18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} એ સૂમસામ ખારાપાટ વચ્ચેથી પસાર થતી સડકના કિનારે ઊભો હતો. બાવળન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''તરસ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ સૂમસામ ખારાપાટ વચ્ચેથી પસાર થતી સડકના કિનારે ઊભો હતો. બાવળના તરડાયેલા છાંયડા નીચે બેસીને તપતી બપોરને સુંધ્યા કરતું ઊંટ ક્યારનું ગાંગરી રહ્યું હતું. એનો કણસાટ લાંબા, શુષ્ક મેદાનમાં ખોવાઈ જતો હતો. સડકના બંને છેડા અંત વિનાના ભાસતા હતા. દૂર મેલી થતી જતી ક્ષિતિજ તરફ નજર કરતા એને ધ્રાસકો પડ્યો. દૂરથી આવતાં રેતીના અંધડને જોઈને એને મેલા પવનમાં ફરકતી ઓઢણી સાથે એક ચહેરો દેખાયો. ખુલ્લા પટ પર ઝાંઝવા સાથે ધ્રુજતાં ચહેરા પર એણે ક્યારેય વિશ્વાસ નથી કર્યો. તેમ છતાં જ્યારે પણ અંધડ ફૂંકાવાનું હોય ત્યારે એ ચહેરો દેખાતો. વાવડાનું જોર વધતું જતું અને એ ચહેરો ઝાંખો પડી જતો. પછી તો ચારેકોર રેતી જ રેતી. | એ સૂમસામ ખારાપાટ વચ્ચેથી પસાર થતી સડકના કિનારે ઊભો હતો. બાવળના તરડાયેલા છાંયડા નીચે બેસીને તપતી બપોરને સુંધ્યા કરતું ઊંટ ક્યારનું ગાંગરી રહ્યું હતું. એનો કણસાટ લાંબા, શુષ્ક મેદાનમાં ખોવાઈ જતો હતો. સડકના બંને છેડા અંત વિનાના ભાસતા હતા. દૂર મેલી થતી જતી ક્ષિતિજ તરફ નજર કરતા એને ધ્રાસકો પડ્યો. દૂરથી આવતાં રેતીના અંધડને જોઈને એને મેલા પવનમાં ફરકતી ઓઢણી સાથે એક ચહેરો દેખાયો. ખુલ્લા પટ પર ઝાંઝવા સાથે ધ્રુજતાં ચહેરા પર એણે ક્યારેય વિશ્વાસ નથી કર્યો. તેમ છતાં જ્યારે પણ અંધડ ફૂંકાવાનું હોય ત્યારે એ ચહેરો દેખાતો. વાવડાનું જોર વધતું જતું અને એ ચહેરો ઝાંખો પડી જતો. પછી તો ચારેકોર રેતી જ રેતી. | ||
Line 25: | Line 27: | ||
અચાનક એના પગ અટક્યા. આજુબાજુ જોયું. એનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ ન હતું. એ ખાલી વાંઢમાં પાછો ફર્યો. મોઢામાં રેતીના કણ ભરાઈ ગયા હતા. બળ કરીને ઘૂંક ઉતાર્યું. રેતી ગળું છોલીને અંદર ઊતરી. એને લાગ્યું જાણે પેટમાં ઠંડક છવાઈ ગઈ. એ પોતાના ભંગામાં આવ્યો. છેલ્લીવાર જોતો હોય એમ વાંઢના ખાલી ભુંગાને જોઈ રહ્યો. જાણે મડદાના ગંજ ખડકાયા છે. દરેક ભુંગા પાસે ઢળેલા માથા પડ્યા છે. એની આંખમાં ખુન્નસ તરી આવ્યું. સુક્કી ઝાડીમાં ફસાયેલી લાલ ઓઢણી ફરક્યા કરતી હતી. નથી પાસે આવતી, નથી દૂર જતી. એણે નીચે બેસીને બાજુમાં પડેલો પથ્થર ઉપાડ્યો. પોતાનું માથું રેતીમાં છુપાવી લીધું. અધ્ધર ઉપાડેલો પથ્થર હાથમાંથી છૂટી ગયો અને એક ચીસ ગળામાંથી નીકળતાં જ રેતીમાં સમાઈ ગઈ. રેતીમાં શોષાઈ ગયેલા લાલ ધાબા પર વાવડો રેતી ઠાલવતો જતો હતો. પવનનાં ભેંકાર સુસવાટા અવિરત સંભળાતા હતા પણ એને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. કાફલો ઘણો દૂર નીકળી ગયો હતો. | અચાનક એના પગ અટક્યા. આજુબાજુ જોયું. એનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ ન હતું. એ ખાલી વાંઢમાં પાછો ફર્યો. મોઢામાં રેતીના કણ ભરાઈ ગયા હતા. બળ કરીને ઘૂંક ઉતાર્યું. રેતી ગળું છોલીને અંદર ઊતરી. એને લાગ્યું જાણે પેટમાં ઠંડક છવાઈ ગઈ. એ પોતાના ભંગામાં આવ્યો. છેલ્લીવાર જોતો હોય એમ વાંઢના ખાલી ભુંગાને જોઈ રહ્યો. જાણે મડદાના ગંજ ખડકાયા છે. દરેક ભુંગા પાસે ઢળેલા માથા પડ્યા છે. એની આંખમાં ખુન્નસ તરી આવ્યું. સુક્કી ઝાડીમાં ફસાયેલી લાલ ઓઢણી ફરક્યા કરતી હતી. નથી પાસે આવતી, નથી દૂર જતી. એણે નીચે બેસીને બાજુમાં પડેલો પથ્થર ઉપાડ્યો. પોતાનું માથું રેતીમાં છુપાવી લીધું. અધ્ધર ઉપાડેલો પથ્થર હાથમાંથી છૂટી ગયો અને એક ચીસ ગળામાંથી નીકળતાં જ રેતીમાં સમાઈ ગઈ. રેતીમાં શોષાઈ ગયેલા લાલ ધાબા પર વાવડો રેતી ઠાલવતો જતો હતો. પવનનાં ભેંકાર સુસવાટા અવિરત સંભળાતા હતા પણ એને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. કાફલો ઘણો દૂર નીકળી ગયો હતો. | ||
{{Right| | {{Right|(સમીપે, ૨૦૧૭)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits