26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with " {{Poem2Open}} આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પોષી પૂનમ|}} | |||
Line 5: | Line 6: | ||
આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે. | આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે. | ||
થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે — | થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પોષ મહિનાની પૂનમે રે | પોષ મહિનાની પૂનમે રે | ||
અગાસે રાંધ્યાં અન્ન વા’લા! | અગાસે રાંધ્યાં અન્ન વા’લા! | ||
જમશે માની દીકરી રે | જમશે માની દીકરી રે | ||
પીરસે બેનીનો વીર વા’લા! | પીરસે બેનીનો વીર વા’લા! | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે : અગાસી હોય તો અગાસીએ, નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ : પણ ઉઘાડા આભ નીચે. | ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે : અગાસી હોય તો અગાસીએ, નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ : પણ ઉઘાડા આભ નીચે. | ||
સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેનાં કિરણોમાંથી અમી વરસે છે. હોંશેભરી બહેન રાંધે છે. | સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેનાં કિરણોમાંથી અમી વરસે છે. હોંશેભરી બહેન રાંધે છે. | ||
અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં ભોજન જેવા મોંઘેરા છે. | અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં ભોજન જેવા મોંઘેરા છે. | ||
બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે : | બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચાંદા! તારી ચાનકી, | ચાંદા! તારી ચાનકી, | ||
મારું ચૂરમું! | મારું ચૂરમું! | ||
ભાઈ જમ્યો! | ભાઈ જમ્યો! | ||
બેન ભૂખી! | બેન ભૂખી! | ||
</Poem> | |||
ભાઈના ઘરના તો ચોખા યે બહેનને મન ચૂરમા સમા. વળી ફરી વાર બોલે છે : | ભાઈના ઘરના તો ચોખા યે બહેનને મન ચૂરમા સમા. વળી ફરી વાર બોલે છે : | ||
ચાંદા! તારી ચાનકી, | ચાંદા! તારી ચાનકી, |
edits