26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાંદેવમંદિરોનાંચોઘડિયાંઅનેબહુઆગળવધીનેલગ્નવખતેમંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણાં દેવમંદિરોનાં ચોઘડિયાં અને બહુ આગળ વધીને લગ્ન વખતે મંગળ વાદ્યો પૂરતી જ મર્યાદિત રહી ગયેલી શરણાઈને ઉચ્ચ સંગીતવાદ્યોની કક્ષાએ મૂકવાનો અને સૌથી વધુ લોકપ્રિય બનાવવાનો યશ સમગ્રપણે બિસ્મિલ્લાખાનની પાર્ટીને ફાળે જાય છે. શરણાઈ પણ વાતાવરણને જીવંત કરી શકે છે તેનો ખ્યાલ એમણે આપણને આપ્યો છે. | |||
ગયા ઉનાળાની એ વાત છે. અમદાવાદની ગરમીમાં સાધારણતઃ રાતો ઠંડી અને મજાની હોય છે. પણ એ દિવસે તો રાતે પણ ઉકળાટ હતો, અને અમે ઘેરથી નીકળ્યા ત્યારે એમ થતું હતું કે ગરમીને લીધે બહુ મજા નહિ આવે. પણ હૉલ ચિક્કાર હતો. સાડાઆઠના સુમારે શરૂઆત થઈ. બેઠક ઉપર બિસ્મિલ્લાખાન, તેમના બંધુ, તબલચી અને એક બીજા સાથી હતા. ખાંસાહેબે શરણાઈ ઉપરનું રેશમી કવર છોડ્યું. પાછળના સાથીએ શરણાઈ ઉપર ‘સા’ કાઢયો. એક રેશમી જેવા કાપડથી વીંટળાયેલ પત્તાઓનું લૂમખું કાઢીને એમણે તેમાંથી એક પસંદ કરીને શરણાઈ ઉપર બેસાડી. તાડપત્તીની બનેલી એ નાજુક પત્તી એમણે હોઠથી સહેજ ભીની કરીને હોઠ વચ્ચે બરાબર ગોઠવી. બેય ભાઈઓએ પોતપોતાની શરણાઈઓના સૂર કાઢ્યા અને, ગારૂડી પોતાનું વાદ્ય જેમ વર્તુળાકારમાં ફેરવીને નાગને ડોલાવે છે તેવી જ રીતે, આખી શરણાઈની નળી ગોળ ફેરવીને બે જણે ‘સા’ મેળવ્યો, અને ત્રણે શરણાઈઓમાં એક સાથે ‘સા’ મળતાં જ ત્રણે સ્વરો સમગ્રપણે કાન ઉપર કબજો લગાવીને બેસી ગયા! પાણીનો નળ ખોલતી વખતે પહેલાં બારીક ધારા વહેતી હોય અને પછી એ જ ધારા મોટી થઈને વહેવા લાગે, તેવી જ રીતે સ્વર મોટો થયો અને પછી સ્વરો ઘૂમરી લેતા ગયા, અને શરણાઈઓ પણ ગારૂડીના વાદ્યની જેમ આસ્તે આસ્તે હવામાં વર્તુળો લેતી ગઈ. પુરિયા રાગની મૂર્તિ જાણે સાદૃશ થઈને નજર સામે ઊભી રહી ગઈ! | |||
ગંભીરપણે વહેતા જતા સ્વરો ધીરે ધીરે ઘૂમરીઓ લેતા હતા અને, કોઈ મોટું માણસ નાના બાળકને રમાડતું હોય અને ઘડીકમાં એને ચુંબનથી નવરાવી નાખે ને ઘડીકમાં અદ્ધર ઉછાળે તેવી રીતે, ઘડીકમાં રમતિયાળ સ્વરોની જાણે કે હારની હાર વાતાવરણને ભરી દે, અને ઘડીકમાં એ જ સ્વરો શાંત થઈને મધ્યમમાંથી ઉચ્ચ સપ્તકમાં ચાલ્યા જાય, અને હજુ તો તમે એ સ્વરની લહરીઓમાં ડોલતા હો ત્યાં તો એકદમ ધીરા અવાજે — જાણે કે કોઈ સમાજવાદી કાર્યકર્તા ભૂગર્ભમાં ચાલ્યો જતો હોય તેવી રીતે — નીચા ઊતરી જાય અને શ્રોતાઓનાં મોંમાંથી ‘વાહ વાહ’ પોકારાઈ જાય. એક ‘વાહ વાહ’ હજુ તો પૂરી પણ ન થઈ હોય, ત્યાં તો વળી બીજો જ સ્વરપુંજ એની જગ્યા લઈ લે અને શ્રોતાઓ ‘વાહ વાહ’ ભૂલી જઈને નાગની જેમ ડોલવા લાગી જાય! | |||
અને જાણે કે વાયોલિન વાગી! સ્વરોના પલટા આવી રીતે શરણાઈ જેવા વાદ્યમાં લઈ શકાય છે, એ પહેલી જ વાર જોયું. વાયોલિન જેવી રીતે સ્વરોના સમૂહને ઘડીકમાં ઉપર અને ઘડીકમાં નીચે લઈ જઈને હીંચકા ખવરાવી શકે છે, તેવી જ રીતે બિસ્મિલ્લાખાન શરણાઈ ઉપર પણ સ્વરોને રમાડી શકે છે. એ જ શરણાઈ તમને ઘડીકમાં હારમોનિયમનો અને ઘડીકમાં સિતારનો ખ્યાલ પણ આપી શકે છે! આંખ બંધ કરીને સાંભળો, અને ભૂલી જશો કે તમે શું સાંભળી રહ્યા છો! | |||
અર્ધો કલાક વીત્યો એ તો પાછળના મોટા ઘડિયાળને લીધે જ ખબર પડી. થોડી વાર થઈ ત્યાં લાગ્યું કે આ રાગ હવે પૂરો થયો. લોકોએ તાળીઓ પાડી. અને ત્યાં તો સ્વરો ઊંચા ચડયા ને વળી એક નવી જ તર્જ વાતાવરણમાં વહેવા લાગી ગઈ, અને શ્રોતાઓને કોઈ પ્રિયતમા પંપાળતી પંપાળતી અચાનક તમાચો મારી દે — મજાકમાં અને પ્યારથી — તેવી લાગણી થઈ! બંધ પડતાં પડતી તાળીઓનું સ્વરૂપ બદલાઈને આનંદથી વધાવી લેતી તાળીઓ પડી! અને વળી એવી જ રીતે બીજો અર્ધો કલાક ક્યાં જતો રહ્યો તેની ખબરેય ના પડી. | |||
સાથે તબલચી પણ રંગ જમાવતા જતા હતા. તબલાંને સ્થાને નાની નાની ઢોલકી જેવા ઘાટની નરઘીઓ હતી, અને ઝીણું ઝીણું, છતાં ઝણઝણાટીભર્યું, ખાંસાહેબ અબ્દુલ કરીમખાંની ઠુમરી જેવું, એ બોલતી હતી. અને સાથે બિસ્મિલ્લાખાનના બંધુના સાથનું તો પૂછશો જ નહિ! કેટલીક વખત તો બેમાંથી કોણ વધુ સારું વગાડે છે તે યે નક્કી કરવું મુશ્કેલ પડે! બાલગંધર્વની સાથે કાદરબક્ષની સારંગી જો તમે સાંભળી હોય, તો તમને એની સહેજ કલ્પના આવશે. અને અહીં તો બે ય શરણાઈઓ જ હતી. બિસ્મિલ્લાખાનની શરણાઈ સહેજ ઊંચા સ્વરવાળી અને એમના બંધુની શરણાઈ ખરજ ઉપર મેળવેલી હતી. ક્યારેક તો જાણે બે ભાઈઓ સંતાકૂકડી રમતા હોય એવી રીતે સહગતિએ ચાલ્યા જાય! અને ત્યારે શ્રોતાગણ મસ્ત થઈને બેઉની એ રમત જોવામાં સાંભળવાનુંયે ભૂલી જાય. બિસ્મિલ્લાખાન જરા ઊંચા સ્વરે એક સ્વરોનું લૂમખું જાણે કે હવામાં તરતું મૂકી દે, અને એમના ભાઈ એ જ લૂમખાને હવામાં રમાડે! એવી આબાદ નકલ ઉતારે કે ક્યારેક તો અસલ કયું અને નકલ કયું એ સમજવુંયે મુશ્કેલ થઈ જાય! અને એવી રીતે વાતાવરણ ચગે ત્યારે શ્રોતાઓના બે હાથ તાળીઓ માટે ઓછા પડતા હોય એવું આપણને લાગે! | |||
બિસ્મિલ્લાની વાદનકળામાં બીજું પણ એક મહત્ત્વનું અંગ છે. સ્વરો સાથે એ એટલી બધી રમત કરે છે, છતાં યે એમની આંગળીઓની ખાસ કશી જ હિલચાલ જોનારને દેખાતી નથી. આંગળીનાં ટેરવાં જરા યે હલાવ્યા વગર આટલા બધા સ્વરો એ શી રીતે કાઢી શકતા હશે એની જ મને તો નવાઈ લાગ્યા કરે છે. જાણે કે મોંમાં શરણાઈ પકડી રાખવાની છે, અને એટલા પૂરતો જ હાથનો ઉપયોગ એમણે ન કર્યો હોય એવું લાગ્યા કરે! ભીંગરી તાન હોય, ફરતી તાન હોય, બોલ તાન હોય કે પછી ગમકાની તાન હોય, પણ એમની આંગળીનાં ટેરવાં વચ્ચે કશી જ ખાસ હિલચાલ નહિ | |||
દેખાવાની. છેક ઊંચા સપ્તક પર સ્વર જાય ત્યારે સહેજ માથું ઊંચું કરવાની એમને ટેવ છે. એ સિવાય નીચું જોઈને એ વગાડયા કરે છે. શ્રોતાઓ પર એમના વાદનની જે છાપ પડે છે, એમાં એમના સાથીદારોનો હિસ્સો બહુ મોટો છે. જે જે સ્વરો ઉપર ન્યાસ ચાલુ હોય તે તે સ્વરોને આસ્તેથી ઉપાડી લેવાનું કામ તેઓ બરાબર બજાવે છે. એમાં જો જરીકે કસૂર દેખાય તો આસ્તેથી એ એમના સાથીદાર તરફ જુએ છે. | |||
બિસ્મિલ્લાખાન જાણે કોઈ મહારાજા હોય એવો છટાદાર એમનો દેખાવ છે. ભરાવદાર શરીર, ચુસ્ત પાયજામો, એના ઉપર ચળકતી શેરવાની અને ઉપર ફુમકાદાર સાફો! ગળામાં મોતીની સેર પણ ખરી. આંખોમાં સુરમો અને ઊંચાં બનારસી અત્તરની સુવાસ પણ ખરી! એ ઉપરાંત સાધારણ સ્મિત અને ધીર ગંભીર ચાલ. | |||
પુરિયા પછી કજરી ઠુમરી લીધી. શરણાઈ પર ઠુમરી ગંભીર રાગો જેવી નહિ દીપે એવો સહેજ ખ્યાલ મને હતો. કારણ, શરણાઈ એ દેવમંદિરોનું વાદ્ય છે, અને ત્યાંની શાંત ગંભીરતા જેમાં સૌથી વધુ ખીલી શકે એવી જ એની રચના છે. પણ ઠુમરીયે એમણે શરણાઈ પર ચમકાવી — અને સફળતાપૂર્વક! પુરિયાના ગંભીર સ્વરોની લિજ્જત પછી ઠુમરી જાણે દરબારમાં પ્રાર્થના પછી નૃત્ય શરૂ થાય એવી જામી. થોડી વાર શ્રોતાઓને રસમાં તરબોળ કરીને એમણે વિશ્રાંતિ માગી. | |||
વિશ્રાંતિ પછી શરૂ થયો મારુ બિહાગ : ‘રસિયા આવોના!’ ગ-રે-સા મ-ગ— રે-સા અને પ-મ-ગ-રે-સા, એ ત્રણ સ્વરસમુદાય ઉપર જ એમણે ક્યાંય સુધી રમત કર્યા કરી. ખાસ્સો અર્ધો કલાક વીત્યો ત્યારે પણ એમણે મધ્યમ સપ્તકના ‘પ’થી ઊંચો સ્વર નહોતો કાઢયો. બે-ચાર સ્વરો ઉપર જ આટલો વખત મસ્તી કરીને એમણે શ્રોતાઓ ઉપરની પકડ જરાયે ઢીલી નહોતી પડવા દીધી. રહી રહીને પંચમ્ ઉપર આવીને સમ આપે. સમુદ્રમાં કોઈ મરજીવો શ્વાસ રૂંધીને તળિયે ડૂબકી મારીને સહેજ વારમાં મૂઠી ભરીને મોતી લઈને ઉપર આવી જાય, તેવી જ રીતે એમણે ઘડીક નીચે ઊતરીને પાછા ઉપર આવી જવાની રમત આદરી હતી. અને દરેક વખતે ઊંચા પ્રકારનાં મોતી તો સાથે હોય જ. પ્રત્યેક વખતે નવા જ પ્રકારનાં ઊંચાં ઊંચાં મોતી! એક જુઓ અને બીજું ભૂલો! સ્વરો ઘૂમરીઓ લઈ લઈને આવતા— જતા હોય, અને વચ્ચે ‘રસિયા આવો ના!’ મૂકીને એ શ્રોતાઓને પાછા એમની જગ્યાએ મૂકી દે. ખાસ્સો દોઢ કલાક એમણે મારુ બિહાગ ઉપર કાઢયો અને શ્રોતાઓને લાગ્યું કે એમનો ફેરો સફળ હતો. તાળીઓ કેમે કરી અટકે નહિ. | |||
કોઈએ કહ્યું : “ખાંસાહેબ, આપે તો કમાલ કરી દીધી!” | |||
શાંતિથી સ્મિત કરીને એમણે કહ્યું : “યહ પત્તી કભી ઠીક નહીં બજતી, ચીપક જાતી હૈ. જી ચાહતા હૈ કુછ, ઓર નિકલતા હૈ કુછ. સમ્હાંલ લેના આપકા કામ હૈ!” બિસ્મિલ્લાખાનનું વાદન-કૌશલ્ય અપ્રતિમ છે. પણ ‘અપ્રતિમ’ શબ્દ એ પૂરતો નથી. ગમે તેટલા પ્રયત્ન પછી એ કૌશલ્ય હાથ ન આવી શકે એવું છે. એને માત્ર કુદરતી બક્ષિસ સિવાય બીજું કશું જ કહી શકાય એમ નથી. પણ આની પાછળ બિસ્મિલ્લાખાનની સાધનાયે ઓછી નથી. એમણે જ કહ્યું હતું : “મને પહેલો બહાર વગાડવા મોકલ્યો તે પહેલાં મારા મામાએ મને અઢાર વર્ષ સુધી રિયાઝ કરાવ્યા કરી હતી!” આપણામાં તપને માટે બાર વર્ષ ગણવામાં આવે છે. અરે, આ તો થયું દોઢ તપ. આજના કલાકારો અઢાર વર્ષ પછી તો બુઢ્ઢા બની જાય છે! | |||
ઇસ્લામધર્મી હોવા છતાં, આજે પણ બનારસમાં હોય ત્યારે કાશીવિશ્વનાથના મંદિરમાં એ અચૂક વગાડે છે. અને એને વિશે કોઈ કાંઈ કહે તો એ માત્ર એટલું જ કહે છે : “સબ બાબાજી કી કૃપા હૈ!” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits