પરિભ્રમણ ખંડ 1/લોકજન્ય સમાજશાસ્ત્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|લોકજન્ય સમાજશાસ્ત્ર| [ઈન્દુપ્રસાદ ભટ્ટ]}} '''વ્રતકથા''' એ લોક...")
 
No edit summary
Line 33: Line 33:
{{Poem2Close}}
{{Poem2Close}}
ઉમરેઠ : 7-6-1928
ઉમરેઠ : 7-6-1928
<center>'''આજથી પચીસ વર્ષે'''</center>
{{Poem2Open}}
આજથી પચીસ–પચાસ વર્ષે મૂળ કાઠિયાવાડ–ગુજરાતમાંથી બહાર નીકળેલાં પણ પછી તો સંસ્કારે ને સંગે પરદેશી થયેલાં ગુજરાતી કુટુંબો ‘જાપાનીસ ફેરી ટેઈલ્સ’ કે કંઈક એવું લઈને અંગ્રેજીમાંથી ભાષાંતર કરી છોકરાંને સમજાવવા બેસશે, તે વખતે આવો એકાદ સંગ્રહ ‘સંસ્કૃતિની એકતા’ સાચવવામાં કેટલી મદદ કરશે એ અનુમાન કરવામાં જ આ પ્રયાસની સફળતા થઈ ચૂકે છે.
‘સ્ટોરીઝ ફ્રોમ વૅગ્નર’માં જે ‘મિસ્ટીસિઝમ’ ને અશક્યતા છતાં આદર્શો મુકાય છે તે ખરેખર હૂબહૂ આપણી વાતોને ઘણા મળતા છે, અથવા મધ્યયુગનું ચિત્ર જ બધા દેશોમાં સરખી માટીમાંથી મૂર્ત થયું છે.
આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? — એનો સમય હવે છે કે નહીં? — આજે હવે એ ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે. એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રીસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે અને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે?
તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે નહીં રહી શકે : પુત્ર અને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે.
પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.
{{Poem2Close}}
26,604

edits