ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/માજા વેલાનું મૃત્યુ: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''માજા વેલાનું મૃત્યુ'''}}
{{SetTitle}}
----
{{Heading|માજા વેલાનું મૃત્યુ | સુન્દરમ્}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/ca/BRIJESH_MANJA0_VELANU_MRUTYU.mp3
}}
<br>
માજા વેલાનું મૃત્યુ • સુન્દરમ્ • ઑડિયો પઠન: બ્રિજેશ પંચાલ
<br>
<center>&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રાચીન કાળના કોઈ કુલપિતાની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા, કોઈ એક તપોવનના વૃક્ષ જેવા ઊંચા ઊંચા ટાવરની છાયા ઢળી રહી હતી. તેની આસપાસ તેનો ત્રણ ત્રણ, ચાર ચાર પેઢી સુધીનો પરિવાર ફેલાઈને પડ્યો હતો. તેની દીકરીની દીકરીનાં બે જોડિયાં બાળક તેના બે ખભા પર ટીંગાયાં હતાં. તેનો સાઠ વરસનો દીકરો તેની પડખે જ ઊભા પગ પર માથું ઢાળી બેઠો હતો. તેના પચાસ વરસના બીજા છોકરાના બે છોકરાની વહુઓ થોડેક છેટે તેમનાં બચ્ચાંને ધવરાવતી ધવરાવતી દોણીઓમાંથી કંઈક વસ્તુઓ તાંસળીમાં કાઢતી બેઠી હતી. અને એવાં બીજાં અનેક સ્વજનો, જેની સંખ્યા ગણતાં કે યાદ રાખતાં માજા વેલાને આવડતું ન હતું તે બધાં નક્ષત્રના તારાઓની પેઠે આમતેમ ફેલાતાં બેઠાં હતાં.

Line 24: Line 39:
‘સિગારેટ, દાદા!’
‘સિગારેટ, દાદા!’

‘હાસ, શીગરેટ, માળા શહેરી થઈ ગયા તો બહુ!’ માજા વેલાએ પોતાનો મીઠો અસંતોષ જણાવ્યો અને છોકરો સિગારેટ લઈ આવ્યો તેને, વચ્ચે વચ્ચે છોકરાને એકાદ દમ ભરવા દઈ, પોતે પીવા લાગ્યો અને આસપાસનાંને કહેવા લાગ્યો:
‘હાસ, સિગારેટ, માળા શહેરી થઈ ગયા તો બહુ!’ માજા વેલાએ પોતાનો મીઠો અસંતોષ જણાવ્યો અને છોકરો સિગારેટ લઈ આવ્યો તેને, વચ્ચે વચ્ચે છોકરાને એકાદ દમ ભરવા દઈ, પોતે પીવા લાગ્યો અને આસપાસનાંને કહેવા લાગ્યો:

‘હજી વીજી ન દેખાઈ!’ ‘મકલાને ક્યાં મોકલ્યો છે?’ ‘વા’લડી, તું તો જાણે નકરી વાણિયણ જેવી લાગે છે.’ ‘અરે, ભાણકી, તારી છોડી કેમ આટલી બધી રોવે છે?’ ‘કલી ડોસી માંદી પડી છે?’ ‘હેં, પેલો મગિયો ઇસ્પિતાલમાં મરી ગયો?’

Line 202: Line 217:
અને વનો પોતાની પાસે નથી તે તેને યાદ આવ્યું. તે બોલી ઊઠ્યો: ‘વનો હજી ના આવ્યો?’

‘આવતો હશે, ચાલો આપણે હવે જઈએ બધાં.’ કરી કેટલાક આદમીઓએ ઊઠવા કર્યું: ‘ઊઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. કેવાક ધરૂજો છો!’
‘આવતો હશે, ચાલો આપણે હવે જઈએ બધાં.’ કરી કેટલાક આદમીઓએ ઊઠવા કર્યું: ‘ઊઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. કેવા ધરૂજો છો!’

‘જાઓ તમારે જવું હોય તો! હું ને વનો જોડે આવીશું!’ કહી ડોસો ટાવર ભણી પડખું ફરી ગયો.

Line 268: Line 283:
તેની સાથે ધીરે ધીરે ચાલતી માજા વેલાની ત્રીસેક જણની સંતતિ અંદર અંદર ધીરેથી વાતો કરતી ચાલવા લાગી: ‘માજો વેલો બહુ સારું મોત પામ્યા. બહુ સુખી મોત. બહુ સારું મોત!’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/ખોલકી|ખોલકી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/માને ખોળે|માને ખોળે]]
}}