18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મેં ઊભા રહીને સામે જોયું તો પશ્ચિમ દિશામાં સૂર્ય ક્યાંક દૂર દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''સુવર્ણકન્યા'''}}---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેં ઊભા રહીને સામે જોયું તો પશ્ચિમ દિશામાં સૂર્ય ક્યાંક દૂર દૂર ચાલ્યો ગયો હતો. ક્ષિતિજ કોક સ્ત્રીની પાંપણોના આકારમાં છલકાઈ ઊઠીને ઝાંખી ઝાંખી બનવા માંડી. અવકાશ પોતાના માંસલ સ્નાયુઓને વારેવારે ફુલાવી અંધારાને ખંખેરવા લાગતાં ધરતીએ ઊંડો શ્વાસ ખેંચીને પડખું બદલી લીધું હોય એવું ભાસી ઊઠ્યું. આઘે સુધી વિસ્તરેલી કટાયેલા પતરા જેવી ઉજ્જડતા કાળી ભૂખરાશ છાંટવા માંડે એ પહેલાં કેરડાનાં ઝાંખરાં અજાણ જનાવરનાં હાડપિંજર થઈ ચીતરાવા લાગ્યાં. સામે અસ્તવ્યસ્ત, મરેલ મગર જેવો લાંબો પંથ પડ્યો હતો. મેં પાછળ મુખ ફેરવેલું તો અંધારું કોઈ ભીંત બનીને ઊભું હતું. હું ક્યાંથી આવું છું એનું નિશાનમાત્ર જડેલું નહીં. એ અપરિચિત પ્રદેશ હોવા છતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં રેત આછીપાતળી ઘણી છવાયેલી. પાછી એ કાબરચીતરું રૂપ ઓઢીને પડેલી હોવાથી પગલાંથી ચંપાતી ત્યારે ઊંચા માટિયાળા ભાગ પરથી ખરતી ખરતી ખોખરું હાસ્ય ફેંકી બેસતી હતી. હું આસપાસ આંખો ફેલાવી લેતો તો નિસ્તબ્ધતા સિવાય કોઈ દેખાતું ન હતું. વૃક્ષોએ કદાચ બીજું કોઈક સ્થળ પસંદ કરી લીધું હશે, નહીં તો એમની પર્ણવિહીન રચનાય ચોક્કસ ક્યાંક સ્પષ્ટ થવી જોઈતી હતી. | મેં ઊભા રહીને સામે જોયું તો પશ્ચિમ દિશામાં સૂર્ય ક્યાંક દૂર દૂર ચાલ્યો ગયો હતો. ક્ષિતિજ કોક સ્ત્રીની પાંપણોના આકારમાં છલકાઈ ઊઠીને ઝાંખી ઝાંખી બનવા માંડી. અવકાશ પોતાના માંસલ સ્નાયુઓને વારેવારે ફુલાવી અંધારાને ખંખેરવા લાગતાં ધરતીએ ઊંડો શ્વાસ ખેંચીને પડખું બદલી લીધું હોય એવું ભાસી ઊઠ્યું. આઘે સુધી વિસ્તરેલી કટાયેલા પતરા જેવી ઉજ્જડતા કાળી ભૂખરાશ છાંટવા માંડે એ પહેલાં કેરડાનાં ઝાંખરાં અજાણ જનાવરનાં હાડપિંજર થઈ ચીતરાવા લાગ્યાં. સામે અસ્તવ્યસ્ત, મરેલ મગર જેવો લાંબો પંથ પડ્યો હતો. મેં પાછળ મુખ ફેરવેલું તો અંધારું કોઈ ભીંત બનીને ઊભું હતું. હું ક્યાંથી આવું છું એનું નિશાનમાત્ર જડેલું નહીં. એ અપરિચિત પ્રદેશ હોવા છતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. રસ્તામાં રેત આછીપાતળી ઘણી છવાયેલી. પાછી એ કાબરચીતરું રૂપ ઓઢીને પડેલી હોવાથી પગલાંથી ચંપાતી ત્યારે ઊંચા માટિયાળા ભાગ પરથી ખરતી ખરતી ખોખરું હાસ્ય ફેંકી બેસતી હતી. હું આસપાસ આંખો ફેલાવી લેતો તો નિસ્તબ્ધતા સિવાય કોઈ દેખાતું ન હતું. વૃક્ષોએ કદાચ બીજું કોઈક સ્થળ પસંદ કરી લીધું હશે, નહીં તો એમની પર્ણવિહીન રચનાય ચોક્કસ ક્યાંક સ્પષ્ટ થવી જોઈતી હતી. |
edits