રાણો પ્રતાપ/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 30: Line 30:


રાણપુર : 1-2-’29 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
રાણપુર : 1-2-’29 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Open}}
<center>[પાંચમી આવૃત્તિ]</center>
બરાબર અઢાર વર્ષે આ પુસ્તકની પાંચમી આવૃત્તિ થતી જોવા પામું છું. પ્રતોની સંખ્યાના હિસાબે આને છઠ્ઠી આવૃત્તિ કહી શકાય.
આ છપાતું હતું તે અરસામાં દિલ્હીના અંગ્રેજી સાપ્તાહિક ‘ધ રોયઝ વીકલી’ના તા. 22 જૂન, 1941 ના અંકમાં શાહજહાંની કરુણામૂર્તિ અને કાવ્યમૂર્તિ ચિરકુમારી જહાનઆરાની રોજનીશીના દસ્તાવેજી પુરાવાવાળો ઉદેપુરના રાજપૂતકુમાર સાથેનો પ્રેમકિસ્સો પ્રસિદ્ધ થયો, તે વાંચવામાં આવ્યો. આ કિસ્સાનો જ આધાર લઈને સ્વ. દ્વિજેન્દ્રલાલે આ નાટકમાંનો શક્તસિંહ-દૌલતનો તેમજ મહેર-શક્તસિંહનો કિસ્સો કલ્પ્યો હોવો જોઈએ, એવું અનુમાન સરલ બન્યું. જહાનઆરા અને ઉદેપુરના કુમાર વચ્ચેના દસ્તાવેજી પત્રવ્યવહારની તેમજ વાર્તાલાપની અંદર એક હૃદયદ્રાવક ને રોમાંચક પ્રકરણ પડ્યું છે. હિન્દુ-મુસ્લિમ જાતિ-મિલનને માટે ઝૂરતી અને એ દ્વારા આખા ભારતવર્ષની રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સેવતી જહાનઆરા આવા લગ્નની આડે પોતાના પિતામહ અકબરશાહે બાંધી રાખેલી કોમી દીવાલ પર માથું અફળાવતી આલેખાઈ છે. એ જહાનઆરાને જ દ્વિજેન્દ્ર મહેરરૂપે આંહીં પ્રતિષ્ઠિત કરી લાગે છે. મુગલ શાહજાદા રાજપૂત રાજકન્યા સાથે પરણી શકે, પણ, એથી ઊલટું, મુગલ રાજકન્યા ક્ષત્રિય રાજપુત્રનું પાણિગ્રહણ ન કરી શકે એવી એકપક્ષી પ્રણાલિકા જો અકબરે બાંધી ન હોત, પરિણામે જહાનઆરા જેવી તેજસ્વી સંસ્કારમૂર્તિ એવા જ સમોવડ સંસ્કાર ધરાવતા એ હિન્દુ રાજપુત્ર સાથે પરણી શકી હોત, તો સંભવ છે કે ભારતવર્ષનો આજનો ઇતિહાસ કોઈ જુદી જ રીતે લખાત.
5-7-’41 {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits