સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 145: Line 145:
બાવા વાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે’વાય. સાહેબને માર્યા ભેળી તો આખી વલ્યાત આંહીં ઊતરી સમજજો. અને જીવતો રાખશું તો કોક દી વષ્ટિ કરીને સરકાર આપણું બા’રવટું પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ મરાય નહિ. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.”
બાવા વાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે’વાય. સાહેબને માર્યા ભેળી તો આખી વલ્યાત આંહીં ઊતરી સમજજો. અને જીવતો રાખશું તો કોક દી વષ્ટિ કરીને સરકાર આપણું બા’રવટું પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ મરાય નહિ. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.”
જુવાન બાવા વાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઊતરી ગયો અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડેગામડે ફૅ ફાટતી, તેવા વખતમાં બાવા વાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે —
જુવાન બાવા વાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઊતરી ગયો અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડેગામડે ફૅ ફાટતી, તેવા વખતમાં બાવા વાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે —
{{Poem2Close}}
<poem>
::ટોપી ને તરવાર, નર કોઈને નમે નહિ,
::સાહેબને મહિના ચાર, બંદીખાને રાખ્યો, બાવલા! <ref>આ દુહાનું મિ. કિનકેઈડે કરેલું ભાષાંતર :
The Sahib’s helm, the Sahib’s sword
Had ne’er by child of Ind been taken,
You, Bava, dared, bold jungle lord
And ransomed back your wide domain.}
</ref>
</poem>
{{Poem2Open}}
'''[દેશમાં એમ કહેવાતું : ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો બીજા માણસને નમતા નથી, પણ તેં તો, હે બાવા વાળા, ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો.]'''
{{Poem2Close}}
<poem>
::વશ કીધો વેલણનો ધણી, ગરમાં ઘંટને જે,
::(એની) વાળા વલ્યાતે, બૂમું પૂગી બાવલા!
</poem>
{{Poem2Open}}
'''[વેલણ બંદરના સાહેબ ગ્રાંટને તેં કેદ કર્યો, તેની બૂમો તો, ઓ બાવા વાળા! છેક વિલાયત પહોંચી.]'''
{{Poem2Close}}
<poem>
::ઘંટ ફરતો ઘણું, દળવા કજ દાણા,
::એને મોં બાંધીને માણા, બેસાર્યો તેં, બાવલા!
</poem>
{{Poem2Open}}
'''[આ ગ્રાંટસાહેબ, કે જે મોટી ઘંટીરૂપી બનીને બહારવટિયારૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો (ચાલતો) હતો તેને, હે બાવા વાળા, તેં મોં બાંધીને બેસારી દીધો. આ દુહામાં ‘ઘંટ’ શબ્દ ઉપર શ્લેષ છે : (1) ગ્રાંટસાહેબ, (2) બળદથી ચાલતી અનાજ દળવાની મોટી ઘંટી.]'''
સરકારે ગ્રાંટના વાવડ લેવા બહુ ઇલાજો કર્યા, પણ બહારવટિયાએ પત્તો લાગવા દીધો નહિ.
સરકારની શરમનો પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડાં કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે તેનો પત્તો ન મળે તો તો કાલ સવારે જ અંગ્રેજની બેસતી પાદશાહીને ગણકારશે કોણ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને કયા ડુંગરા સામે માંડવું? વિચાર પડતી વાત થઈ.
મુંબઈ સરકારે આખરે ખબર કઢાવ્યા : “બાવા વાળાને શું જોઈએ છે?”
કોઈ વટેમાર્ગુએ સરકારને ચિઠ્ઠી પહોંચાડી કે “બાવા વાળાને એનું વીસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાંટને જીવતો ભાળશો.”
કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયે ઠેકાણેથી. અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાંટને અને મૉતને ઝાઝું છેટું નથી રહ્યું.
મુંબઈની સરકારમાંથી જૂનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે ચાહે તે ભોગે પણ હરસૂરકા કાઠીની પાસેથી વીસાવદર પરગણું બાવા વાળાને અપાવો. અને જો ગ્રાંટના ખૂનનું ટીપું પડશે તો ગોરી પલટનો ઊતરીને ગીર સળગાવી નાખશે, અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઊતરશે.
નવાબના ચતુર દીવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જૂનાગઢની મદદથી વીસાવદર પરગણું બાવા વાળાને હાથ પડ્યું અને કપ્તાન ગ્રાંટને ગીરમાં છૂટો મેલી બહારવટિયા વીસાવદરની ગાદી ઉપર ગયા. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવા વાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. એણે માણસાઈ મેલી દીધી હતી.
“આજ તો સરધારપરને માથે પડીએ.”
“દરબાર, ઈ ઘીંહરાનો મારગ લેવા જેવો નથી. ત્યાં તો આયરની વસ્તી વસે છે.”
“પણ આયરોને દરબાર મૂળુ વાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે. ઈ આયરો તો ઊલટા આપણી ભેર કરશે.”
એવી ભ્રમણામાં પડીને ત્રણસો ઘોડે બાવા વાળો સરધારપર ભાંગવા હાલ્યો. સાથે માત્રો વેગડ, લોમો ધાધલ, ભોજો માંગાણી, જેઠસૂર બસિયો વગેરે કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તરત જ સરધારપરમાં જાણ થઈ કે આજ બાવા વાળો પડશે. જેતપુરના દરબારે જે આયરોના ઉચાળા બહાર કાઢ્યા હતા તેમાંથી એક બોલ્યો કે “વધામણી! આજ મૂળુ વાળાની મૂછનો વાળ ઊતરી જાશે.”
મુખી આયરે કહ્યું : “એલા, આજ મૂળુ વાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આપણ જીવ્યે બાવા વાળો સરધારપર ભાંગે? મા ઘરઘે ને દીકરા ગોળચોખા જમે? બાવા વાળો બોડકિયુંમાં ચર્યો છે, પણ હજી શીંગાળિયુંમાં નથી આવ્યો. આવવા દ્યો એને.”
પોતાના દરબારે નજીવા જ કારણથી ઓચિંતા ખોરડાં ખાલી કરાવીને આયરોને બહાર કઢાવ્યા છે, પણ ક્યાં જવું તેનો વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા લઈને પડ્યા છે. બચ્ચાં રુએ છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે, ઘરડાં, બુઢ્ઢાં, બીમાર અને આંધળાં-અપંગ આયરોને ઊંચે આભ ને નીચે ધરતી જેવું થયું છે. વરસતા વરસાદમાં વિનાવાંકે દરબારે બહાર કઢાવ્યા તેથી બોરબોર જેવાં પાણી પાડતી આયરાણીઓ અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ-આબરુ સાચવવાનો સમો આવ્યો સમજી આયરો ઊભા થઈ ગયા, આયરાણીઓ સાંબેલાં લઈને ઊભી રહી, ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટ્યો વણાઈ ગઈ છે. નિમકહલાલ આયરો ઉપર બાવા વાળો તૂટી પડ્યો. ‘ખસી જાઓ! ખસી જાઓ!’ એવા પડકારા કર્યા, પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો. કોઈએ પાછો પગ દીધો નહિ. ત્યારે બાવા વાળાએ કહ્યું : “આ ભૂતવરણ છે. લાખ વાતેય નહિ ખસે. માટે હવે વાટ્યા કોની જોવી? કાપી નાખો.”
પછી મંડ્યા વાઢવા. આયર-આયરાણીઓના ઢગલા ઢાળી દીધા. એકેએક આયર છાતીના ઘા ઝીલતો ઝીલતો પડકારી રહ્યો છે કે “હાં મારો બાપો! મોરલીધરનું નામ! મૉત ન બગાડજો! આવી ઊજળી ઘડી ફરી નથી મળવાની.”
પણ બાવા વાળાના કાળઝાળ કટકે આયરોનો સોથ વાળી દીધો. પાંત્રીસ મોડબંધા પડ્યા. અરેકાર વરતાઈ ગયો. આજ પણ સરધારપરની બજારે અને પાદરમાં સિંદૂરવરણા પાળિયાનો પાર નથી. જાતાંની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે.
સારી પેઠે સોનુંરૂપું લૂંટીને બાવા વાળો ભાગ્યો.
અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતો. જેતપુર ખબર પહોંચી ગયા. જેતપુરમાં દરબાર દેવા વાળા પથારીવશ પડ્યા છે. એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુ વાળાએ વાંદર્ય ઘોડીને માથે પલાણ મંડાવ્યાં.
“મૂળુ!” દેવા વાળાએ ચેતવણી દીધી : “જોજે હો! વાંદર્યને લજવતો નહિ.”
મૂળુ વાળે ઘોડાં હાંક્યાં. વાવડ મળ્યા હતા કે ગોરવિયાળીની સીમમાં બહારવટિયા રોટલા ખાવા રોકાશે, એટલે પોતે બરાબર દેહલી ધારનો મારગ લીધો.
આંહીં બહારવટિયા ગોરવિયાળીની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે, ત્યાં તો એક અસવારે આભમાં ડમરી ચડતી ભાળી. જોયું તો ભાલાં સૂરજને સંદેશો દેતાં આવે છે. પલકારામાં તો દેહલી ધાર ઉપર ભાલાં ઝબૂકતાં દેખાયાં. અસવારે ચીસ નાખી કે “બાપુ, ગજબ થયો. આપો દેવો વાળો પોગ્યા. દેવો કાંથડનો! હવે કટકોય નહિ મેલે.”
બાવા વાળો નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેહલી ધાર માથે અસવારો ઊતરી ઊતરીને ઘોડાના તંગ તાણવા ને અફીણની ખરલો ઘૂંટવા લાગ્યા.
“જખ મારે છે!” બાવા વાળાએ હરખનો લલકાર કર્યો : “નક્કી ભાઈ મૂળુ વાળો છે. દેવો વાળો ન હોય. દેવો કાંથડનો હોય તો તો કદી તંગ ખેંચવાયે રોકાય? દેવો ઢીલે તંગે ઘોડાં ભેગાં કરે. ફિકર નહિ. હવે તમતમારે નિરાંતે ઘોડાં પલાણો.”
ઝબોઝબ ઘોડાં ઉપર ઘાસિયા નખાયા અને કાઠીઓ ચડી ગયા. સામી બાજુથી મૂળુ વાળો અફીણ-કસુંબા લઈને અને તંગ તાણીને ઊતર્યો.
બેય સગા મશિયાઈ : બેય ગોરવિયાળીની સપાટ ધરતીમાં સામસામા આટક્યા. પેગડાં માથે ઊભા થઈ જઈને બેય જણાએ ભાલાં ઉગામ્યાં. આભને ભેદે એવા સામસામા પડકારા દેવાણા. પણ ત્યાં તો કોણ જાણે શી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જનારી વાંદર્ય ઘોડી પોતાના અસવાર મૂળુ વાળાના હાથમાંથી નીકળીને પાછી ફરી ગઈ. મૂળુ વાળા તે વખતે ભૂંડા દેખાણા. “મૂળુભાઈ, ભાગો મા!” “મૂળુભાઈ, ભાગો મા!” “નહિ મારી નાખીએ!” “લોહીનો ત્રસકોય નહિ ટપકાવીએ!” “એ બા, ઊભા રો’! ઊભા રો’!” એવા ચસકા શત્રુના માણસો પાડવા લાગ્યા. અને પછી મૂળુ વાળે ઘણીયે વાંદર્યને પા ગાઉ માથેથી પાછી વાળી, પણ ત્યાં તો ગોરવિયાળીના ચારણોને જાણ થતાં એ બધા દોટ મેલીને આંબી ગયા. બેય કટકને જોગમાયાની દુહાઈ દઈને નોખાં પાડ્યાં. ચારણના દીકરા વચ્ચે આવવાથી બેય મશિયાઈ નોખીનોખી દિશામાં કટકને હાંકી ગયા.
“બાપુ! ભાઈ મૂળુ વાળાએ પારોઠનાં પગલાં ભર્યાં!”
એમ જેતપુરમાં વાવડ પહોંચ્યા. સાંભળતાં જ દેવો વાળા પથારીમાં પડ્યાપડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતાં જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે “મને મોં દેખાડીશ મા!”
“અરે કાકા! પણ મારો વાંક નહોતો. હું ન ભાગું, મારાં ભાગ્ય અવળાં તે વાંદર્ય ફરી ગઈ. પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી ભેટીશ અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ.”
એટલી ખાતરી મળ્યા પછી જ દેવા વાળાએ મોં પરથી લૂગડું ખસેડ્યું.
“આવો આવો, આપા માણસૂર!” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવા વાળાએ મહેમાનોને આવકાર આપ્યો.
“આપા બાવા વાળા!” માણસૂર ધાધલ બોલ્યા : “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.”
“બોલો, બા!”
“જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડાં કરવાં છે. પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખોરડા કરું.”
“આપા બાવા વાળા,” બાવાનો સંગાથી જેઠસૂર બસિયો કે જે માણસૂર ધાધલનો સગો મશિયાઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઊઠ્યો : “આપા, જો વેણ પળાય એમ હોય તો જ હા પાડજે, હો. નીકર પછી થૂંક્યું ગળવું પડશે, ને અમારું બેય ભાઈયુંનું મૉત બગડશે.”
“બહુ સારું, આપા માણસૂર. જાઓ મારો કોલ છે : ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું.”
માણસૂર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળાં ખોરડાં ચણાવ્યાં અને એક જેબલિયા કાઠીની જમીન પોતાના મંડાણમાં હતી તે લઈને ખેડવાનું આદર્યું. બાવા વાળાના વેણ માથે એને વિશ્વાસ છે.
પણ બાવા વાળાનો કાળ આવવા બેઠો છે ને! એટલે જે કાઠીની જમીન માણસૂર ધાધલ ખેડવા માંડ્યો એ જ જેબલિયા કાઠીએ વહેતાં મેલ્યાં બાવા વાળાની પાસે. જઈને બાવા વાળાને ચડાવ્યો : “ભણેં આપા બાવા વાળા! હાય ગુંદાળા માથે ત્રાટક દે ને, રોગું હેમ પાથર્યું છે.”
“પણ આપા, મારાથી જીભ કચડાઈ ગઈ છે, શું કરું?” બાવા વાળાની દાઢ સળકી. પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો.
“આપા બાવા વાળા, બરાબર. તારો કોલ સાચો એટલે તું માણસૂરના લબાચા ચૂંથીશ મા. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે, હેમ!”
ધર્મના માર્ગેથી લપસી ગયેલો બાવા વાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડ્યો. આવતાં જ છેટેથી એને માણસૂર ધાધલે ભાળ્યો. માણસૂરે આઘેથી ધા નાખી : “અરર બાવા વાળા! વચન લોપ્યું! આપા દાનાને લજવ્યો! કમતિયા! ડાકણ પણ એક ઘર છોડી દ્યે. તું ઈથીયે ઊતરતો પાક્યો?”
“આપા માણસૂર!” ભોંઠા પડેલા બાવાએ ગોટા વાળ્યા : “તું તારે તારું સંભાળ. તારું રુંવાડું ખાંડું નહિ કરું!”
“હવે બસ કરી જા, બાવા વાળા!” માણસૂર ધાધલ તરવાર કાઢીને બહાર નીકળ્યો. “કાઠીના પેટનો થઈને મને મારું એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ? મને પણ તું જેવો જ માન્યો?”
એમ બોલતો માણસૂર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઊતર્યા. જાતાંજાતાં પોતાની સ્ત્રીને કહ્યું : “કાઠિયાણી, બેય છોકરાઓને ઓરડામાં પૂરી રાખજે.”
એટલું બોલીને માણસૂર કેસરી સિંહની જેમ કૂદ્યો, “જાળવ્ય! માણસૂર જાળવ્ય!” એમ બાવા વાળાએ હાકલા કર્યા. પણ જાળવે શું? તરવાર લઈને માણસૂરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજેપરજા ઊડી ગયા.
ત્યાં તો ખોરડા ઉપરથી છાપરું ફાડીને માણસૂર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધિંગાણે શોભતો દીઠો. પોતાની પાસે તરવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર એ લાકડીના ઘા કરવા મંડ્યો.
“બાપુ!” અસવારો બોલ્યા : “છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.”
“મારશો મા! ઈ ટાબરને મારશો મા! એને ઝાલી લ્યો અને હવે હાલો. ઝટ ભાગી નીકળો! લૂંટ નથી કરવી. દાટ વાળી નાખ્યો,” એમ કહીને એણે ભૂંડે મોંએ વીસાવદરનો કેડો લીધો.
માર્ગે એક નહેરું આવે છે, ત્યાં માણસૂરના ભાઈ જેઠસૂર બસિયાને પોતાના અસવારો સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસૂરે બાવા વાળાને દીઠો.
“કોણ, બાવા વાળો?”
“હા, આપા જેઠસૂર.”
પણ એ હોંકારમાં રામ નથી રહ્યા. બાવા વાળાના મોં ઉપરથી વિભૂતિમાત્ર ઊડી ગઈ છે. અને વળી બાવા વાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસૂરે અનુમાન કરી લીધું.
“કાળો કામો કરીને આવછ ને, ભાઈ!”
બાવા વાળો ચૂપ જ રહ્યો.
“બાવા વાળા! બીજું તો શું કરું? તારું અન્ન મારી દાઢમાં છે. તારી થાળીમાં ઘણા દી રોટલાનાં બટકાં ભાંગ્યાં છે. પણ હવે રામ રામ! આપણાં અંજળ ખૂટી ગયાં.”
જેઠસૂરના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા. અને બાવા વાળો ભોજા માંગણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજ એની દશા પલટાતી હતી, એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગણીએ પાસેના ખેતરમાં એક બેહાલ આદમી સામે આંગળી ચીંધીને કહ્યું : “આપા બાવા વાળા, ઓલ્યો સાંતી હાંકે ઈ કોણ છે, ઓળખ્યો?”
“કોણ છે, ભોજા?”
“ઈ હરસૂર વાળા પોતે : તારા ચોરાશી પાદરનો ગઈ કાલનો ધણી.”
“એટલે તારું કહેવું શું છે, ભોજા?”
“બાવા વાળા! દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી? સાવજને શું તરણાં ખાતો કરાય?”
“ત્યારે શું શત્રુના પગ ધોઈને પિવાતા હશે?”
“બાવા વાળા, એને વધુ નહિ, એક જ ગામડી દે; પણ આ હરસૂર વાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું.”
“ભોજા! જમીન ચાકડે નથી ઊતરતી, જાણછ ને?”
“તો પછી, બાવા વાળા, ભોજોય ચાકડે નથી ઊતરતો, ઈ યે તું જાણછ ને?”
“એટલે, ભોજા!” બાવા વાળો તિરસ્કારથી હસ્યો : “બહુ દાઝતું હોય તો એને ચોરાસી પાદર પાછાં અપાવજે!”
“બાવા વાળા! તારા મોંમાં અવળાં વેણ ન શોભે. બાકી તો તું જાણછ ને? વિકમા ગયા, શેખવા ગયા, જેઠસૂરે તને છોડ્યો; એમ પછી પીંછડાં વિનાનો મોર રૂડો લાગશે?”
“મોર હશે તો નવ હજાર પીંછડાં આવશે.”
“પછી ઓરતો નહિ થાય ને?”
“ના ના, આ લે, એક બરછી બાંધછ, ને આ બીજી પણ ભેળી બાંધજે.”
“ત્યારે હવે રામ રામ, બા! શેલણા ને વીસાવદરનાં એક સો ને અડસઠ પાદરના ધણી! જાગતો રે’જે!” એટલું કહીને ભોજો માંગાણી પોતાનાં ઘોડાં તારવીને પાછો વળ્યો. સીધેસીધો ખેતરમાં સાંતી હતું ત્યાં ઘોડી હાંકી જઈ પડકાર કર્યો : “આપા હરસૂર વાળા! મેલી દે સાંતી. ઠાકર તારાં ચોરાશીયે ચોરાશી તને પાછાં આપશે.”
“ભોજા માંગાણી! આ બે સાંતીની જમીન રહી છે, એય નથી સહેવાતી કે શું? આભને ઓળે રહીને મારાં છોરુડાં ઉઝેરું છું; એટલુંયે તારી આંખમાં ખટકે છે કે, ભાઈ!” બોલતાંબોલતાં હરસૂર વાળાની પાંપણો પલળતી લાગી.
હેઠા ઊતરીને ભોજાએ પોતાની તરવાર હરસૂર વાળાના હાથમાં દીધી અને બોલ્યો : “આપા હરસૂર! આજથી તું મારો ઠાકોર ને હું તારો ચાકર. ઊઠ, નીકળ બા’રવટે.”
વીસાવદર ગામમાં સોપો પડી ગયો છે. જળ જંપી ગયાં હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવા વાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવી લઈને સૂવાની તૈયારી કરે છે. આજ ત્રણ દિવસથી એની સવાર-સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થાતી નથી. એ ચિંતામાં બહારવટિયો ઊંઘ વિના પથારીમાં આળોટે છે. તેટલામાં તો, પોતે જેને બહેન કહી હતી એ કણબણ આવીને ઊભી રહી.
“બાપુ! જાગો છો?”
“કાં બોન, અટાણે કેમ આવવું પડ્યું?”
“બાપુ, મને વહેમ પડ્યો છે.”
“શેનો?”
“ભોજો માંગાણી આવ્યો લાગે છે!”
“ક્યાં?”
“ધ્રાફડના વોંકળામાં. એકલો નથી. ઘણીયું જામગરીયું તબકતી જોઈ.”
“ઠીક જા, બહેન, ફિકર નહિ.”
કણબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગડ બેઠેલા એમાંથી લોમે ફળીમાં આવીને પૂછ્યું કે “ભણેં બાવા વાળા! તારી બોન આવુંને કાણું ભણુ ગઈ?”
“આપા લોમા!” બાવા વાળાએ અંદરથી અવાજ દીધો : “ભોજાનું કટક ધ્રાફડના નાળામાં હોય એમ લાગે છે. માટે ચેતતા રહેજો.”
“ઇં છે? તવ્ય તો ભણેં હવે ડેલીનાં કમાડ ઉઘાડાં ફટાક મેલુ દ્યો. ભાઈ ભોજાને વળી પાછાં કમાડ ભભડાવવાં પડશે.”
(બીજી વાત એમ કહેવાય છે કે આયડુએ ખૂટીને તે રાતે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી.)
ડેલીનો દરવાજો આખેઆખો ખુલ્લો મૂક્યો. માંયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથિયાર-પડિયાર લઈને સૂતા. સહુને મન તો ભોજો માંગાણી આવ્યાની વાત પર ભરોસો જ નથી, એટલે ઝોલાં ખાવા માંડ્યા. પણ માત્રો વેગડ (બાવા વાળાની ફુઈનો દીકરો) પૂરેપૂરો વહેમાઈ ગયો હતો. એ બેઠોબેઠો સહુનાં મોં પર પાણી છાંટે છે, સહુને સમજાવે છે કે “ભાઈ, આજની રાત ઊંઘવું રે’વા દ્યો!”
વારેવારે પાણી છાંટવાથી લોમો ધાધલ ખિજાઈ ગયો.
“એલા માત્રા! ભણેં તે ચૂડલિયું પહેરી છે? માળા, આવડો બધો બિકાળવો?”
“આ લ્યો ત્યારે; હવે જે કોઈ પાણી નાખે કે એકબીજાને જગાડે, એ બે બાપનો હોય.”
એટલું બોલી માત્રો વેગડ માથા સુધી સોડ્ય તાણીને સૂઈ ગયો. થોડીક વારમાં તો આખી મંડળીને ઘારણ વળી ગયું.
અધરાત ભાંગ્યા પછી ધ્રાફડનું નાળું શત્રુઓની જામગરીઓ પેટાતાં જાણે સળગી ઊઠ્યું. જેતો લાલુ બોલ્યો : “ભોજા માંગાણી! પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ. જો જાગતા હશે તો અમે કહેશું કે મે’માન દાખલ આવ્યા છીએ; ને ઊંઘતા હશે તો સહુને બોલાવી લેશું.”
ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડીફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નસકોરાં બોલે છે. થયા સહુ ભેળા. સૂતેલા શત્રુઓને માથે તરવારોની પ્રાછટ બોલવા મંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઊઠ્યા. ડેલીનું કમાડ ઉઘાડું મુકાવનાર અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. (પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાંકેલી.)
ત્યાં માત્રો વેગડ ઊઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી તેની વચ્ચે એકલે હાથે પડકાર કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે’ વરસી ગયા.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits