26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} ‘દિલીપરાણપુરાસાહિત્યવૈભવ’માંએમનીચૂંટેલીકૃતિઓએકસાથે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ’માં એમની ચૂંટેલી કૃતિઓ એકસાથે ૪૦૦ પાનાંમાં વાંચીએ ત્યારે ‘ખરેખરો ધરતીમાંથી ઊગેલો એક મહાન સર્જક’ આપણી પર છવાઈ જાય છે. પુસ્તકના છ વિભાગ પાડ્યા છે: નવલકથા, નવલિકા, રેખાચિત્રો/ચરિત્રનિબંધો, પ્રસંગકથા/સંસ્મરણકથા, નિરીક્ષણ-ચિંતન અને પત્રકારત્વ. આમાંથી દરેક વિભાગને આરંભે સંપાદકે મૂકેલી એક એક પાનાની નોંધમાં જે તે સાહિત્યપ્રકારમાં દિલીપભાઈએ કરેલા લેખનની વિગતો, ખાસિયતો અને તેનાં સાહિત્યિક સ્થાન વિશે વાંચવા મળે છે. | |||
‘સૂકી ધરતી, સૂકા હોઠ’ આખી નવલકથા આ સંચયમાં વાંચવા મળે છે. એક યુવાન શિક્ષકની પછાત સમાજને કારણે થયેલી પાયમાલીની કથા ક્ષુબ્ધ કરી દે છે. | |||
પ્રસંગકથા/ | દિલીપભાઈએ કરેલાં સોએક રેખાચિત્રો અને ચરિત્રનિબંધોનાં ચાર પુસ્તકો છે. અદના આદમી અને તેના જીવતર સાથેનો લેખકનો બિલકુલ નજીકનો નાતો તેમાં જોવા મળે છે. | ||
પ્રસંગકથા/સંસ્મરણકથા વિભાગની નોંધમાં સંપાદક લખે છે: ‘દિલીપભાઈએ આમ આદમીની દિલેરી, ઉદારતા, હિંમત, સાહસિકતા, માણસાઈ, સમાજ માટે ઘસાઈ છૂટવાની તમન્ના આદિ માનવીય ગુણોની ગાથાઓ રચી છે.’ આ પ્રકારનાં ત્રીસ પુસ્તકોમાંથી અહીં સાત કથાઓ વાંચવા મળે છે. | |||
પરિશિષ્ટમાં મુકાયેલી અન્ય બાબતો છે: દિલીપભાઈ પરના કેટલાક પત્રોના અંશો તેમના વિશેના સોએક લેખોની સૂચિ, તેમનાં પુસ્તકોની યાદી અનેજીવનતવારીખ. | |||
સંપાદકનો લેખ અને દિલીપભાઈના ‘લાંબામાં લાંબા કાળના સાથી’ હસુભાઈ રાવળે લખેલી ભૂમિકા—એ બંને સાથે મૂકીને વાંચતાં માણસ અને લેખક દિલીપભાઈનું એક મનભર ચિત્ર આપણને મળે છે. | |||
{{Right|[ | દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ: સંપાદન: યશવન્ત મહેતા, રૂ. ૨૨૫ | ||
{{Right|[‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૫]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits