સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/તેજોમૂર્તિ ભગિની: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} વીસથીવધારેવર્ષથયાંહશે, મેંપ્રસિદ્ધહિંદીપત્રિકા‘સરસ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
વીસથીવધારેવર્ષથયાંહશે, મેંપ્રસિદ્ધહિંદીપત્રિકા‘સરસ્વતી’માંશ્રીમતીહેલન[કેલર]નુંસંક્ષિપ્તપણઅદ્ભુતપુરુષાર્થઅનેપ્રતિભાનુંસૂચકજીવનચિત્રવાંચેલું. ત્યારેજએબહેનતરફમારુંઆકર્ષણસહજભાવેથયું. એનેવિષેવધારેવિગતવાળીસ્પષ્ટમાહિતીનીમારીજિજ્ઞાસાઅદ્યપિજાગરિતજહતી. પણમારામર્યાદિતજીવનઅનેકાર્યક્ષેત્રમાંએનેસંતોષવાનીતકમનેમળીનહતી. તેટલામાંશ્રીયુતગોપાલદાસભાઈએમનેએકદિવસકહ્યુંકે, વર્ધાથીમગનભાઈ [દેસાઈ] પુછાવેછેકેતેમણેશ્રીમતીહેલનનીજીવનકથાનોગુજરાતીઅનુવાદકર્યોછેતેતમનેઅર્પણકરવાઇચ્છેછે, નેજોતેસ્વીકારોતોતેનાપ્રારંભમાંતમેસ્વીકારરૂપેકાંઈકલખીઆપોએમપણઇચ્છેછે. મેંતરતજકહ્યું, “હુંએવાંચીપછીહા-નાકહું. જોએનાવાચનપછીજરાપણમનેલખવાનોમારોઅધિકારજણાશેતોઅવશ્યકાંઈકલખીશ.” મનેતરતજઅનુવાદનાફરમામળ્યા. મારુંઘણાંવર્ષપહેલાંનુંશ્રીમતીહેલનપ્રત્યેનુંઆકર્ષણઅનેતેનાજીવનવિષેનીજિજ્ઞાસાએબંનેએટલાંબધાંતીવ્રપણેસજીવથઈગયાંકે, તેવખતનાચાલુલેખનઅનેસતતમનનકાર્યનાપ્રવાહોમારામનનેબીજીદિશામાંજતાંરોકીશક્યાનહીં. કાંઈકઅંશેસમશીલજીવનકથાસાંભળતાંજઅનેકવિચારોઊભરાયા.
 
મેંશ્રીમતીહેલનને‘તેજોમૂર્તિ’ અને‘ભગિની’ એવાંબેવિશેષણોઆપ્યાંછે, તેસાભિપ્રાયછે. એનીજીવનકથામાંપદેપદેપુરુષાર્થઅનેપ્રતિભાનાતેજસિવાયબીજુંકાંઈજદૃષ્ટિગોચરનથીથતું. એતેજનાઅંબારમાંએનીશરીરમૂર્તિઅદ્ભુતથઈજાયછે. અનેકરીતેજુદાઈહોવાછતાંઉંમરઅનેસમાનશીલતાનીદૃષ્ટિએમેંએનેઆપેલું‘ભગિની’ એવિશેષણએનીસાથેનોમારોસાદૃશ્ય-સંબંધઠીકઠીકવ્યક્તકરીશકે.
વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા ‘સરસ્વતી’માં શ્રીમતી હેલન[કેલર]નું સંક્ષિપ્ત પણ અદ્ભુત પુરુષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અદ્યપિ જાગરિત જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ [દેસાઈ] પુછાવે છે કે તેમણે શ્રીમતી હેલનની જીવનકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઇચ્છે છે, ને જો તે સ્વીકારો તો તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપો એમ પણ ઇચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા-ના કહું. જો એના વાચન પછી જરા પણ મને લખવાનો મારો અધિકાર જણાશે તો અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. મારું ઘણાં વર્ષ પહેલાંનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલુ લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારો ઊભરાયા.
હેલનનેદર્શન, શ્રવણઅનેવાચનનીત્રણેશકિતઓએકજસાથેઅનેતેપણછેકશૈશવકાળથીગઈ, જ્યારેમારીતોમાત્રદર્શનશકિતગયેલીઅનેતેપણગ્રામ્યશાળાસુલભમાતૃભાષાનાપૂરાઅભ્યાસતેમજઆજુબાજુનાબધાદૃશ્યપદાર્થોનાપ્રત્યક્ષઅવલોકનતેમજતત્સંબંધીભાષાઅનેલેખનવ્યવહારસિદ્ધથયાપછી—લગભગપંદરેકવર્ષનીઉંમરે. ઇન્દ્રિયવૈકલ્યઅનેતેપ્રાપ્તથવાનીઉંમરનીદૃષ્ટિએહેલનમારાકરતાંઅનેકગણીવધારેલાચાર, વધારેબંધનવાળીખરી. પણદેશ, કુટુંબઅનેબીજાસંયોગોનીદૃષ્ટિએતેનુંસ્થાનમારાકરતાંઅનેકગણુંવધારેસાધનસંપન્નઅનેવધારેસ્વતંત્ર. ક્યાંઅમેરિકાઅનેક્યાંહિંદુસ્તાન? ક્યાંહેલનનાકૌટુંબિકસંયોગોઅનેક્યાંમારા? એનાંમાતાપિતાએનેવાસ્તેદરેકજાતનોમાર્ગતૈયારકરવાબુદ્ધિપૂર્વકસર્વસ્વહોમેછે, જ્યારેમારાપ્રત્યેપૂર્ણસદિચ્છાવાળાપણમારાવડીલોસ્વયંવિદ્યાહીનહોઈમારાવિકાસમાર્ગનીકોઈપણદશાસ્વયંજાણવાતેમજકોઈજણાવેતોતેસમજવાઅસમર્થ. ક્યાંઇંદ્રિયવિકલમાનવબંધુઓનેવિવિધરીતેશિક્ષિતઅનેસંસ્કારીબનાવવાકામકરતાઅખૂટધીરજવાળાતપસ્વીશિક્ષકોથીશોભતીતપોભૂમિજેવીઅમેરિકાનીઅપંગશિક્ષણસંસ્થાઓ; અનેક્યાંઅપંગનેઅનુપયોગીસમજીતેનાદુ:ખપ્રત્યેનીસાચીસહાનુભૂતિથીબેનિસાસાનાખી, બહુતોતેનેકાંઈકદાનઆપીસંતોષમાનનાર, પણએઅપંગનીઉપયોગિતાઅનેતેનાવિકાસમાર્ગનીશક્યતાનાવિચારથીછેકજઅજાણઅનેઅશ્રદ્ધાળુ, એવાપૌરુષહીનપુરુષોનીજનનીકહેવાતીકર્મભૂમિઆર્યાવર્ત? એકદેશમાંજાતિથીઅબળાગણાતીઅનેત્રણત્રણઇંદ્રિયોથીવિકલએવીઅપંગવ્યકિતનેપોતાનુંસુષુપ્તબધુંબળપ્રગટાવવાનીપૂરીતકમળેછે, નેતેએદ્વારાપોતાનીજાતનેઆખાવિશ્વમાંમાન્યબનાવેછે; ત્યારેબીજાદેશમાંઅપંગનીતેમજઅબળાઓનીવાતજશું, પૌરુષવાનગણાતાપૂર્ણાંગપુરુષોસુધ્ધાંને, પશુતામાંથીમુક્તથવાનીઅનેમાનવતાપ્રગટાવવાનીઓછીઅનેનજીવીતકછે. અમેરિકાઅનેહિન્દુસ્તાનવચ્ચેજેઅંતરછે, તેહેલનઅનેમારાજીવનનીઅનેકશકિતઓનાઆવિર્ભાવમાંવ્યકતથાયછે. એટલીનાનીઉંમરેત્રણત્રણઇંદ્રિયોથીવિકલએબાલિકા૨૧વર્ષનીઉંમરેપોતાનુંઅભ્યાસવિષયકજેજીવનચિત્રખેંચેછેતેનીતોમનેતેથીબમણાંવર્ષેપણબહુઓછીકલ્પનાઆવીછે.
મેં શ્રીમતી હેલનને ‘તેજોમૂર્તિ’ અને ‘ભગિની’ એવાં બે વિશેષણો આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દૃષ્ટિગોચર નથી થતું. એ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અદ્ભુત થઈ જાય છે. અનેક રીતે જુદાઈ હોવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલું ‘ભગિની’ એ વિશેષણ એની સાથેનો મારો સાદૃશ્ય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે.
બાહ્યવિશ્વમાંપ્રવેશવાનાંશ્રીમતીહેલનનાંઅગત્યનાંત્રણઇંદ્રિયદ્વારોબંધ, અનેછતાંયએમાંપ્રવેશવાનોએનેપ્રબળઉત્સાહતેમજપુરુષાર્થ, તેથીએણેએબધુંકામઅંતરિંદ્રિયઉપરભારમૂકીસાધ્યું. પરિણામે, પ્રાપ્તઘ્રાણઅનેસ્પર્શનઇંદ્રિયદ્વારાજએણેભૌતિકવિશ્વમાંપ્રવેશવાનોમાર્ગકર્યો. એનીઘ્રાણઅનેસ્પર્શનશકિતમાંએવુંજાદુઈબળપ્રગટ્યુંકે, તેએબેઇંદ્રિયોદ્વારાજપાંચેઇંદ્રિયોનુંકામલેવાલાગી. બીજીબાજુ, તેનેઆબધુંકાર્યઅંતરિંદ્રિયઉપરભારઆપીનેજકરવાનુંહોવાથી, તેનીએશકિતએટલીબધીતીવ્રખીલેલીદેખાયછેકે, જ્યારેતેકોઈદૃશ્ય, શ્રવ્યકેસ્પૃશ્યપદાર્થનુંવર્ણનકરેછેઅગરતેનાભાવોનુંવર્ણનકરેછે, ત્યારેએવાંચતાતેઇંદ્રિયવિકલછેએભાનભૂલીજવાયછે. આઉપરાંતતેનીપ્રજ્ઞાઇન્દ્રિયનોએટલોબધોવિકાસથયોછેકે, તેદિશકાલાતીતસદાસ્થાયીભાવોનુંજ્યારેચિત્રણકરેછેત્યારેતેજાણેતેનાંઉપમાઅનેરૂપકઆદિઅલંકારોદ્વારાકવિવરટાગોરનુંઅનુગમનકરતીહોયએમલાગેછે. પુરુષાર્થનીમૂતિર્હેલનેછેવટેએવિકાસદ્વારાવાણીનુંબંધનતોતોડ્યુંજ.
હેલનને દર્શન, શ્રવણ અને વાચનની ત્રણે શકિતઓ એક જ સાથે અને તે પણ છેક શૈશવકાળથી ગઈ, જ્યારે મારી તો માત્ર દર્શનશકિત ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમજ આજુબાજુના બધા દૃશ્ય પદાર્થોના પ્રત્યક્ષ અવલોકન તેમજ તત્સંબંધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી—લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઇન્દ્રિયવૈકલ્ય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સંયોગોની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસંપન્ન અને વધારે સ્વતંત્ર. ક્યાં અમેરિકા અને ક્યાં હિંદુસ્તાન? ક્યાં હેલનના કૌટુંબિક સંયોગો અને ક્યાં મારા? એનાં માતાપિતા એને વાસ્તે દરેક જાતનો માર્ગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂર્ણ સદિચ્છાવાળા પણ મારા વડીલો સ્વયં વિદ્યાહીન હોઈ મારા વિકાસમાર્ગની કોઈપણ દશા સ્વયં જાણવા તેમજ કોઈ જણાવે તો તે સમજવા અસમર્થ. ક્યાં ઇંદ્રિયવિકલ માનવબંધુઓને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી બનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકોથી શોભતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાઓ; અને ક્યાં અપંગને અનુપયોગી સમજી તેના દુ:ખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી બે નિસાસા નાખી, બહુ તો તેને કાંઈક દાન આપી સંતોષ માનનાર, પણ એ અપંગની ઉપયોગિતા અને તેના વિકાસમાર્ગની શક્યતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ, એવા પૌરુષહીન પુરુષોની જનની કહેવાતી કર્મભૂમિ આર્યાવર્ત? એક દેશમાં જાતિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એવી અપંગ વ્યકિતને પોતાનું સુષુપ્ત બધું બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે, ને તે એ દ્વારા પોતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે બીજા દેશમાં અપંગની તેમજ અબળાઓની વાત જ શું, પૌરુષવાન ગણાતા પૂર્ણાંગ પુરુષો સુધ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નજીવી તક છે. અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા જીવનની અનેક શકિતઓના આવિર્ભાવમાં વ્યકત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇંદ્રિયોથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પોતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેંચે છે તેની તો મને તેથી બમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે.
ઇંદ્રિયોપરસ્પરએકબીજાનીશોકજેવીછે. જેજાગતીઅનેબળવતીતેબાકીનીઇંદ્રિયોનુંસામર્થ્યપૂર્ણપણેખીલવામાંઆડીઆવે. નેત્રસૌમાંબળવાન, એનોસંચરણઅનેકાર્ય-પ્રદેશઅતિવિશાળ. તેથીમાણસનેત્રહોયતોતેનાથીજકામલે, અનેસંભવહોયત્યાંપણસ્પર્શન-ઘ્રાણથીકામલેવાનીમાથાફોડમાંનપડે. પણદૈવયોગેનેત્રનુંસામર્થ્યજાયત્યારેબધોબોજોસ્પર્શન-ઘ્રાણઉપરપડતાંજતેનીગુપ્તશકિતઓબહારઆવીતેઇંદ્રિયોજનેત્રનુંપ્રધાનત્વમેળવીલેછે, અનેનેત્રવાનનીકલ્પનામાંપણઆવીનશકેએવાંચમત્કારીકાર્યોબતાવીદેછે. હેલનનીસ્પર્શનઇંદ્રિયઆવાતનોપુરાવોછે. હસ્તલેખનદ્વારાએબધુંશ્રવણકાર્યસાધેછે. એનીત્વચાબીજાકોઈનાહાથનીકેમોઢાનીરેખાઓપારખીશકેછે, એસાંભળતાંતોભારેમાંભારેવિચારકપણથોડીવારમૂંઝાયખરો; બોલતાબીજામાણસોનાહોઠોઉપરઆંગળીરાખીતેનાશબ્દોઉકેલવાનાતેનાત્વચાસામર્થ્યનોવિચારકરતાંતોહુંઆશ્ચર્યમુગ્ધબનીજાઉંછું. ‘પણ, પાણી, થાળ, થાળી, હાથી, હાથ’ જેવાશબ્દોઉચ્ચારતામારાપોતાનાજહોઠોઉપરઆંગળીમૂકીભેદપારખવાપ્રયત્નોકર્યાઅનેએદિશામાંશૂન્યતાજઅનુભવી, ત્યારેતોહેલનએકદિવ્યતેજરૂપેજસામેઆવી. અલબત્ત, તેજનીઆમૂતિર્નાસમગ્રઆશ્ચર્યકારીવિકાસનોમૂળઆધાર-ઉપાદાનમાત્રતેનોઆત્માજનથી. તેનોઆત્માગમેતેવોસામર્થ્યશાળીહોતઅનેછતાંતેનેઅમેરિકાસુલભજડચેતનસગવડમળીનહોત, તોએતારોઊગતાંજઆથમીજાત.
બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં શ્રીમતી હેલનનાં અગત્યનાં ત્રણ ઇંદ્રિયદ્વારો બંધ, અને છતાંય એમાં પ્રવેશવાનો એને પ્રબળ ઉત્સાહ તેમજ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અંતરિંદ્રિય ઉપર ભાર મૂકી સાધ્યું. પરિણામે, પ્રાપ્ત ઘ્રાણ અને સ્પર્શન ઇંદ્રિય દ્વારા જ એણે ભૌતિક વિશ્વમાં પ્રવેશવાનો માર્ગ કર્યો. એની ઘ્રાણ અને સ્પર્શન શકિતમાં એવું જાદુઈ બળ પ્રગટ્યું કે, તે એ બે ઇંદ્રિયો દ્વારા જ પાંચે ઇંદ્રિયોનું કામ લેવા લાગી. બીજી બાજુ, તેને આ બધું કાર્ય અંતરિંદ્રિય ઉપર ભાર આપીને જ કરવાનું હોવાથી, તેની એ શકિત એટલી બધી તીવ્ર ખીલેલી દેખાય છે કે, જ્યારે તે કોઈ દૃશ્ય, શ્રવ્ય કે સ્પૃશ્ય પદાર્થનું વર્ણન કરે છે અગર તેના ભાવોનું વર્ણન કરે છે, ત્યારે એ વાંચતા તે ઇંદ્રિયવિકલ છે એ ભાન ભૂલી જવાય છે. આ ઉપરાંત તેની પ્રજ્ઞાઇન્દ્રિયનો એટલો બધો વિકાસ થયો છે કે, તે દિશકાલાતીત સદાસ્થાયી ભાવોનું જ્યારે ચિત્રણ કરે છે ત્યારે તે જાણે તેનાં ઉપમા અને રૂપક આદિ અલંકારો દ્વારા કવિવર ટાગોરનું અનુગમન કરતી હોય એમ લાગે છે. પુરુષાર્થની મૂતિર્ હેલને છેવટે એ વિકાસ દ્વારા વાણીનું બંધન તો તોડ્યું જ.
ઇંદ્રિયખોડનીનિબિડતમબેડીછતાંજ્યારેઅભ્યાસમાર્ગમાંઆગળધપવાનીહેલનનેતાલાવેલીલાગેછે, તેમજખોડવિનાનાસહચારીઓસાથેરહેવાનીઅનેતેમનાથીપણઆગળવધવાનીધૂનલાગેછે, ત્યારેજેમુશ્કેલીઓઅનેજેનિરાશાઓઅનુભવાયછે, તેઘણેસ્થળેમારીઅનેહેલનનીએકજેવીછે. હેલનેકોલેજવાસ્તેનીતૈયારીકરવાનોવિચારકર્યો. તેનીલાચારસ્થિતિમાંજેમુશ્કેલીઓસંભવેતેનાવિચારથીહેલનનાહિતૈષીઓએએબાબતભારેવિરોધકર્યો. પણક્યાંએહિતૈષીનોતીવ્રવિરોધઅનેક્યાંએનોદુર્દમતીવ્રતરકાર્યોત્સાહ? અંતેહેલનજીતી. મારામાંઅણધારીક્યારેકકાશીજવાનીભાવનાપ્રગટી. બધાજહિતૈષીઓનોપ્રબળતરવિરોધ; પણઅંતેએભાવનાનાતીવ્રતમવેગેમનેકાશીમાંજજઈપટક્યો. પરીક્ષાનોપ્રસંગતોઅમારાબંનેનોલગભગએકજેવોછે. હેલનપરીક્ષામાંપ્રથમબેઠીત્યારેએનેપ્રશ્નપત્રસમજાવનારકુશળ, ઉત્તરલખવાનોસમયપૂરતો, અનેલખ્યાપછીબચતસમયમાંભૂલસુધારવાનીનિરીક્ષકેકરીઆપેલીતક; આબધીપૂરીસગવડ. પણપછીજ્યારેતેઆગલીપરીક્ષામાંબેઠીત્યારેસગવડનુંતંત્રઅગવડમાંપરિણમ્યુંઅનેહેલનનેપરીક્ષાનીભયંકરતાનોસાક્ષાત્કારથયો. મારીપણએજદશા. કાશીક્વીન્સકોલેજમાંપહેલીવારપરીક્ષાઆપવાબેઠોત્યારેલેખકનીખામીનુંફળભોગવવાનોપ્રસંગઆવતાંજએકભલાનિરીક્ષકભટ્ટાચાર્યએપામીગયાઅનેનવેસરસગવડથતાંહુંઉચ્ચધોરણેજપસારથયો. પણઆગલાંવર્ષોમાંવ્યવસ્થાપકઅનેપરીક્ષકોનીબેપરવાઈતથાઅનાવડતજોઈમનેપણપરીક્ષાનુંમૂલ્યસમજાયુંઅનેપરીક્ષાનોઅર્ધોરસ્તોકાપ્યાપછીસંક્લ્પકર્યોકેઆજપછીપરીક્ષાનિમિત્તેઆકતલખાનામાંદાખલનથવું. મનેયાદછેકેએનિશ્ચયપછીલગભગચોવીસવર્ષેહુંફરીએક્વીન્સકોલેજમાંઅભ્યાસક્રમઉપરવિચારકરવાનાત્યાંનારજિસ્ટ્રારનાઆમંત્રણનેસ્વીકારીએકઅધ્યાપકતરીકેજગયો, પણપરીક્ષ્યવિદ્યાર્થીતરીકેનહીં.
ઇંદ્રિયો પરસ્પર એકબીજાની શોક જેવી છે. જે જાગતી અને બળવતી તે બાકીની ઇંદ્રિયોનું સામર્થ્ય પૂર્ણપણે ખીલવામાં આડી આવે. નેત્ર સૌમાં બળવાન, એનો સંચરણ અને કાર્ય-પ્રદેશ અતિ વિશાળ. તેથી માણસ નેત્ર હોય તો તેનાથી જ કામ લે, અને સંભવ હોય ત્યાં પણ સ્પર્શન-ઘ્રાણથી કામ લેવાની માથાફોડમાં ન પડે. પણ દૈવયોગે નેત્રનું સામર્થ્ય જાય ત્યારે બધો બોજો સ્પર્શન-ઘ્રાણ ઉપર પડતાં જ તેની ગુપ્ત શકિતઓ બહાર આવી તે ઇંદ્રિયો જ નેત્રનું પ્રધાનત્વ મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યો બતાવી દે છે. હેલનની સ્પર્શન ઇંદ્રિય આ વાતનો પુરાવો છે. હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણકાર્ય સાધે છે. એની ત્વચા બીજા કોઈના હાથની કે મોઢાની રેખાઓ પારખી શકે છે, એ સાંભળતાં તો ભારેમાં ભારે વિચારક પણ થોડી વાર મૂંઝાય ખરો; બોલતા બીજા માણસોના હોઠો ઉપર આંગળી રાખી તેના શબ્દો ઉકેલવાના તેના ત્વચાસામર્થ્યનો વિચાર કરતાં તો હું આશ્ચર્યમુગ્ધ બની જાઉં છું. ‘પણ, પાણી, થાળ, થાળી, હાથી, હાથ’ જેવા શબ્દો ઉચ્ચારતા મારા પોતાના જ હોઠો ઉપર આંગળી મૂકી ભેદ પારખવા પ્રયત્નો કર્યા અને એ દિશામાં શૂન્યતા જ અનુભવી, ત્યારે તો હેલન એક દિવ્ય તેજરૂપે જ સામે આવી. અલબત્ત, તેજની આ મૂતિર્ના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર-ઉપાદાન માત્ર તેનો આત્મા જ નથી. તેનો આત્મા ગમે તેવો સામર્થ્યશાળી હોત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હોત, તો એ તારો ઊગતાં જ આથમી જાત.
સ્કૂલઅનેકોલેજનાવિદ્યામયવાતાવરણમાંથીહેલનજ્યારેજ્ઞાનતૃષાશમાવેછે, ત્યારેએપોતાનીઅપંગતાનુંભાનભૂલીચિત્ત-શકિતનાએલૌકિકઆનંદનોઅનુભવકરેછેનેએમાંથીજીવનકથાજેવાંમધુરફળોપીરસેછે. મારીપણલગભગએજદશારહીછે. બાહ્યઅનેઆંતરિકવિક્ષેપોનામૃત્યુનેતટેલાવીમૂકેએવાસંભારવચ્ચેમનેવિવિધશાસ્ત્રોનાઅભ્યાસે, ચિંતનેઅનેલેખનેજબચાવીએલૌકિકઆનંદભૂમિકાઉપરમૂક્યોછે. કોલેજમાંયાંત્રિકરીતેશીખવતાઅધ્યાપકોનીશુષ્કદોડનીહેલનટીકાકરેછેત્યારેપણતેનેસમુદ્રમાંમીઠીવીરડીજેવાવિરલઅધ્યાપકોમળેછે, જેઓહેલનનેરસમયશિક્ષણથીતરબોળકરીદેછે. સાંકડીઅભ્યાસ—કોડમાંસતતપુરાયેલશાસ્ત્રગાયોનાંઅર્થહીનશબ્દસ્તનોમાંથીદૂધનેબદલેરક્તખેંચીતેનેદૂધમાની-મનાવીપિવરાવનારપંડિત-ગોપોવચ્ચેમનેપણસતતશુદ્ધદુગ્ધવર્ષીકામદુઘાજેવાવિરલઅધ્યાપકબહુમોડેમોડેપણમળેલા. જેમહેલનનુંમાનસવિવિધવિષયસંચારીશિક્ષણમાંરસલેછે, તેમમારુંમાનસપણ. પ્રમાણઅનેસાધનનોભેદબાદકરતાંવનવિહાર, જલવિહાર, પર્વતપર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષીપરિચયઆદિનોરસબંનેનોસમાનજ. અલબત્ત, એનોસાઇકલ-સવારીનોતંરગમનેકદીઆવ્યોનથી. પણહુંધારુંછંુમારોઅશ્વારોહીતરંગએનેભાગ્યેજથયોહશે. સમૂહમાંઅનેએકલાંશેતરંજરમવાનીશોધેલીએનીનવીરીતેઆજેપણમારુંમનલોભાયું. પુસ્તકોઅનેશિક્ષકોએનાંઅનેમારાંસમાનમિત્રો. હેલનઅંતમાંલખેછેએમ, “મારીજીવનકથામારામિત્રોએઘડીછે” એસૂત્રમારાજીવનવિષેેપણપૂર્ણપણેસત્યછે. મારાપણમિત્રોનીયાદીભારેવિશાળઅનેતેપણઅનેકતેજસ્વીનામઅનેગુણનારંગોથીભૂષિતછે. શ્રુત, પરિશીલિતઅનેઅભ્યસ્તવિવિધવિષયોનાંપુસ્તકોનીયાદીમારીખંતપણબતાવેઅનેકાંઈકએકાંગીજડતાપણ. હેલનનેપરિચિતધર્મગુરુઓમાંકોઈસંકીર્ણમનનોદેખાતોનથી. તેનેજેજેબિશપવગેરેમળ્યાછેતેબધાએતેનેઅસાંપ્રદાયિકસત્યનેજમાર્ગેદોરવાયત્નકર્યોછે. મારીબાબતમાંતેમનથીબન્યું. છેકલઘુવયથીતેબહુમોડેમોડેસુધીઆપણાદેશમાંજડજનતાનેસુલભએવાજઅતિસાંકડામનનાઅનેઅંધારામાંપ્રકાશતેમજકૂવામાંસમુદ્રમાનીબેઠેલાઅનેકધર્મગુરુઓએકપછીએકમનેમળતાજરહેલા. છતાંતેમનાંચરણોમાંબેસીઝીલેલધર્મબોધઉપરફરીવિચારકરવાનીફરજપડેઅનેઆખુંમાનસબદલીનાખેએવુંવ્યાપકધર્મભાનકરાવનારધર્મપ્રાણપુરુષોનુંપણમારાજીવનમાંસ્થાનછે.
ઇંદ્રિયખોડની નિબિડતમ બેડી છતાં જ્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેલનને તાલાવેલી લાગે છે, તેમજ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશાઓ અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. હેલને કોલેજ વાસ્તેની તૈયારી કરવાનો વિચાર કર્યો. તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેના વિચારથી હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીનો તીવ્ર વિરોધ અને ક્યાં એનો દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ? અંતે હેલન જીતી. મારામાં અણધારી ક્યારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધા જ હિતૈષીઓનો પ્રબળતર વિરોધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાનો પ્રસંગ તો અમારા બંનેનો લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરતો, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ. પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાનો સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી ક્વીન્સ કોલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠો ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાનો પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક ભટ્ટાચાર્ય એ પામી ગયા અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થયો. પણ આગલાં વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષકોની બેપરવાઈ તથા અનાવડત જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાનો અર્ધો રસ્તો કાપ્યા પછી સંક્લ્પ કર્યો કે આજ પછી પરીક્ષા નિમિત્તે આ કતલખાનામાં દાખલ ન થવું. મને યાદ છે કે એ નિશ્ચય પછી લગભગ ચોવીસ વર્ષે હું ફરી એ ક્વીન્સ કોલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના આમંત્રણને સ્વીકારી એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં.
આમઅમારાબંનેનુંક્ેટલંુકસામ્યછતાંએકવીસવર્ષજેટલીનાનીઉંમરેહેલનના—“એવીક્ષણહોયછેજ્યારેમનેએમલાગેછેકેશાયલોકતથાજ્યૂડાજેવાલોકઅનેસેતાનપણવિશ્વમાંપ્રવર્તમાનસાધુતાનામહાચક્રનાભાંગીગયેલાઆરાછેઅનેતેઓયોગ્યસમયેપાછાસમારીલેવાશે”—આવાક્યમાંમહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટઅનેગાંધીજીનીજેસહજશ્રદ્ધાઅનેપ્રજ્ઞાઇંદ્રિયનાસ્ફુરણનુંભાનથાયછે, તેઆટલીપ્રૌઢઉંમરેપણસ્વાભાવિકરીતેમારાજીવનક્રમમાંમનેદેખાતુંનથી. અલબત્ત, આર્યાવર્તનાંવિવિધદર્શનોનાઅનેકજટિલ, કંટકિલઅનેગ્રંથિલવાદવિવાદવચ્ચેપણમેંતેનીપારનાપ્રજ્ઞામય, શાંતઅનેસર્વવ્યાપકભાવનુંવિસ્મરણકદીકર્યંુનથી.
સ્કૂલ અને કોલેજના વિદ્યામય વાતાવરણમાંથી હેલન જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પોતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શકિતના એલૌકિક આનંદનો અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળો પીરસે છે. મારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપોના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસે, ચિંતને અને લેખને જ બચાવી એલૌકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. કોલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકોની શુષ્ક દોડની હેલન ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વીરડી જેવા વિરલ અધ્યાપકો મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસ—કોડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાયોનાં અર્થહીન શબ્દસ્તનોમાંથી દૂધને બદલે રક્ત ખેંચી તેને દૂધ માની-મનાવી પિવરાવનાર પંડિત-ગોપો વચ્ચે મને પણ સતત શુદ્ધ દુગ્ધવર્ષી કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મોડે મોડે પણ મળેલા. જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે, તેમ મારું માનસ પણ. પ્રમાણ અને સાધનનો ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વતપર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષીપરિચય આદિનો રસ બંનેનો સમાન જ. અલબત્ત, એનો સાઇકલ-સવારીનો તંરગ મને કદી આવ્યો નથી. પણ હું ધારું છંુ મારો અશ્વારોહી તરંગ એને ભાગ્યે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શોધેલી એની નવી રીતે આજે પણ મારું મન લોભાયું. પુસ્તકો અને શિક્ષકો એનાં અને મારાં સમાન મિત્રો. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે” એ સૂત્ર મારા જીવન વિષેે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રુત, પરિશીલિત અને અભ્યસ્ત વિવિધ વિષયોનાં પુસ્તકોની યાદી મારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનનો દેખાતો નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લઘુવયથી તે બહુ મોડે મોડે સુધી આપણા દેશમાં જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમજ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુઓ એક પછી એક મને મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણોમાં બેસી ઝીલેલ ધર્મબોધ ઉપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મપ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે.
આપુસ્તકનોઅનુવાદસ્વતંત્રલખાણજેવોસીધોછે. અર્થસમજવામાંશબ્દની, વાક્યનીકેતેવીજઆંટીઘૂંટીઆડેઆવતીનથી. અનુવાદકેમૂળગતભાવોસ્પષ્ટકરવાઅનેપોતાનીનવશબ્દરચનાસમજાવવાજેટૂંકાંપણમહત્ત્વનાંટિપ્પણોકર્યાંછે, તેનહોતતોઅનુવાદનોઆત્માઆટલોઅર્થપૂર્ણનબનત. અનુવાદકમાંજેભાવપૂર્ણનવશબ્દસર્જનનુંસામર્થ્યદેખાયછેતેગુજરાતીભાષાનાસમૃદ્ધઅભ્યુદયનુંએકમહત્ત્વનુંલક્ષણછે. હુંશ્રીયુતમગનભાઈપાસેએટલીમાગણીઅવશ્યકરુંછુંકે, તેઓશ્રીમતીહેલનનાપછીનીવયનાઉત્તરોત્તરપક્વતરવિચારતેમજઅનુભવવાળાંબાકીનાંપુસ્તકોઅનુવાદિતકરે. વાચકોઆઅનુવાદમાંથીજીવનરસદાયીઘણુંમેળવીશકશે. તેમછતાંબહેનોેનેતોઆમાંથીઘણુંશીખવાનુંમળશે. તેઓઆઅનુવાદવાંચીએટલુંતોવિચારતાંથશેજકે, જ્યારેત્રણત્રણબંધનોનાકિલ્લાપાછળપુરાયેલએકલઘુબાળાએબંધનોતોડીબહારઆવવાદૃઢનિશ્ચયકરેછેઅનેઅનવરતપુરુષાર્થમાંભાનભૂલીછેવટેઅપંગપણાનાસહજબંધનનીપેલીપારરહેલાપોતાનાઆત્માનેપ્રગટાવેછે, ત્યારેએવાએકેબંધનવિનાનીતેબહેનોનિશ્ચયઅનેપુરુષાર્થદ્વારાશુંશુંસાધીનશકે? શિક્ષણનીઘણીમાધ્યમિકસંસ્થાઓમાંપાઠ્યતરીકેનહીંતોછેવટેઆપુસ્તક [‘અપંગનીપ્રતિભા’] વાંચવાનીખાસભલામણકરવાજેવુંછે.
આમ અમારા બંનેનું ક્ેટલંુક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ઉંમરે હેલનના—“એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે શાયલોક તથા જ્યૂડા જેવા લોક અને સેતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને તેઓ યોગ્ય સમયે પાછા સમારી લેવાશે”—આ વાક્યમાં મહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીજીની જે સહજ શ્રદ્ધા અને પ્રજ્ઞાઇંદ્રિયના સ્ફુરણનું ભાન થાય છે, તે આટલી પ્રૌઢ ઉંમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતું નથી. અલબત્ત, આર્યાવર્તનાં વિવિધ દર્શનોના અનેક જટિલ, કંટકિલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મેં તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યંુ નથી.
આ પુસ્તકનો અનુવાદ સ્વતંત્ર લખાણ જેવો સીધો છે. અર્થ સમજવામાં શબ્દની, વાક્યની કે તેવી જ આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદકે મૂળગત ભાવો સ્પષ્ટ કરવા અને પોતાની નવશબ્દરચના સમજાવવા જે ટૂંકાં પણ મહત્ત્વનાં ટિપ્પણો કર્યાં છે, તે ન હોત તો અનુવાદનો આત્મા આટલો અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યુદયનું એક મહત્ત્વનું લક્ષણ છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણી અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરોત્તર પક્વતર વિચાર તેમજ અનુભવવાળાં બાકીનાં પુસ્તકો અનુવાદિત કરે. વાચકો આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનોેને તો આમાંથી ઘણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તો વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ બંધનોના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા એ બંધનો તોડી બહાર આવવા દૃઢ નિશ્ચય કરે છે અને અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપંગપણાના સહજ બંધનની પેલી પાર રહેલા પોતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એકે બંધન વિનાની તે બહેનો નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શકે? શિક્ષણની ઘણી માધ્યમિક સંસ્થાઓમાં પાઠ્ય તરીકે નહીં તો છેવટે આ પુસ્તક [‘અપંગની પ્રતિભા’] વાંચવાની ખાસ ભલામણ કરવા જેવું છે.
{{Right|[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]}}
{{Right|[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits