18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશ બાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે–પણ જરા પાછળ–ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મુકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ સૌમ્ય કાન્તિવાળી અર્ધ વિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી. | આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશ બાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે–પણ જરા પાછળ–ચૌદ પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસ્કાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકા ભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મુકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ સૌમ્ય કાન્તિવાળી અર્ધ વિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી. | ||
<hr> | <hr> | ||
<ref>1. | <ref>1.પ્રકરણ-૨, ૩, ૪, અને ૫, એમાં વાર્તાના પ્રસંગ કરતાં ઇતિહાસ જ પ્રધાનભૂત છે.</ref> | ||
નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો; અને તેનું કા૨ણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ, અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મુકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો. | નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો; અને તેનું કા૨ણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ, અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મુકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો. | ||
અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને 'જાજરમાન' | અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને <ref>'જાજરમાન'- जाज्वल्यमान</ref> કહે છે તે પ્રકારની હતી. તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો એટલે પાસે આવનારી નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મ્હોટો હતો એટલે જોના૨ની આંખ એકદમ ભરાઈ જતી. તેના હાવભાવ ચંચળ, પ્રબળ, અને પ્રતાપી હતા તેથી તેની સામે ઉભા રહેનારનું હૃદય સભાક્ષોભના જેવો ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી; તેની સાથે વાત કરનાર માણસ, વાત કરતા સુધી અને એની પાસેથી છુટતા સુધી, સ્વાભાવિક પરાધીનતા ભોગવતાં; અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકાબ્હેનનો દોર તેના દૃષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેના શરીરની સુંદરતા છે. આમ માનવામાં તેઓનો દોષ ન હતો, કારણ ભભક ધમકથી અંજાયલી તેમની દૃષ્ટિયોની વિવેક-શક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગે૨હાજરીમાં સ્મરણ આણી વિચારનારને અલકકિશોરીમાં વધારે વધારે ખોડો માલમ પડતી; પરંતુ તેવાઓને પણ તેના રૂઆબ આગળ લાચાર દીલના બની જવું પડતું. આવું છતાં કોઈ પણ માણસનું મન બંડ કરવા ચ્હાતું તો આ પ્રતાપી હરિણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને એનો નિરંતર મચી રહેતો તનમનાટ તેને દિઙ્મૂઢ બનાવી દેતો. આા આકર્ષણ–શક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઈ ર્હેતી જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી. | ||
અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની સ્ત્રી હતી અને તેનાં ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચ્હાતો. તોપણ અલકકિશેરી ન્હાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મીજાજને લીધે, ન્હાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવા કોઈની શક્તિ ન હોવાને લીધે, વ્યવહારમાં ગુંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન | અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની સ્ત્રી હતી અને તેનાં ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચ્હાતો. તોપણ અલકકિશેરી ન્હાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મીજાજને લીધે, ન્હાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવા કોઈની શક્તિ ન હોવાને લીધે, વ્યવહારમાં ગુંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન | ||
| | ||
હોવાથી તથા કોઈ પણ માથે લેઈ લે એવા માણસને એ કામ કરવા દેવાની જરુર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું; તો પણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સઉ-માનીતી દીકરી ઉપર મત્સરી જાણી જોઈને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના પોતાના જ ગુણોને લીધે સઉપર સ્વાર થવાની પોતાની તાકાત હોવાને લીધે, એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બ્હારના માણસો સાથે જરુર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પુછ્યા વિના ઘરમાંનું કાંઈ કામ થતું નહી. તેનો દોષ કોઈ ક્હાડી શકતું નહી. તેની ગતિ કોઈ રોકી શકતું નહી. બહારનાં માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ તેમાં જ દેખતાં, અમાત્ય ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં, માન અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સઉનો ગેરલાભ કોઈ લઈ જાય નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી, શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે વાપરવા ઈચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેનું કુતૂહળ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો એમ–પણ સ્વાભાવિક રીતે – જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે સુવર્ણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી. | હોવાથી તથા કોઈ પણ માથે લેઈ લે એવા માણસને એ કામ કરવા દેવાની જરુર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું; તો પણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સઉ-માનીતી દીકરી ઉપર મત્સરી જાણી જોઈને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના પોતાના જ ગુણોને લીધે સઉપર સ્વાર થવાની પોતાની તાકાત હોવાને લીધે, એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બ્હારના માણસો સાથે જરુર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પુછ્યા વિના ઘરમાંનું કાંઈ કામ થતું નહી. તેનો દોષ કોઈ ક્હાડી શકતું નહી. તેની ગતિ કોઈ રોકી શકતું નહી. બહારનાં માણસો આખા અમાત્ય કુટુંબનો જીવ તેમાં જ દેખતાં, અમાત્ય ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં, માન અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સઉનો ગેરલાભ કોઈ લઈ જાય નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા તેની પૂરી શક્તિ ન હતી, શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે વાપરવા ઈચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેનું કુતૂહળ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો એમ–પણ સ્વાભાવિક રીતે – જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે સુવર્ણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી. |
edits