26,604
edits
(Created page with "<poem> ‘મુન્નાનેનિશાળમાંમૂકવાનોસમયપાકીગયોછે’—લોકોકહેછે. એનીપા-પાપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’—લોકો કહે છે. | |||
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે | |||
એનો સમય થઈ ગયો છે. | |||
રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો, | |||
સાઇકલોથી બચાવી બચાવી | |||
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે—ફૂલની જેમ? | |||
કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઈ તોફાની, જિદ્દી, મશ્કરા: | |||
એને હેરાન તો નહીં કરે ને? | |||
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે! | |||
કેવી હશે એની ‘ટીચર?’ પ્રેમથી નીતરતી એની આંખો હશે | |||
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે | |||
બે કડક આંખો? | |||
થાય છે: મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું. | |||
પણ, | બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું! | ||
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં. | |||
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે: ‘તું ગાંડી છે,—’ | |||
દરેક માએ ક્યારેક તો... વિખૂટા થવું જ પડે છે. | |||
સવાલમાત્ર સમયનો છે! | |||
</poem> | </poem> |
edits