26,604
edits
(Created page with "<poem> શોધુંછુંપણરમેશમળેક્યાંરમેશમાં મળતાનથીરમેશનારસ્તારમેશમાં. ગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં | |||
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં. | |||
ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે | |||
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં. | |||
ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે | |||
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં. | |||
અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે | |||
ઈશ્વર, | અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં. | ||
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે | |||
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં. | |||
ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ | |||
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં. | |||
ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે? | |||
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં. | |||
જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો | |||
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં. | |||
</poem> | </poem> |
edits