26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} એકજનાટકનાદસહજારથીવધુખેલભજવવાનોવિશ્વવિક્રમજેણેસ્થાપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક જ નાટકના દસ હજારથી વધુ ખેલ ભજવવાનો વિશ્વવિક્રમ જેણે સ્થાપ્યો, તે ‘અદ્રક કે પંજે’ (આદુનાં મૂળ) ઉપર આખરી પડદો પડી ગયો છે. છેલ્લાં ૩૫ વરસ દરમ્યાન ત્રણ કરોડ જેટલા લોકોએ એ નાટક જોયું છે અને ૬૦થી વધુ દેશોમાં ૨૭ ભાષામાં એ ભજવાયું છે. હમણાં સુધી જ્યાં જ્યાં એ રજૂ થયું છે ત્યાં બધે પ્રેક્ષાગાર ભરચક રહ્યાં છે અને છેલ્લે છેલ્લે બેંગલોર તથા પુણેમાં એના પ્રયોગો થયા ત્યારે જેટલા લોકોને ટિકિટ મળી તેનાથી બમણા જેટલાને નિરાશ થઈને પાછા ફરવું પડેલું. | |||
હજી પણ ‘અદ્રક કે પંજે’ની ભજવણી થાય તો ધંધાદારી રીતે એને સફળતા વરે જ. પણ એના ૫૬ વરસના નિર્માતા બબ્બનખાન કહે છે કે, “એ નાટકને નિરંતર જે લોકપ્રિયતા સાંપડતી રહી છે તે હજી ચાલુ છે ત્યાં જ એના ખેલ ખતમ કરવાનો નિર્ણય મેં કર્યો છે. એમાંથી મને પૈસા, નામના, કીર્તિ, પારિતોષિકો વગેરે બધું સાંપડેલું છે, અને હવે તેની પર આખરી પડદો પાડી દેવાનો સમય પાકી ગયો છે.” | |||
મિનિટે મિનિટે પ્રેક્ષકોને હસાવતા રાખનાર નાટક ‘અદ્રક કે પંજે’નું મુખ્ય પાત્ર છે રમતુભાઈ નામના એક સરકારી કારકૂન. આઠ બાળકોના એ બાપને ઘેર નવમાના આગમનની તૈયારી છે. એને માથે કરજ ખૂબ ચડી ગયું છે, પણ તે ચૂકવવા બાબત કોઈ ચિંતા એને છે નહીં. એના સસરા ને સાળા જેમતેમ કરીને એને આફતમાંથી ઉગારી લે છે, પણ પોતાની ભૂલમાંથી કશો બોધપાઠ રમતુભાઈ લેતા નથી. અનેક વાર માથે આપત્તિ આવી ગઈ હોવા છતાં નવા બાળકના જન્મની ઉજવણી કરવાનું એ ઠરાવે છે. | |||
નાટકના નિર્માતા બબ્બનનાં છ ભાઈબહેનો ભૂખનો ભોગ બનીને મરી ગયેલાં, ને પોતે બેકાર હતા. ભાઈબંધો સાથે ચાપાણી પીતાં રમૂજી ટુચકા સંભળાવવાની એમને આદત હતી. ૧૯૬૫માં એક રાતે એવાં ચાપાણી પછી હૈદરાબાદના પોતાના ઘરની બહાર સડક પરની બત્તી નીચે બેસીને ખાને એક હાસ્યકથા લખી નાખી. પછી રમતુ વિશેનું નાટક એણે ચાર મહિનામાં પૂરું કર્યું. અને મા પાસેથી મંગલસૂત્ર માગીને રૂ. ૨૭૫માં તે વેચી નાખ્યું, જેથી રવીન્દ્ર ભારતી થિયેટર ભાડે રાખી શકાય અને થોડાં ભીંતપત્રો ચિતરાવી શકાય. | |||
ઘેર ઘેર ફરીને એણે નાટકની ટિકિટો વેચી અને લગભગ બધાએ ધર્માદામાં પૈસા આપતા હોય તે રીતે એ લીધી. ‘અદ્રક કે પંજે’ના પહેલા ખેલમાંથી ખર્ચ ન નીકળ્યો, પણ પ્રેક્ષકોને તે પસંદ પડ્યું. એટલે બબ્બન ખાને દેવું કરીને બીજો ખેલ ભજવ્યો. પછી તો એ એક જાતનો ઇતિહાસ રચવા માંડ્યા. | |||
એ જમાનામાં જગતમાં સૌથી વધારે સમય સુધી ચાલેલું નાટક હતું આગાથા ક્રિસ્ટીનું ‘માઉસ ટ્રેપ’. છેલ્લા દાયકાના આરંભમાં ખાન તેનાથી આગળ નીકળી ગયા. આવો વિક્રમ સર્જનારા નાટકના સરંજામ પાછળ ખાને ફક્ત રૂ. ૬૫૦ ખરચેલા. એનો તખ્તો ગોઠવતાં પંદરેક મિનિટ લાગે છે અને સંકેલો દસ મિનિટમાં જ થઈ જાય છે. ૧૯૬૫ની ૨૨મી સપ્ટેમ્બરે નાટકના પ્રથમ ખેલ વખતે ખરીદેલ છત્રી, શેરવાણી અને ટિફિન-કેરિયરને જ ખાન છેવટ સુધી વળગી રહેલા. | |||
રમતુભાઈની બેજોડ રમૂજો હવે માણવા નહીં મળે, તેનો અફસોસ કરતા ‘અદ્રક કે પંજે’ના ચાહકોને એક વાતનું આશ્વાસન આપી શકાય કે તેના અનુસંધાનમાં બીજા એક નાટકની પટકથા બબ્બન ખાને તૈયાર કરી છે અને તેને તખ્તા પર રજૂ કરવાની ધારણા છે. દરમ્યાન, પ્રથમ નાટકને ટેલિવિઝન સિરિયલનું સ્વરૂપ આપવા માટે તેમાં થોડાક ફેરફારો કરવામાં આવશે. | |||
{{Right|[‘સ્ટેઇટ્સમન’ દૈનિક: ૨૦૦૦]}} | {{Right|[‘સ્ટેઇટ્સમન’ દૈનિક: ૨૦૦૦]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits