ગુજરાતી એકાંકીસંપદા/સ્પર્શ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
એના ઉપર રાતો પ્રકાશ ફેંકતો બલ્બ અત્યારે બંધ છે.
એના ઉપર રાતો પ્રકાશ ફેંકતો બલ્બ અત્યારે બંધ છે.
તખ્તાની શાંતિને ચીરતી ઍમ્બ્યુલન્સની સાયરન ગુંજી ઊઠે છે. નર્સ દોડતી દોડતી થિયેટર તરફ જાય છે. વૉર્ડ બૉય સ્ટ્રેચર ધકેલતો ઑપરેશન થિયેટર ભણી જાય છે. સ્ટ્રેચર પર ઊર્મિ સૂતી છે. ઊર્મિનો હાથ પકડીને એને હિંમત આપે છે. નિશીથ ઑપરેશન થિયેટરના દરવાજા ખોલે છે. સ્ટ્રેચર અંદર જાય છે. નિશીથ બહાર રહે છે. ડૉ. અનુપ ચહેરા પર માસ્ક બાંધતો બાજુની કૅબિનમાંથી બહાર આવે છે.)
તખ્તાની શાંતિને ચીરતી ઍમ્બ્યુલન્સની સાયરન ગુંજી ઊઠે છે. નર્સ દોડતી દોડતી થિયેટર તરફ જાય છે. વૉર્ડ બૉય સ્ટ્રેચર ધકેલતો ઑપરેશન થિયેટર ભણી જાય છે. સ્ટ્રેચર પર ઊર્મિ સૂતી છે. ઊર્મિનો હાથ પકડીને એને હિંમત આપે છે. નિશીથ ઑપરેશન થિયેટરના દરવાજા ખોલે છે. સ્ટ્રેચર અંદર જાય છે. નિશીથ બહાર રહે છે. ડૉ. અનુપ ચહેરા પર માસ્ક બાંધતો બાજુની કૅબિનમાંથી બહાર આવે છે.)
{{ps |નિશીથઃ| Au the bert. અનુપ.
{{ps |નિશીથઃ| Au the bert. અનુપ.}}
{{ps |અનુપઃ| Relax (અંદર જાય છે.) (અનંત મરુભૂમિમાં અચાનક એકલો પડી ગયો હોય એવું નિશીથ મહેસૂસ કરે છે. થિયેટરના પ્રવેશદ્વાર પર લાલ બત્તી થાય છે. પાસેના બાંકડા પર બેસે છે. સિગારેટ સળગાવે છે. એના ધુમાડા તરફ જોતો એ બેસે છે. ત્યાં સામેની “નો સ્મોકિંગ”ની નિશાની વાંચે છે. સિગારેટ બુઝાવી નાંખે છે ને ધુમાડાને જતો જોઈ રહે છે. ટેલિફોનની ઘંટડી વારંવાર વાગ્યા કરે છે. કોઈ ઉપાડતું નથી. નિશીથ લેવો કે ન લેવો એનો વિચાર કરે. લેવા જાય ત્યાં ટેલિફોનની ઘંટડી બંધ થઈ ગઈ. હવે જે સંવાદો સંભળાય છે તે નિશીથના મનમાં ઊઠ્યા છે.)
{{ps |અનુપઃ| Relax (અંદર જાય છે.) (અનંત મરુભૂમિમાં અચાનક એકલો પડી ગયો હોય એવું નિશીથ મહેસૂસ કરે છે. થિયેટરના પ્રવેશદ્વાર પર લાલ બત્તી થાય છે. પાસેના બાંકડા પર બેસે છે. સિગારેટ સળગાવે છે. એના ધુમાડા તરફ જોતો એ બેસે છે. ત્યાં સામેની “નો સ્મોકિંગ”ની નિશાની વાંચે છે. સિગારેટ બુઝાવી નાંખે છે ને ધુમાડાને જતો જોઈ રહે છે. ટેલિફોનની ઘંટડી વારંવાર વાગ્યા કરે છે. કોઈ ઉપાડતું નથી. નિશીથ લેવો કે ન લેવો એનો વિચાર કરે. લેવા જાય ત્યાં ટેલિફોનની ઘંટડી બંધ થઈ ગઈ. હવે જે સંવાદો સંભળાય છે તે નિશીથના મનમાં ઊઠ્યા છે.)}}
{{ps |નિશીથઃ| હલો get me, Dr. Anoop… અનુપ.: હું નિશીથ. અનુપ, ઊર્મિને Suddenly bleeding થવા માંડ્યું છે… ના its only seventh month running હું…હા… હમણાં જ લઈ આવું છું. (નિશીથ દીવાલ પરના ઘડિયાળ તરફ જુએ છે. ઘડિયાળની ટક્‌ ટક્‌નો અવાજ ધીમે ધીમે મોટો થતો ટાવરમાં વાગતો હોય એટલો મોટો ટકોરો પડે. લાલ બત્તી બુઝાઈ જાય. અનુપ મોઢા પરનો માસ્ક કાઢતો આવે.)
{{ps |નિશીથઃ| હલો get me, Dr. Anoop… અનુપ.: હું નિશીથ. અનુપ, ઊર્મિને Suddenly bleeding થવા માંડ્યું છે… ના its only seventh month running હું…હા… હમણાં જ લઈ આવું છું. (નિશીથ દીવાલ પરના ઘડિયાળ તરફ જુએ છે. ઘડિયાળની ટક્‌ ટક્‌નો અવાજ ધીમે ધીમે મોટો થતો ટાવરમાં વાગતો હોય એટલો મોટો ટકોરો પડે. લાલ બત્તી બુઝાઈ જાય. અનુપ મોઢા પરનો માસ્ક કાઢતો આવે.)}}
{{ps |નિશીથઃ| Everything allright અનુપ? ઉર્મિ કેમ છે?
{{ps |નિશીથઃ| Everything allright અનુપ? ઉર્મિ કેમ છે?}}
{{ps |અનુપઃ| ઊર્મિ is completely allright. પણ…
{{ps |અનુપઃ| ઊર્મિ is completely allright. પણ…}}
{{ps |નિશીથઃ| પણ?
{{ps |નિશીથઃ| પણ?}}
{{ps |અનુપઃ| To come to the point. તમે દીકરાનાં મા-બાપ થયાં છો. આમ છતાં Pre-mature deliveryને લીધે તે અતિશય નબળો છે. He will be kept in on an incubator. અમારા observationને માટે, ૩૭ કલાક પછી તને કહી શકીશ કે તારો એ દીકરો ટકી શકશે કે નહીં.
{{ps |અનુપઃ| To come to the point. તમે દીકરાનાં મા-બાપ થયાં છો. આમ છતાં Pre-mature deliveryને લીધે તે અતિશય નબળો છે. He will be kept in on an incubator. અમારા observationને માટે, ૩૭ કલાક પછી તને કહી શકીશ કે તારો એ દીકરો ટકી શકશે કે નહીં.}}
{{ps |નિશીથઃ| ઓહ! I understand. ઊર્મિને આ વાતની ખબર છે?
{{ps |નિશીથઃ| ઓહ! I understand. ઊર્મિને આ વાતની ખબર છે?}}
{{ps |અનુપઃ| ના અને અત્યારે એને જણાવવાની જરૂર પણ નથી. She herself is weak. થોડી સ્વસ્થ થશે પછી મને યોગ્ય લાગશે ત્યારે અને તે રીતે હું એને કહીશ. (થિયેટરમાંથી એક incubatorમાં બાળક પસાર થઈ રહ્યું છે.)
{{ps |અનુપઃ| ના અને અત્યારે એને જણાવવાની જરૂર પણ નથી. She herself is weak. થોડી સ્વસ્થ થશે પછી મને યોગ્ય લાગશે ત્યારે અને તે રીતે હું એને કહીશ. (થિયેટરમાંથી એક incubatorમાં બાળક પસાર થઈ રહ્યું છે.)}}
{{ps |અનુપઃ| Well, નિશીથ, meet your son. (નિશીથ incubatorને જુએ. પોતાના બાળકને સ્પર્શતો હોય એમ એના ઉપર હાથ મૂકે.)
{{ps |અનુપઃ| Well, નિશીથ, meet your son. (નિશીથ incubatorને જુએ. પોતાના બાળકને સ્પર્શતો હોય એમ એના ઉપર હાથ મૂકે.)}}
{{ps |નિશીથઃ| દીકરો? મારો? મારો દીકરો? અનુપ કેટલું વિચિત્ર છે. તને ખબર છે. આ બાળકને આ ક્ષણ પહેલાં તો મેં જોયું પણ નહોતું. તે કહ્યું આ તારો દીકરો અને અચાનક બધું જ બદલાઈ ગયું. આ કાચની દીવાલ, આ ગાડી અને એમાં જેનો ચહેરો પણ અત્યારે બરાબર દેખાતો નથી એ ચહેરા માટે મારા હૈયામાંથી લાગણીનો દરિયો ઊમટી પડ્યો. આ આ શું થઈ ગયું? Welcome welcome my son. અનુપ એક વાર, એક વાર મને એને જોવા દે ને!
{{ps |નિશીથઃ| દીકરો? મારો? મારો દીકરો? અનુપ કેટલું વિચિત્ર છે. તને ખબર છે. આ બાળકને આ ક્ષણ પહેલાં તો મેં જોયું પણ નહોતું. તે કહ્યું આ તારો દીકરો અને અચાનક બધું જ બદલાઈ ગયું. આ કાચની દીવાલ, આ ગાડી અને એમાં જેનો ચહેરો પણ અત્યારે બરાબર દેખાતો નથી એ ચહેરા માટે મારા હૈયામાંથી લાગણીનો દરિયો ઊમટી પડ્યો. આ આ શું થઈ ગયું? Welcome welcome my son. અનુપ એક વાર, એક વાર મને એને જોવા દે ને!}}
{{ps |અનુપઃ| Sorry, અત્યારે આ ઘડીએ તું કે ઊર્મિ કોઈ એને અડી પણ નહીં શકો. You see, એનાં Lungs બરાબર ડેવલપ નથી થયાં. એને શ્વાસ લેતાં મુશ્કેલી પડે છે.
{{ps |અનુપઃ| Sorry, અત્યારે આ ઘડીએ તું કે ઊર્મિ કોઈ એને અડી પણ નહીં શકો. You see, એનાં Lungs બરાબર ડેવલપ નથી થયાં. એને શ્વાસ લેતાં મુશ્કેલી પડે છે.}}
{{ps |નિશીથઃ| I wish હું મારા શ્વાસ એને આપું.
{{ps |નિશીથઃ| I wish હું મારા શ્વાસ એને આપું.}}
{{ps |અનુપઃ| you old boy. સાલા, તારી આ હાલત છે તો ઊર્મિની શી હાલત હશે? (બાળકને લઈ જવાય. પાછળ ડૉક્ટર જાય. નિશીથ જોઈ રહે છે. ત્યાં ઊર્મિના રૂમમાંથી ચીસ સંભળાય નિશીથ દાખલ થાય ward room પર પ્રકાશ. ઍન્ટી ચેમ્બરમાં અંધારું. ઊર્મિ ખાટલા પર બેઠી થઈ ગઈ છે. નર્સ અને વૉર્ડ બૉય એને રોકે છે.)
{{ps |અનુપઃ| you old boy. સાલા, તારી આ હાલત છે તો ઊર્મિની શી હાલત હશે? (બાળકને લઈ જવાય. પાછળ ડૉક્ટર જાય. નિશીથ જોઈ રહે છે. ત્યાં ઊર્મિના રૂમમાંથી ચીસ સંભળાય નિશીથ દાખલ થાય ward room પર પ્રકાશ. ઍન્ટી ચેમ્બરમાં અંધારું. ઊર્મિ ખાટલા પર બેઠી થઈ ગઈ છે. નર્સ અને વૉર્ડ બૉય એને રોકે છે.)}}
{{ps |ઊર્મિઃ| છોડો, છોડી દો મને, Leave me alone, I want to get up. પારણું ખાલી કેમ છે? મારું બાળક? ક્યાં છે મારું બાળક? where is my child? (નિશીથને જોતાં) નિશીથ! મારું બાળક? પારણું ખાલી કેમ છે નિશીથ?
{{ps |ઊર્મિઃ| છોડો, છોડી દો મને, Leave me alone, I want to get up. પારણું ખાલી કેમ છે? મારું બાળક? ક્યાં છે મારું બાળક? where is my child? (નિશીથને જોતાં) નિશીથ! મારું બાળક? પારણું ખાલી કેમ છે નિશીથ?}}
{{ps |નિશીથઃ| ઊર્મિ શાંત થા.
{{ps |નિશીથઃ| ઊર્મિ શાંત થા.}}
{{ps |ઊર્મિઃ| તમે બોલતા કેમ નથી? મારી પાસે મારું બાળક કેમ નથી? શું થયું છે એને? (pause) it is… dead?
{{ps |ઊર્મિઃ| તમે બોલતા કેમ નથી? મારી પાસે મારું બાળક કેમ નથી? શું થયું છે એને? (pause) it is… dead?}}
{{ps |નિશીથઃ| Oh no ઊર્મિ. જો Darling સમજ He is fine ડૉક્ટર એને observation–
{{ps |નિશીથઃ| Oh no ઊર્મિ. જો Darling સમજ He is fine ડૉક્ટર એને observation–}}
{{ps |ઊર્મિઃ| દીકરો છે?
{{ps |ઊર્મિઃ| દીકરો છે?}}
{{ps |નિશીથઃ| yes
{{ps |નિશીથઃ| yes}}
{{ps |ઊર્મિઃ| (નિરાંત અનુભવતી) Oh god. (તરત જ ઉશ્કેરાતાં) નિશીથ સાચું કહે છે ને? મને પટાવતો તો નથી ને?
{{ps |ઊર્મિઃ| (નિરાંત અનુભવતી) Oh god. (તરત જ ઉશ્કેરાતાં) નિશીથ સાચું કહે છે ને? મને પટાવતો તો નથી ને?}}
{{ps |નિશીથઃ| God Promise, બસ. (નિશીથ ઊર્મિને માથે હાથ ફેરવે છે. અંધારું થાય છે. (ફરી પાછો પ્રકાશ થાય છે. ત્યારે બીજા દિવસની સવાર. ઊર્મિ હવે સ્વસ્થ લાગે છે. ઊભી થઈને ખાલી પડેલા ઘોડિયા પાસે જાય છે. એ પારણાને થોડું ઝુલાવે છે. Hand bagમાંથી sweater કાઢે છે. જુએ છે. સ્મિત નજર સામેના કૅલેન્ડર પર પડે. કૅલેન્ડર પાસે જઈ એના પર હાથ ફેરવે છે. ત્યાં નિશીથ ફળો લઈને દાખલ થાય. ઊર્મિ ચોરી કરતાં પકડાઈ ગઈ હોય તેમ પોતાની જાતને સંભાળી લે છે.)
{{ps |નિશીથઃ| God Promise, બસ. (નિશીથ ઊર્મિને માથે હાથ ફેરવે છે. અંધારું થાય છે. (ફરી પાછો પ્રકાશ થાય છે. ત્યારે બીજા દિવસની સવાર. ઊર્મિ હવે સ્વસ્થ લાગે છે. ઊભી થઈને ખાલી પડેલા ઘોડિયા પાસે જાય છે. એ પારણાને થોડું ઝુલાવે છે. Hand bagમાંથી sweater કાઢે છે. જુએ છે. સ્મિત નજર સામેના કૅલેન્ડર પર પડે. કૅલેન્ડર પાસે જઈ એના પર હાથ ફેરવે છે. ત્યાં નિશીથ ફળો લઈને દાખલ થાય. ઊર્મિ ચોરી કરતાં પકડાઈ ગઈ હોય તેમ પોતાની જાતને સંભાળી લે છે.)}}
{{ps |નિશીથઃ| ગુડ મૉર્નિંગ, કેમ છે આજે?
{{ps |નિશીથઃ| ગુડ મૉર્નિંગ, કેમ છે આજે?}}
{{ps |ઊર્મિઃ| ઘણું સારું છે. (નિશીથ એને ફળો આપે.)
{{ps |ઊર્મિઃ| ઘણું સારું છે. (નિશીથ એને ફળો આપે.)}}
{{ps |નિશીથઃ| Pain?
{{ps |નિશીથઃ| Pain?}}
{{ps |ઊર્મિઃ| ફળો મળી જાય પછી Pain ક્યાંથી હોય? ધે આર બ્યૂટીફુલ!
{{ps |ઊર્મિઃ| ફળો મળી જાય પછી Pain ક્યાંથી હોય? ધે આર બ્યૂટીફુલ!}}
{{ps |નિશીથઃ| લાવ એ ફૂલો મને આપ. (નિશીથ જૂનાં ફૂલ કચરાપેટીમાં ફેંકી દે છે અને નવાં ગોઠવતો હોય છે.)
{{ps |નિશીથઃ| લાવ એ ફૂલો મને આપ. (નિશીથ જૂનાં ફૂલ કચરાપેટીમાં ફેંકી દે છે અને નવાં ગોઠવતો હોય છે.)}}
{{ps |ઊર્મિઃ| નિશીથ તમે મારાથી કશું છુપાવતા તો નથી ને?
{{ps |ઊર્મિઃ| નિશીથ તમે મારાથી કશું છુપાવતા તો નથી ને?}}
{{ps |નિશીથઃ| કેમ એવું પૂછે છે?
{{ps |નિશીથઃ| કેમ એવું પૂછે છે?}}
{{ps |ઊર્મિઃ| તું જ્યારે જ્યારે મને વધારે પડતું વહાલ કરે છે ત્યારે…
{{ps |ઊર્મિઃ| તું જ્યારે જ્યારે મને વધારે પડતું વહાલ કરે છે ત્યારે…}}
{{ps |નિશીથઃ| ડોન્ટ ટૉક નૉનસેન્સ ઊર્મિ. તને એક ગુડ ન્યૂઝ આપું.
{{ps |નિશીથઃ| ડોન્ટ ટૉક નૉનસેન્સ ઊર્મિ. તને એક ગુડ ન્યૂઝ આપું.}}
{{ps |ઊર્મિઃ| જોયું? વળી પાછા એ જ ફાંફાં. નિશીથ તું મારાથી ક્યારેય કશુંયે છુપાવી નથી શકતો. સાચું કહી દે!
{{ps |ઊર્મિઃ| જોયું? વળી પાછા એ જ ફાંફાં. નિશીથ તું મારાથી ક્યારેય કશુંયે છુપાવી નથી શકતો. સાચું કહી દે!}}
{{ps |નિશીથઃ| અરે પણ મારે શા માટે કશુંય છુપાવવું પડે? ગાંડી છે. એક સિગારેટ પીવા દે યાર. સવારની નથી પીધી.
{{ps |નિશીથઃ| અરે પણ મારે શા માટે કશુંય છુપાવવું પડે? ગાંડી છે. એક સિગારેટ પીવા દે યાર. સવારની નથી પીધી.}}
{{ps |ઊર્મિઃ| નિશીથ, તેં તો આપણા દીકરાને જોયો છે ને? મને કહે કેવો લાગે છે? મારા જેવો? તારા જેવો? કોના જેવી છે એની આંખો? શિવશંકર કાકાને બતાવ્યું? કઈ રાશિ આવી? નામ શું નક્કી કરીશું?
{{ps |ઊર્મિઃ| નિશીથ, તેં તો આપણા દીકરાને જોયો છે ને? મને કહે કેવો લાગે છે? મારા જેવો? તારા જેવો? કોના જેવી છે એની આંખો? શિવશંકર કાકાને બતાવ્યું? કઈ રાશિ આવી? નામ શું નક્કી કરીશું?}}
{{ps |નિશીથઃ| માય ગૉડ! આ બધા પ્રશ્નો ફરજિયાત છે? અરે એક પછી એક સવાલ પૂછ યાર. આપણા દીકરા માટેની તારી અધીરતા હું સમજી શકું છું.
{{ps |નિશીથઃ| માય ગૉડ! આ બધા પ્રશ્નો ફરજિયાત છે? અરે એક પછી એક સવાલ પૂછ યાર. આપણા દીકરા માટેની તારી અધીરતા હું સમજી શકું છું.}}
{{ps |ઊર્મિઃ| તું શું સમજે? તું કંઈ મા થોડો છે?
{{ps |ઊર્મિઃ| તું શું સમજે? તું કંઈ મા થોડો છે?}}
{{ps |નિશીથઃ| પણ પતિ તો છું ને? કે પછી હવે પપ્પા શબ્દ આવ્યો એટલે પતિ શબ્દને હડસેલી દેવાનો? ને ઊર્મિ કહે છે કે પપ્પા બન્યા પછી પતિ પદભ્રષ્ટ થાય છે.
{{ps |નિશીથઃ| પણ પતિ તો છું ને? કે પછી હવે પપ્પા શબ્દ આવ્યો એટલે પતિ શબ્દને હડસેલી દેવાનો? ને ઊર્મિ કહે છે કે પપ્પા બન્યા પછી પતિ પદભ્રષ્ટ થાય છે.}}
{{ps |ઊર્મિઃ| કેમ આટલો બધો નર્વસ છે?
{{ps |ઊર્મિઃ| કેમ આટલો બધો નર્વસ છે?}}
{{ps |નિશીથઃ| નર્વસ?
{{ps |નિશીથઃ| નર્વસ?}}
{{ps |ઊર્મિઃ| હું… હસવું નહીં આવે એવા જોક કર્યા કરે છે. સાચું કહે શું થયું છે આપણા દીકરાને.
{{ps |ઊર્મિઃ| હું… હસવું નહીં આવે એવા જોક કર્યા કરે છે. સાચું કહે શું થયું છે આપણા દીકરાને.}}
{{ps |નિશીથઃ| ઊર્મિ તને પ્રિમેચ્યૉર ડિલિવરી લન્ગસ થઈ છે, કેમ ભૂલી જાય છે? યૂ સી આપણો દીકરો જરા Weak છે. ડૉક્ટર કહે છે એનાં લન્ગ્સ નથી થયાં એટલે…
{{ps |નિશીથઃ| ઊર્મિ તને પ્રિમેચ્યૉર ડિલિવરી લન્ગસ થઈ છે, કેમ ભૂલી જાય છે? યૂ સી આપણો દીકરો જરા Weak છે. ડૉક્ટર કહે છે એનાં લન્ગ્સ નથી થયાં એટલે…}}
{{ps |ઊર્મિઃ| એક એક શ્વાસને માટે એને ઝઝૂમવું પડતું હશે. નહીં નિશીથ?
{{ps |ઊર્મિઃ| એક એક શ્વાસને માટે એને ઝઝૂમવું પડતું હશે. નહીં નિશીથ?}}
{{ps |નિશીથઃ| યૂ નો ઊર્મિ How helpless I feel મારી પાસે મારી નજરની સામે આપણું બાળક એક લોલકની જેમ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાયાં કરે ને આપણે કશું યે નહીં કરી શકીએ! અને માનશે ઊર્મિ, એ જોઈને મને શું થયું? એક શ્વાસ લેતાં હું અપરાધ કરતો હોઉં એવું મને લાગ્યું પણ ઊર્મિ, અનુપ કહે છે ચિંતાનું કોઈ કારણ નથી. He is as brave as you are. He will make it. He also and you too. બધું જ બરાબર થઈ જશે. આખરે આપણે જીતીશું. જીવન જીતશે ઊર્મિ. ૪૮ કલાકનો ગાળો હતો, હવે રહ્યા છે માત્ર ૧૬ કલાક. જો ૩૨ કલાક નીકળ્યા તો ૧૬ કલાક નહીં નીકળે ઊર્મિ?
{{ps |નિશીથઃ| યૂ નો ઊર્મિ How helpless I feel મારી પાસે મારી નજરની સામે આપણું બાળક એક લોલકની જેમ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાયાં કરે ને આપણે કશું યે નહીં કરી શકીએ! અને માનશે ઊર્મિ, એ જોઈને મને શું થયું? એક શ્વાસ લેતાં હું અપરાધ કરતો હોઉં એવું મને લાગ્યું પણ ઊર્મિ, અનુપ કહે છે ચિંતાનું કોઈ કારણ નથી. He is as brave as you are. He will make it. He also and you too. બધું જ બરાબર થઈ જશે. આખરે આપણે જીતીશું. જીવન જીતશે ઊર્મિ. ૪૮ કલાકનો ગાળો હતો, હવે રહ્યા છે માત્ર ૧૬ કલાક. જો ૩૨ કલાક નીકળ્યા તો ૧૬ કલાક નહીં નીકળે ઊર્મિ?}}
{{ps |ઊર્મિઃ| એને ક્યાં રાખ્યો છે?
{{ps |ઊર્મિઃ| એને ક્યાં રાખ્યો છે?}}
{{ps |નિશીથઃ| ICUIમાં. યૂ સી, અનુપ છેલ્લા ૨૪ કલાકથી ઘરે પણ નથી ગયો. પ્રત્યેક પળ મોનિટર કરે છે એ.
{{ps |નિશીથઃ| ICUIમાં. યૂ સી, અનુપ છેલ્લા ૨૪ કલાકથી ઘરે પણ નથી ગયો. પ્રત્યેક પળ મોનિટર કરે છે એ.}}
{{ps |ઊર્મિઃ| હું એને જોઈ શકું?
{{ps |ઊર્મિઃ| હું એને જોઈ શકું?}}
(નિશીથ કશું બોલતો નથી.)
(નિશીથ કશું બોલતો નથી.)
{{ps |ઊર્મિઃ| નિશીથ, આ બારીની બહાર નજર કરીએ ને તો જનરલ વૉર્ડ દેખાય છે. ત્યાં એક એક ખાટલા ઉપર લટકાવેલું પારણું, પ્રત્યેક ખાટલા પર મા, અને પારણામાં બાળક બિચારાં લઘર-વઘર, કેટલાંકને તો સારસંભાળ… રાખનારુંયે કોઈ નથી પણ એના પડખામાં એનું બાળક એ એને જોયા કરે, એની આંગળીથી એના માથા પર હાથ ફેરવે. એની સાથે વાતો કર્યા કરે. મારી નજર ફરે અને મારું પારણું ખાલી. કોઈ અદૃશ્ય હાથ આવીને, મારા માતૃત્વને તમાચો મારે છે નિશીથ. સામાન્ય વૉર્ડના તેલ નહીં પૂરેલા કચડ કચડ અવાજ મને આવીને આખી વલોવી નાંખે છે. જાણે છે ગઈ કાલે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું, પારણાના આડા ઊભા સળિયા, તૂટેલા ભૂખરા થાંભલામાં ફેરવાઈ ગયા, પારણું ખંડેર બની ગયું ને એમાં ઝૂલતું હતું આપણા દીકરાનું હાડપિંજર નિશીથ.
{{ps |ઊર્મિઃ| નિશીથ, આ બારીની બહાર નજર કરીએ ને તો જનરલ વૉર્ડ દેખાય છે. ત્યાં એક એક ખાટલા ઉપર લટકાવેલું પારણું, પ્રત્યેક ખાટલા પર મા, અને પારણામાં બાળક બિચારાં લઘર-વઘર, કેટલાંકને તો સારસંભાળ… રાખનારુંયે કોઈ નથી પણ એના પડખામાં એનું બાળક એ એને જોયા કરે, એની આંગળીથી એના માથા પર હાથ ફેરવે. એની સાથે વાતો કર્યા કરે. મારી નજર ફરે અને મારું પારણું ખાલી. કોઈ અદૃશ્ય હાથ આવીને, મારા માતૃત્વને તમાચો મારે છે નિશીથ. સામાન્ય વૉર્ડના તેલ નહીં પૂરેલા કચડ કચડ અવાજ મને આવીને આખી વલોવી નાંખે છે. જાણે છે ગઈ કાલે રાત્રે મને એક સ્વપ્ન આવ્યું, પારણાના આડા ઊભા સળિયા, તૂટેલા ભૂખરા થાંભલામાં ફેરવાઈ ગયા, પારણું ખંડેર બની ગયું ને એમાં ઝૂલતું હતું આપણા દીકરાનું હાડપિંજર નિશીથ.}}
{{ps |નિશીથઃ| ઊર્મિ… પ્લીઝ.
{{ps |નિશીથઃ| ઊર્મિ… પ્લીઝ.}}
{{ps |ઊર્મિઃ| નિશીથ પ્લીઝ આઈ વોન્ટ ટૂ સી માય ચાઇલ્ડ નિશીથ. દીવાલોની વચ્ચે તો દીવાલોની વચ્ચે, એક વાર મને એને જોવા દે. મારી સૂકી આંખો અંગારાની જેમ ભભૂકી રહી છે. એની બંધ આંખોને જોઈને મારી આંખોમાં શાંતિની વેલડી ફરી વળશે, નિશીથ.
{{ps |ઊર્મિઃ| નિશીથ પ્લીઝ આઈ વોન્ટ ટૂ સી માય ચાઇલ્ડ નિશીથ. દીવાલોની વચ્ચે તો દીવાલોની વચ્ચે, એક વાર મને એને જોવા દે. મારી સૂકી આંખો અંગારાની જેમ ભભૂકી રહી છે. એની બંધ આંખોને જોઈને મારી આંખોમાં શાંતિની વેલડી ફરી વળશે, નિશીથ.}}
{{ps |નિશીથઃ| એ વાત સાચી છે ઊર્મિ પણ નો બડી ઈસ એલાઉડ ટૂ ગો નીઅર હિમ. તું એને જોશે તો તને અડકવાનું મન થશે અને તો…
{{ps |નિશીથઃ| એ વાત સાચી છે ઊર્મિ પણ નો બડી ઈસ એલાઉડ ટૂ ગો નીઅર હિમ. તું એને જોશે તો તને અડકવાનું મન થશે અને તો…}}
{{ps |ઊર્મિઃ| તો?
{{ps |ઊર્મિઃ| તો?}}
{{ps |નિશીથઃ| ઊર્મિ મને એક વાત યાદ આવે છે. હું ખૂબ નાનો હતો ત્યારે અમે સુરતમાં રહેતાં હતાં. સુરતના ઘરના માળિયામાં એક બિલાડીએ બે બચ્ચાંને જન્મ આપ્યો. છિણાયેલા બરફના ઢગલા જેવાં બે બચ્ચાં. મને એને અડકવાનું, એને પંપાળવાનું ખૂબ મન થતું. મારાં દાદી મને ના પાડે છતાં બપોરે જ્યારે બધાં ઊંઘતાં હતાં ત્યારે હું માળિયા પર ચઢી ગયો. મેં એક બચ્ચાને just થોડું અડક્યું, પંપાળ્યું, ત્યાં એની મા આવી ચઢી. એણે એક બચ્ચાને સૂંઘ્યું અને બીજા બચ્ચાને લઈને ચાલી ગઈ. પેલું બચ્ચું મિંયાંઉ… મિંયાંઉ… કરતું રહ્યું. એ મિંયાંઉ… મિંયાંઉ… નહોતું… મા, મા કહેતું હતું. પણ બિલાડી પાછી નહીં ફરી ને માત્ર ચાર કલાકમાં પેલું બચ્ચું ભૂખેતરસે મરી ગયું. ઊર્મિ, કહે છે કે કોક બચ્ચાને અડકે તો બિલાડી પોતાના બચ્ચાને ત્યજી દે છે. મારો એક જ સ્પર્શ એને માટે મૃત્યુસ્પર્શ બની ગયો.
{{ps |નિશીથઃ| ઊર્મિ મને એક વાત યાદ આવે છે. હું ખૂબ નાનો હતો ત્યારે અમે સુરતમાં રહેતાં હતાં. સુરતના ઘરના માળિયામાં એક બિલાડીએ બે બચ્ચાંને જન્મ આપ્યો. છિણાયેલા બરફના ઢગલા જેવાં બે બચ્ચાં. મને એને અડકવાનું, એને પંપાળવાનું ખૂબ મન થતું. મારાં દાદી મને ના પાડે છતાં બપોરે જ્યારે બધાં ઊંઘતાં હતાં ત્યારે હું માળિયા પર ચઢી ગયો. મેં એક બચ્ચાને just થોડું અડક્યું, પંપાળ્યું, ત્યાં એની મા આવી ચઢી. એણે એક બચ્ચાને સૂંઘ્યું અને બીજા બચ્ચાને લઈને ચાલી ગઈ. પેલું બચ્ચું મિંયાંઉ… મિંયાંઉ… કરતું રહ્યું. એ મિંયાંઉ… મિંયાંઉ… નહોતું… મા, મા કહેતું હતું. પણ બિલાડી પાછી નહીં ફરી ને માત્ર ચાર કલાકમાં પેલું બચ્ચું ભૂખેતરસે મરી ગયું. ઊર્મિ, કહે છે કે કોક બચ્ચાને અડકે તો બિલાડી પોતાના બચ્ચાને ત્યજી દે છે. મારો એક જ સ્પર્શ એને માટે મૃત્યુસ્પર્શ બની ગયો.}}
{{ps |ઊર્મિઃ| મારો સ્પર્શ કંઈ પારકો સ્પર્શ થોડો છે કે એ મૃત્યુસ્પર્શ બને? છતાં હું એને નહીં અડું. હું એને જોયા કરીશ, just જોયા કરીશ. મા કરતાં વધારે સારું observation બીજું કોણ કરશે નિશીથ? મને હક્ક છે એને જોવાનો.
{{ps |ઊર્મિઃ| મારો સ્પર્શ કંઈ પારકો સ્પર્શ થોડો છે કે એ મૃત્યુસ્પર્શ બને? છતાં હું એને નહીં અડું. હું એને જોયા કરીશ, just જોયા કરીશ. મા કરતાં વધારે સારું observation બીજું કોણ કરશે નિશીથ? મને હક્ક છે એને જોવાનો.}}
{{ps |નિશીથઃ| Allright, હું અનુપ સાથે વાત કરી જોઈશ.
{{ps |નિશીથઃ| Allright, હું અનુપ સાથે વાત કરી જોઈશ.}}
(અંધારું, પ્રકાશ થાય ત્યારે Incubator. ઊર્મિના રૂમમાં મૂકવામાં આવ્યું કે, ઊર્મિ પોતાના બાળકને જોયા કરે છે અને આખુંયે દૃશ્ય ઊર્મિ Incubator વચ્ચે ભજવાય છે.)
(અંધારું, પ્રકાશ થાય ત્યારે Incubator. ઊર્મિના રૂમમાં મૂકવામાં આવ્યું કે, ઊર્મિ પોતાના બાળકને જોયા કરે છે અને આખુંયે દૃશ્ય ઊર્મિ Incubator વચ્ચે ભજવાય છે.)
{{ps |ઊર્મિઃ| પારદર્શક તો પારદર્શક પણ દીવાલ તો ખરી જ ને. તારે તો શ્વાસ પણ ઉછીના લેવા પડે છે. ગભરાઈશ નહીં. લઈ લે અત્યારે, ઉછીના શ્વાસ પછી આપણે વ્યાજ સાથે વસૂલ કરીશું. તારા શ્વાસોનું દેવું ભરપાઈ કરવા માટે હું, તારી મા બેઠી છું ને! (Incubator પાસે જતાં) એય… શું કહું તને? તારું નામ જ નથી પાડ્યું અમે. પણ તને નામની જરૂર છે ખરી? અત્યારે કોઈ જરૂર નથી તને નામની. મારું નામ તે તારું નામ. આખરે તું તો મારું Extention છે. ઊર્મિ (ધીમું હસે છે.) પણ તું કંઈ છોકરી થોડો છે કે તારું નામ ઊર્મિ રખાય. ઊર્મિત નામ કેવું લાગે છે હં? ઓકે. ઓકે. આપણે પાછળથી નક્કી કરીશું No arguments હં… એય આંખો બંધ કરીને શું પડ્યો છે? જો તો ખરો, Let me introduce હું તારી મમ્મી, વેરી ગ્લેટ ટૂ મીટ યૂ! તારે આ ફોર્માલિટીની શી જરૂર? તારી નાળ સાથે જોડાયેલી મારી જ તો ઓળખાણ હતી તને આ અજાણ્યા જગતમાં આવવા માટે. આંખો ખોલો. પ્રકાશથી ગભરાવાનું નહીં દીકરા. મેં… આ પિન્ક કલરનાં મોજાં ગમે છે તને હં? પિન્ક કલરનો તો તું ને પિન્ક કલરનાં તારાં મોજાં મૅચ થશે, નહીં? અરે એક ટાંકે મેં મારાં સ્વપ્નાં ગૂંથ્યાં છે. દીકરા બહાર તો આવ. પછી તું માંગશે તે પહેલાં તને હું અપાવીશ બધું. તને ખબર છે મારે તારી સાથે કેટલી વાતો કરવાની છે! આખો અવતાર ખૂટી જાય એટલી વાતો! એક વાર બહાર આવ પછી હું છું, તું છે અને આખું જગત છે. (ક્યાંકથી બાળકનો રડવાનો અવાજ) શ્… શ્… શ્… અવાજ નહીં કરો… મારો દીકરો જાગી જશે. મારે તેનું હાલરડું ગાવું છે. કયું હાલરડું ગાવું? માય ગૉડ? મને તો હાલરડાં જ નથી આવડતાં. એકનું એક જૂનું આવડે છે: (ગાતાં) “તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છે! આવ્યા છો ત્યારે અમર થઈને રહો.
{{ps |ઊર્મિઃ| પારદર્શક તો પારદર્શક પણ દીવાલ તો ખરી જ ને. તારે તો શ્વાસ પણ ઉછીના લેવા પડે છે. ગભરાઈશ નહીં. લઈ લે અત્યારે, ઉછીના શ્વાસ પછી આપણે વ્યાજ સાથે વસૂલ કરીશું. તારા શ્વાસોનું દેવું ભરપાઈ કરવા માટે હું, તારી મા બેઠી છું ને! (Incubator પાસે જતાં) એય… શું કહું તને? તારું નામ જ નથી પાડ્યું અમે. પણ તને નામની જરૂર છે ખરી? અત્યારે કોઈ જરૂર નથી તને નામની. મારું નામ તે તારું નામ. આખરે તું તો મારું Extention છે. ઊર્મિ (ધીમું હસે છે.) પણ તું કંઈ છોકરી થોડો છે કે તારું નામ ઊર્મિ રખાય. ઊર્મિત નામ કેવું લાગે છે હં? ઓકે. ઓકે. આપણે પાછળથી નક્કી કરીશું No arguments હં… એય આંખો બંધ કરીને શું પડ્યો છે? જો તો ખરો, Let me introduce હું તારી મમ્મી, વેરી ગ્લેટ ટૂ મીટ યૂ! તારે આ ફોર્માલિટીની શી જરૂર? તારી નાળ સાથે જોડાયેલી મારી જ તો ઓળખાણ હતી તને આ અજાણ્યા જગતમાં આવવા માટે. આંખો ખોલો. પ્રકાશથી ગભરાવાનું નહીં દીકરા. મેં… આ પિન્ક કલરનાં મોજાં ગમે છે તને હં? પિન્ક કલરનો તો તું ને પિન્ક કલરનાં તારાં મોજાં મૅચ થશે, નહીં? અરે એક ટાંકે મેં મારાં સ્વપ્નાં ગૂંથ્યાં છે. દીકરા બહાર તો આવ. પછી તું માંગશે તે પહેલાં તને હું અપાવીશ બધું. તને ખબર છે મારે તારી સાથે કેટલી વાતો કરવાની છે! આખો અવતાર ખૂટી જાય એટલી વાતો! એક વાર બહાર આવ પછી હું છું, તું છે અને આખું જગત છે. (ક્યાંકથી બાળકનો રડવાનો અવાજ) શ્… શ્… શ્… અવાજ નહીં કરો… મારો દીકરો જાગી જશે. મારે તેનું હાલરડું ગાવું છે. કયું હાલરડું ગાવું? માય ગૉડ? મને તો હાલરડાં જ નથી આવડતાં. એકનું એક જૂનું આવડે છે: (ગાતાં) “તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છે! આવ્યા છો ત્યારે અમર થઈને રહો.}}
(હસતાં) એય. ક્યાં ખબર છે તને કે મારા હાથ તને પામવા તલસી રહ્યા છે? મારા ખોળાને તારો પોચો, નરમ, હૂંફાળો ભાર ઝીલવો છે. બીજી ‘મા’ તો બાળકને ખોળામાં લે, ઉછાળે, રમાડે જ્યારે મારે તને ઍક્વેરિયમમાં તરતી માછલીની જેમ જોયા જ કરવાનો? માછલી તો તરે પણ ખરી, જ્યારે તું… તું તો સ્થિર. (વળી ક્યાંક બાળકના રડવાનો અવાજ “અરે સવલી લે ને એને ભૂખ્યો થયો છે.”)
(હસતાં) એય. ક્યાં ખબર છે તને કે મારા હાથ તને પામવા તલસી રહ્યા છે? મારા ખોળાને તારો પોચો, નરમ, હૂંફાળો ભાર ઝીલવો છે. બીજી ‘મા’ તો બાળકને ખોળામાં લે, ઉછાળે, રમાડે જ્યારે મારે તને ઍક્વેરિયમમાં તરતી માછલીની જેમ જોયા જ કરવાનો? માછલી તો તરે પણ ખરી, જ્યારે તું… તું તો સ્થિર. (વળી ક્યાંક બાળકના રડવાનો અવાજ “અરે સવલી લે ને એને ભૂખ્યો થયો છે.”)
સાંભળે છે તું, મારી છાતીમાં દૂધ આવીને પથ્થર થઈ જાય છે. એ લોકોએ મને તારે માટે અસ્પૃશ્ય બનાવી દીધી, હું એક ‘મા’ અસ્પૃશ્ય. અરે મારા અંગનો જ ભાગ તું, હું કઈ રીતે અસ્પૃશ્ય હોઉં? એક જ નાળે બંધાયેલાં આપણે બે, આપણે કઈ રીતે અલગ રહી શકીએ? આવ તારે પણ મને છાતી સરસી ચાંપવી છે ને? આવ, મારા હૈયામાંના પથ્થરને પિગળાવી નાખ મારા દીકરા આવ. મારા મુરઝાઈ ગયેલા માતૃત્વને ફોડી દે. (બાળકને લઈ પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેસે છે. માથે હાથ ફેરવતી જાય અને હાલરડું ગવાતું જાય, અંધકાર…?)
સાંભળે છે તું, મારી છાતીમાં દૂધ આવીને પથ્થર થઈ જાય છે. એ લોકોએ મને તારે માટે અસ્પૃશ્ય બનાવી દીધી, હું એક ‘મા’ અસ્પૃશ્ય. અરે મારા અંગનો જ ભાગ તું, હું કઈ રીતે અસ્પૃશ્ય હોઉં? એક જ નાળે બંધાયેલાં આપણે બે, આપણે કઈ રીતે અલગ રહી શકીએ? આવ તારે પણ મને છાતી સરસી ચાંપવી છે ને? આવ, મારા હૈયામાંના પથ્થરને પિગળાવી નાખ મારા દીકરા આવ. મારા મુરઝાઈ ગયેલા માતૃત્વને ફોડી દે. (બાળકને લઈ પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેસે છે. માથે હાથ ફેરવતી જાય અને હાલરડું ગવાતું જાય, અંધકાર…?)
(ઍન્ટી ચેમ્બર પર પ્રકાશ. ડૉક્ટર, નિશીથ, નર્સ, વૉર્ડ બૉય બાળકને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપે છે.)
(ઍન્ટી ચેમ્બર પર પ્રકાશ. ડૉક્ટર, નિશીથ, નર્સ, વૉર્ડ બૉય બાળકને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપે છે.)
{{ps |અનુપઃ| ઑક્સિજન ક્વીક પલપેટેશ મશીન, ચેક ધ કાર્ડિયોગ્રામ પમ્પ. ઑક્સિજન પ્લીઝ. જલ્દી કરો. કમ અપ કમ અપ માય ચાઇલ્ડ કમ બૅક ડોન્ટ ગીવ ઇટ અપ સિસ્ટર. ઇન્જેક્ટ એડરનલીન ઑન. કમ ઑન, કમ… (બધી જ પ્રવૃત્તિ બંધ થાય, બધી જ ગતિ થંભી જાય. એક સોપો પડી જાય.)
{{ps |અનુપઃ| ઑક્સિજન ક્વીક પલપેટેશ મશીન, ચેક ધ કાર્ડિયોગ્રામ પમ્પ. ઑક્સિજન પ્લીઝ. જલ્દી કરો. કમ અપ કમ અપ માય ચાઇલ્ડ કમ બૅક ડોન્ટ ગીવ ઇટ અપ સિસ્ટર. ઇન્જેક્ટ એડરનલીન ઑન. કમ ઑન, કમ… (બધી જ પ્રવૃત્તિ બંધ થાય, બધી જ ગતિ થંભી જાય. એક સોપો પડી જાય.)}}
{{ps |સિસ્ટરઃ| લૂક એટ ધ કાર્ડિયોગ્રામ ડૉક્ટર સી.
{{ps |સિસ્ટરઃ| લૂક એટ ધ કાર્ડિયોગ્રામ ડૉક્ટર સી.}}
{{ps |અનુપઃ| ધેટ્સ ધ ઍન્ડ નિશીથ.
{{ps |અનુપઃ| ધેટ્સ ધ ઍન્ડ નિશીથ.}}
{{ps |નિશીથઃ| અનુપ.
{{ps |નિશીથઃ| અનુપ.}}
(નર્સ–વૉર્ડ બૉય ઑક્સિજન, માસ્ક બધું મુક્ત કરે ને જાય છે. અનુપ, નિશીથને ખભે હાથ મૂકે ને જાય.)
(નર્સ–વૉર્ડ બૉય ઑક્સિજન, માસ્ક બધું મુક્ત કરે ને જાય છે. અનુપ, નિશીથને ખભે હાથ મૂકે ને જાય.)
{{ps |નિશીથઃ| વેઇટ અનુપ. હવે તો હું એને અડકી શકું ને? (અનુપ માથું હલાવીને ચાલ્યો જાય. નિશીથ ને બાળક એકલાં પડે.)
{{ps |નિશીથઃ| વેઇટ અનુપ. હવે તો હું એને અડકી શકું ને? (અનુપ માથું હલાવીને ચાલ્યો જાય. નિશીથ ને બાળક એકલાં પડે.)}}
{{ps |નિશીથઃ| માત્ર ઓળખાણ કરીને ચાલ્યો ગયો?
{{ps |નિશીથઃ| માત્ર ઓળખાણ કરીને ચાલ્યો ગયો?}}
(ઊર્મિના રૂમ પર પ્રકાશ. ઊર્મિ ચોક્કસ કારણોસર પોતાની ચીજવસ્તુઓ એક પછી એક હૅન્ડબૅગમાં મૂકી રહી છે. એ શાંત, સ્વસ્થ, ગંભીર છે. ફૂલદાનીમાંથી એક કરમાયેલું ફૂલ લે છે. એને જોયા કરે છે. છાપાનો કાગળ કાઢી એમાં પૅક કરે છે. બૅગમાં મૂકી દે છે. પેલા કૅલેન્ડર તરફ જાય છે. એના તરફ જોયા કરે છે. ત્યાં નિશીથ રૂમમાં પ્રવેશે છે. ઑડિયન્સ તરફ પીઠ રાખી ખાટલા પર બેસે છે. ઊર્મિ એની બાજુમાં ઊભી છે.)
(ઊર્મિના રૂમ પર પ્રકાશ. ઊર્મિ ચોક્કસ કારણોસર પોતાની ચીજવસ્તુઓ એક પછી એક હૅન્ડબૅગમાં મૂકી રહી છે. એ શાંત, સ્વસ્થ, ગંભીર છે. ફૂલદાનીમાંથી એક કરમાયેલું ફૂલ લે છે. એને જોયા કરે છે. છાપાનો કાગળ કાઢી એમાં પૅક કરે છે. બૅગમાં મૂકી દે છે. પેલા કૅલેન્ડર તરફ જાય છે. એના તરફ જોયા કરે છે. ત્યાં નિશીથ રૂમમાં પ્રવેશે છે. ઑડિયન્સ તરફ પીઠ રાખી ખાટલા પર બેસે છે. ઊર્મિ એની બાજુમાં ઊભી છે.)
{{ps |નિશીથઃ| We have lost the game ઊર્મિ. હી ઇઝ નો મોર, આપણો દીકરો…
{{ps |નિશીથઃ| We have lost the game ઊર્મિ. હી ઇઝ નો મોર, આપણો દીકરો…}}
(ઊર્મિ સ્વેટરની ગડી વાળતી હતી તે જોરથી હથેડીમાં જકડી લે છે. બંને આંખો જોરથી મીંચી લે. હાથ છોડાવી ખભે હાથ મૂકે. જગમાંથી પાણી કાઢે. નિશીથને પાણી આપે.)
(ઊર્મિ સ્વેટરની ગડી વાળતી હતી તે જોરથી હથેડીમાં જકડી લે છે. બંને આંખો જોરથી મીંચી લે. હાથ છોડાવી ખભે હાથ મૂકે. જગમાંથી પાણી કાઢે. નિશીથને પાણી આપે.)
{{ps |નિશીથઃ| હી ઇઝ નો મોર ઊર્મિ. આઈ એમ સૉરી હું એને નહીં બચાવી શક્યો હું…
{{ps |નિશીથઃ| હી ઇઝ નો મોર ઊર્મિ. આઈ એમ સૉરી હું એને નહીં બચાવી શક્યો હું…}}
{{ps |ઊર્મિઃ| It over, is it?
{{ps |ઊર્મિઃ| It over, is it?}}
{{ps |નિશીથઃ| ઊર્મિ!
{{ps |નિશીથઃ| ઊર્મિ!}}
{{ps |ઊર્મિઃ| બધું સમેટી લીધું છે, મેં. આપણે અહીંથી ક્યારે જઈએ છીએ.
{{ps |ઊર્મિઃ| બધું સમેટી લીધું છે, મેં. આપણે અહીંથી ક્યારે જઈએ છીએ.}}
{{ps |નિશીથઃ| સમેટી લીધું? એટલે?
{{ps |નિશીથઃ| સમેટી લીધું? એટલે?}}
{{ps |ઊર્મિઃ| મને પરિણામની ખાતરી હતી.
{{ps |ઊર્મિઃ| મને પરિણામની ખાતરી હતી.}}
{{ps |નિશીથઃ| ઊર્મિ શી વાત કરે છે તું? યૂ મીન તને ખબર હતી કે આપણો દીકરો…
{{ps |નિશીથઃ| ઊર્મિ શી વાત કરે છે તું? યૂ મીન તને ખબર હતી કે આપણો દીકરો…}}
{{ps |ઊર્મિઃ| હા.
{{ps |ઊર્મિઃ| હા.}}
{{ps |નિશીથઃ| ઊર્મિ. અનુપ કહેતો હતો કે…
{{ps |નિશીથઃ| ઊર્મિ. અનુપ કહેતો હતો કે…}}
{{ps |ઊર્મિઃ| શું કહેતો હતો અનુપ?
{{ps |ઊર્મિઃ| શું કહેતો હતો અનુપ?}}
{{ps |નિશીથઃ| અનુપ કહેતો હતો કે કો’કે આ બાળકને ઇન્ક્યુબેટરમાંથી બહાર કાઢ્યું હોવું જોઈએ… ઊર્મિ તેં, તું?
{{ps |નિશીથઃ| અનુપ કહેતો હતો કે કો’કે આ બાળકને ઇન્ક્યુબેટરમાંથી બહાર કાઢ્યું હોવું જોઈએ… ઊર્મિ તેં, તું?}}
{{ps |ઊર્મિઃ| હા નિશીથ.
{{ps |ઊર્મિઃ| હા નિશીથ.}}
{{ps |નિશીથઃ| વૉટ ડુ યૂ મીન ઊર્મિ? સાચું કહે તું આ બાળકને અડકી હતી? તેં આ બાળકને ઇન્ક્યુબેટરમાંથી બહાર કાઢ્યું હતું? યૂ કિલ્ડ હિમ ઊર્મિ યૂ કિલ્ડ હિમ. તેં તારા બાળકની હત્યા કરી છે!
{{ps |નિશીથઃ| વૉટ ડુ યૂ મીન ઊર્મિ? સાચું કહે તું આ બાળકને અડકી હતી? તેં આ બાળકને ઇન્ક્યુબેટરમાંથી બહાર કાઢ્યું હતું? યૂ કિલ્ડ હિમ ઊર્મિ યૂ કિલ્ડ હિમ. તેં તારા બાળકની હત્યા કરી છે!}}
{{ps |ઊર્મિઃ| નિશીથ. હું જાણતી હતી કે તું અને તારા જેવાં બધાં જ મને આ ઇલકાબથી નવાજીશ કરવાના છો, હત્યારી. કદાચ તું એ નહીં સમજી શકે. પણ સાંભળ, સમજવાનો યત્ન કર. મને એમ હતું કે માના સ્પર્શને તો દમયન્તીનાં વરદાન જ હોય. પણ એ તો માત્ર વાર્તાઓમાં બને છે. હકીકતમાં નહીં. કદાચ આ જ થવાનું નિશ્ચિત હતું નહીં તો મારી કૂખને એવો તે કેવો ભાર લાગ્યો કે મેં બે મહિના ઉતાવળ કરી. એ તો બે દિવસ પટાવવા માટે જ આવ્યો હતો. અને એટલે જ મેં પેલી તક ઝડપી લીધી નિશીથ. એક ક્ષણ માટે તો, એક ક્ષણ માટે પણ હું માતૃત્વ તો પામી. પરિણામ જે નક્કી જ હતું એને થોડું દૂર ધકેલવું. જો મેં મારા બાળકને છાતી સરસો પણ ન ચાંપ્યો હોત તો મને માતૃત્વની પ્રતીતિ પણ ન થાત. આજે અત્યારે હું છલોછલ છું. સંપૂર્ણતા તો ક્યારે પામી શકીએ છીએ? પણ અપૂર્ણતાના અંશને મેં ચિરંતન તો કરી દીધો. અને એટલે એ મારો દેવનો દીધેલ આજ મારામાં અમર થઈ ગયો છે, નિશીથ, અમર થઈ ગયો છે.
{{ps |ઊર્મિઃ| નિશીથ. હું જાણતી હતી કે તું અને તારા જેવાં બધાં જ મને આ ઇલકાબથી નવાજીશ કરવાના છો, હત્યારી. કદાચ તું એ નહીં સમજી શકે. પણ સાંભળ, સમજવાનો યત્ન કર. મને એમ હતું કે માના સ્પર્શને તો દમયન્તીનાં વરદાન જ હોય. પણ એ તો માત્ર વાર્તાઓમાં બને છે. હકીકતમાં નહીં. કદાચ આ જ થવાનું નિશ્ચિત હતું નહીં તો મારી કૂખને એવો તે કેવો ભાર લાગ્યો કે મેં બે મહિના ઉતાવળ કરી. એ તો બે દિવસ પટાવવા માટે જ આવ્યો હતો. અને એટલે જ મેં પેલી તક ઝડપી લીધી નિશીથ. એક ક્ષણ માટે તો, એક ક્ષણ માટે પણ હું માતૃત્વ તો પામી. પરિણામ જે નક્કી જ હતું એને થોડું દૂર ધકેલવું. જો મેં મારા બાળકને છાતી સરસો પણ ન ચાંપ્યો હોત તો મને માતૃત્વની પ્રતીતિ પણ ન થાત. આજે અત્યારે હું છલોછલ છું. સંપૂર્ણતા તો ક્યારે પામી શકીએ છીએ? પણ અપૂર્ણતાના અંશને મેં ચિરંતન તો કરી દીધો. અને એટલે એ મારો દેવનો દીધેલ આજ મારામાં અમર થઈ ગયો છે, નિશીથ, અમર થઈ ગયો છે.}}
{{ps |નિશીથઃ| અને એ પળ હૂં ચૂકી ગયો.
{{ps |નિશીથઃ| અને એ પળ હૂં ચૂકી ગયો.}}
(નિશીથ બૅગ લઈ લે છે. બન્ને રૂમ તરફ આખરી દૃષ્ટિ નાંખી જવા માંડે છે. ત્યાં પડદો પડે છે.)
(નિશીથ બૅગ લઈ લે છે. બન્ને રૂમ તરફ આખરી દૃષ્ટિ નાંખી જવા માંડે છે. ત્યાં પડદો પડે છે.)
(અદ્યતન એકાંકી સંચય)
(અદ્યતન એકાંકી સંચય)
18,450

edits