26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેનોમાં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવી જ; પણ લોકો ઘણા તાલીમબદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડનારા હારબંધ ઊભા હોય પ્લૅટફૉર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે, દરવાજો બંધ થાય પછી જ ગાડી ઊપડી શકે, એવી યાંત્રિક ગોઠવણી. | |||
સાકાઈથી ઓસાકા જવા હું લોકલમાં ચડયો. ડબ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલી હતી. “કોઈ કેમ બેસતું નથી?” મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, “જેટલા ઊભા છે તે સૌને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા એમ વિચાર કરે છે કે, બેઠક મને નહીં — કોઈ બીજાને મળવી જોઈએ. માટે સૌ ઊભા છે.” | |||
બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં મેં જોઈ. | |||
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]}} | |||
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૬૨]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits