સરસ્વતીચંદ્ર ભાગ ૪/સુભદ્રાના મુખ આગળ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સુભદ્રાના મુખ આગળ.|}} {{Poem2Open}} તાજાં ધાસ ઉગી આ રહે ને ગાય ગર્ભિ...")
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|સુભદ્રાના મુખ આગળ.|}}
{{Heading|સુભદ્રાના મુખ આગળ.|}}


{{Poem2Open}}
<poem>
તાજાં ધાસ ઉગી આ રહે ને
તાજાં ધાસ ઉગી આ રહે ને
ગાય ગર્ભિણી આવી ચરે તે;
ગાય ગર્ભિણી આવી ચરે તે;
એવાં તીર–વનોમાં ફરવા
એવાં તીર–વનોમાં ફરવા
ગામલોક જતા મદ ધરવા. ભવભૂતિ.
ગામલોક જતા મદ ધરવા. ભવભૂતિ.
</poem>
{{Poem2Open}}
સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય ર્‌હેતો. એ સુન્દર સંગમ આગળ વચ્ચોવચ આઠ માસ એક ન્‍હાનો સરખો રેતીનો બેટ બની રહેતો અને તેની બે પાસ સાગર અને સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો, ને ત્યાં આગળ એ સંગમથી રુપાની ઘંટડીઓ જેવો – કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી ર્‌હેતો હતો. સમુદ્રની ભરતી આવે ત્યારે વચલા બેટમાં ઢીંચણ સુધી પાણી ભરાતું, અને ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણત્રણ માથાં પાણી ભરાતું, આ બેટને બધી વસ્તી “બેટ” નામથી જ ઓળખતી.
સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય ર્‌હેતો. એ સુન્દર સંગમ આગળ વચ્ચોવચ આઠ માસ એક ન્‍હાનો સરખો રેતીનો બેટ બની રહેતો અને તેની બે પાસ સાગર અને સરિતાનો સંગમ નિરંતર થયાં કરતો, ને ત્યાં આગળ એ સંગમથી રુપાની ઘંટડીઓ જેવો – કુમુદસુંદરીના સ્વર જેવો – ઝીણો સ્વર મચી ર્‌હેતો હતો. સમુદ્રની ભરતી આવે ત્યારે વચલા બેટમાં ઢીંચણ સુધી પાણી ભરાતું, અને ચાતુર્માસમાં નદીના પૂરને પ્રસંગે ત્યાં ત્રણત્રણ માથાં પાણી ભરાતું, આ બેટને બધી વસ્તી “બેટ” નામથી જ ઓળખતી.


Line 38: Line 40:
"આ બપોરને બપ્‌પોરીયે તમે દર્શન દ્યોછો માતરે,
"આ બપોરને બપ્‌પોરીયે તમે દર્શન દ્યોછો માતરે,
"ત્યાં સાયર ને નદી ઉછળે એમ જોબન ધરતાં માત
"ત્યાં સાયર ને નદી ઉછળે એમ જોબન ધરતાં માત
"જોબનરૂપ ધરો !"
{{space}}"જોબનરૂપ ધરો !"
"મા જોબનવંતાં ! કરે આરતી સુરજ ભભુકી તમ આજરે,
"મા જોબનવંતાં ! કરે આરતી સુરજ ભભુકી તમ આજરે,
"ઘંટા જેવી સરિતા વાગે, સાયર નોબત થાય-
"ઘંટા જેવી સરિતા વાગે, સાયર નોબત થાય-
"ગાજે ઘોર ઘણો !"
{{space}}"ગાજે ઘોર ઘણો !"
"દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લ્‍હાયરે
"દશે દિશા માની જોગણીઓ લગાડી રહી છે લ્‍હાયરે
"હરિ હર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિના ગાય !
"હરિ હર બ્રહ્મા નમી પડ્યા ને સ્તોત્ર શક્તિના ગાય !
"માના બાળક સઉ !"
{{space}}"માના બાળક સઉ !"
"સંસારને રુવે રુવે કંઈ ઉઠી રહી એ આગરે,
"સંસારને રુવે રુવે કંઈ ઉઠી રહી એ આગરે,
"રાંક દીકરીયો, માવડી, ત્‍હારી ! લાગે ન એને આંચ,
"રાંક દીકરીયો, માવડી, ત્‍હારી ! લાગે ન એને આંચ,
"પાલવ તુજ સ્‍હાયો !"
{{space}}"પાલવ તુજ સ્‍હાયો !"
"હરિ હર બ્રહ્મા ને સઉ પુરુષો-તેને કરીયે શુંયરે ?
"હરિ હર બ્રહ્મા ને સઉ પુરુષો-તેને કરીયે શુંયરે ?
"માવડી પાસે ગોઠડી કરતાં વળે દીકરીને હુંફ,
"માવડી પાસે ગોઠડી કરતાં વળે દીકરીને હુંફ,
"અમે મા તુજ ખોળે !"
{{space}}"અમે મા તુજ ખોળે !"
"તુજ ખોળે પડી રહીયે ત્યારે ભાગે ભવની ભાવટ રે, ​
"તુજ ખોળે પડી રહીયે ત્યારે ભાગે ભવની ભાવટ રે, ​
“જમકિંકરની બ્‍હીક ન લાગે, તરી જઈએ ભવસાગ૨,
“જમકિંકરની બ્‍હીક ન લાગે, તરી જઈએ ભવસાગ૨,
એમાં તું હોડી છો.”
{{space}}"એમાં તું હોડી છો.”
ગરબો આટલે સુધી આવ્યો ત્યાં સમુદ્રની ભરતી વધતી વધતી માતાના ઓટલા સુધી આવી, એટલે નીચે ગરબે ઝીલનારીઓને પગે પાણીની છેાળ વાગી, અને સઉ ગરબો બંધ કરી ઉતાવળાં ઓટલા ઉપર ચ્‍હડી ગયાં.
ગરબો આટલે સુધી આવ્યો ત્યાં સમુદ્રની ભરતી વધતી વધતી માતાના ઓટલા સુધી આવી, એટલે નીચે ગરબે ઝીલનારીઓને પગે પાણીની છેાળ વાગી, અને સઉ ગરબો બંધ કરી ઉતાવળાં ઓટલા ઉપર ચ્‍હડી ગયાં.


Line 68: Line 70:
"ખરી વાત– સ્ત્રીનો વૈરાગ્ય સર્વ સંસાર અને સંસારના દેવોને સ્ત્રીમય દેખે છે.” બીજી બાઈ બોલી.
"ખરી વાત– સ્ત્રીનો વૈરાગ્ય સર્વ સંસાર અને સંસારના દેવોને સ્ત્રીમય દેખે છે.” બીજી બાઈ બોલી.


“હા – આ તરતાં તરતાં સઉ આવ્યાં ” બાવી બોલી. તરતાં તરતાં છાછર પાણી આવતાં તરનારી સ્ત્રીઓ પાણી વચ્ચે ઉભી થઈ પગે ચાલી આવવા લાગી. તેમાંની બે જણીઓએ હાથ ઉપર શબતુલ્ય કુમુદસુંદરીને ચતી રાખી ઝાલી હતી. સમુદ્ર વચ્ચે ડોકીયાં કરી ઉભેલા ખડકોના શિખરોનાં વચાળાંમાંથી વચલે ભાગે ઉગેલી સુંદર નાજુક લીલોતરી દેખાઈ આવે તેમ આ સ્ત્રીયોની વચ્ચે તેમના હાથ ઉપર રહેલી કુમુદસુંદરી દેખાતી હતી. એને ઉચકનારી સ્ત્રીયોના પગ આગળ નીતરેલું છાછર પાણી પોતાની નીચેનાં પૃથ્વીતળને બાઝી રહેલું લાગતું હતું, તેના ઉપર ધીમાં સ્થિર લાગતાં મેાજા એ પૃથ્વીને ચાંપી દેતાં લાગતાં હતાં, અને એ પૃથ્વીની કોમળ રેતી અને ઉંચાનીચા ભાગો પાણીમાંથી દીસી આવતા હતાઃ તેમજ પૃથ્વી પેઠે પડી રહેલી કુમુદના શરીર ઉપર પાણીથી લદબદતું વસ્ત્ર બાઝી ગયું હતું, એ વસ્ત્રની ભીની કરચલીઓ એના શરીર ઉપર ચંપાઈ ગઈ હતી, અને સૂક્ષ્મતાએ અને પાણીએ પારદર્શક કરેલા અને બાઝી ગયેલા વીલાયતી ગવનમાંથી શરીરના ઉંચાનીચા ભાગ સ્પષ્ટ દેખાઈ આવતા હતા, માતાના મંદિર પાસે આવતી પુત્રીની શરીર - અવસ્થાને પુરુષદષ્ટિએ નિર્મેલી મર્યાદાઓ અપવિત્ર લાગતી હોય તેમ આ બાળકીની આ અવસ્થા નિર્ભયપણે ઉદય પામી લાગતી હતી. એના વસ્ત્રમાંથી ચારેપાસથી નીગળતું પાણી ચારે પાસનાં પાણીમાં પડતું હતું અને એના મનનાં દુઃખ અને વિકાર તેમ એના કર્માવિપાક માતાના પ્રતાપથી ઓગળી જઈ જાતે જ એને છોડી ​નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ એના શરીરપાસેથી સરી, નીચે ટપકી જતી હતી. આ મનુષ્યદેહનું અાયુષ્ય ખુટી રહ્યા પછી અને પરમાત્મરૂપ જગદમ્બાના પારલૌકિક સાનિધ્ય પામતા પ્‍હેલાં વચગાળે શરીરને શબરૂપ થઈ શબવાહની[૧] ઉપર ચ્‍હડવું પડે તેમ અત્યારે કુમુદસુંદરી સ્ત્રીઓના હાથ ઉપર ચ્‍હડેલી હતી, અને આ સુંદર ચિત્તપવિત્ર ધામ ભણી અદૃશ્ય ઈશ્વરની ઈચ્છા એને ગુપ્ત આકર્ષક કિરણો વડે ખેંચી લેતી હતી. દુષ્યંતને ત્યાં અનભિજ્ઞાન અને તિરસ્કાર પામેલી શકુંતલા પતિમંદિરની બ્‍હાર નીકળી કે દયા-વત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અદ્ધર ઉપાડી ગયેલું મહાકવિએ ગૂઢ મર્મ રાખી વર્ણવેલું છે તેમ એવા જ ગહન દુઃખને વશે નિર્વાસન [૨] પામેલી આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ નિરંજન માતૃજ્યોતિ જ માતૃગૃહમાં [૩]આજ તાણી લેતું હતું અને વિધાતાની ગતિ ન સમજતાં મન્દબુદ્ધિના સુવર્ણપુરમાં ચારે પાસથી પવનની ફૂંક ઉપર ચ્‍હડી આકાશવાણી ઘણાક કાનમાં ક્‌હેતી હતી કે
“હા – આ તરતાં તરતાં સઉ આવ્યાં ” બાવી બોલી. તરતાં તરતાં છાછર પાણી આવતાં તરનારી સ્ત્રીઓ પાણી વચ્ચે ઉભી થઈ પગે ચાલી આવવા લાગી. તેમાંની બે જણીઓએ હાથ ઉપર શબતુલ્ય કુમુદસુંદરીને ચતી રાખી ઝાલી હતી. સમુદ્ર વચ્ચે ડોકીયાં કરી ઉભેલા ખડકોના શિખરોનાં વચાળાંમાંથી વચલે ભાગે ઉગેલી સુંદર નાજુક લીલોતરી દેખાઈ આવે તેમ આ સ્ત્રીયોની વચ્ચે તેમના હાથ ઉપર રહેલી કુમુદસુંદરી દેખાતી હતી. એને ઉચકનારી સ્ત્રીયોના પગ આગળ નીતરેલું છાછર પાણી પોતાની નીચેનાં પૃથ્વીતળને બાઝી રહેલું લાગતું હતું, તેના ઉપર ધીમાં સ્થિર લાગતાં મેાજા એ પૃથ્વીને ચાંપી દેતાં લાગતાં હતાં, અને એ પૃથ્વીની કોમળ રેતી અને ઉંચાનીચા ભાગો પાણીમાંથી દીસી આવતા હતાઃ તેમજ પૃથ્વી પેઠે પડી રહેલી કુમુદના શરીર ઉપર પાણીથી લદબદતું વસ્ત્ર બાઝી ગયું હતું, એ વસ્ત્રની ભીની કરચલીઓ એના શરીર ઉપર ચંપાઈ ગઈ હતી, અને સૂક્ષ્મતાએ અને પાણીએ પારદર્શક કરેલા અને બાઝી ગયેલા વીલાયતી ગવનમાંથી શરીરના ઉંચાનીચા ભાગ સ્પષ્ટ દેખાઈ આવતા હતા, માતાના મંદિર પાસે આવતી પુત્રીની શરીર - અવસ્થાને પુરુષદષ્ટિએ નિર્મેલી મર્યાદાઓ અપવિત્ર લાગતી હોય તેમ આ બાળકીની આ અવસ્થા નિર્ભયપણે ઉદય પામી લાગતી હતી. એના વસ્ત્રમાંથી ચારેપાસથી નીગળતું પાણી ચારે પાસનાં પાણીમાં પડતું હતું અને એના મનનાં દુઃખ અને વિકાર તેમ એના કર્માવિપાક માતાના પ્રતાપથી ઓગળી જઈ જાતે જ એને છોડી ​નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ એના શરીરપાસેથી સરી, નીચે ટપકી જતી હતી. આ મનુષ્યદેહનું અાયુષ્ય ખુટી રહ્યા પછી અને પરમાત્મરૂપ જગદમ્બાના પારલૌકિક સાનિધ્ય પામતા પ્‍હેલાં વચગાળે શરીરને શબરૂપ થઈ શબવાહની<ref>ઠાઠડી</ref> ઉપર ચ્‍હડવું પડે તેમ અત્યારે કુમુદસુંદરી સ્ત્રીઓના હાથ ઉપર ચ્‍હડેલી હતી, અને આ સુંદર ચિત્તપવિત્ર ધામ ભણી અદૃશ્ય ઈશ્વરની ઈચ્છા એને ગુપ્ત આકર્ષક કિરણો વડે ખેંચી લેતી હતી. દુષ્યંતને ત્યાં અનભિજ્ઞાન અને તિરસ્કાર પામેલી શકુંતલા પતિમંદિરની બ્‍હાર નીકળી કે દયા-વત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અદ્ધર ઉપાડી ગયેલું મહાકવિએ ગૂઢ મર્મ રાખી વર્ણવેલું છે તેમ એવા જ ગહન દુઃખને વશે નિર્વાસન <ref>દેશવટો.</ref> પામેલી આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ નિરંજન માતૃજ્યોતિ જ માતૃગૃહમાં <ref>માતૃગૃહ= મહીયર.
</ref>આજ તાણી લેતું હતું અને વિધાતાની ગતિ ન સમજતાં મન્દબુદ્ધિના સુવર્ણપુરમાં ચારે પાસથી પવનની ફૂંક ઉપર ચ્‍હડી આકાશવાણી ઘણાક કાનમાં ક્‌હેતી હતી કે


[૪]*सा निन्दन्ती स्वानि भाग्यानि बाला
<ref>“એ બાળા પોતાનાં ભાગ્યને નિંદતી હાથ ઉંચા કરી, રોવા લાગી એટલામાં અપ્‌સરા-તીર્થ પાસેથી સ્ત્રીવેશ ધરનારું એક જ્યોતિ એને ઉપાડી લઈ જતુ રહ્યું:” -શાકુંતલ</ref>सा निन्दन्ती स्वानि भाग्यानि बाला
बाहूत्क्षेपं क्रन्दितुं च प्रवॄत्ता ।
बाहूत्क्षेपं क्रन्दितुं च प्रवॄत्ता ।
स्त्रीसंस्थानं चाप्सरस्तीर्थमारा-
स्त्रीसंस्थानं चाप्सरस्तीर्थमारा-
दुत्क्षिप्यैनां ज्योतिरेकं जगाम ॥
दुत्क्षिप्यैनां ज्योतिरेकं जगाम ॥
૧. ઠાઠડી.
૨. દેશવટો.
૩. માતૃગૃહ= મહીયર.
*“એ બાળા પોતાનાં ભાગ્યને નિંદતી હાથ ઉંચા કરી, રોવા લાગી એટલામાં અપ્‌સરા-તીર્થ પાસેથી સ્ત્રીવેશ ધરનારું એક જ્યોતિ એને ઉપાડી લઈ જતુ રહ્યું:” -શાકુંતલ.
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits