26,604
edits
(Created page with "<poem> ડાબીબાજુ, જમણીબાજુ નજરપહોંચેત્યાંસુધી રસ્તાઉપર, બસમાં, ટ્રેનમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ડાબી બાજુ, જમણી બાજુ | |||
નજર પહોંચે ત્યાં સુધી | |||
રસ્તા ઉપર, બસમાં, ટ્રેનમાં | |||
મોકળાશ હશે, ખીચોખીચ દુર્ગંધાતી ભીડ નહીં હોય. | |||
શ્વાસ લેવાશે, ચલાશે, થોભી પણ શકાશે | |||
એવો પણ દિવસ ઊગશે! | |||
કરગરતા, દીનહીન, | સિગ્નલ પર | ||
ગાડીની પાછળ દોડતા લાચાર | |||
કરગરતા, દીનહીન, લાચાર હાથ નહીં હોય, | |||
દાતાઓના હાથ ભોંઠા પડશે. | |||
હાથ કહેશે, ‘અમને કામ જોઈએ છે, દાન નહીં.’ | |||
હાથ પથ્થરો તોડશે, ભીખ નહીં માગે— | |||
એવો પણ દિવસ ઊગશે! | |||
નહીં હોય ન્યાયાલયો, નહીં હોય કારાગારો, | |||
બંને બાજુથી ફોલી ખાતા નહીં હોય પોલીસો અને વકીલો, | |||
કારણ મિલકત નહીં હોય | |||
અને ગુનો કરનારનું મન નહીં હોય— | |||
એવો પણ દિવસ ઊગશે! | |||
લોટરી અને દારૂનો ધંધો કરતી સરકાર નહીં હોય, | |||
કારણ નશો કરી જાતને ભૂલવા મથતી પ્રજા નહીં હોય | |||
ને એક દિવસમાં કુબેર થવાનાં સ્વપ્નાં જોનારી | |||
આંખો નહીં હોય, | |||
કારણ કુબેર થવાની કોઈ ‘સ્ટૅટસ’ નહીં હોય, ફાયદો નહીં હોય— | |||
એવો પણ દિવસ ઊગશે! | |||
એક માણસ બીજા માણસને પૂછશે નહીં. | |||
‘તારો ધર્મ કયો, તારી જાત કઈ?’ | |||
કારણ કોઈ ધર્મ નહીં હોય, | |||
કારણ કોઈ ભય નહીં હોય, | |||
કોઈ સોદાગીરી નહીં હોય ઈશ્વર સાથે, | |||
નમન કરવા માટે કોઈ લાચારી નહીં હોય, લાલચ નહીં હોય. | |||
પછી મંદિર અને મસ્જિદ, ગિરજાઘર ને દેવળ મ્યુઝિયમમાં ફેરવાશે. | |||
ઈશ્વર હશે ગૌરવથી ટટ્ટાર ઊભો રહેનારો, | |||
એના હાથમાં કોઈ એક લોહીતરસી ધજા નહીં હોય— | |||
એવો પણ દિવસ ઊગશે! | |||
એ દિવસના ઊગતા સૂરજને જોવા | |||
આ ગાઢ અંધકારમાં પણ | |||
હું જાગતો રહીશ. | |||
</poem> | </poem> |
edits