26,604
edits
(Created page with "<poem> મમ્મીરોજસવારેઑફિસેજાયછે. મમ્મીરોજસવારેઉતાવળમાંહોયછે. મમ્મી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
મમ્મી રોજ સવારે ઑફિસે જાય છે. | |||
મમ્મી રોજ સવારે ઉતાવળમાં હોય છે. | |||
મમ્મી જતી વખતે મને ખૂબ વ્હાલ કરે છે, | |||
બકી ભરી મને કહે છે : | |||
“મારો ડાહ્યો દીકરો છે ને! તોફાન નહીં કરતો, | |||
યમુનાબાઈને પજવતો નહીં;” | |||
અને મને એક ચોકલેટ આપે છે. | |||
હું યમુનાને પજવતો નથી. | |||
બાઈ મને વાર્તા કહે છે — | |||
વાંદરાની, હનુમાનની, | વાંદરાની, હનુમાનની, | ||
રાક્ષસની, રામની, રાવણની, સીતાની... | રાક્ષસની, રામની, રાવણની, સીતાની... | ||
સાંજે મમ્મી ખૂબ થાકીને ઘરે આવે છે, | |||
મને પાછું વ્હાલ કરે છે. | |||
કહે છે : “કેટલો મિઠ્ઠો છે મારો દીકરો!” | |||
અને વળી પર્સમાંથી એક ચોકલેટ આપે છે. | |||
હું એને પૂછું છું : | |||
“રાવણ સીતાને શા માટે ઉપાડી જાય છે, મમ્મી?” | |||
મમ્મી કહે : | |||
“હું ખૂબ થાકી ગઈ છું આજે. | |||
રવિવારે તને રાવણની વાત કહીશ.” | |||
</poem> | </poem> |
edits