26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 213: | Line 213: | ||
::ધાન ખાઉં ધૂળ ખાઉં | ::ધાન ખાઉં ધૂળ ખાઉં | ||
::ભાઈ ઉપરથી ઘોળી જાઉં. | ::ભાઈ ઉપરથી ઘોળી જાઉં. | ||
</poem> | |||
<center>'''પશુપ્રેમ'''</center> | |||
{{Poem2Open}} | |||
બસ! વર્ષની ત્રણસો ને સાઠ સંધ્યાઓનું એક અમર વ્રત ચાલુ થઈ ગયું. એક બાજુ પ્રકૃતિનું પૂજન ને બીજી બાજુ કૌટુમ્બિક પ્રીતિ : આભનો તારો, દરિયાનો કોઈ દીવો અને પોતાનો ભાઈ : એ ત્રણેય વચ્ચે કંઈક અગમ્ય સામ્યની દૃષ્ટિ : અને સહુ ઊર્મિની ટોચે કુટુંબ માથેથી ન્યોછાવર થઈ જવાની બલિદાનવૃત્તિ એનો સમુચ્ચય એટલે વ્રત! એવું જ વ્રત આંબરડા-ફોફરડાનું, પોષી પૂનમનું કે તુલસીવ્રતનું. કન્યા સમજણી થાય કે તરત જ કાર્તિકના શુક્લ પક્ષની વહેલી પરોઢે, છતે ચાંદરડે, ઠંડા પાણીનું સ્થાન કરી, અંધારામાં ને અંધારામાં ચાર નાનાં ફળો લઈ દેવમંદિરે દોડે, અને સાથિયા કરતી કરતી પશુજીવનની ભાવપ્રદ કલ્પનાનું જોડકણું ગુંજવા લાગે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ગાય રે ગા | |||
::તું મોરી મા | |||
::નત નત ડુંગરે ચરવા જા | |||
::ચરી કરી પાછી વળી | |||
::ગંગાજી પાણી પીવા ગઈ | |||
::સામે મળિયો સિંહ ને વાઘ | |||
::વાઘ કે’ મા તને ખાઉં | |||
::ના રે, ભાઈ, મને નો ખવાય | |||
::મારા છાણનો ચોકો થાય | |||
::મારા ઘીનો દીવો બળે | |||
::મારું દૂધ મહાદેવને ચડે | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પશુઓ પ્રત્યેની પ્રત્યુપકારબુદ્ધિ, જીવનની વિશુદ્ધિ અને કિલ્લોલ કરતી તિતિક્ષા : એ બધું સ્વંયપ્રેરિત; કશું બલાત્કારમાંથી ઉદ્ભવેલું નહિ. મોળાકત, અહલીપહલી ઇત્યાદિ કુમારિકા-વ્રતોમાં પણ એ જ કૌટુમ્બિક ભાવના ને એવી કાવ્યમય કલ્પના વિલસી રહી છે. મોળાકત તો ‘ગૌરી’નું-ગોર્યનું વ્રત છે. પણ ‘ગોર્યમા’ની એ બાળકલ્પનામાં કશું ભયંકર ઠાઠભર્યું કે કઠોર તત્ત્વ નથી. ‘ગોર્યમા’ તો જાણે કોઈ ફોસલાવી શકાય, ખોળામાં રમી શકાય ને અંતર ખોલીને જેની કનેથી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કંથ દેજો કહ્યાગરો | |||
::નણંદ દેજો સાહેલડી | |||
::સાસુ દેજો ભુખાળવાં | |||
::સસરો દેજો સવાદિયા | |||
</poem> | </poem> |
edits