26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. સ્મૃતિસિંજારવ|}} <poem> ધીમેધીમે વધે છે આ અંધારું આસપાસનું,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ધીમેધીમે વધે છે આ અંધારું આસપાસનું, | ધીમેધીમે વધે છે આ અંધારું આસપાસનું, | ||
ખૂલે છે બારણું મારી બરાકે બંદીવાસનું. | ખૂલે છે બારણું મારી બરાકે બંદીવાસનું. | ||
નથી કોઈ, નથી કોઈ, અરે એ તો સિપાઈ છે, | નથી કોઈ, નથી કોઈ, અરે એ તો સિપાઈ છે, | ||
પહોરે ને પહોરે આ તુરંગે શી તવાઈ છે! | પહોરે ને પહોરે આ તુરંગે શી તવાઈ છે! | ||
મેલું છે મોઢિયું જેનું, મોગરો વણકાપિયો, | મેલું છે મોઢિયું જેનું, મોગરો વણકાપિયો, | ||
વૃદ્ધને ખોળિયે જેવો જલે છે પ્રાણદીવડો— | વૃદ્ધને ખોળિયે જેવો જલે છે પ્રાણદીવડો— | ||
ધ્રૂજે ને કંઈ ધરે સ્થૈર્ય, ફરી ધ્રૂજે, ફરી સ્થિરઃ | ધ્રૂજે ને કંઈ ધરે સ્થૈર્ય, ફરી ધ્રૂજે, ફરી સ્થિરઃ | ||
એવું કંડીલ લૈ બુઢ્ઢો અમારી ‘ગીનતી’ કરે. | એવું કંડીલ લૈ બુઢ્ઢો અમારી ‘ગીનતી’ કરે. | ||
જ્યારેજ્યારે સખી, મારું હૈયું અસ્વસ્થ થાય છે, | જ્યારેજ્યારે સખી, મારું હૈયું અસ્વસ્થ થાય છે, | ||
ત્યારે આ ફર્જને પંથે એને તું સ્પર્શી જાય છે. | ત્યારે આ ફર્જને પંથે એને તું સ્પર્શી જાય છે. | ||
સ્વભાવોક્તિ અલંકારે ઓપતા સ્મિતને નમું, | સ્વભાવોક્તિ અલંકારે ઓપતા સ્મિતને નમું, | ||
અને તારી ચેતનાના સખી, ચંડત્વને નમું. | અને તારી ચેતનાના સખી, ચંડત્વને નમું. | ||
મળ્યો છે પત્ર તારો હે સખી, ઉત્તર શો લખું? | મળ્યો છે પત્ર તારો હે સખી, ઉત્તર શો લખું? | ||
માયાળુ સ્મૃતિઓ સંગે પડ્યું છે અહીં માળખું. | માયાળુ સ્મૃતિઓ સંગે પડ્યું છે અહીં માળખું. | ||
સ્વજનો! સ્વજનો! એવા મૂક ઉદ્ગારો ઉચ્ચરી, | સ્વજનો! સ્વજનો! એવા મૂક ઉદ્ગારો ઉચ્ચરી, | ||
પડ્યો છું જાગતો-સૂતો, લ્હેરાતી વ્રેહ-પામરી. | પડ્યો છું જાગતો-સૂતો, લ્હેરાતી વ્રેહ-પામરી. | ||
મૌનની મઝધારે ને દર્શનોહીન દર્શને | મૌનની મઝધારે ને દર્શનોહીન દર્શને | ||
તને આજે લખુંયે શું? સ્મરું શું ને કહુંય શું? | તને આજે લખુંયે શું? સ્મરું શું ને કહુંય શું? | ||
છતી થાતી ઘડીમાં ને ઘડી સંતાઈ જાય છે, | છતી થાતી ઘડીમાં ને ઘડી સંતાઈ જાય છે, | ||
કલ્પના ચિત્તસંક્ષોભે આજ વ્યાકુલ થાય છે. | કલ્પના ચિત્તસંક્ષોભે આજ વ્યાકુલ થાય છે. | ||
સર્જનાનંદમાં જેવી રસસંવેદના રમે, | સર્જનાનંદમાં જેવી રસસંવેદના રમે, | ||
તેમ અવ્યક્ત સૌન્દર્યો અને અવ્યક્ત ઊર્મિઓ | તેમ અવ્યક્ત સૌન્દર્યો અને અવ્યક્ત ઊર્મિઓ | ||
કહે છે કે લખી લે કૈં, છતાંયે કૈં લખાય ના, | કહે છે કે લખી લે કૈં, છતાંયે કૈં લખાય ના, | ||
અશબ્દોના મુગ્ધ મૌને કશું શબ્દસ્થ થાય ના. | અશબ્દોના મુગ્ધ મૌને કશું શબ્દસ્થ થાય ના. | ||
મેઘાડંબર ગાજે ને વર્ષતાં વારિબિન્દુઓ | મેઘાડંબર ગાજે ને વર્ષતાં વારિબિન્દુઓ | ||
ધરાને ભેટતાં પહેલાં જેવાં નિર્દોષ નિર્મળાં– | ધરાને ભેટતાં પહેલાં જેવાં નિર્દોષ નિર્મળાં– | ||
તેવું તું કંઈક વર્ષે છે, શું છે તે જાણતો નથી, | તેવું તું કંઈક વર્ષે છે, શું છે તે જાણતો નથી, | ||
જાણું છું કે સખી, તેથી જિન્દગી છે હરીભરી. | જાણું છું કે સખી, તેથી જિન્દગી છે હરીભરી. | ||
લખુંયે ના, સ્મરુંયે ના, કહું ના, તોય અંતરે | લખુંયે ના, સ્મરુંયે ના, કહું ના, તોય અંતરે | ||
દુઃખ ને સુખની મધ્યે ઝૂલતું દર્દ થાય છે. | દુઃખ ને સુખની મધ્યે ઝૂલતું દર્દ થાય છે. | ||
ભલે આ વ્રેહ વીંધે છે, વીંધું છું હુંય વ્રેહને– | ભલે આ વ્રેહ વીંધે છે, વીંધું છું હુંય વ્રેહને– | ||
આપણો વ્રેહ ઝંખે છે ગુલામીના જ છેહને. | આપણો વ્રેહ ઝંખે છે ગુલામીના જ છેહને. | ||
તારાં સૌ દર્શનોમાં હું તારાથીય વિશેષ કૈં | તારાં સૌ દર્શનોમાં હું તારાથીય વિશેષ કૈં | ||
દર્શું છું, સ્પર્શું છું હૈયે, હે નિસર્ગમનોહરા! | દર્શું છું, સ્પર્શું છું હૈયે, હે નિસર્ગમનોહરા! | ||
મારી આ જિન્દગી કેરાં વનોની વૈજયંતી હે! | મારી આ જિન્દગી કેરાં વનોની વૈજયંતી હે! | ||
મોંઘી આ જખ્મથી જાગ્યા જમાનાની જયંતી છે. | મોંઘી આ જખ્મથી જાગ્યા જમાનાની જયંતી છે. | ||
અત્યાનંદ તણે મૌને માનવેતર ઊર્મિને | અત્યાનંદ તણે મૌને માનવેતર ઊર્મિને | ||
આકારોયે નથી, તોયે નિરાકાર નથી, નથી. | આકારોયે નથી, તોયે નિરાકાર નથી, નથી. | ||
શબ્દ ને મૌનના આવા સીમાપ્રાંતે સુહાગિની! | શબ્દ ને મૌનના આવા સીમાપ્રાંતે સુહાગિની! | ||
એટલું આપજે કે હું પમરું સ્મૃત્યદર્શને. | એટલું આપજે કે હું પમરું સ્મૃત્યદર્શને. |
edits