26,604
edits
(Created page with "<poem> ચાલો, આપણે૬૦લાખમાણસોભેગાથઈએ. સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ચાલો, | |||
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃદ્ધ, | |||
ચાલો, આપણે ૬૦ લાખ માણસો ભેગા થઈએ. | |||
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃદ્ધ, નર ને નારી બધાં જ, | |||
સૌ કોઈ આ નગરને ખાલી કરી જઈએ; | |||
છોડી દઈએ પાછળ આ ‘સ્ક્વેર ફીટ’નાં સરવાળા અને બાદબાકી | |||
અને પીપળાને ઊગવા દઈશું મહાકાય મકાનોનાં ખંડિયેરોમાં. | |||
મૂકી દઈએ પાછળ સોનારૂપાની માયા, ઝૂંપડાં અને ચીંથરાંની છાયા. | |||
કટાઈ જવા દઈશું મોટર બસોના ઢગલાને કાટમાળ હેઠળ. | |||
સૂમસામ રસ્તા પર ભલે પછી ફરકતી લાલ લીલી પીળી બત્તીઓ. | |||
ચાલો, | ભલે પછી ‘ફોરેન ટૂરિસ્ટો’ આલીશાન હોટેલમાં શોધ્યા કરે | ||
એક ભગ્ન શહેરના અવશેષો. | |||
ચાલો, આપણે વીખરાઈ જઈએ | |||
આ વિશાળ ધરતીના પટ ઉપર. | |||
દરેકને લીલું લીલું ઘાસ આપવામાં આવશે આળોટવા માટે. | |||
દરેકને ખુલ્લું આકાશ આપવામાં આવશે આંખોનાં સ્વપ્નો ભરવા માટે. | |||
દરેકને એક નાનું ઘર આપવામાં આવશે— | |||
પ્રેમની ઈંટોથી ચણવા માટે. | |||
દરેકને એક નદી સાથે નાતો આપવામાં આવશે | |||
જેના જળને હોઠ ઉપર મૂકી | |||
અંતિમ સમયે ચેનથી નયન બીડી શકાશે. | |||
</poem> | </poem> |
edits