સાહિત્યચર્યા/કાયદો નહિ, કવિતા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાયદો નહિ, કવિતા|}} {{Poem2Open}} રાજવી કવિ ભર્તૃહરિએ ગર્વભેર ગાયુ...")
 
No edit summary
 
Line 12: Line 12:
મનુષ્ય આ પરિચય પામે તે પહેલાં એને પશુમાંથી મનુષ્યમાં પલટવાનું કાર્ય પણ ક્યારેક ક્યારેક સાહિત્ય કરે છે, કટાક્ષ દ્વારા. સાહિત્યમાં અને ખાસ તો કવિતામાં જે કાતિલ કટાક્ષ હોય છે એમાં મનુષ્ય પ્રત્યે ક્રૂરતા નહિ પણ કવિની કરુણા જ હોય છે. કવિ કટાક્ષ કરે છે એનો અર્થ જ એ કે એને મનુષ્યની આત્મસુધારણાની શક્યતામાં વિશ્વાસ છે, મનુષ્યના મનુષ્યત્વમાં શ્રદ્ધા છે. એના ભાવિ વિશે આશાવાદ છે. અને કટાક્ષ દ્વારા મનુષ્ય પણ પશુ મટીને મનુષ્યમાં પરિવર્તન પામે છે તે કટાક્ષની અસરને પરિણામે આપમેળે, આપોઆપ, અવશપણે ને ક્યારેક તો અજ્ઞાતપણે એ જે પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે એનું પરિણામ છે. કાયદાનું પાલન મનુષ્યને માટે ફરજિયાત છે. જ્યારે કવિતા દ્વારા હૃદયધર્મનું પાલન મરજિયાત છે અને માટે જ મનુષ્ય એ પાલન જો અને જ્યારે કરે છે ત્યારે પ્રેમપૂર્વક કરે છે. મનુષ્યો સાથે કવિનો કોઈ કોલકરાર કે એની કોઈ વચનબંધી કે એની કોઈ શરત નથી. કવિ બધું જ મનુષ્યની સ્વેચ્છા પર છોડી દે છે. કવિ એનો આશય મનુષ્યના સહકારથી સિદ્ધ કરે છે. એથી જ કદાચ કવિતા કારગત નીવડે છે. એની સફળતા અને સાર્થકતાનું આ રહસ્ય છે. કાયદો મનુષ્યના બાહ્યવર્તન પર કાબૂ ધરાવે છે. કવિતા સૂક્ષ્મ અસરો દ્વારા મનુષ્યનો આંતરવિકાસ કરે છે, હૃદયપલટો કરે છે. આમ, કવિતા એના આર્ષદર્શન દ્વારા મનુષ્યને પરમેશ્વરનો પરિચય કરાવે છે અને કટાક્ષ દ્વારા એને પશુમાંથી મનુષ્યમાં પલટે છે. એક બે ઉદાહરણો બસ થશે. કાયદાથી જે ન થાય તે કવિતાથી થાય એના બે રસિક અને રમૂજી બનાવો બન્યા છે. આમ બે ઉદાહરણો બહુ મહાન નથી પણ એમની સિદ્ધિઓ મહાન છે.

નગરો રચ્યા પછી પ્રકૃતિ સાથે પોતાનો પુરાણો સંબંધ સ્થાપવા દક્ષિણ જર્મનીમાં બાગ બાંધ્યા ને લીલોતરીની લીલીછમ જાજમો બિછાવી. મનુષ્યના નેત્રોને આનંદ આપવા, નહિ કે એના પગની આળપંપાળ કરવા આમ કર્યું હતું. પણ લોકો તો બસ એના પર જ ચાલે, એનું બધું સૌંદર્ય બરબાદ કરવાની જાણે કે એમની પ્રતિજ્ઞાનું પાલન ન કરતા હોય! નગરપાલિકાએ દંડ દાખલ કર્યો, ચેતવણીનાં પાટિયાં ચોડ્યાં, કાયદા કર્યા. પણ કંઈ જ અસર નહિ. અંતે કવિતાની ચાર પંક્તિઓ ચીતરી. એનો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે છે.

{{Poem2Close}}
<poem>
Wanderer, hail!
Wanderer, hail!
But as you pass
:::But as you pass
Walk on the road,
Walk on the road,
Not on the grass;
:::Not on the grass;
So we may look
So we may look
And tell for true
:::And tell for true
Which are the cows
Which are the cows
And which are you.
:::And which are you.
</poem>
{{Poem2Open}}
(સહેલણી આવો! પણ ચાલો ત્યારે રસ્તા પર ચાલજો, ઘાસ પર નહિ. જેથી અમે જોઈ શકીએ અને કહી શકીએ કે માણસ કોણ છે ને ઢોર કોણ છે.)

પહેલી પંક્તિમાં કેટલો આદર સત્કાર છે, કેવું આમંત્રણ છે, સન્માન છે. પછી કેવી વિનમ્ર વિનંતી છે. અને અંતે કેવો કટાક્ષ છે કે બુદ્ધિ બરોબર સમજી જાય છે. અને શરીરના બીજા છેડા લગી, પગ લગી છાનોમાનો સંદેશો પહોંચી જાય છે. સાન ને વાન બંને ઠેકાણે આવી જાય છે. પછી પગ કદિ ઘાસ પર પડતા નથી.

18,450

edits