18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} નટુભાએ ખભેથી ત્રિકમ-પાવડો હેઠે મૂક્યા અને ખિસ્સામાંથી તમાકુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''મિલકત'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નટુભાએ ખભેથી ત્રિકમ-પાવડો હેઠે મૂક્યા અને ખિસ્સામાંથી તમાકુની ડબ્બી અને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલાં પાનાં કાઢ્યાં. પગ પર પગ ચઢાવી વીરાસનમાં બેસી એક પાનને સાથળ પર વજન દઈને ઘસ્યું અને બીડી બનાવવા પ્રવૃત્ત થયો. ખાણેત્રા પર હજી મોટેભાગે પુરુષો જ આવ્યા હતા, સ્ત્રીઓ ઓછી દેખાતી હતી. તેણે આસપાસ જોતાં પૂરી પોણીં વેંતની હૃષ્ટપુષ્ટ બીડી બનાવી મોઢામાં મૂકી અને દીવાસળી પેટાવી. | નટુભાએ ખભેથી ત્રિકમ-પાવડો હેઠે મૂક્યા અને ખિસ્સામાંથી તમાકુની ડબ્બી અને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલાં પાનાં કાઢ્યાં. પગ પર પગ ચઢાવી વીરાસનમાં બેસી એક પાનને સાથળ પર વજન દઈને ઘસ્યું અને બીડી બનાવવા પ્રવૃત્ત થયો. ખાણેત્રા પર હજી મોટેભાગે પુરુષો જ આવ્યા હતા, સ્ત્રીઓ ઓછી દેખાતી હતી. તેણે આસપાસ જોતાં પૂરી પોણીં વેંતની હૃષ્ટપુષ્ટ બીડી બનાવી મોઢામાં મૂકી અને દીવાસળી પેટાવી. | ||
Line 89: | Line 91: | ||
હળવો ફૂલ નટુભા ઘેર પહોંચ્યો ત્યારે આડાં દીધેલાં બારણાંની તિરાડમાંથી પ્રકાશ ડોકિયાં કરતો હતો. તેણે ધીમેથી કમાડ ખોલ્યાં. ખાટલા પર બેય છોકરા ટૂંટિયું વાળીને સૂતા હતા. નટુભાએ છોકરાના વાળમાં આંગળાં ફેરવ્યાં. થાકને કારણે ભર નીંદરમાં સરી પડેલાં દયાબાનો અસ્તવ્યસ્ત ચણિયો ઉપર ચડી ગયો હતો. સ્હેજ ખુલ્લી થઈ ગયેલી સાથળી ગોરી ચામડી પીળા પ્રકાશમાં સોનાની જેમ ચમકતી હતી. નટુભાએ પાણી પીધું. બીડીના ધુમાડાથી ઊકળી રહેલા પેટમાં ટાઢો શેરડો પડ્યો. બત્તી બંધ કરી તે દયાબાને વળગી સૂઈ ગયો. સોનાનું ઝાડ નટુભાની બાથમાં હતું તે બાકીનું બધુંય ભૂલી એને બાઝી પડ્યો. | હળવો ફૂલ નટુભા ઘેર પહોંચ્યો ત્યારે આડાં દીધેલાં બારણાંની તિરાડમાંથી પ્રકાશ ડોકિયાં કરતો હતો. તેણે ધીમેથી કમાડ ખોલ્યાં. ખાટલા પર બેય છોકરા ટૂંટિયું વાળીને સૂતા હતા. નટુભાએ છોકરાના વાળમાં આંગળાં ફેરવ્યાં. થાકને કારણે ભર નીંદરમાં સરી પડેલાં દયાબાનો અસ્તવ્યસ્ત ચણિયો ઉપર ચડી ગયો હતો. સ્હેજ ખુલ્લી થઈ ગયેલી સાથળી ગોરી ચામડી પીળા પ્રકાશમાં સોનાની જેમ ચમકતી હતી. નટુભાએ પાણી પીધું. બીડીના ધુમાડાથી ઊકળી રહેલા પેટમાં ટાઢો શેરડો પડ્યો. બત્તી બંધ કરી તે દયાબાને વળગી સૂઈ ગયો. સોનાનું ઝાડ નટુભાની બાથમાં હતું તે બાકીનું બધુંય ભૂલી એને બાઝી પડ્યો. | ||
{{Right| | {{Right|(‘પરબ’: ફેબ્રુઆરી, ૧૯૯૮માંથી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits