26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} પરાપૂર્વથીસ્ત્રીજાતિએપોતાનેમાથેએકભયંકરકલંકવહોર્યું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરાપૂર્વથી સ્ત્રીજાતિએ પોતાને માથે એક ભયંકર કલંક વહોર્યું છે, અને તે સાવકી મા તરીકેના વર્તનમાં. સાસુના જુલમ આપણા સમાજમાં પ્રખ્યાત છે; પણ સાવકી માતાના જુલમો અને ક્રૂરતા એના કરતાંયે વધી જાય છે. મૃદુતા, દયા, માયા એ સ્ત્રીજાતિના જીવન સાથે વણાઈ ગયેલા સર્વ સદ્ગુણોનો આ વર્તનમાં લોપ થયેલો દેખાય છે. નિર્દોષ, કુમળાં બાળકો ઉપર જુલમ વરસાવવામાં અપરમા બનેલી સ્ત્રી ક્યાંય અટકતી નથી. હૈયું વીંધી નાખનારા બોલ એ બોલે છે; જાતે મારપીટ કરે છે એટલું જ નહીં, છોકરાંના બાપ આગળ જુઠ્ઠી ચાડીઓ કરી, તેને ઉશ્કેરીને બાળકોને માર ખવડાવે છે. નમાયાં બાળકોના બાપને ભંભેરી એમને નબાપાં પણ કરવા માટે અપરમા રાતદિવસ મંડી રહે છે, તેથી પછી બાળકો પોતાના જ ઘરમાં નિરાધાર થઈ જાય છે. એ બાળકો પાસે ગજા ઉપરાંત કામ કરાવવું, એમને ઓછું ખાવા આપવું, એમના જીવનમાં આનંદ-ઉલ્લાસનું નામ પણ ન રહેવા દેવું, એમ પાળેલાં ઢોર તરફ પણ ન રખાય એવું વર્તન માતાવિહોણાં બાળકો તરફ રાખતી અનેક સાવકી મા હોય છે. | |||
આવા અત્યાચારોનું મૂળ શું હશે? સ્ત્રીજાતિની કોમળતા અને કરુણા ત્યારે ક્યાં જતી હશે? | |||
અલબત્ત, કેટલીક એવી અપરમાતાઓ પણ હોય છે જે સાવકાં બાળકોને પોતાનાં પેટનાં સંતાન જેવાં જ ગણે છે. | |||
નવી પત્નીને વશ થઈ જઈને જૂનીનાં બાળકોને ત્રાસ આપનાર પુરુષ નવી સ્ત્રીને રીઝવવા જતાં પિતૃપદ સમૂળગું ભૂલી જઈ માનવતાનું દેવાળું કાઢે છે. જો પિતા નવી સ્ત્રીને સાથ ન આપતો હોય, તો અપર માતાના જુલમોને ઉત્તેજન ન જ મળે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits