26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} હા, હવેહદથાયછે. પાછાંતમેકહેશોકે, કાકીબોલેછે! પણબોલુંનહી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હા, હવે હદ થાય છે. પાછાં તમે કહેશો કે, કાકી બોલે છે! પણ બોલું નહીં તો કરું શું? ઘણુંય મનથી થાય કે બોલીને કડવી ન થાઉં. પણ મારો જીવ જ અભાગિયો, એટલે બહુ થાય ત્યારે બોલી જવાય. આ આટલા દિવસથી તું દેખાતી નહીં, એટલે મનમાં ચિંતા થયા કરે કે તબિયત તો ઠીક હશેને? છેવટે આજે જીવ ન રહ્યો, એટલે તણાઈને આવી, ચાર દાદરા ચડી — પણ તારે ઘેર તો તાળું! | |||
અમેય ઘર નથી ચલાવ્યું શું? પણ આજકાલ બધું નવી નવાઈનું જ છે. અમારા જમાનામાં ઘરનાં બૈરાંને ભાગ્યે જ બહાર નીકળવું પડતું. લગ્નસરા કે વારતેવાર હોય કે પછી દેવદર્શને જવું હોય ત્યારે જ બહાર નીકળતાં. પણ હવે તો જમાનો જ ફરી ગયો છે. એમાં તમે બૈરાંઓએ ઘરનાં અને બહારનાં બંને કામો જાણીજોઈને તમારી ઉપર લઈ લીધાં, અને પછી તો એ તમારી ઉપર જ આવી પડ્યાં — હું તો કહું છું કે તમારા વરોએ જ એ તમારી ઉપર ઠોકી બેસાડયાં! શરૂઆતમાં ફક્ત હોંશને લીધે તમે બહારનું કામ માથે લીધું, પણ પછી તો એ કાયમનું થઈ ગયું! તો બીજી બાજુ તમારા વરો આળસુ થતા જાય છે એની ખબરેય પડે છે તમને! એમને મન તો, ભલું થયું ભાંગી જંજાળ! | |||
અમારા જમાનામાં બૈરાંથી ઝોળી લઈને બહાર જવાતું નહોતું. જરા બનીઠનીને નીકળ્યાં કે ચંપલ પહેર્યાં, ને કોઈ જુએ તો વાતો થવામાં બાકી ન રહે. પણ હવે ક્યાં કાંઈ એવું રહ્યું છે? ઉઘાડે માથે ને હાથમાં ઝોળી લેતાં આ નીકળ્યાં છે શાક લેવા! કેડમાં છોકરું ને હાથમાં ઝોળી હોય અને બૈરાં ઊભાં હોય રેશનિંગની દુકાને લાઇનમાં! પુરુષને તો પોતે ભલો ને ઑફિસ ભલી. બીજી લપ્પનછપ્પન જ નહીં ને! | |||
ગયા શુક્રવારે છોકરાંને દાક્તરને ત્યાં લઈ જતાં તને રસ્તામાં મનુ મળેલો, તે એણે મને કહ્યું. હું પૂછું છું કે છોકરાંને દાક્તર પાસે લઈ જવાનું કામ કોનું છે? તારું કે એના બાપનું? એ કામ પણ એણે તારા ઉપર નાખી દીધું છે! વળી દાક્તરે લખી આપેલી બાટલી દવાવાળાને ત્યાંથી તારે જ લાવવાની હશે. વરે કહી દીધું હશે કે “ભેગાભેગી લેતી જ આવજે ને!” | |||
હા, હા. હવે રહેવા દે! હું બધુંય જાણું છું. ગયે મહિને તારી સાસુ આવ્યાં ત્યારે સ્ટેશને તેડવા અને પાછાં જતી વખતે ટિકિટ રિઝર્વ કરાવવા તારે જ જવું પડ્યું હતું ને? તારા વરના પગ શું ભાંગી ગયા હતા? તું જ કહેતી’તી કે એમણે કહ્યું કે, બૈરાંની લાઇન જુદી હોય, એટલે જલદી ટિકિટ મળી જાય. વાહ, બૈરાંનો આવો ફાયદો તે લેવાતો હશે! શરમ આવવી જોઈએ આવા વરોને! | |||
ક્યારેક તમારાં કામનાં વખાણ કરી તમને ચડાવે, અને તમેય પાછાં કાળજાંનાં કાચાં, એટલે ફુલાઈને ફાળકો થઈ જાઓ! હું કહું છું, આમ એકધારો ઢસરડો કરીશ તો માંદી પડીશ, તબિયત હાથથી જશે. હા, સમયસર ચેતવું છું તને. બાકી... મારે શું? | |||
નળમાં પાણી ચડતું ન હોય, ત્યારે ભોંયતળિયેથી પાણી તારે જ લઈ આવવું પડે છે ને? હું બધુંય જાણું છું...... એમાં તો શરમ આવે ને એમને પાછી! ઘાટી ન આવ્યો હોય અને હાથે કામ કરવાનું હોય, ત્યારે તમારા વરોએ મદદ કરી છે તમને? પાછા ઉપરથી કહેશે, “આ બૈરાં વ્યાયામ નથી કરતાં, એટલે એમનાં શરીર બેડોળ થઈ જાય છે!” અરે, બૈરાંની સરખામણીમાં એક દિવસ પણ કામ થશે તમારાથી! સવારના ઊઠતાંવેંત ચાપાણીથી માંડીને શાક સમારવું, રસોઈ કરવી, પાણી ગરમ કરવું, કપડાં પલાળવાં, છોકરાંને નવરાવવાં — તૈયાર કરવાં — જમાડવાં, અજીઠવાસ ઉસેડવો...... બપોરના પણ પાછું અનાજ સાફ કરવું, ફાટેલતૂટેલ સાંધવું વગેરે કામોની તો જાણે લંગાર લાગી હોય છે બૈરાંને! એમાં પાછાં અથાણાં-પાપડ જુદાં. | |||
આ તો રોજની રામાયણ. આટલાં કામ જાણે ઓછાં હોય તેમ તમે જાતે ઊઠીને જ બહારનાં કામ પણ તમારી ઉપર લઈ લીધાં, એ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બળ્યો એવો સુધારો! અરે, એક ઓરડીમાંથી કચરો કાઢવાનું જ કહી જુઓને તમારા વરને — નાકે દમ ન આવી જાય તો કહેજે મને! | |||
મને પૂછો તો બહારનાં બધાં કામ પુરુષોને માથે જ હોવાં જોઈએ. મારું કહેવું હમણાં ભલે ખોટું લાગે તમને, પણ તમારા વર આળસુ થતા જાય છે એની એક દિવસ બરાબર ખબર પડશે તમને. ઘરનાં તથા બહારનાં બધાં કામો બૈરી ઉપર નાખી પોતે તૈયાર ભાણે બે વાર જમવું, ચાર વાર ચા ઢીંચવી અને ફક્કડરામ થઈને ભટકવું, પાનાં રમવાં અથવા સિનેમા જોવા — આ તેમનો ધંધો! | |||
તમારા વરો કેટલી રજા ભોગવે છે એનો ખ્યાલ છે તમને? જરા હિસાબ તો કરો! વરસના બાવન અરધા શનિવાર, બાવન રવિવાર, બાવીસ તહેવારો, પંદર દિવસની અમસ્તી અને દર વરસે મહિનાની હકની રજા — કેટલી થઈ, ખ્યાલ આવે છે? રજાને દિવસે કે એણે ઑફિસમાંથી ગાબડી મારી હોય ત્યારે બૈરી જો વિચાર કરે કે, લાવો, આજે એ ઘેર છે તો છોકરાં એમને સોંપી, હું મારાં સગાંને કેટલાય દિવસથી મળી નથી તે મળી આવું. પણ એ તો ના જ પાડી દેવાના! અને તમે મહિને ત્રાણ દિવસ જે રજા પામતાં, તે રજાયે સુધારો ગણીને તમે તમારી મેળે જ ગુમાવી. આ તમારી મૂર્ખામી નહીં તો શું? સુવાવડમાં પણ આગળપાછળ થઈને ત્રાણ મહિનાની આરામ કરવાની રજા તમને મળતી અને તેય દર દોઢબે વરસે. પણ આજકાલ આ નવું ભૂત ચાલ્યું છે ને છોકરાં ન થવા દેવાનું! એટલે એ રજા પણ તમે ગુમાવો છો. ઈશ્વરે આપેલી આ રજાઓ પણ તમારા વરો તમને લેવા દેતા નથી. દેવ નહીં, ધરમ નહીં, પાળવું નહીં, પારણું નહીં, છોકરાં ઉછેરવાની ત્રોવડ નહીં — ત્યારે આ બધા પુરુષો છે શા માટે? | |||
આટલું જાણે ઓછું હોય તેમ, નોકરી કરીને તમારે પૈસા કમાવા જોઈએ એવો ઉપરથી એમનો આગ્રહ. છોકરાંની ફી, પાઠયપુસ્તકો, મોંઘવારી વગેરે કારણો આગળ ધરીને પાછા દલીલ કરશે કે, “નહીં તો ભણતરનો ઉપયોગ શો? બધું ભણેલું તું ભૂલી જઈશ!” વગેરે. અને તમે સૌ રહ્યાં કાચા કાનનાં, એટલે એયને માંડયાં નોકરીઓ કરવા! આજકાલ જ્યાં જુઓ ત્યાં બધે નોકરીઓમાં તો બૈરાં જ. એટલે જ આજકાલ સૌને દરવાજે તાળાં લટકતાં હોય છે! | |||
કહેવાની મતલબ એ કે નોકરી છોડો અને ઘર સંભાળો. આ તો મારાથી નથી રહેવાતું એટલે કહું છું. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits