સરસ્વતીચંદ્ર ભાગ ૪/અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.|}} {{Poem2Open}} Tell me not i...")
 
No edit summary
 
Line 37: Line 37:
સર૦– જી મહારાજ, આપની કૃપાએ અપૂર્વ લાભ હું પામ્યો છું તો શરીરસંપત્તિ પણ સારી હોય એમાં શી નવાઈ? અને તેમાં આવા મિત્રરત્નના

૧. મૂર્ધભાગ તે માથાનો ઉપલો ભાગ તેનું ઉપાઘ્રાણ કરવું એટલે તેનેસુંઘવું. પ્રાચીનકાળમાં આ દેશના આર્ય વડીલો પુત્રના મૃર્ધભાગનું ઉપાધ્રાણ,કરતા. ૧૮૭૦-૭૧ માં ફ્રાન્સમાં એક મહાયુદ્ધમાં વિજય પામ્યા પછી જર્મનીના મહારાજે પણ પોતાના પ્રધાન બિસ્માર્કના મૃર્ધભાગનું ઉપાઘ્રાણ કર્યું હતું.

​દર્શનથી તે શરીરની સાથે મન પણ પ્રફુલ્લ છે એ મ્હારા વિદ્વાન્

મિત્ર ચંદ્રકાંત નામના છે - જેને માટે મહેં સાધુજનોને શ્રમ આપ્યો હતો.

Line 63: Line 63:
વિહાર૦- ચિરજીવશૃંગના અધિકારી જીવને સ્વસ્થતા જ પ્રાપ્ત થાય છે, અને આવા સુંદર જીવાને તો આપે ધારેલી પઞ્ચ રાત્રિને સટે ચાર રાત્રિમાં એ સ્વસ્થતા પ્રાપ્ત થઈ તે તેમના અંતઃસાંદર્યનો પ્રતાપ ! આપની મુખમુદ્રાથી કાલનું અમે જાણી ગયા હતા કે પાંચમી રાત્રિની અપેક્ષા નહી ર્‌હે.

૧. શારીરિક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.
૧. શારીરિક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.
​મધુરીમૈયા સર્વથા સ્વસ્થ છે, પણ નવીનચંદ્રજીના પૂર્વાશ્રમ સંબંધે

કંઈક પ્રશ્ન ઉઠવાથી મહારાજના ધર્મભવનમાંથી આપે પુછવાનાં પ્રશ્નપત્ર અને નવીનચંદ્રજી ઉપર આજ્ઞાપત્ર આવેલાં છે.

Line 83: Line 83:
धानुष्के तु हते धनुर्न हि धनुर्वाणा न बाणा इमे ।

मायानाटकभूमिकासु रमतां साक्षी पुनर्वा न वा [૧] ॥

૧. આત્મા ઉપર ઉપાધિ એના ખીલા જડેલા છે એવી સ્મૃતિ થતાં મનજાતે શીર્ણ થઈ જાય છે. શિવરૂપ મહાદેવે પોતાના શત્રુ કામદેવને ભસ્મ કર્યોતે પછી તેના બાણ નકામા પડ્યા રહ્યો તે પ્રમાણે મન શીર્ણ થઈ જતાંપેલા ખીલાઓ પેલા બાણ પેઠે નકામા થઈ જાય છે. આ ખીલારૂપ બાણનો મનરૂપ ધનુર્ધર આમ મરી જાય છે એટલે તેનું ધનુષ્ય તે ધનુષ્ય નથી ને તેનાઆ બાણ તે નથી. તો પછી માયા-નાટકની રંગભૂમિ ઉપર સાક્ષી-સ્વરૂપપોતે રમો કે ન રમો – તે બે સરખી જ વસ્તુ છે.

વિષ્ણુ૦– “નવીનચંદ્ર ! આ જીવન્મુકિત : અને તે આપણા સાધુજનોને જ સાધ્ય છે ! અન્ય જીવન્મુકિતની કથા તો તમે પ્રત્યક્ષ કરેલા અશ્વત્થામાનું નિવૃત્તિસ્થાન તેમ નિગ્રહસ્થાન છે. એ સ્થાન શોધવા યોગ્ય છે – પામવા યોગ્ય છે, પણ કમલેાદરમાં ભ્રમર બન્યન પામે તેમ આ આટલી જીવનમુક્તિમાં બન્ધન પામનાર જીવસ્ફુલિંગે આત્મવઞ્ચનાને પામે છે. ઉપાધિરૂપ ખીલાઓમાંથી નહી પણ એના બળમાંથી મુક્ત થવાથી, ગર્ભસ્થાનમાંથી મુક્ત થયેલા શરીર પેઠે, જીવસ્ફુલિંગ નિષ્કામ યજ્ઞકાર્યને માટે સમર્થ થાય છે અને તે સમર્થતા પ્રાપ્ત થતાં એ યજ્ઞકાર્ય એને લક્ષ્ય ધર્મ થાય છે. અલક્ષ્યપરાવર – પરમબ્રહ્મ – નું લક્ષ્યાત્મનિધિ - સ્વરૂપ - જેને સંસાર ઈશ્વરને નામે ઓળખે છે, જેને શ્રુતિ સુપર્ણયુગલમાંનું ઈશ - અંગ ક્હે છે - તે સ્વરૂપ સાથે સાયુજ્ય પામ્યા વિના અલક્ષ્યપરાવરમાં સાયુજ્ય પામવાની કલ્પના મિથ્યા છે. સમુદ્રમાં પવનાદિ કારણથી તરંગો ઉત્પન્ન થાય છે તેની શાંતિ સમુદ્રમાં જ છે – સ્વયોનિમાં છે અને પ્રલયકાલે સમુદ્રાદિક પણ પરમ સ્વયોનિમાં પ્રાપ્ત થાય ત્યારે જ તરંગો પણ તેની સાથે એ પરમ યોનિમાં પરમ લય પામે છે તેમ જીવઅંગ ઈશઅંગરૂપ સ્વયોનિમાં પ્રાપ્ત થઈ તે દ્વારા જ અલક્ષ્યપરાવરરૂપ પરમ યોનિમાં પ્રાપ્ત થાય છે. પરમ લક્ષ્યાત્મા ઈશને પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે – તે માર્ગ નિષ્કામ મહાયજ્ઞવિધિ વિના અન્ય સમજશો નહી. તમને મુદિત આશય પામવાની દીક્ષા છે તે લોકમુદિત આશયની નહી પણ ઈશ-મુદિત આશયની સમજજો. લોક અજ્ઞાની છે તેમના મોદ કે અનુમોદ સાથે સાધુજનોને સંબંધ નથી, પણ તેમના કલ્યાણ સાથે ઉત્તમાધિકારીયો સંધાય છે. લોકનું કલ્યાણ એ જ પરમ લક્ષ્ય ઈશનો મુદિત આશય છે અને તે આશય તમારા હૃદયમાં વ્યાપી રહ્યો છે તે તમે તે પરમ સ્વરૂપનો યોગ પામવાના માર્ગમાં છે અને તમારા આયુષ્યના સર્વ અંશ એ માર્ગને ઉતરી ર્‌હશે ત્યારે તમે એ યોગનું અવસાન પામશો.

Line 89: Line 89:
“નવીનચંદ્રજી ! શ્રી યદુનંદનની પૂજનવેળાના આ ઘંટારવ અને શંખનાદ તમે સાંભળો છો. એ પૂજનવિધિ લક્ષ્યમહાયજ્ઞ નો સાંકેતિક [૧] છે. જે લોકમાત્રનો રક્ષક-પોષક પરમાત્મસ્વરૂપની આ સ્થાનમાં સાંકેતિકી પ્રતિમા છે તે જ સ્વરૂપની શુદ્ધ પ્રતિમા ભૂતમાત્રનાં અંતઃકરણોના સદ્દભાગરૂપ મંદિરમાં વ્યાપી રહી છે. ષોડશોપચારથી અને અન્યવિધિથી ભક્તજનો સાંકેતિક પ્રતિમાને અન્નવસ્ત્રાદિકનું અને પોતાના સર્વસ્વનું નિષ્કામ અર્પણ કરે છે

૧. Symbolical, સંકેતવાળો
૧. Symbolical, સંકેતવાળો
​તે જ રીતે સાધુજનો શુદ્ધ પ્રતિમાની સર્વ રીતે સર્વ ચિંતાઓ કરી પોતાના

સર્વસ્વનું એ પ્રતિમાને નિષ્કામ અર્પણ કરે છે. સાંકેતિક મંદિરમાં પુષ્પધૂપાદિના સુગંધ અને અન્ય સુંદર સામગ્રી પૂજક અને પૂજિતને અધ્યસ્ત સ્વભાવથી તૃપ્ત કરે છે તેમ શુદ્ધ પ્રતિમાના મહામન્દિરમાં રસ, જ્ઞાન, અને ક્રિયાની સામગ્રી પૂજ્ય અને પૂજકને સ્વભાવથી તૃપ્ત કરે છે. સાંકેતિક મંદિરમાંનું આરાત્રિક[૧] મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાને માટે છે તેવા જ, શુદ્ધ મંગલમૂર્તિને સુદૃષ્ટ કરવાના, આરાત્રિકથી તમારા જેવા વિદ્યાસંપન્ન સાધુજનો મહામન્દિરના સુન્દર ભાગોને અને શુદ્ધ પ્રતિમાનાં સર્વ અવયવને સુદૃષ્ટ કરી લે છે તે આરાત્રિકને પ્રસંગે મંદિરના શુદ્ધગર્ભારાદિ ભાગમાં અમારા જેવા સાધુજન સૂક્ષ્મ ઘંટાનાદ કરે છે ત્યારે તમારા જેવા સમર્થ સાધુજનોના શંખનાદ એ પૂજનની કીર્તિનાં સંગીત, લય, અને પ્રતિધ્વનિ વડે એ મંદિરને તળથી તે ઘુમટ સુધી ભરે છે અને બ્હારના માર્ગોને અને દૂરની ગિરિગુફાઓને અલખ ગર્જનાના ગાનથી ગજવી શકે છે !

Line 96: Line 96:

“નવીનચન્દ્રજી ! એ ૫રમ યજ્ઞથી તમને ચિરંજીવોએ આપેલી મહાસિદ્ધિ સફળ થશે, એ પૂર્ણાહુતિથી તમે લક્ષ્યાત્માને લક્ષ્ય કરશો, અને પરમ અલક્ષ્ય પરાવરમાં ત્રિયોગ સાધનાથી સાયુજ્ય પામશો ! એ પરાવરને પામવાને યોગ, કર્મ, અને જ્ઞાન ત્રણે સાધનને પામી ત્રિયોગ સાધજો.”

૧. આરતી.
૨. सर्वास्तिकता श्रद्धा શારીરક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits