ્રત-ભાષાનું અંગ્રેજી ભાષાન્તર થાય તો તેમાંથી કોઈ કોઈ વાર વેદનાં સૂક્તો સરખું ગહન ગાંભીર્ય ગુંજી ઊઠે. અન્યત્ર એ દૃષ્ટાંત આપેલું છે. | |||
વાર્તાઓના ભાવનાવિધાનમાં બીજી એક ગૂંથણી નજરે ચડે છે; વ્રતોની વિધિની અને પરિણામની વચ્ચે કોઈ વિલક્ષણ મેળ મેળવાયો છે. ઉદાહરણથી એ સચોટપણે સમજી શકાશે : | |||
(1) વીરપસલીની કથામાં : વ્રતને દિવસે વીરાની વાટ જોઈને બેઠેલી બહેન રેંટિયો ફેરવે છે. ભાઈને આવતો ભાળતાં જ આનંદનો ઉમળકો ચડે છે : ત્રાગ તૂટી જાય છે : બહેનને હૈયે વહેમ પડે છે કે અરેરે! મારા વીરની આવરદા ત્રુટી! લે, ત્રાગડો સાંધીને જ ઊઠું, એટલે વીરની આવરદા પણ સંધાય : પછી તો સાપના કટકાવાળા ઝેરી લાડવાનું ભાથું લઈને ભાઈ ઘેર જવા નીસરે છે : મનમાં થાય છે કે કોઈ નવાણ આવે તો ભાથું ખાવા બેસું! પણ બહેને તો ત્રાગ સાધ્યો હતો ખરો ને, એટલે ભાઈની નજર સામે ચારેય દિશામાં ત્રાગડા ત્રાગડા જ દેખાય, રસ્તો દેખાય જ નહિ! એથી કરીને ભાઈ એ ઝેર ભેળેલું ભોજન જમવા બેસી શક્યો નહિ. દરમિયાનમાં તો બહેને ભાઈને આંબી લીધો. | |||
(2) શીતળાની કથામાં : માતાજી દરેક દુઃખી જીવનો પૂર્વજન્મ ઉકેલે છે તેમાં પણ જીવનની કરણી અને જીવનની ગતિ વચ્ચે સંવાદિત્ત્વ છે : | |||
વેદવાન બ્રાહ્મણ : ચારેય વેદ કંઠે હતાં : પણ કોઈને સંભળાવ્યા નહિ : વિદ્યા કોઠામાં સમાઈ જઈને સસડી ઊઠી : એટલે આ જન્મે મગરમચ્છ સરજાયો : ધગધગતી વેળુમાં પડ્યો પડ્યો લોચે છે. | |||
બે દેરાણી-જેઠાણીઓ : ખાટી અને મોળી છાશ ભેગી કરીને પાડોશીને દેતી. તેથી આ ભવમાં બે તળાવડીઓ સરજાઈ; બેઉના પાણી પરસ્પર આવે-જાય પણ પંખીયે ઈ પાણી પીએ નહિ! | |||
પોતાની ઘંટીએ કોઈને દળવા ન દેનાર સ્ત્રી : મરીને સાંઢડી સરજાઈ : ગળે ઘંટીનું પડ બંધાયું છે. બાર ગાઉની સીમ ભટક્યા જ કરે છે. | |||
બે પાડા બાઝ્યા જ કરે છે : કેમ કે પૂર્વભવમાં એ બેઉ ગામ-પટેલો હતા. | |||
આંબાના ફળ કોઈ ખાતું નથી : કેમ કે પૂર્વભવમાં એ વાંઝિયો શ્રીમંત હતો : કોઈને દાન-પુણ્ય નહોતું કર્યું. | |||
{{Poem2Close}} |
edits