18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 648: | Line 648: | ||
શાન્તિનિકેતન | શાન્તિનિકેતન | ||
{{સ-મ|૩ માર્ચ, ૨૦૦૬}}
| {{સ-મ|૩ માર્ચ, ૨૦૦૬}}

</poem> | |||
== ગાઈ રહ્યાં == | |||
<poem> | |||
બાંગ્લાર માટી, બાંગ્લાર જલ, | |||
બાંગ્લાર વાયુ, બાંગ્લાર ફલ, | |||
એ સૌ તમારા ચિત્તમાં છાઈ ગયાં, | |||
હે રવીન્દ્ર! તમે સૌને ગાઈ ગયા. | |||
બાંગ્લાર માટી, બાંગ્લાર જલ, | |||
બાંગ્લાર વાયુ, બાંગ્લાર ફલ, | |||
સૌની પરે આજે તમે છાઈ રહ્યા, | |||
તમે જે ગાયું આજે સૌ ગાઈ રહ્યાં. | |||
શિલાઈદહ | |||
{{સ-મ|૧૨ માર્ચ ૨૦૦૬}}

</poem> | |||
== અવકાશને માનવતાથી મઢીશ હું == | |||
<poem> | |||
અરધી સદી પૂર્વે ગૌરીશિખરે ચઢ્યો, | |||
ત્યારે મેં તને હિમાદ્રિને મારા પદચિહ્નથી મઢ્યો; | |||
ઊન્નત જે ઊર્ધ્વ મસ્તકે ઊભો યુગોથી દૃઢ, તું ન ખસ્યો, | |||
છતાં મને તારા મસ્તક પરનું માનવછોગું કહી તું મને હસ્યો: | |||
પદાક્રાન્ત એવો તું જાણે કે મારું દ્યૌ ખૂંદનારનું પદચિહ્ન લૂછી રહ્યો, | |||
ને મસ્ત થૈને મને ભલા માનવને તું પૂછી રહ્યો": | |||
‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’ | |||
આ તારી ગૌરવગાથાને ક્યાં લગી પઢીશ તું? | |||
કાલિદાસે તને દેવતાત્મા નગાધિરાજ કહી લડાવ્યો, | |||
પછી અનેક કવિઓએ તને મોઢે ચડાવ્યો; | |||
ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે, | |||
એ સૌના જીવનની ચરિતાર્થતા જેવું, | |||
સૌના કવનની કૃતાર્થતા જેવું, | |||
તું એ સૌને માટે પૃથ્વી પરનું પૂર્ણવિરામ હશે. | |||
પણ જો! મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી | |||
મારા કૌતુક અને કુતૂહલને યે કોઈ ઓવારો નથી; | |||
મારા સ્વપ્ન અને સાહસને યે કોઈ વિશ્રામ નથી, | |||
મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણવિરામ નથી. | |||
હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી | |||
ભૂમિ પર વસ્યો ને સત્ય-સુન્દરની સહાયથી વિકસ્યો, | |||
આજે હવે હું પૃથ્વીની ભ્રમણરેખાને છેદી | |||
અકલ્પ્ય કો અનાગતમાં, અવકાશમાં ખસ્યો. | |||
તુંથી તો શું, સ્વયં આ પૃથ્વીથી પણ પર અને પાર | |||
એવી આ છે મારી અવિરત, અવિશ્રામ જીવનયાત્રા દુર્દમ્ય, દુર્નિવાર; | |||
તેં મને પૂછ્યું હતુંને": ‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’ | |||
હું માનવ, આજે તને કહું હવે અવકાશને માનવતાથી મઢીશ હું. | |||
{{સ-મ|ઑક્ટોબર ૨૦૦૩}}

</poem> | |||
== પક્ષીદ્વીપ == | |||
<poem> | |||
આલ્ગૉન્કીન જાતિનું મેનહેટ્ટા—ટેકરીઓનો ટાપુ, | |||
એ પ્રત્યેક ટેકરીની ટચૂકડી ટચૂકડી ટોચે | |||
સપનું સેવ્યું, ‘અંતરીક્ષને માપું, | |||
મારો પ્રાણ અરે, ક્યારેક તો અવકાશમાં પહોંચે!’ | |||
એ જ થયું ડચ લોકોનું ન્યૂ એમ્સ્ટર્ડામ, | |||
એમાં અનેક દેવળો, પ્રત્યેકની તીણી તીણી ટોચે | |||
ઝંખ્યું, ‘પૃથ્વીની પાર પણ હશે પવિત્ર ધામ, | |||
મારું હૃદય હા, ક્યારેક જો અવકાશમાં પહોંચે!’ | |||
એ જ થયું ન્યૂ યૉર્ક, જ્યાં માનવતા પચરંગી, | |||
એમાં કૈંક સ્કાયસ્ક્રેપરો, એ પ્રત્યેકની ઊંચી ઊંચી ટોચે | |||
અંતે અનુભવ્યું, ‘પૃથ્વીની ભ્રમણરેખાને ઉલ્લંઘી, | |||
મારી ચેતના જુઓ, ઓ અવકાશમાં પહોંચે!’ | |||
આ પક્ષીદ્વીપ, આરંભથી હતી એની ઊર્ધ્વદૃષ્ટિની આંખો, | |||
હવે ઊડું ઊડું થૈ રહી એની ભવિષ્યોન્મુખ પાંખો! | |||
{{સ-મ|૨૦૦૪}}

</poem> | |||
== આ ન્યૂ યૉર્ક નામે પંખી == | |||
<poem> | |||
આ ન્યૂ યૉર્ક નામે પંખી! | |||
શું અધખૂલી બે પાંખે, | |||
નભનીરખતી આંખે | |||
રહ્યું અગમને ઝંખી? | |||
નસનસમાં તો ઘેન, | |||
ને ઘડી ન તોયે ચેન; | |||
તે ગયું હશે શું ડંખી? | |||
જુઓ, આ જગ જ્યાં બૂડ્યું, | |||
ત્યાં તો ઓ ઊડ્યું, ઓ ઊડ્યું | |||
એ ન્યૂ યૉર્ક નામે પંખી! | |||
{{સ-મ|૧૯૮૫}}

</poem> | |||
== સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી == | |||
<poem> | |||
તું ક્રાન્તિની પુત્રી, | |||
મુદ્રાલેખ જે ત્રિસૂત્રી | |||
એમાં તું પ્રથમ સ્થાને; | |||
સમતા, બન્ધુતા તારી આજ્ઞા માને. | |||
તારો જન્મ પૅરિસમાં, બાર્થોલ્ડીને ઘેર, | |||
તારી પર ઇફેલ અને હ્યુગોની મ્હેર. | |||
તું બે મહાપ્રજાઓ વચ્ચેની મૈત્રીનો સ્મૃતિસભર ઉપહાર, | |||
વર્ષો પૂર્વે તારી સમુદ્રયાત્રા ઍટ્લાન્ટિકની પાર; | |||
આજે હવે તું સ્વયં અભિવાસી ઊભી દ્વીપ પરે ન્યૂયૉર્કના પ્રવેશદ્વારે, | |||
વર્ષોથી તું એ જ માર્ગે આ પૃથ્વીની સૌ પ્રજાઓને સત્કારે. | |||
તારી પીઠીકા પર અંકિત જે ‘ધ ન્યૂ કોલોસસ’નું ગાન | |||
એમાં સૌ આગંતુક અભિવાસીઓને તારું આહ્વાન": | |||
‘આપો મને તમારા સૌ ક્લાન્ત, અકિંચન, અસ્તવ્યસ્ત | |||
કોટિ કોટિ માનવો, જે ઝંખે મુક્ત શ્વાસ લેવા; | |||
મોકલી આપો હોય જે ગૃહહીન, ઝંઝાગ્રસ્ત, | |||
તમારા વિસ્તીર્ણ તટ પર હતભાગી, બહિષ્કૃત જેવા; | |||
સુવર્ણના દ્વારે પ્રદીપ ધરે આ ઊર્ધ્વ મારો હસ્ત.’ | |||
તારા શિર પરે મુકુટ જે સોહે, એમાં સપ્ત તેજબિંદુ, | |||
એનો અખંડ પ્રકાશ પામે સપ્ત ખંડ, સપ્ત સિંધુ; | |||
તારા ચરણતલે દુ:શાસનની શૃંખલા તું ભાંગે, | |||
સ્વાતંત્ર્યની પ્રતિમા તું, તારું નામ સાર્થક શું લાગે; | |||
તારા સમતલ વામ હસ્તે ‘સ્વાતંત્ર્યનું ઘોષણાપત્ર’ તું ધરે, | |||
એથી તો તું આજ લગી આમંત્રી ર્હૈ મનુષ્યોને વસવાને મુક્ત ભૂમિ પરે; | |||
તારા નભોન્મુખ દક્ષિણ હસ્તે પ્રદીપ તું ધરે, એમાં ઊર્ધ્વ જ્યોત પ્રકાશે, | |||
એથી તો તું આજે હવે પ્રેરી રહી મનુષ્યોને ઊડવાને ભવ્ય અવકાશે. | |||
{{સ-મ|૨૦૦૪}}

</poem> | |||
== ન-કશાનું નગર == | |||
<poem> | |||
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા, | |||
કોઈને ખબર નથી | |||
એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં, | |||
એ તો જોકે એમને પણ ખબર નથી | |||
કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા. | |||
વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા. | |||
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો. | |||
કોઈને ખબર નથી | |||
કે શાથી એ રાતે વણીને દ્હાડે ઉકેલી રહ્યો, | |||
પણ એને શું ખબર નથી | |||
કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો? | |||
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો. | |||
વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા. | |||
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો, | |||
વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો. | |||
વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા. | |||
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર, | |||
વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર. | |||
{{સ-મ|૨૦૦૭}}

</poem> | |||
== બ્રહ્માને વિષ્ણુના પ્રશ્નો == | |||
<poem> | |||
અન્ન તો એંઠું, | |||
શુદ્ધ ફળ ને દૂધ! | |||
ક્યાંથી આ પેઠું? | |||
ભક્તિ તો ભ્રષ્ટ, | |||
શુદ્ધ શાસ્ત્ર ને વિધિ! | |||
શાથી આ કષ્ટ?" | |||
{{સ-મ|૨૦૦૪}}

</poem> | |||
== સમય છે અને સમય નથી == | |||
<poem> | |||
ક્લબમાં કલાકો રમી રમવાનો, | |||
કારમાં જ્યાં ને ત્યાં અકારણે ભમવાનો સમય છે; | |||
ટોળાંટોળીમાં ટીંખળ કરવાનો, | |||
ટુકડે ટુકડે ધીમું ધીમું મરવાનો સમય છે. | |||
કોઈને કદી ‘કેમ છો?’ પૂછવાનો, | |||
કોઈનું એકાદ આંસુ યે લૂછવાનો સમય નથી; | |||
પરસ્પર ગૂજગોષ્ઠિ માણવાનો, | |||
શાન્ત એકાન્તમાં જાતને જાણવાનો સમય નથી. | |||
જો સમય છે અને સમય નથી | |||
તો સમય શું છે એ સમજાવવું રહ્યું કથી કથી; | |||
જો સમય છે અને સમય નથી | |||
તો સમય શું છે એ સમજવું યે રહ્યું મથી મથી. | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== સહ્યા કર્યું == | |||
<poem> | |||
જન્મીને જનમભર એકાન્તમાં સહ્યા કર્યું, | |||
ક્યારેય કોઈનેય કશુંય નથી કહ્યા કર્યું. | |||
દુ:ખ તો મરુભૂમિ જેમ વિસ્તર્યું, | |||
સુખ જેને માન્યું મૃગજળ ઠર્યું; | |||
સુખદુ:ખ સમજવા સમતોલ રહ્યા કર્યું. | |||
એથી સુખદુ:ખ ચિત્તમાં ન ધર્યું, | |||
તે ચિત્ત તો આનંદથી ભર્યું ભર્યું; | |||
જે કૈં સહ્યા કર્યું તેને આનંદથી ગ્રહ્યા કર્યું. | |||
{{સ-મ|૨૦૦૭}}

</poem> | </poem> |
edits