રાણો પ્રતાપ/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
જગતને, ખાસ કરીને ભારતવર્ષને, આજ દ્વિજેન્દ્રલાલ સમા બળશાળી લેખકોની જરૂર છે, કે જેની લેખિનીમાંથી અંગાર વરસી શકે. એટલો પ્રખર છતાંયે કેટલો સુકોમળ! મહેર દૌલત અને ઇરાની મૂર્તિઓ શું એ જ હાથે ઘડેલી, જે હાથે રાજસ્થાનનાં રણવાસની જ્વાળાઓને ઝીલી ઝીલી એમાંથી જોશીબાઈ જેવી રજપૂતાણી પેદા કરી! એકનો એક એ હાથ! સાચા બળવંતની એ જ બલિહારી છે. પ્રભાતે ફૂલોને પંપાળીને હસાવનારાં સૂર્યદેવનાં એનાં એ કિરણો મધ્યાહ્ને મોતની વરાળો છોડે છે, ને સાંજે પાછાં સરોવર પરની કોઈ પોયણીને શીતળ ચુંબન આપી હસાવી લે છે. બલહીનના ઉચ્ચારમાં જોશ નથી હોતું; રીસ હોય છે, બકવાદ હોય છે.

નાટકોનાં પાત્રોને મુખે તીખા તમતમતા શેરો બોલાવવાની ને વાતચીતમાં પણ પ્રાસાનુપ્રાસ ઠોકી બેસાડવાની આદત આપણા ગુજરાતી નાટ્યકારોને બહુ પડી છે. બીજી ઘણીયે આદતોએ આપણી લોકરુચિને વણસાડી છે. કોઈ ગુજરાતી નાટ્યકાર દ્વિજેન્દ્રની કળાને ધીરજથી તપાસે તો સારું.

રાણપુર : સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 21-7-’23 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
રાણપુર : સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 21-7-’23 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>[બીજી આવૃત્તિ]</center>
આ વખતે બંગાળી ગીતો ગુજરાતીમાં ઉતારવાનો યત્ન કર્યો છે. ગયે વખતે એક હકીકતનું નિવેદન રહી ગયું હતું : પૃથ્વીરાજના પાત્રની આ નાટ્યકારે નિરર્થક હાંસી કરી છે. પૃથ્વીરાજ એક જબરા કવિ હતા. ચારણી સાહિત્યમાં એમનું સ્થાન અતિ ઉચ્ચ છે. એમનામાં વિદૂષકપણું નહોતું. રાણા પ્રતાપનું પતન એમના જ પત્રથી અટક્યું હતું. એમનાં પ્રથમ પત્નીનું નામ લેલાં હતું. લેલાંનું અનુપમ સૌંદર્ય સાંભળીને અકબરશાહે પોતાની બેગમની મારફત એને રાજમહેલમાં એનું રૂપ જોવા માટે આણેલી. અકબરશાહ પોતાને દેખી ગયો તે લજ્જાથી લેલાં પેટમાં કટારી નાખીને મરી હોવાનું કહેવાય છે. એ પરથી જ જોશીબાઈના નવરોજવાળા પ્રસંગનું અને આત્મહત્યાનું આલેખન થયું લાગે છે. એની બીજી પત્નીનું નામ ચંપાવતી હતું. જોશીબાઈ નામનો આધાર કાંઈ જણાતો નથી.
શ્રાવણ વદિ પાંચમ : 1980 [ઈ. સ. 1924] {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>[ત્રીજી આવૃત્તિ]</center>
મુખપૃષ્ઠ પરનું ‘ચેતક-સવાર રાણા’નું ચિત્ર અસલ ઉદયપુર રાજયના મંત્રી સ્વ. રાય મહેતા પન્નાલાલજીના રંગીન ચિત્ર પરથી રા. બ. ગૌરીશંકર ઓઝાએ પોતાના માટે ઉતરાવેલું, તેની આ નકલ છે. આ બદલ શ્રી ઓઝાજીના ઋણી છીએ.

રાણપુર : 1-2-’29 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits