18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ખોલકી'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવતા હશે. નિરાંતે જોવાય એટલા માટે હું મેડે ચડી ગઈ અને બારીની ફાડમાંથી જોવા લાગી. બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડાઅવળા બેસી ગયા. પછી બધાએ માથાનાં ફાળિયાં ધીરે ધીરે ઉતાર્યાં, અને કોકકોકે આંગળી વતી કપાળ પરથી પરસેવો લૂછ્યો. હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી હતી. પણ મને એકદમ જડ્યા નહીં. તે રાતે અમારા ફરીવાર વિવાહ થયા ત્યારે ઘૂમટામાં ને ઘૂમટામાં મારાથી એમને ધારીને જોવાયેલા ન હતા. અને પછી ત્રીજે દહાડે મારી મા મરી ગઈ તે બાપાએ મને ના જવા દીધી, અને એ તેડવા આવ્યા ત્યારે મારી બહેનના વિવાહ થવાના હતા એટલે બાપાએ કહી વાળ્યું કે, ‘વેવા પછી વાત.’ એટલે વિવાહ થઈ ગયા પછી એ તેડવા આવવાના હતા ત્યાં એમના માસા મરી ગયા તે એ બધાની ભેગા કાણે આવ્યા. એટલે મારા બાપાએ બધાને ચા પીવા બોલાવ્યા ત્યારે મને થયું કે લાવ જોઉં તો ખરી. બધા ભેગા આવવાના હતા એ વાત તો ચોક્કસ, પણ એ કિયા તે મને શી ખબર પડે? બારીની ઝીણી ફાટમાંથી મેં તો મારે જોયા કર્યું. બારી ઉઘાડવાની મારી હિંમત ન ચાલી. | પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવતા હશે. નિરાંતે જોવાય એટલા માટે હું મેડે ચડી ગઈ અને બારીની ફાડમાંથી જોવા લાગી. બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડાઅવળા બેસી ગયા. પછી બધાએ માથાનાં ફાળિયાં ધીરે ધીરે ઉતાર્યાં, અને કોકકોકે આંગળી વતી કપાળ પરથી પરસેવો લૂછ્યો. હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી હતી. પણ મને એકદમ જડ્યા નહીં. તે રાતે અમારા ફરીવાર વિવાહ થયા ત્યારે ઘૂમટામાં ને ઘૂમટામાં મારાથી એમને ધારીને જોવાયેલા ન હતા. અને પછી ત્રીજે દહાડે મારી મા મરી ગઈ તે બાપાએ મને ના જવા દીધી, અને એ તેડવા આવ્યા ત્યારે મારી બહેનના વિવાહ થવાના હતા એટલે બાપાએ કહી વાળ્યું કે, ‘વેવા પછી વાત.’ એટલે વિવાહ થઈ ગયા પછી એ તેડવા આવવાના હતા ત્યાં એમના માસા મરી ગયા તે એ બધાની ભેગા કાણે આવ્યા. એટલે મારા બાપાએ બધાને ચા પીવા બોલાવ્યા ત્યારે મને થયું કે લાવ જોઉં તો ખરી. બધા ભેગા આવવાના હતા એ વાત તો ચોક્કસ, પણ એ કિયા તે મને શી ખબર પડે? બારીની ઝીણી ફાટમાંથી મેં તો મારે જોયા કર્યું. બારી ઉઘાડવાની મારી હિંમત ન ચાલી. |
edits