શાંત કોલાહલ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 199: Line 199:
રૂમઝુમ (૧૯૮૯)

રૂમઝુમ (૧૯૮૯)

અમોને મળી પવનની પાંખ (૧૯૮૯)

અમોને મળી પવનની પાંખ (૧૯૮૯)

{{Poem2Open}}
{{Poem2Open}}
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શાહ
આસ્તિકતા, સાત્વિકતા ને વૈશ્વિકતાના કવિ
આસ્તિકતા, સાત્વિકતા ને વૈશ્વિકતાના કવિ

ચંદ્રકાન્ત શેઠ
'''ચંદ્રકાન્ત શેઠ'''

'''૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ'''
'''૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ'''

ગુજરાતી કાવ્યસાહિત્યનો ઈતિહાસ જાણે કવિબેલડીઓમાં આગળ વધતો હોય એવું આપણને લાગે ! મધ્યકાલીન કવિતાની વાત કરતાં નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ, શામળ-દયારામ જેવી કવિબેલડીઓનું સ્મરણ થાય છે તો અર્વાચીન કવિતાની વાત કરતાં દલપત-નર્મદ, મણીલાલ-બાળાશંકર, કાન્ત-કલાપી, ન્હાનાલાલ-બ.ક.ઠા, સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર શાહ-નિરંજન જેવી કવિબેલડીઓનું. આ ધારા આગળ વધારતાં ઉશનસ્-જયન્ત પાઠક, હરીન્દ્ર દવે-સુરેશ દલાલ, લાભશંકર-સિતાંશુ, ચિનુ-મનહર મોદી જેવી કવિબેલડીઓનુંયે સ્મરણ થાય ! રાજેન્દ્ર શાહ- નિરંજનનું કામ ગાંધીયુગ અને અનુગાંધીયુગના સંધિકાળે ઉઘડેલું પમાય છે. રાજેન્દ્ર શાહ ને નિરંજનને ગાંધીજી સ્પર્શ્યા છે, પરંતુ તેમની કવિતા ગાંધીજીની સીમારેખામાં બદ્ધ રહી નથી. ભાવનાપ્રીતિ ઉભયની છે; પરંતુ ભાવનાગ્રસ્તતા બેમાંથી કોઈનીયે નથી. રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગત (૧૯૨૬) બંનેય વીસમી સદીનાં ફરજંદ. રાજેન્દ્ર શાહની ગતિ, ગામ-સીમથી નગર ભણીની છે; નિરંજન ભગત પૂરા નગરકવિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિની સાથેની નિસબત બંનેની મજબૂત. બંનેયનો માનવવિકૃતિઓ સામેનો મોરચો સંગીન. બંનેમાંથી એક રાજેન્દ્ર શાહ આજે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પોંખાયા, ખરેખર તો આ કવિબેલડી જ પોંખાવી જોઈતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ! આમ તો સુન્દરમ્ કે દર્શક જેવા સાહિત્યકરો સુધી જ્ઞાનપીઠ ન પહોંચી શક્યો એમાંય મર્યાદા તો જ્ઞાનપીઠ પુરસ્કારની જ લેખાય. ખેર ! પણ ઉમાશંકર જોશી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ (૧૯૮૫) પછી રાજેન્દ્ર શાહ (૨૦૦૩) આ પુરસ્કાર-વિજેતાઓની હરોળમાં સામેલ થયા તેથી જ્ઞાનપીઠ પુરસ્કારનું ગૌરવતેજ વધ્યું છે એમ જ કહેવું જોઈએ. આ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે રાજેન્દ્ર શાહને અભિનંદન આપવા સાથે જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્ણાયકોનેય યોગ્ય નિર્ણય માટે અભિનંદન આપવાં જોઈએ.

જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા રાજેન્દ્ર શાહ (જ. ૨૮-૧-૧૯૧૩, કપડવંજ, જિ.ખેડા) ગુજરાતના તો મૂર્ધન્ય કવિ છે જ, આખા ભારતમાંયે એમની કોટિના ઉત્કૃષ્ટ કવિઓ પ્રમાણમાં ઓછા જ હશે. રાજેન્દ્ર શાહની કવિતા ગુજરાતની અને એ રીતે ભારતીય કવિતાની મોંઘેરી મિરાતરૂપ લેખાય.

ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના ઉતરાર્ધમાં સૌંદર્યનિષ્ઠ કવિતાની જે ધારા આરંભાઈ તેના એ પ્રમુખ કવિ છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જે જીવાતુભૂત તત્ત્વ છે તેનો સમ્યગ્ આવિષ્કાર એમની કવિતામાં છે. દાર્શનિકતા અને સૌન્દર્યરાગિતાનું અનોખું રસાયણ એમાં છે. ‘નિરુદ્દેશે’ સંસારે મુગ્ધ અને મુક્ત ભ્રમણ કરતા આ કવિની શબ્દલીલામાંથી તત્ત્વદર્શનનો શમપ્રધાન પ્રસન્નતામૂલક ભાવ્રસ દ્રવતો-સ્રવતો આપણે જોઈ શકીએ છીએ. હતાશા કે નિરાશાને તો એમાંથી માઇલોનું છેટું છે. તેઓ તો આસ્તિકતા, સાત્ત્વિકતા અને વૈશ્વિકતાના કવિ છે. એમના અવાજમાં શ્રદ્ધા, સમતા અને સચ્ચાઈનો રણકો સંભળાય છે. તેઓ તો ક્ષણની ભીતર રહેલી શાશ્વતીના દ્રષ્ટા ને ઉદ્દગાતા છે. સંસારના કર્મ-કોલાહલને તળિયે રહેલી શાંતિના, જીવનસંઘર્ષના મૂળિયે રહેલી સંવાદિતાના તેઓ શોધક અને સાધક કવિ છે. તેમને જેમ વિશ્વની કેટલીક પ્રશિષ્ટ કવિતા સાથે તેમ વિશ્વની તત્ત્વજ્ઞાનની કેટલીક મીમાંસા સાથે; વેદાંત તંત્ર, યોગ જેવી સાધનાપ્રણાલીઓ સાથે પણ કામ પાડ્યું છે.

Line 219: Line 221:
‘આનંદ શો અમિત’માં વસંતતિલકાનું માધુર્ય જે રીતે દાંપત્યજીવનની –ગાર્હસ્થજીવનની ભાવમાધુરીમાં એકરસ થઈ પ્રસન્નતાની આભા પ્રગટ કરે છે તે માણવા - પ્ર-માણવા જેવું છે.

તેઓ મધ્યાહ્નની અલસવેળનો અનુભવ છંદોલય દ્વારા, સમુચિત કલ્પનો દ્વારા સરસ રીતે ઉપસાવે છે:

{{Poem2Close}}
<poem>
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત,
‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત,
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ,
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ,
Line 225: Line 229:
જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન,
જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન,
તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’
તેવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’
(‘શ્રાવણી મધ્યાહ્ને’)
</poem>
{{Right|(‘શ્રાવણી મધ્યાહ્ને’)}}

{{Poem2Open}}
દ્રુમથી ટપકતાં ફોરાં કાનથી પણ અહીં પ્રત્યક્ષ થઈ શકે છે !

રાજેન્દ્ર શાહે જે રીતે મનહર-વનવેલી જેવા સંખ્યામેળ પદ્યબંધોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે તે અપૂર્વ ને અનન્ય છે. ખાસ કરીને ‘શાંત કોલાહલ’માંનાં ‘છલનિર્મલ’, ‘મેડીને એકાન્ત’, ‘ક્ષણને આધાર’ જેવાં કાવ્યો આ સંદર્ભમાં જોવા જેવાં છે.

Line 246: Line 252:
કવિનું પ્રથમ કાવ્ય ૧૯૩૩માં પ્રગટ થયું ત્યારથી તે આજ સુધી એમની કાવ્યસાધના અનવરત ચાલી છે. આ ગોળા દરમિયાન રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ અનેક ઘટનાઓ ઘટી છે અને રાજેન્દ્ર શાહ જેવા સંવેદનશીલ કવિએ એની અસરો પણ અનુભવી છે; આમ છતાં એમની કવિતા શાશ્વતી સાથેનું એનું અનુસંધાન જાળવી, એની જે સમતુલા છે, ધારણ છે તે ગુમાવ્યા વિના પોતાની રીતે જ ચાલવાનું પસંદ કરે છે. ક્યાંક આમતેમ થોડા વિક્ષેપો આવે છે અને એમની ધારણ ડગાવે છે; તેમ છતાં તેઓ એ ધારણ ગુમાવતા તો નથી જ એ હકીકત છે. આ વલણે રાજેન્દ્રશાહની કાવ્યબાનીને પ્રશિષ્ટતા અર્પી છે, સનાતનતાનું એક પરિમાણ બક્ષ્યું છે.

કવિતા નાતે રાજેન્દ્ર શાહને કાવ્યના શબ્દ અને અર્થ ઉભયમાં ઊંડો રસ છે. જે કંઈપોતાની પ્રત્યક્ષ થાય એને સદ્-યોગે પોતાનું કરવું અને એમાં પોતાને મુક્તિ આપીને એનો અનિર્વચનીય સ્વાદ લેવો એ આધ્યાત્મિક વલણ શબ્દ પરત્વે એમને અત્યંત રસોપકારક થયેલું પ્રતીત થાય છે. સૌન્દર્યાનુભૂતિના સ્તરે, ભાવાત્મક ભૂમિકાએ એમનો શબ્દ ઉન્નતતા પામે છે, ગજું કાઢે છે અને અવનવીન રીતે અર્થસંદર્ભોની તરેહો રચી સહ્રદયને આહલાદક થાય છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીના મૂળમાં આપણી ભારતીય - ગુજરાતી આધ્યાત્મરસિક કવિતાની એક જ્યોતિર્મય ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે. રાજેન્દ્ર શાહનાં ‘નિરુદ્દેશે’ ને ‘ગાયત્રી’ જેવાં કાવ્યો આપણી આધ્યાત્મિક, વેદોપનિષત્કાલીન કવિતાપરંપરાના વારસા વિના સર્જાવાં જ અશકય. ‘આયુષ્યના અવશેષે’નું સંવેદન ભારતીય માનસ જ પૂર્ણતયા પામી શકે. ‘નિરુદ્દેશે’નો અર્થ કવિને જે અભિપ્રેત છે તે આપણા આધ્યાત્મિક પરિવેશના અભિજ્ઞાન વિના સમજાવો જ મુશ્કેલ. રાજેન્દ્ર શાહની કવિતાના કેટલાક શબ્દોનો મર્મ તો યોગ, તંત્ર આદિની ભૂમિકા સમજનાર જ પકડી શકે; દા.ત.,

‘તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!’
{{Poem2Close}}
(‘ભૈરવી’, શાંત કોલાહલ, પૃ.૪૦)
<poem>
‘તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત!’
::::(‘ભૈરવી’, શાંત કોલાહલ, પૃ.૪૦)
‘તું અગ્નિબિંદુ ધરતી નભ કેરું છદ્મ!’
‘તું અગ્નિબિંદુ ધરતી નભ કેરું છદ્મ!’
(‘ત્રિમૂર્તિ-માતા’, શાંત કોલાહલ, પૃ. ૫૩)
::::(‘ત્રિમૂર્તિ-માતા’, શાંત કોલાહલ, પૃ. ૫૩)
‘ગતિમય
‘ગતિમય
નિખિલ – નિરતિ પરિવાર -
નિખિલ – નિરતિ પરિવાર -
એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં
એક અતીન્દ્રિય સુન્નબિંદુ મહીં
પામી રહે છે વિલય.’
પામી રહે છે વિલય.’

‘અહીં તો સૂતું છે શવ
‘અહીં તો સૂતું છે શવ
અચેતન ગાત...
અચેતન ગાત...
Line 263: Line 271:
- વિણ શાન્ત
- વિણ શાન્ત
શાન્ત સૂતું અહીં શવ.’
શાન્ત સૂતું અહીં શવ.’
(‘ખાલી ઘર’, ક્ષણ જે ચિરંતન, પૃ. ૫૪, ૫૬)
{{Right|(‘ખાલી ઘર’, ક્ષણ જે ચિરંતન, પૃ. ૫૪, ૫૬)}}

</poem>
{{Poem2Open}}
અહીં, ‘શવ-શિવ’, ‘અગ્નિબિંદુ’ ‘સુન્નબિંદુ’, ‘ઇકાર સંપાત’ આદિ શબ્દોના મર્મની જાણકારી વિના કવિતાનો પૂરો ભાવ ગ્રહી શકાય નહીં. આવાં સ્થાનોનો મર્મ ગ્રહવા યોગ, તંત્ર આદિનું પરિશીલન આવશ્યક લેખાય.

રાજેન્દ્ર શાહનું માત્ર ભાવવિશ્વથી જ નહીં, કાવ્યબાનીથીયે આપણી આધ્યાત્મિક પરંપરાની પ્રાચીન-અર્વાચીન કવિતા સાથેનું અનુસંધાન-સાતત્ય જળવાયેલું જોવા મળે છે કે-
રાજેન્દ્ર શાહનું માત્ર ભાવવિશ્વથી જ નહીં, કાવ્યબાનીથીયે આપણી આધ્યાત્મિક પરંપરાની પ્રાચીન-અર્વાચીન કવિતા સાથેનું અનુસંધાન-સાતત્ય જળવાયેલું જોવા મળે છે કે-
{{Poem2Close}}
<poem>
‘તું રિક્ત થૈ સભર થા
‘તું રિક્ત થૈ સભર થા
ત્યજીને તું પામ.
ત્યજીને તું પામ.
Line 271: Line 283:
હૃદય હે !
હૃદય હે !
તું પૂર્ણ માંહી રમ પૂર્ણથી હે પ્રપૂર્ણ !’

(‘હૃદય હે !’, ધ્વનિ, પૃ. ૨૧ [૧૯૯૬ ની આવૃત્તિ])
{{Right|(‘હૃદય હે !’, ધ્વનિ, પૃ. ૨૧ [૧૯૯૬ ની આવૃત્તિ])}}

</poem>
{{Poem2Open}}
ત્યારે તેઓ ઉપનિષદના કવિનો જ પ્રતિઘોષ પાડતા જણાય છે.

રાજેન્દ્ર શાહમાં સર્વ સાથે એકરૂપ થવાનો, સર્વમાં પોતાને ખોઈ દઈને પામવાનો સહજ આવેગ છે. તેઓ ‘ભીતરના અસીમના પ્રવાસી’ હોવાનું જણાવે જ છે. (ઈક્ષણા, પૃ. ૪૪) પોતાની સમગ્ર હસ્તીનો એક અર્થપૂર્ણ વૈશ્વિક સંદર્ભ હોવા બાબત એમને લેશ પણ શંકા નથી; ને તેથી એમની સમગ્ર કાવ્યબાની સત્-મૂલક છે; વિષાદ આદિના વિવર્તો છતાં આનંદમૂલક છે. તેમનો સત્-શ્રદ્ધાવેગ સર્વ વિરોધોને તળિયેની એકાકારતાનો-સંવાદિતાનો તાગ લે છે અને તેથી જ વિરોધાભાસ રચતી પરંતુ વધુમાં વધુ સચ્ચાઈને અભિલક્ષતી માર્મિક ઉક્તિઓમાં એ પોતાના આધ્યાત્મિક ભાવને પ્રગટ થવા દે છે: ‘હું જ રહું વિલસી સહું સંગ ને / હું જ રહું અવશેષે’ (ધ્વનિ, પૃ. ૧૬), ‘વિધુ નહિ છતાંયે શી જ્યોત્સ્ના છવાઈ રહી બધે. ‘(ધ્વનિ, પૃ. ૫૨), ‘પ્રેમને બંધન પ્રિય ! પ્રેમ કેરી મુક્તિ.’ (ધ્વનિ, પૃ. ૭૫) રાજેન્દ્ર શાહ દેખીતા વિરોધો પરસ્પરના પૂરક કે પર્યાયરૂપ પ્રતીત થાય એવી અનુભૂતિની અધિત્યકા પરથી શબ્દને પ્રયોજે છે અને તેથી શબ્દ નૂતન અર્થપરિમાણોની નિર્મિતિમાં સક્રિય થતો જણાય છે.

Line 279: Line 293:
રાજેન્દ્ર શાહને તળપદી ગુજરાતી ભજનવાણીનોયે ઊંડો પરિચય છે. ‘કાયાને કોટડે બંધાણો’, ‘હરિ તારા ઘટના મંદિરિયામાં બેસણા હોજી’, ‘આપણા ઘડવૈયા ! બાંધવ આપણે’, ‘ખાટી રે આંબલીથી’, ‘અવળી રીત્યું’ જેવી કૃતિઓમાં ભજનવાણીના લહેકાઓ ને તેની સાથે સંપૃક્ત લય-ઢાળનો સુંદર વિનિયોગ થયો છે. ‘કાયાને કોટડે બંધાણો’ ગીતમાં ઉપાડની પંક્તિની પદાવલિ, ‘બંધાણો’, ‘રંગાણો’, ‘લ્હેરુંમાં’, ‘નજરુંનો ખેલ’ જેવી કાઠીયાવાડી લઢણ દેખાડતી પદાવલિ; ‘નિજ તે આનંદ કાજે’, ‘જાણ રે ભેદુએ જોયો’ આદિમાં ‘તે’ ‘રે’ ની ઉપસ્થિતિ- આ સર્વથી ભજનનું એક હવામાન બંધાય છે. ભાવ તો એમાં ભજનવાણીને અનુરૂપ છે જ. રાજેન્દ્ર શાહે આપણાં પરંપરાગત લોકગીતોની ચાલચલગત પણ બરોબર પામી લીધી છે. નરસિંહ, મીરાં કે દયારામ; કાન્ત કે નિરંજન –આ સર્વથી તેઓ અંતર રાખીને ચાલ્યા નથી, ને છતાં પોતાનો કવિમિજાજ, પોતાની કવિ તરીકેની અસલિયત, નિજી કાવ્યબાનીની વિલક્ષણતા સારી પેઠે સાચવી છે. ‘ઈંઘણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ‘લીમડી ઝૂકી લેલૂંબ’, ‘કૂવાને કાંઠડે, ‘એલિ મોરલી’ જેવાં અનેક તેમજ ખારવાનાં અને વનવાસીનાં ગીતોમાં રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનાં જૂજવા રૂપ અવલોકવા મળે છે.’ ખારવાનાં ગીતો’માં હલેસાની સાથે તાલ મિલાવતા સંક્ષિપ્ત લયમાં ‘થોડા થોડા હે એ ઈ ષા’ સાથે ‘વીસ્કી સોડા હે એ ઈ ષા’ પંક્તિ ગોઠવી દેતાં રાજેન્દ્ર શાહનું કવિત્વ જરાય ખમચાતું નથી. રાજેન્દ્ર શાહમાં દાંભિક વિધિનિષેધોનો ભોગ ન બનેલી એવી–નરવી-સર્ગશક્તિ છે ને તેને તેમની કાવ્યબાનીએ સચ્ચાઈનો રણકો બરાબર આપ્યો છે. રાજેન્દ્ર શાહ કવિ તરીકે જેમ સંશયાત્મા નથી તેમ દંભી નથી અને તે બાબત એમની કવિતાને અને એમની કાવ્યબાનીને સુગ્રથિતતા – સંશ્લિષ્ટતા (ઈન્ટિગ્રિટી) બક્ષે છે.

રાજેન્દ્ર શાહનાં વનવાસીનાં ગીતો કેટલીક રીતે નંદલાલ બસુની ચિત્રકળાની યાદ આપે છે. નંદલાલે આપણા લોકજીવનનાં– તળપદ જીવનનાં ચિત્રો ઉઠાવતાં એમાં વાસ્તવિકતા સાથે કલામયતાનું સંમિશ્રણ કરી પોતાને એક આગવી શોભન-શૈલી નિપજાવી છે તેમ રાજેન્દ્ર શાહે વનવાસીનાં ગીતોમાં પોતાની એક આગવી નિરૂપણ-શૈલી નિપજાવી છે. આ ગીતોમાં વનવાસીનો ભાવ-મિજાજ ઉપસાવવામાં એમની કાવ્યબાનીની રસાત્મકતા પ્રગટ થાય છે. તેઓ વનવાસીના મનોવિશ્વને એના પ્રાકૃતિક સંનિવેશ સાથે નિરૂપતાં તળપદ જીવનનાં અનેક ઉપકરણોને ખપમાં લે છે. એમની અલંકાર અને કલ્પનલીલા, એમની વાગ્લીલા તળપદ ઉચ્ચારણના વળોટોથી મનોહર ઉઘાડ પામે છે;

દા.ત.,
દા.ત.,
‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી
‘લ્હેરિયાંને લોળ હેરણા લેતી
નજરું પાછી નવ ઠેલાતી.’
:::::નજરું પાછી નવ ઠેલાતી.’
(તોરી વાત વેલાતી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૩)
::::(તોરી વાત વેલાતી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૩)
‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે:

મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.’

(‘કેવડિયાનો કાંટો’, શાં ત કોલાહલ, પૃ. ૧૨૭)
::::(‘કેવડિયાનો કાંટો’, શાં ત કોલાહલ, પૃ. ૧૨૭)
‘કાજળિયા અંધારથીયે કઈ કાળવી તારી કીકી!’
‘કાજળિયા અંધારથીયે કઈ કાળવી તારી કીકી!’
(‘કાળવી કીકી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૮)
::::(‘કાળવી કીકી’, શાંત કોલાહલ, પૃ. ૧૨૮)
‘આબરુ જેવી આણજે થાપણ, ગઠરીની મેંય ગાંઠને છોડી,

હાલ્યને વાલમ ! ખેલિયે આપણ, નીંદરું આવશે મોડી.’

(‘શિયાળુ સાંજ’, શાંત કોલાહલ, પૃ. ૧૩૨)
::::(‘શિયાળુ સાંજ’, શાંત કોલાહલ, પૃ. ૧૩૨)
‘નેણ લુભામાણ રૂપને મ્હોરે રમતો રહે કાળ,
‘નેણ લુભામાણ રૂપને મ્હોરે રમતો રહે કાળ,
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ.
સાવ ઝીણી તોય જીવને બાંધે કરોળિયાની જાળ.
જવાની જોઈ ઘણી નખરાળ,
જવાની જોઈ ઘણી નખરાળ,
એની તો એ જ ભળી રખવાળ.
એની તો એ જ ભળી રખવાળ.
(‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬)
::::(‘રૂપને મ્હોરે’, શાંત કોલાહલ, પૃ. ૧૩૬)
</poem>
{{Poem2Open}}
આવી વાગ્ભંગિમાઓ ને લય-હિલ્લોળો સાથે કામ પાડતાં કવિ પ્રસંગોપાત્ત, ‘જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ’ જેવું  ‘પુણ્ય ભારતભૂમિ’નું સ્તોત્ર પણ ઉપાડી શકે છે.

રાજેન્દ્ર શાહની કવિતા તળપદી વાણીની તાકાતથી સારી પેઠે અભિજ્ઞ છે અને એનો લાભ અનેક સ્થળે – ખાસ તો ગીતોમાં એમણે લીધો છે. સંમાર્જિત સંસ્કારદીપ્ત સૌષ્ઠવપૂર્ણ પ્રસન્ન પદાવલિમાં આલેખતાં રાગિણીચિત્રો, ને ‘ચિત્રણા’ માંનાં અંકિત દૃશ્ય ને છવિચિત્રોની પડછે  ‘રૂપનો છાનો છણકો’ જોતી નજરે આલેખાયેલ શેલાર ગામની ગીતરચના જુઓ કે ‘ઉદ્દગીતિ’માં ઐડને કહેવાતી ‘મારી ઓહોમાં વાતને ઉડાવ નહૈ’ જેવી ગીતરચના જુઓ- રાજેન્દ્ર શાહનો એક જુદો જ મિજાજ અનુભવાય છે. રાજેન્દ્ર શાહમાં એમના વતનની પ્રકૃતિ-સૃષ્ટિની હવાનું જોમ સદ્દભાગ્યે, અવિકૃતપણે ટકેલું છે ને એમની કાવ્યબાનીને અનેકધા સહાયરૂપ થાય છે ‘પત્રલેખા’માંયે ‘ઉત્કંઠ’ આદિમાં એનાં પ્રમાણો મળશે.

Line 303: Line 321:
એમની સંસ્કૃતદીપ્ત કાવ્યબાનીનોય એક સ્વાદ છે. કૃષિજીવનનું જ એક રમણીય ચિત્ર એમની કાવ્યબાનીમાં કેવુંક ઉતરે છે તેનો સુરેખ ખ્યાલ ‘આનંદ શો અમિત’ (ધ્વનિ, પૃ. ૬૧-૬૨) કાવ્યમાંથી આપણને લાઘે છે. ‘ગુંજરતો આનંદ’, ‘શ્રમિણ સૂર્ય’, ‘ઘૂઘરમાં વાજતી પશુ કેરી મૈત્રી’, ગોઠડીના કારણેય મધુરો ‘મધ્યાહ્ન ભાત’- આ સર્વથી કૃષિકારનું જે રીતે શુચિમધુર ગાર્હસ્થજીવન-દાંપત્યજીવન આકૃત થાય છે તે તેમની કાવ્યબાનીની વિશેષતા તો દાખવે છે, સાથે તેની મર્યાદા પણ. આ મર્યાદા એટલે દોષ- એમ અત્રે અભિપ્રેત નથી. રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો ચમત્કાર ‘આયુષ્યના અવશેષે’, ‘શેષ અભિસાર’, ‘શિરીષ ફૂલ શી ‘, ‘શ્રાવણી મધ્યાહ્ને’ બરોબર અનુભવાય છે.

અતીન્દ્રીયતાનું આકર્ષણ છતાં રાજેન્દ્ર શાહની બાનીમાં ઇન્દ્રિયરાગનીયે પ્રતિષ્ઠા છે જ. એમનાં આંખ-કાન સારી પેઠે સતેજ છે. ‘આયુષ્યના અવશેષે’માં પ્રારંભાં સીમનું વાતાવરણ નિરૂપવામાં એમની કાવ્યબાની કેવી તો કાર્યસાધક નીવડી છે! સૂક્ષ્મ સંવેદનશીલતા, ઉત્કટ કલ્પનાશીલતા અને ભાવ-સમાહિત ચેતસ્ વિના કાવ્યબાની આ કોટિનું ઉન્નયન સાધી ન શકે.

‘ ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
{{Poem2Close}}
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’
<poem>

‘ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની.’

‘મુખથી ઉઘડ્યા તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,’

Line 315: Line 336:
‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,

વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’

(આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯)
{{Right|(આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯)}}
‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’

‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’

18,450

edits