સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/“તમને છોડીને કેમ જાઉં?”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ત્રીજીસહસ્રાબ્દીનુંપ્રથમવરસ. ૨૬મીજાન્યુઆરીનુંપર્વ. ધર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ત્રીજીસહસ્રાબ્દીનુંપ્રથમવરસ. ૨૬મીજાન્યુઆરીનુંપર્વ. ધરતીઅચાનકધ્રૂજવાલાગી...
 
તેવખતેહુંઅમદાવાદમાંચારમાળનામકાનમાંત્રીજેમાળેમારાફ્લેટમાંહતો. નાહી-ધોઈપરવારીનેહુંસોફામાંપલાંઠીવાળીનેબેઠોહતો, છાપુંવાંચતોહતો. આંખોનીભારેતકલીફ, એટલેલખાણપરઆંગળીરાખીએકએકશબ્દવાંચવોપડે. ત્યાંઅચાનકસોફાનેઆંચકોઆવ્યોનેતેખસ્યો. હુંસમજ્યોકેપૌત્રાગૌરવઅટકચાળુંકરેછે; કંઈબોલ્યોનહીં. ત્યાંતરતમોટોઆંચકોઆવ્યો, એટલેમેંકહ્યું, “બબલુ, મનેશાંતિથીવાંચવાદે!” વળીજોરદારઆંચકોઆવ્યોઅનેહુંબોલ્યો, “બબલુ, કેમઆમસોફાહલાવ્યાકરેછે?”
ત્રીજી સહસ્રાબ્દીનું પ્રથમ વરસ. ૨૬મી જાન્યુઆરીનું પર્વ. ધરતી અચાનક ધ્રૂજવા લાગી...
તેઘડીએપુત્રાવધૂરેણુકાઆવીનેસોફાપરમારીજમણીબાજુએબેઠીનેમારોહાથએનાહાથમાંલઈગુપચુપબેસીરહી. તેનીઆવર્તણુકમનેનવાઈનીલાગી. એટલામાંચોથોઆંચકોઆવ્યોનેવળીસોફાખસ્યો. મેંરેણુકાનેકહ્યું, “બાબલોઆજેકેમતોફાનેચડયોછે? સોફાનેધક્કામાર્યાકરેછે!”
તે વખતે હું અમદાવાદમાં ચાર માળના મકાનમાં ત્રીજે માળે મારા ફ્લેટમાં હતો. નાહી-ધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો, છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખી એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે પૌત્રા ગૌરવ અટકચાળું કરે છે; કંઈ બોલ્યો નહીં. ત્યાં તરત મોટો આંચકો આવ્યો, એટલે મેં કહ્યું, “બબલુ, મને શાંતિથી વાંચવા દે!” વળી જોરદાર આંચકો આવ્યો અને હું બોલ્યો, “બબલુ, કેમ આમ સોફા હલાવ્યા કરે છે?”
હવેએબોલી, “બાબલોનથીએ...”
તે ઘડીએ પુત્રાવધૂ રેણુકા આવીને સોફા પર મારી જમણી બાજુએ બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. તેની આ વર્તણુક મને નવાઈની લાગી. એટલામાં ચોથો આંચકો આવ્યો ને વળી સોફા ખસ્યો. મેં રેણુકાને કહ્યું, “બાબલો આજે કેમ તોફાને ચડયો છે? સોફાને ધક્કા માર્યા કરે છે!”
એકાએકમનેભાનથયું : “તોશુંધરતીકંપછે?”
હવે એ બોલી, “બાબલો નથી એ...”
એકાએક મને ભાન થયું : “તો શું ધરતીકંપ છે?”
“હા...”
“હા...”
“તોછોકરાંક્યાંછે?”
“તો છોકરાં ક્યાં છે?”
“બધાંનીચેઊતરીગયાં!”
“બધાં નીચે ઊતરી ગયાં!”
“તોતુંકેમનગઈ?”
“તો તું કેમ ન ગઈ?”
“તમનેમૂકીનેહુંકેવીરીતેજાઉં?”
“તમને મૂકીને હું કેવી રીતે જાઉં?”
તરતહુંઊભોથઈગયો. પગફરસપરપડ્યાત્યારેહવેમનેધરતીધ્રૂજતીઅનુભવાઈ. મારોહાથપકડીનેરેણુકામનેલઈચાલી. વીજળીબંધ, લિફ્ટબંધ... ત્રાણત્રાણદાદરાઊતરવાના. મનેદેખાયનહીંતેથીસાચવીનેમનેઉતારવાનો, અનેછતાંએકદમઝડપથીઊતરીજવાનું. દાદરાઊતર્યાપછીવળીલાંબીપાળીપારકરવાની. તોયબધુંવટાવીનેબહારરસ્તાપરજઈઊભાં. કંપહવેબંધથઈગયોહતો. કટોકટીનીઅમારીપળોફ્લેટમાંજવીતીગઈહતી. મકાનહલ્યું, પણપડ્યુંનહીં.
તરત હું ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. મારો હાથ પકડીને રેણુકા મને લઈ ચાલી. વીજળી બંધ, લિફ્ટ બંધ... ત્રાણ ત્રાણ દાદરા ઊતરવાના. મને દેખાય નહીં તેથી સાચવીને મને ઉતારવાનો, અને છતાં એકદમ ઝડપથી ઊતરી જવાનું. દાદરા ઊતર્યા પછી વળી લાંબી પાળી પાર કરવાની. તોય બધું વટાવીને બહાર રસ્તા પર જઈ ઊભાં. કંપ હવે બંધ થઈ ગયો હતો. કટોકટીની અમારી પળો ફ્લેટમાં જ વીતી ગઈ હતી. મકાન હલ્યું, પણ પડ્યું નહીં.
આંખેનહીંભાળતા૯૪વરસનાવૃદ્ધનેત્રાણદાદરાઊતરતાંનેપછીત્રીસફૂટનીપડાળીવટાવતાંકેટલીબધીવારલાગીહશે! એબધોવખતરેણુકામનેકાળજીથીદોરીનેલઈજઈરહીહતી! ‘તમનેમૂકીનેહુંકેવીરીતેજાઉં!’ એતેનાશબ્દોમારાચિત્તમાંજડાઈગયાછે. આમતોએપારકીદીકરીને? પણપારકીદીકરીપરણીનેપછીપારકાંનેકેવીરીતેપોતાનાંકરીલેછે, આત્મીયકરીનેમાનેછે, તેનુંચરમદૃષ્ટાંતતેદિવસેજોયું. ભારતીયસંસ્કૃતિનીઆપાયાનીચીજનુંઉજ્જ્વળદર્શનમનેધરતીકંપનીઆપત્તિએકરાવ્યું.
આંખે નહીં ભાળતા ૯૪ વરસના વૃદ્ધને ત્રાણ દાદરા ઊતરતાં ને પછી ત્રીસ ફૂટની પડાળી વટાવતાં કેટલી બધી વાર લાગી હશે! એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી! ‘તમને મૂકીને હું કેવી રીતે જાઉં!’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને? પણ પારકી દીકરી પરણીને પછી પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે, આત્મીય કરીને માને છે, તેનું ચરમ દૃષ્ટાંત તે દિવસે જોયું. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જ્વળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.
*
<center>*<center>
ફ્લેટમાંતોહવેપાછુંજવાયતેમનહોતું. અમારીજેમઅમદાવાદમાંલાખોલોકોએકપળમાંનિરાશ્રિતબનીગયાંહતાં. કોઈએસગાંવહાલાંનોઆશરોલીધો, કોઈએમિત્રોનો, તોકોઈસાવરસ્તાપરજરહ્યા.
ફ્લેટમાં તો હવે પાછું જવાય તેમ નહોતું. અમારી જેમ અમદાવાદમાં લાખો લોકો એક પળમાં નિરાશ્રિત બની ગયાં હતાં. કોઈએ સગાંવહાલાંનો આશરો લીધો, કોઈએ મિત્રોનો, તો કોઈ સાવ રસ્તા પર જ રહ્યા.
અમેબધાંસ્વ. નગીનદાસપારેખનાપુત્રાભાઈનિરંજનનેઘેરજઈઊભાં. નિરંજનનીપત્નીદક્ષાસદાહસમુખીનેઆનંદી. જવલ્લેજજોવામળેએમાંનીએ. માત્રાભોંયતળિયાવાળુંનગીનભાઈનુંમકાન. પણસામેજઢગલાબંધઊંચાંમકાનો. બાજુમાંપણએવુંમોટુંમકાન. સામેનાંમકાનનાફ્લેટવાળાંઓએપણદક્ષાનેત્યાંજઆશરોલીધેલો. નિરાશ્રિતકેમ્પજજોઈલો! પાછળથીધરતીકંપનાઆંચકાઅવારનવારઆવતારહેઅનેબધાંદોડીનેબહારદૂરજઈઊભાંરહે. પણજેમરેણુકાતેમદક્ષામનેલીધાવગરડગલુંખસેનહીં. રાતે-મધરાતેસવારે-બપોરેઆવીભાગદોડકરવીપડે — અનેતેનીવચ્ચેસૌએનહાવું-ધોવું, ખાવું-પીવુંપણપડેને! સૌમળીનેકામકાજઆટોપતાં, તોયેગૃહિણીતરીકેદક્ષાનેમાથેવિશેષભારરહેએદેખીતુંછે. પણએભારએનામોંપરલેશપણકળાયનહીં. ત્યાંતોહસું-હસુંથતુંમુખજહોય.
અમે બધાં સ્વ. નગીનદાસ પારેખના પુત્રા ભાઈ નિરંજનને ઘેર જઈ ઊભાં. નિરંજનની પત્ની દક્ષા સદા હસમુખી ને આનંદી. જવલ્લે જ જોવા મળે એમાંની એ. માત્રા ભોંયતળિયાવાળું નગીનભાઈનું મકાન. પણ સામે જ ઢગલાબંધ ઊંચાં મકાનો. બાજુમાં પણ એવું મોટું મકાન. સામેનાં મકાનના ફ્લેટવાળાંઓએ પણ દક્ષાને ત્યાં જ આશરો લીધેલો. નિરાશ્રિત કેમ્પ જ જોઈ લો! પાછળથી ધરતીકંપના આંચકા અવારનવાર આવતા રહે અને બધાં દોડીને બહાર દૂર જઈ ઊભાં રહે. પણ જેમ રેણુકા તેમ દક્ષા મને લીધા વગર ડગલું ખસે નહીં. રાતે-મધરાતે સવારે-બપોરે આવી ભાગદોડ કરવી પડે — અને તેની વચ્ચે સૌએ નહાવું-ધોવું, ખાવું-પીવું પણ પડે ને! સૌ મળીને કામકાજ આટોપતાં, તોયે ગૃહિણી તરીકે દક્ષાને માથે વિશેષ ભાર રહે એ દેખીતું છે. પણ એ ભાર એના મોં પર લેશ પણ કળાય નહીં. ત્યાં તો હસું-હસું થતું મુખ જ હોય.
અમેઅઠવાડિયુંનિરંજનભાઈનેઘેરરહ્યાં. પછીસત્યાગ્રહસંગ્રામનામારામિત્રાનરહરિભાઈભટ્ટનાપુત્રાભાઈસિદ્ધાર્થનેઘેરજઈરહ્યાં. સિદ્ધાર્થઅમેરિકામાંભણીનેપ્રોફેસરથયેલો. એનામોટાભાઈઅશોકનીપેઠેએપણઅમેરિકામાંસ્થિરથઈશક્યોહોત. પણમાતાપિતાનીસેવામાંરહેવાનાએકમાત્રાહેતુથીઅમેરિકાછોડીએદેશમાંઆવીરહ્યો. નરહરિભાઈજાણીતાકોશકાર, તોભાઈસિદ્ધાર્થસરદારવલ્લભભાઈનાજીવનનાઅભ્યાસીતરીકેજાણીતાછે. એનીપત્નીકોકિલાસુશિક્ષિતસન્નારી. બેઉનોઅમનેખૂબઆધારમળ્યો. અઠવાડિયુંએમનેત્યાંરહ્યાપછીઅમેઅમારાફ્લેટમાંફરીરહેવાઆવ્યાં, ત્યારપછીપણદિવસોલગીઅમેરાત્રોસૂવામાટેએમનેઘેરજજતાંહતાં.
અમે અઠવાડિયું નિરંજનભાઈને ઘેર રહ્યાં. પછી સત્યાગ્રહ સંગ્રામના મારા મિત્રા નરહરિભાઈ ભટ્ટના પુત્રા ભાઈ સિદ્ધાર્થને ઘેર જઈ રહ્યાં. સિદ્ધાર્થ અમેરિકામાં ભણીને પ્રોફેસર થયેલો. એના મોટાભાઈ અશોકની પેઠે એ પણ અમેરિકામાં સ્થિર થઈ શક્યો હોત. પણ માતાપિતાની સેવામાં રહેવાના એકમાત્રા હેતુથી અમેરિકા છોડી એ દેશમાં આવી રહ્યો. નરહરિભાઈ જાણીતા કોશકાર, તો ભાઈ સિદ્ધાર્થ સરદાર વલ્લભભાઈના જીવનના અભ્યાસી તરીકે જાણીતા છે. એની પત્ની કોકિલા સુશિક્ષિત સન્નારી. બેઉનો અમને ખૂબ આધાર મળ્યો. અઠવાડિયું એમને ત્યાં રહ્યા પછી અમે અમારા ફ્લેટમાં ફરી રહેવા આવ્યાં, ત્યાર પછી પણ દિવસો લગી અમે રાત્રો સૂવા માટે એમને ઘેર જ જતાં હતાં.
ધરતીકંપનીથોડીસેકંડોમાંકેટલાંબધાંમકાનોજમીનદોસ્તથયાં, કેટલાંબધાંમાનવીઓતેમાંકચડાઈ-દટાઈનેમર્યાં, એથીયેવધારેકેટલાંબધાંનિરાધારબન્યાં! મનેથયું : ભગવાનશાસારુઆવોકેરકરતોહશે? મહાકવિરવીન્દ્રનાથનાશબ્દોમનેયાદઆવ્યા : ‘પ્રભુપોતાનેહાથેનિર્દયઆઘાતકરીનેઆપણનેજગાડવાનુંકરેછે.’ આભૂકંપથીદુનિયાનાકેટકેટલાલોકોનાંહૃદયહાલીઊઠયાંછે! ચારેબાજુથીભૂકંપગ્રસ્તોનીવહારેધાવાપોકારઊઠયોછે. આસમવેદનાનોઅનુભવએકશુભચિહ્નછે.
ધરતીકંપની થોડી સેકંડોમાં કેટલાં બધાં મકાનો જમીનદોસ્ત થયાં, કેટલાં બધાં માનવીઓ તેમાં કચડાઈ-દટાઈને મર્યાં, એથીયે વધારે કેટલાં બધાં નિરાધાર બન્યાં! મને થયું : ભગવાન શા સારુ આવો કેર કરતો હશે? મહાકવિ રવીન્દ્રનાથના શબ્દો મને યાદ આવ્યા : ‘પ્રભુ પોતાને હાથે નિર્દય આઘાત કરીને આપણને જગાડવાનું કરે છે.’ આ ભૂકંપથી દુનિયાના કેટકેટલા લોકોનાં હૃદય હાલી ઊઠયાં છે! ચારેબાજુથી ભૂકંપગ્રસ્તોની વહારે ધાવા પોકાર ઊઠયો છે. આ સમવેદનાનો અનુભવ એક શુભ ચિહ્ન છે.
ધરતીકંપતોસમયજતાંભુલાઈજશે. ભંગારથયેલાંગામફરીબેઠાંથશે. ઘરબારવિનાનાંથઈગયેલાંપુનર્નિવાસપામશે. જેમણેનિકટનાંસ્વજનોગુમાવ્યાંછેતેમનીવેદનાયેધીરેધીરેશમતીજશે.... અનેપછીપ્રગટતીથશે — આધરતીકંપેમાનવીનેઢંઢોળીનેકેવોજાગૃતકર્યો, પ્રવૃત્તકર્યોતેનીકથાઓ. એકથાઓએકવીસમીસદીનીમાનવીનીસંસ્કૃતિનોએકભાગબનીરહેશે.
ધરતીકંપ તો સમય જતાં ભુલાઈ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે. જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમની વેદનાયે ધીરેધીરે શમતી જશે.... અને પછી પ્રગટતી થશે — આ ધરતીકંપે માનવીને ઢંઢોળીને કેવો જાગૃત કર્યો, પ્રવૃત્ત કર્યો તેની કથાઓ. એ કથાઓ એકવીસમી સદીની માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે.
એસંસ્કૃતિમાંકેવળએકપુત્રવધૂપોતાનાવૃદ્ધસસરાનેનહીંકહેતીહોયકે, “તમનેછોડીનેહુંકેવીરીતેજાઉં?” પણસમાજનાશિખરેબિરાજતોમાનવીયેતળિયાનાતુચ્છજીવનેકહેતોહશેકે, “તનેછોડીનેહુંકેવીરીતેજાઉં?”
એ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ પોતાના વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે, “તમને છોડીને હું કેવી રીતે જાઉં?” પણ સમાજના શિખરે બિરાજતો માનવીયે તળિયાના તુચ્છ જીવને કહેતો હશે કે, “તને છોડીને હું કેવી રીતે જાઉં?”
 
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits