ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 229: Line 229:
|
|
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રેકે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રેકે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રેકે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રેકે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રેકે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રેકે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રેકે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રેકે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રેકે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રેકે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
}}
<center>'''દૃશ્ય ૪'''</center>
(સમયઃ બાદશાહને દિલ્હી પહોંચતાં થાય તેટલો, અને ગુર્જરસેનાને તેની પાછળ ચડતાં થાય તેટલો, તિથિઃ ફાગણ સુદ ચૌદશ.
અત્યારે મેનાં ગુર્જરી સંહારક સ્ત્રી છે. તેણે કાલીનું વ્રત આદર્યું છે. ઉપવાસ એટલે કે અન્નત્યાગ અને કાલીની ઉપાસનાથી એનામાં સહજ પણ ચમત્કારી ઉગ્રતા અને તેજ આવ્યાં છે.
ગોખમાંથી તે ગુર્જરોને અને તુર્ક સિપાઈઓને લડતા જુએ છે. હીરીઓ પાછો હઠે છે. ગુર્જરી છંછેડાય છે.)
{{ps |મેનાં ગુર્જરીઃ| અરે કોઈ છે કે? કોઈ છે કે? અરે મને નીચે જવા દો. અલી રૂપાં! અલી શોભાં! અહીં આવો! હીરીઓ પાછો હઠ્યો! અરે કોઈ આવો! હે જોગમાયા! ગુર્જરો હઠ્યા! મને લડવા મોકલ, જોગમાયા!
(રૂપાં આવે છે.)}}
{{ps
|
|રૂપાં! હીરીઓ પાછો હઠે છે. ગુર્જરોને જીવવું બહુ વહાલું છે!
}}
{{ps |રૂપાં: | મેનાં! ભલી બાઈ, ગાંડી કેમ થા! ગુર્જરોએ થાય એટલું કર્યું. ગુર્જર નવ લાખ અને મોગલ બાણું લાખ!}}
{{ps |મેનાં: | એમ! ગુર્જરોએ થાય એટલું કર્યું! હવે ગુર્જરી થાય એટલું કરશે. (વળી ગોખમાંથી જોઈ) ના ના, હીરીઓ રણમાં ઘૂમે છે, અને મારા પરણ્યાને આઘો રાખે છે! હીરીઓ પાછો હઠ્યો! રૂપાં, મારો સંદેશો હીરીઆને પહોંચાડ. મારી ઓઢણી અને કાંચળી હીરીઆને પહેરવા મોકલ! અને મારા હાથમાં સમશેર લાવ!}}
(મેનાં આવેશમાં નાચે છે અને ગાય છે.)
{{ps
|
|“બાદશાહ કી સાથ મેં એસી લડું કે મેરા જુગમાં હો જાય નામ રે.”
}}
(રૂપાં જુએ છે કે મેનાંને સત ચડ્યું છે. મેનામાં માતાજી પધાર્યાં છે.)
{{ps |રૂપાં: | ખમ્મા મા! ખમ્મા મા! ગુર્જરો જીતશે! ખમ્મા મા!}}
(શાહજાદો એકદમ દોડતો આવે છે. પાછળ ઘવાયેલો હીરીઓ ધસી આવે છે.)
{{ps |શાહજાદોઃ| મેનાં! મારી બહેન! મેનાં, મારી બહેન! મને બચાવ!}}
{{ps |રૂપાં: | ખમ્મા મા! ખમ્મા મા!}}
{{ps |હીરીઓઃ| (ગુર્જરી જોઈ પગે પડે છે) ખમ્મા મા! ખમ્મા મા!}}
{{ps |મેનાં: | (શાન્ત થાય છે.) દિયરિયા ઊભો થા! (શાહજાદા સામું જોઈ પછી આંખ ફાટે છે) હીરીઆ!}}
{{ps |શાહજાદોઃ| (જુએ છે કે આ કંઈ હિંદુઓના ઢોંગ નથી) ખમ્મા, મારી બહેન! હીરાજી, તમારી ભાભીને માનભેર લઈ જાઓ. અમારી પાસે આવ્યાં ત્યારથી એ ખોરાકને અડ્યાં પણ નથી!}}
(હીરાજી ભાભીનો હાથ ઝાલી લઈ જાય છે. શાહજાદો જોઈ રહે છે.)
{{ps
|
|આ હિંદુઓ ગજબ કરે છે! આટલા દિવસ ખોરાક વિના કેમ રહેવાય?
}}
<center>'''દૃશ્ય ૫'''</center>
(ગુર્જરોના ગઢમાં વિજયતોરણ બંધાય છે. ગામ બહાર સ્ત્રીઓ વિજયી ગુર્જર વીરોને વધાવવા ટોળે મળી છે. ગુર્જરસેના પાછળ છે.
મેનાં ગુર્જરીના કાળીમાના ઉપવાસ ચાલુ છે. ભાભીને જલદી પારણું કરાવી વધામણામાં સામેલ કરવા હીરીઓ મેનાં ગુર્જરી અને સાથે બીજી ગુર્જરીઓને પણ લઈ આગળ આવ્યો છે.
મેનાં અને સહિયરો છાવણી જોવા ન આવેલી ગામની સ્ત્રીઓ તરફ જુએ છે. એમના મુખ ઉપર છાવણી જોવા આવેલીઓ માટે આવકાર નથી. મેનાં ખચકાય છે અને ઊભી રહે છે.)
{{ps |હીરીઓઃ| ચાલો ભાભી. હવે ઘર આવી ગયું. તમારું વ્રત પૂરું કરો.}}
(મેનાં ચાલતી નથી અને સ્થિર નજરે ગામની સ્ત્રીઓ તરફ જોઈ રહી છે. બીજી ગુર્જરીઓ હવે પછી દરેક બાબતમાં મેનાંને અનુસરે છે.)
ભાભી, ચાલો ને?
{{ps |મેનાં: | દિયરિયા! પગ નથી ઊપડતા! આમનાં મોઢાં જોઈને. (રૂપાં સામું જોઈ) રૂપાં, પેલું મ્હેણું યાદ આવે છે: | ‘બાદશાહની બેગમ થવા ગઈ’તી.’ દિયરિયા, મ્હેણાંનો રોટલો ખાવો પડશે!}}
(મેનાંની શારીરિક અને માનસિક સ્થિતિ એવી છે કે આવેશની સ્થિતિ તેને સહજ થઈ ગઈ છે.)
{{ps
|
|(આવેશમાં) દિયરિયા! મેનાં મ્હેણાંનો રોટલો નહિ ખાય!
}}
{{ps |હીરીઓઃ| અરે ભાભી, તમે આ શું બોલો છો? તમને કોણ મ્હેણું દે! તમને સાક્ષાત્ જોગમાયાના અવતારને!}}
{{ps |મેનાં: | (ચઢતા આવેશને રોકતી) મારું સત જોગમાયા જાણે છે!}}
{{ps |હીરીઓઃ| ભાભી! જુઓ, પેલાં મારાં મા ઊભાં! અને પેલાં તમારાં નાનકડાં નણદી ઊભાં! ચાલો એમને ભેટીએ અને ઘેર જઈ પારણું કરીએ. ગુર્જરસેના આવે તે પહેલાં તો આપણે પાછાં આવી જઈશું.}}
(મેનાંનો પગ ઊપડતો નથી, પણ હીરો હાથ ખેંચીને લઈ જાય છે. બધાં ગામની સ્ત્રીઓ પાસે જાય છે. હીરાજીની માતા અને બહેન આગળ આવે છે. એમને સામાં આવતાં જોઈ મેનાંને ઉલ્લાસ આવે છે; મેનાં ઘૂમટો તાણે છે. હીરીઓ માતાને પગે પડે છે.)
{{ps |માતાઃ |બેટા ઘણું જીવો.}}
{{ps |બહેનઃ | (ઓવારણાં લઈ) ભાઈ, ભાભી વહેલી લાવજે.}}
{{ps |હીરોઃ| (જુએ છે કે બહેન ભાભી તરફ જોતી નથી) બહેન! મારી વહુ તો આવશે ત્યારે આવશે; પણ આ ભાભી તરફ તો જો! (બહેન મોઢું મરડે છે.)}}
(મેનાં સાસુને પગે પડવા જાય છે.)
{{ps |સાસુઃ| (પગ ખેંચી લઈ) જોજે મને અડતી, બાદશાહની બીબી!}}
{{ps |મેનાં: | (ટટ્ટાર થઈ ઘૂમટો કાઢી નાંખે છે.) બાદશાહની બીબી!}}
(સાસુ અને નણંદની પાસે ટોળે વળેલી ગામની વહુઓ, દીકરીઓ અને સાસુઓ તરફ મેનાં જુએ છે. દરેકના મોઢા ઉપર બાદશાહની બીબી એ બોલ જુએ છે.)}}
{{ps |મેનાં: | (ફરીથી ચક્તિ નયને) બાદશાહની બીબી! હું બાદશાહની બીબી! બાદશાહની બીબીને લેવા તમારા દીકરાને મરવા મોકલ્યા હતા?}}
{{ps |સાસુઃ| મરવા ન જાય તો ગુર્જરોની લાજ જાય! પણ તરકના ઘરમાં રહેલીને હું ઘરમાં ઘાલું? મારું કુળ હીણું કરવું છે?}}
{{ps |મેનાં: | મારાથી તમારું કુળ હીણું થશે? (મેનાંની આંખ ફાટે છે.) ઓ જોગમાયા! તું મારું સત જાણે છે. હીરીઆ, હું જાઉં છું. તમારા ભાઈને કહેજો કે મેનાં તમારું કુળ હીણું નહિ કરે! (ફરીથી એક વાર ફાટેલી નજરે સાસુ તરફ) બાઈજી! મારાથી તમારું કુળ હીણું થશે? હે જોગમાયા!}}
(મેનાંમાં બધાં નવું તેજ જુએ છે.)
{{ps |હીરીઓઃ| બા! બા! શો ગજબ કર્યો! માતાજી કોપ્યાં. માતાજીને મેં દિલ્હીમાં જોયાં હતાં – તે પાછાં આવ્યાં. (મેનાંને) ખમ્મા કરો. મા ખમ્મા. ખમ્મા કરો.}}
{{ps |બધી સ્ત્રીઓઃ| (સાસુ અને નણંદ સિવાય) ખમ્મા કરો, મા ખમ્મા કરો. છોરુંના દોષ ખમ્મા કરો.}}
(મેનાં આવિષ્ટ થાય છે. માથાનો અંબોડો છૂટો થાય છે. મેનાં દિવ્યસત્ત્વના પગલે વિદાય થાય છે.)
{{ps |બધાં: | | (હવે સાસુ અને નણંદ પણ) મા રહો! રહો!}}
(મેનાંની પાછળ હાથમાં કટારીઓ કાઢી બીજી ગુર્જરીઓ જોગણીઓ જેવી જાય છે.)
{{ps |બધાં: | | રહો! રહો!}}
(પણ જોગણીઓનું દિવ્ય નૃત્ય જોઈ બધાં મૂક થઈ જાય છે.)
<center>(નેપથ્યે)</center>
{{ps
|
|“કે ત્યાંથી ગુર્જરી ચાલિયાં ને ગયાં તે પાવાગઢ રેકે પાવા તે ગઢમાં અલોપ હો ગઈ મહાકાળી કહેવાય રે”
{{Right|(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. અનંતરાય રાવળ)}}
}}
}}
18,450

edits