26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તુલસીવ્રત|}} <poem> વિદ્યાર્થી બામણ હતો. રાજાની રાણી હતી. રાણી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 157: | Line 157: | ||
બેન બેન, મને કહે, હુંયે કરું. | બેન બેન, મને કહે, હુંયે કરું. | ||
</poem> | </poem> | ||
<Center>'''આગલી વાર્તાનું પાઠાન્તર'''</Center> | |||
<center>[1]</center> | |||
બામણ ને બામણી હતાં. તે હાલ્યાં તીરથ કરવા. | |||
<poem> | |||
હાલતાં હાલતાં હાલ્યાં જાય છે. ત્યાં એક સરોવર આવ્યું. | |||
બામણ ને બામણીએ નાઈધોઈ તુળસીને ક્યારે ટીંબણ કર્યું. | |||
ત્યાં તો બાઈને પેટમાં દુખવા આવ્યું. બાઈને દીકરી આવી. | |||
બામણી કહે, હવે શું કરશું? | |||
તુલસીને ક્યારે દીકરી મેલીને વરવહુ હાલી નીકળ્યાં છે. | |||
ત્યાં તો તુળસીમા ડોસીનું રૂપ ધરીને આવ્યાં છે. | |||
દીકરીને પગનો અંગૂઠો મોંમાં દીધો છે. | |||
ડિલ ઉપર તો પાંદડાં ઓઢાડ્યાં છે. માતાજીએ રધસધ દીધી છે. | |||
દીકરી તો પગનો અંગૂઠો ચહ ચહ ધાવે છે. | |||
એમ કરતાં તો દીકરી જુવાન થઈ છે. | |||
</poem> | |||
<center>[2]</center> | |||
{{Poem2Open}} | |||
શે’રના રાજા શિકારે આવ્યા છે. રાજાને તો તરસ લાગી છે. પરધાનજી, તમે પાણી ભરી આવો. | |||
પરધાન તો પાણી ભરવા ચાલ્યો જાય છે. સ્રોવર-પાળે સુંદરી દીઠી છે. બાઈનું રૂપ ને સૂરજનું રૂપ એક થઈ ગયાં છે. | |||
પરધાન તો પાછો ભાગ્યો છે. રાજાને આવીને કે’ છે : રાજા! રાજા! એક અસ્ત્રી દીઠી, રૂપરૂપના અંબાર દીઠા, પણ નગન બેઠી છે, તે હું પાછો આવ્યો. | |||
રાજા તો ત્યાં જાય છે, પૂછે છે : તું કોણ છો? ડેણ છો? ડાકણ છો? | |||
ડેણ નથી, ડાકણ નથી, કાળા માથાનું માનવી છું. પૂંઠ વાળીને ઊભા રો’, અને તમારું ફાળિયું ફગાવો. | |||
રાજાએ તો ફાળિયું ફેંક્યું છે. પૂંઠ વાળીને ઊભો રહ્યો છે. બાઈએ તો ફાળિયું પે’રી લીધું છે. | |||
બાઈ બાઈ! તું કોણ છે? મારે તને વરવું છે. | |||
હું તો છું વનની દીકરી. વરવાનું તો મારી માતાને પૂછો. | |||
રાજા તુળસીમા આગળ આવ્યો છે. દીકરીનું તો માગું નાખે છે. | |||
રાજા! રાજા! વનની દીકરી વનમાં વરે. આલાલીલા વાંસ ચઢાવો. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવો. | |||
આલાલીલા વાંસ વઢાવ્યા છે. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવી છે. ઘડિયાં લગન લીધાં છે. રાજા પરણે છે. | |||
વનમાં મહેલ ચણાવ્યો છે. રાજા–રાણી ઘરવાસ માંડે છે. ખાય છે, પીએ છે, હીંડોળાખાટે હીંચકે છે. | |||
રાણીને તો ઓધાન રહે છે. એક વરસે એક દીકરો થાય છે. બીજે વરસે બીજો દીકરો થાય છે. ત્રીજે વરસે ત્રીજો, ચોથે વરસે ચોથો, ને પાંચમે વરસે પાંચમો દીકરો થાય છે. | |||
પાંચનાં તો નામ પાડ્યાં છે. એકનું નામ રાજકરણ : બીજાનું નામ રવિકરણ : ત્રીજાનું દેવકરણ : ચોથાનું વીજકરણ : સૂરજકરણ. | |||
[આંહીંથી વાર્તા આગળની વાર્તાની પેઠે એકધારી ચાલે છે.] | |||
{{Poem2Close}} | |||
edits